Back
સુરત ટ્રાફિક પોલીસની બેદરકારી: ઘરે બેઠા મેમો આવી ગયા!
CPCHETAN PATEL
Aug 11, 2025 13:30:32
Surat, Gujarat
સુરત :: સુરત ટ્રાફિક પોલીસ ની બેદરકારી.
શહેરના પુણાગામ વિસ્તાર ની ઘટના.
એક્ટિવા ચાલક નું એક્ટિવા ધરે છતાં મેમો આવ્યો.
ઘરે બેઠા બેઠા ત્રણ ઓનલાઇન મેમો આવતા ફરિયાદી ચિંતામાં મુકાયો.
ફરિયાદી વજારામભાઇ નું એક્ટિવ ધરે છતાં કોઈ બીજા એક્ટિવાનો મેમો તેમના ધરે પહોંચ્યો.
સુરત પોલીસમાં અરજી કરી છતાં કોઈ નિકાલ નહીં.
ટ્રાફિક પોલીસ ની બેદરકારી છતાં કોઈ નિકાલ નહીં.
પોલીસ તપાસ કરે તો આવા અનેક મેમાનો બીજાના નામે ચાલ્યા જતા હોય છે
બાઇટ..વજ્રરામ..ફરિયાદી
13
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
URUday Ranjan
FollowAug 11, 2025 15:02:39Ahmedabad, Gujarat:
અમદાવાદ
શિવરંજની નજીક થયેલા અકસ્માતનો મામલો
અકસ્માત કરનાર કાર ચાલક રોહન પરેશ સોનીની ટ્રાફિક પોલીસે ધરપકડ કરી
અકસ્માત બાદ રોહન સોની કાર મૂકીને ફરાર થઈ ગયો હતો
રોહન ઓવર સ્પીડ માં કાર ચલાવી ને એક્ટિવા ચાલક બે યુવકોને અડફેડે લેતા બંનેના મોત થયા હતા
રોહનની પૂછપરછમાં હકીકતો આવી સામે
આરોપી રોહન સોની માણીનગર ખાતે મિત્ર ના જન્મ દિવસ ની ઉજવણી કરી આવ્યો હતો
જન્મ દિવસ ની ઉજવણી બાદ દક્ષ અને ભવ્ય સાથે નાસ્તો કરવા માટે જઈ રહ્યો હતો
રોહન અને તેના મિત્રો કાર ની રેસ લગાડતા હતા કે નહીં તેની તપાસ કરાય રહી છે
અત્યાર સુધી ના સીસી ટીવી માં ત્રણ કાર આગળ પાછળ ચાલતી હોવા નું સામે આવ્યું છે
રેસ હતી કે કેમ તેને લઈ ને નિવેદન અને સીસી ટીવી ના આધારે તપાસ શરૂ કરાય
રોહન સોની અક્સ્માત બાદ કાર છોડી રિક્ષા માં તેના મામા ના ઘરે ગયો હતો
બાઈટ : એસ જે મોદી , એસીપી ટ્રાફિક પોલીસ
14
Report
GPGaurav Patel
FollowAug 11, 2025 14:47:09Ahmedabad, Gujarat:
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનુ વોટ ચોરી મુદ્દે નિવેદન
ભારત દેશના ઇતિહાસમાં પહેલી વાર વોટ ચોરીની ઘટના બની
ભારતીય જનતા પાર્ટીએ ચુંટણી પંચના ઉપયોગથી વોટચોરી કરી
રાહુલ ગાંધીએ પુરાવ સાથે વોટચોરીની વાત રજુ કરી
રાહુલ ગાંધીના દાવા બાદ દેશના નાગરિકોને ચુંટણી પંચ પર ભરોસો નહી
ગુજરાતમાં અનેક વાર માહોલથી વિપરીત પરિણામ આવ્યા
વોટચોરી મુદ્દે ગુજરાત કોંગ્રેસે અભિયાન ચલાવશે
એક એક પરિવારના ઘરે જઇ મતદારની ચકાસણી કરશે
રાહુલ ગાંધીની ધરપકડ અને નોટીસ દર્શાવે છે કે ઇસી જવાબ આપવા નથી માંગતુ
રાજ્યના નાગરિકોને અપિલ કે તમારી આસપાસ ખોટા મત હોય તો અવાજ ઉપાડો
બાઇટ
અમિત ચાવડા પ્રમુખ ગુજરાત કોંગ્રેસ
14
Report
HBHimanshu Bhatt
FollowAug 11, 2025 13:17:12Morbi, Gujarat:
Slug 1108ZK_MRB_MAUN_RELI
Format PKG
Reporter HIMANSHU BHATT
Feed 1108ZK_MRB_MAUN_RELI
Date 11/08/2025
Location MORBI
APPROVAL DAY PALN
એન્કર
મોરબીની મચ્છુ જળ હોનારતની ઘટનાને આજે 46 વર્ષ પુરા થઇ ગયા છે જો કે, ન માત્ર ગુજરાત પરંતુ દેશ વિદેશના લોકો પણ જે ઘટનાને આજની તારીખે ભૂલ્યા નથી તે ઘટનાને મોરબીવાસીઓ કદી ન ભૂલી શકે તે નિશ્ચિત છે ત્યારે 46 વર્ષ વીતી ગયા હોવા છતાં હોનારતનો દિવસ હોય ત્યારે લોકોની નજરની સામે તાજીના દ્રશ્યો આવી જાય છે અને તેવી જ રીતે આજે હોનારતની તારીખે અનેક લોકોની આંખોના ખૂણા ભીના થઈ ગયા હતા. અને મહાપાલિકા કચેરીએથી યોજાયેલ મૌન રેલીમાં ધારાસભ્યો, માજી મંત્રી, કલેક્ટર સહિતના અધિકારીઓ જોડાયા હતા અને દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી
વીઓ
11 મી ઓગસ્ટના દિવસને મોરબીના રહેવાસીઓ ક્યારે પણ ભૂલી શકે તેમ નથી કેમ કે, આ દિવસે આજથી 46 વર્ષ પહેલા મોરબી નજીકનો મચ્છુ-2 ડેમ તુટ્યો હતો અને મોરબી ભારતના નકશામાંથી હતું ન હતું થઇ ગયું હતું જે તે સમયે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો હોવાથી મેળા સહિતની રજાઓ હોવાથી મોરબીની જુદીજુદી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારો પોતાના વતનમાં કે ગામડે જતા રહ્યા હતા અને 11 મી તારીખ પહેલાના દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે મચ્છુ-2 ડેમ છલોછલ ભરેલો હતો તેવા સમયે એક એક ડેમનો માટીનો પાળો તૂટવાથી સર્જાઈ હતી જળપ્રલયની ભયાનક ઘટના જેની યાદ માત્રથી આજની તારીખે લોકોના શરીરમાંથી કંપારી છૂટી જય છે જો કે, મોરબીના જળ હોનારતમાં માનવ મૃત્યુનો સાચો આંકડો તો આજની તારીખે બહાર આવ્યો નથી જો કે, મચ્છુના પાણીએ મોટા પ્રમાણમા તારાજી સર્જી હતી અને હજારોની સંખ્યામાં લોકો મચ્છુના ધસમસતા પાણીમાં તણાઈ ગયા હતા અને મોતને ભેટયા હતા આટલું જ નહિ અબોલ જીવના પણ પાણીમાં તણાઈ જવાથી મોત નીપજતા શેરી ગલ્લીઓ તો ઠીક વીજપોલ ઉપર, મકાનની છત ઉપર, વૃક્ષની ડાળીઓ ઉપર જ્યાં નજર કરો ત્યાં લટકતી લાશો જ જોવા મળતી હતી દર વર્ષે મોરબી મોતના તાંડવ એટલે કે હોનારતના કાળા દિવસને યાદ કરે છે કેમ કે ક્ષણવારમાં આવેલા હોનારતના પાણી ભલે ઓસરી ગયા હોય પરંતુ આજે 46 વર્ષ પછી પણ નગરજનોના હૃદયમાં કોતરાયેલા ઘાવ હજુ પણ રૂઝાયા નથી આજે મોરબી મહપાલિકા કચેરીએથી મૌન રેલી યોજાઇ હતી જેમાં માજી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથારિયા, માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, કલેક્ટર કે.બી.ઝવેરી, ડીડીઓ જે.એસ.પ્રજાપતિ, એસપી રાહુલ ત્રિપાઠી સહિતના અધિકારી અને કર્મચારી હાજર રહ્યા હતા અને દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી
બાઇટ 1: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, માજી મંત્રી, ગુજરાત
બાઇટ 2: કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય, મોરબી
બાઇટ 3: કે.બી.ઝવેરી, કલેક્ટર મોરબી
બાઇટ 4: બ્રિજેશભાઈ મેરજા, માજી મંત્રી, ગુજરાત
14
Report
CPCHETAN PATEL
FollowAug 11, 2025 13:02:50Surat, Gujarat:
સુરત - CMA ઇન્ટરમિડીયેટ અને ફાયનલ પરીક્ષાનું પરિણામ થયું જાહેર
સમગ્ર દેશમાં સુરતના વિદ્યાર્થીઓએ વગાડ્યો ડંકો.
CMA ઇન્ટરમિડીયેટ અને ફાઇનલ પરીક્ષામાં સમગ્ર દેશમાં સુરતના વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમાંક મેળવ્યો
CMA ઇન્ટરમિડીયેટમાં ઓલ ઇન્ડિયા પ્રથમ અને દ્રિતીય ક્રમાંક સુરતના વિધાર્થીઓએ મેળવ્યો
સુજલ શરાફ 800 માંથી 647 ક્રમાંક પ્રાપ્ત કરી પ્રથમ ક્રમાંક મેળવ્યો
સચિન ચૌધરીએ 800 માંથી 600 ગુણ પ્રાપ્ત કરી ઓલ ઇન્ડિયા દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો
CMA ફાયનલમાં ઓલ ઇન્ડિયામાં સુરતના વિદ્યાર્થી પ્રથમ ક્રમ મેળવ્યો
હંસ જૈનએ 800 માંથી 612 ગુણ પ્રાપ્ત કરી ઓલ ઇન્ડિયામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો
ત્રણેવ વિદ્યાર્થીઓએ પ્રથમ અને દ્રિતીય ક્રમ પ્રાપ્ત કરી સમગ્ર દેશમાં સુરત અને ગુજરાતનું નામ રોશન કર્યું
સમગ્ર દેશમાં CMA ઇન્ટરમિડીયેટ અને ફાયનલમાં સુરતના વિદ્યાર્થીઓએ બાજી મારી
ત્રણેવ વિદ્યાર્થીઓએ ઉચ્ચ પરિણામ હાંસલ કરવા રોજ 8 થી 10 કલાકની પ્રેક્ટિસ કરતા
પરીક્ષાના અંતિમ ત્રણ થી ચાર મહિના સોશિયલ મીડિયા અને મોબાઈલથી સદંતર દૂર રહેતા..
બાઈટ..વિદ્યાર્થી
બાઈટ..સંચાલક
14
Report
CPCHETAN PATEL
FollowAug 11, 2025 11:35:06Surat, Gujarat:
એન્કર :
શહેરમાં મોબાઈલ,સોનાની ચેન,પર્સ સહિત કિંમતી ચીજવસ્તુઓની સ્નેચિંગ કરતા બે રીઢા આરોપીઓને ચોકબજાર પોલીસે ઝડપી પાડ્યા છે.પોલીસ તપાસમાં ચોકબજાર પોલીસ ચોપડે નોંધાયેલા પર્સ સ્નેચિંગ ના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે.જ્યાં આરોપીઓ પાસેથી રોકડ રકમ,મોબાઈલ, દિહાર્મ સહિત 39 હજારથી વધુની મત્તા નો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ ચોકબજાર પોલીસે હાથ ધરી છે.પોલીસ તપાસમાં ઝડપાયેલા આરોપીઓમાં એક આરોપી વિરુદ્ધ ગંભીર પ્રકારના ચૌદ જેટલા ગુના ભૂતકાળમાં નોંધાઈ ચુક્યા છે.જ્યારે અન્ય એક આરોપી વિરુદ્ધ પણ ગંભીર પ્રકારના ગુનાઓ શામેલ છે.
વી ઓ 1 :
શહેરમાં સ્નેચરો નો આતંક ફરી એક વખત જોવા મળ્યો છે.સ્ટેશન થી ઓટો રીક્ષામાં દંપતી ઘરે પરત ફરી રહ્યું હતું.જે વેળાએ મોટર સાયકલ પર આવી ચઢેલા બે ઈસમોએ દંપતીના હાથમાંથી રોકડ રકમ,બે મોબાઈલ,દિહાર્મ સહિત 39 હજારની મત્તા ભરેલ પર્સ ની સ્નેચિંગ કરી ફરાર થઈ ગયા હતા.5 ઓગસ્ટના રોજ બનેલી ઘટના ને લઈ ચોકબજાર પોલીસ મથકમાં દંપતીએ ફરીયાદ નોંધાવી હતી.જે ફરિયાદના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં સામે આવેલા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરી હતી.તપાસમાં આરોપીઓ વગર નંબર પ્લેટ ની મોટર સાયકલ લઈ આવ્યા હોવાનું સામે આવ્યું હતું.જેથી આરોપીઓને પકડવા પોલીસને ખૂબ જ મુશ્કેલી પડી હતી.જો કે હ્યુમન સોર્સ ના આધારે બે સ્નેચરો ને ભેસ્તાન આવાસ થી પોલીસે ઝડપી પાડ્યા હતા.
ભેસ્તાન આવાસમાંથી પોલીસે અશપાક ઉર્ફે માયા ઉર્ફે કાલીયા યુસુફ શેખ અને મોહિન ઉર્ફે મોઇન ખાન ઉર્ફે પેડા ઉર્ફે બોબડા પઠાણ ની ધરપકડ કરી હતી.જે આરોપીઓની આકરી ઢબે પૂછપરછ કરતા ચોકબજાર પોલીસે ચોપડે નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.આરોપીઓ પાસેથી 250 દિહાર્મ ,બે મોબાઈલ સહિત 39 હજારથી વધુની મત્તા નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસ તપાસમાં આરોપી અશપાક વિરુદ્ધ મારામારી,ચોરી,સ્નેચિંગ સહિત ચૌદ ગુન્હા ભુતકાળમાં શહેર પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે.જ્યારે ત્રણ વખત પાસા ની કાર્યવાહી પણ થઈ ચૂકી છે.આ સાથે આરોપી મોહિન ઉર્ફે મોઇન ખાન પઠાણ વિરુદ્ધ ચોરી,સ્નેચિંગ સહિત 6 ગુન્હા પણ શામેલ છે. ઉધના,ડીંડોલી,પાંડેસરા,ભેસ્તાન,પુણા જેવા પોલીસ સ્ટેશનોમાં આરોપીઓ વિરુધ સ્નેચિંગ ના વિવિધ ગુન્હા નોંધાઈ ચૂક્યા છે.જે ગુન્હામાં અગાઉ આરોપીઓની ધરપકડ પણ થઈ ચૂકી છે.
આરોપીઓની મોડ્સ ઓપરેન્ડી અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે,આરોપીઓ રાત્રિ દરમ્યાન સોસાયટી અથવા રોડ પર પાર્ક કરેલી મોટર સાયકલની ની ચોરી કરતા હતા.ચોરીની મોટર સાયકલની આગળ ની નંબર પ્લેટ તોડી નાખતા હતા.જ્યારે પાછળ ની નંબર પ્લેટ પર બ્લેક પટ્ટી મારી દેતા હતા.જેથી કરી ખાનગી અથવા શહેર પોલીસ ન cctv કેમેરાથી પણ બચી શકાય.જે બાદ ચોરીની મોટર સાયકલ પર મોબાઈલ,પર્સ સહિત કિંમતી ચીજવસ્તુઓની સ્નેચિંગ કરતા હતા.ગુનાને અંજામ આપી જે જગ્યાએથી મોટર સાયકલની ચોરી કરતા,ત્યાં ફરી મોટર સાયકલ મૂકી ફરાર થઈ જતા હતા.
બાઈટ :પિનાકીન પરમાર (ડીસીપી સુરત પોલીસ)
વી ઓ 2 : મહત્વનું છે કે ઝડપાયેલા બંને સ્નેચરોનો ગુનાહિત ઇતિહાસ પંકાયેલો છે.અશપાક વિરુદ્ધ ભૂતકાળમાં શહેર પોલીસ ચોપડે ચૌદ જેટલા સ્નેચિંગ ના ગુન્હા નોંધાઈ ચૂક્યા છે.જ્યાં વધુ ગુન્હા ઉકેલાવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.જે આરોપીઓ ની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ ચોકબજાર પોલીસે હાથ ધરી છે.જ્યાં રિમાન્ડ દરમ્યાન અન્ય ગુન્હા.ઉકેલવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.
....
સુરત બ્રેક
સુરત માં સ્નેચરો નો આતંક,
5 ઓગસ્ટ ના રોજ ચોકબજાર વિસ્તારમાં થયેલી પર્સ સ્નેચિંગ નો ગુન્હો ઉકેલાયો,
દંપતી ઓટો રીક્ષામાં સ્ટેશનથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા,
જે વેળાએ મોટર સાયકલ પર આવેલ બે ઈસમોએ પર્સ ની સ્નેચિંગ કરી હતી,.
જે પર્સમાં 250 દિહાર્મ,મોબાઈલ,પાસપોર્ટ સહિત રોકડ રકમ શામેલ હતી,
ગુનાને ઉકેલી કાઢવા ચોકબજાર પોલીસે તપાસ હાથ ધરી હતી,
તપાસમાં આરોપીઓ વગર નંબર પ્લેટ ની મોટર સાયકલ લઈ આવ્યા હતા,
જે આરોપીઓને પકડવા પોલીસને ખૂબ જ મુશ્કેલી પડી હતી,
જો કે હ્યુમન સોર્સ ના આધારે બે સ્નેચરો ને ભેસ્તાન આવાસ થી પોલીસે ઝડપી પાડ્યા
અશપાક ઉર્ફે માયા ઉર્ફે કાલીયા યુસુફ શેખ અને મોહિન ઉર્ફે મોઇન ખાન ઉર્ફે પેડા ઉર્ફે બોબડા પઠાણ ની ધરપકડ
આરોપી અશપાક વિરુદ્ધ મારામારી,ચોરી,સ્નેચિંગ સહિત ચૌદ ગુન્હા શામેલ
ત્રણ વખત પાસા ની કાર્યવાહી
મોહિન ઉર્ફે મોઇન ખાન પઠાણ વિરુદ્ધ ચોરી,સ્નેચિંગ સહિત 6 શામેલ
આરોપીઓની મોડ્સ ઓપરેન્ડી,
રાત્રિ દરમ્યાન સોસાયટી અથવા રોડ પર પાર્ક મોટર સાયકલની ની ચોરી કરતા,
ચોરીની મોટર સાયકલની આગળ ની નંબર પ્લેટ તોડી નાખતા,
પાછળ ની નંબર પ્લેટ પર બ્લેક પટ્ટી મારી દેતા,
જે બાદ ચોરીની મોટર સાયકલ પર મોબાઈલ,પર્સ સહિત કિંમતી ચીજવસ્તુઓની સ્નેચિંગ કરતા,
જે જગ્યાએથી મોટર સાયકલની ચોરી કરતા,ત્યાં ફરી મોટર સાયકલ મૂકી ફરાર થઈ જતા,
વધુ તપાસ ચોકબજાર પોલીસે હાથ ધરી
બાઈટ :પિનાકિન પરમાર (ડીસીપી સુરત પોલીસ)
14
Report
GPGaurav Patel
FollowAug 11, 2025 11:19:29Ahmedabad, Gujarat:
અમદાવાદ
વોટ ચોરી મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા મનીષ દોશી ની પ્રેસ
સમગ્ર દેશ ને વોટ ચોરી એ હચમચાવી દીધું છે
દેશ માં પડકારજનક વોટ ચોરી જોવા મળી છે
ભાજપ સરકાર અને તેના માળિયાતા અલગ રીતે વોટ ચોરી કરવામાં આવતી હતી
વિવિધ મતક્ષેત્ર માં નકલી મતદાતા, ખોટા ફોટો અને ફોર્મ 6 નો દુરુપયોગ થતો જોવા મળ્યો હતો
દેશ સમક્ષ આ તમામ વોટ ચોરી નો મુદ્દો મૂકવામાં આવ્યો હતો
ચૂંટણી પંચની બંધારણીય જવાબદારી બને છે નિષ્પક્ષ રીતે ચૂંટણી થાય
કોંગ્રેસ ના નેતા ચૂંટણી પંચ ને સવાલ કરે અને ભાજપ જવાબ આપે છે
સાંસદ થી લઈ ને ચૂંટણી પંચ સુધી પદયાત્રા કરી ચૂંટણી પંચ ને ફરિયાદ કરવાના હતા
કેન્દ્ર ના હેઠળ આવતી દિલ્હી પોલીસે તેમની અટકાયત કરવામાં આવી
બાઇટ
મનિષ દોશી
પ્રવક્તા ગુજરાત કોંગ્રેસ
14
Report
GPGaurav Patel
FollowAug 11, 2025 11:16:59Ahmedabad, Gujarat:
આર પી પટેલના નિવેદન પર પાટીદાર મહિલા અગ્રણી ગીતા બેન પટેલની પ્રતિક્રિયા
આજના સમયમાં ત્રણથી ચાર બાળકો પેદા કરવા ખુબ અઘરા
આર પી પટેલ કરોડપતિ છે એટલે એમના માટે આ બધું સહેલું હોય
ગામડામાં રહેતા અને ત્રણથી ચાર વિઘા જમીન ધરાવતા પરિવારને ચાર બાળકો કઇ રીતે પોષાય
આજના સમયમાં એક કરાતાં વધારે બાળક હોય તો તેની પાછળ અનેક ખર્ચા
આર પી પટેલને સરકાર તરફ થી ડર છે કે રાજકીય તાકાત ઘટશે
આર પી પટેલનુ નિવેદન સમાજ નિતિ વાળું છે કે રાજનિતિ વાળું?
ત્રણ થી ચાર બાળકો પેદા કરવા એ મંચ પર થી બોલવું સહેલું
આજથી ૨૦ વર્ષ બાદ અભ્યાસ રોજગાર અને બીજા ખર્ચા કેટલા હશે તે કલ્પના મુશ્કેલ
કાકા મામા અને બીજા સંબંધો માટે ચાર સંતાનોનો વિચાર કેટલો યોગ્ય
તમે એ મહિલાનો વિચાર કર્યો છે કે તે ચાર સંતાનને કઇ રીતે જન્મ આપશે
સમાજના મંચ પર થી સમાજની ચિંતા કરવી જોઇએ
આજે યુવાનો નશો ઓનલાઇન ગેમ બે રોજગાર થી પીડાય છે તેની ચિંતા જરૂરી
પાટીદાર યુવાનો ધંધા રોજગાર માટે પરેશાન તેની ચિંતા જરૂરી
સમાજમાં દિકરા દિકરીઓને મફત શિક્ષણ મળે તેની ચિંતા જરૂરી
શા માટે દિકરીનો ભાગીને લગ્ન કરે છે તેની ચીંતા કરો
રાજકીય તાકાત વધારવા ચાર બાળકો પેદા કરો-એવુ ક્યારેય ન થાય
આપણે બિન અનામત આયોગના ચેરમેન નથી બનાવી શક્યા તે ચિંતા કરવાની છે
એક વાર એવું પણ નિવેદન આપેલું કે દિકરીઓ રિવોલ્વોર રાખવાની જરૂર છે
દિકરીઓની સુરક્ષા ની ચિંતા છોડી આડા પાટે ચઢવાની જરૂર નથી
ચાર બાળકો પૈકી કરી રસ્તા પર ભીખ મંગાવવાની
હિન્દુ સનાતન ની વાત યોગ્ય પણ તેન માટે ચાર બાળક પેદા કરવાના?
ચાર બાળકોને જન્ય આપ્યા બાદ તેમની જવાબદારી કોની
સરકારમાં એની રજુઆત કરવી જોઇએ કે બાળકોને મફત ભણાવો તેમના રોજગાર ની વ્યવસ્થા કરો
હું એક માતા તરિકે નથી ઇચ્છતી કે મારી કુખે દિકરી જન્મે કેમકે તે સુરક્ષીત નથી
વન ટુ વન ગીતા પટેલ
પાટીદાર અગ્રણી
14
Report
DRDarshal Raval
FollowAug 11, 2025 11:16:54Ahmedabad, Gujarat:
અમદાવાદ
નહેરુનગર ઝાંસીની રાણી અકસ્માત મામલો
અકસ્માત સર્જનાર કાંકરિયા માં રહેતો રોહન સોની હોવાનું આવ્યું સામે
રોહન તેના માતા પિતા અને નાની બહેન સાથે રહે છે
કાંકરિયા માં કનક સોસાયટીમાં રહે છે રોહન
રોહન કોલેજના બીજા વર્ષમાં સિલ્વર ઓક કોલેજમાં bba માં કરે છે અભ્યાસ
રોહન તેના મિત્રો સાથે બર્થ ડે પાર્ટીમાં ગયો હતો
પાડોશીઓનો દાવો રોહન એક સારો અને વ્યવસ્થિત છોકરો છે
ઘટનાની જાણ થતા પાડોશીઓ પણ ડરી ગયા
રોહનની બહેને પણ આપી પ્રતિક્રિયા
રોહન ક્યારેય સ્પીડમાં કાર ચલાવતો નથી અને ભૂલ કોની છે તે તપાસ થવી જોઈએ
એક્ટિવા ચાલક જેમતેમ એક્ટિવા ચલાવતા હોવા અને નશામાં હોવાના રોહનની બહેને લગાવ્યા આક્ષેપ
ઘટનામાં બને તરફી તપાસની છે જરૂર
મોડી રાતે અકસ્માતમાં એક્ટિવા સવાર અસફાક અને અકરમ નું નીપજ્યું હતું મોત
ઘટનામાં cctv ફૂટેજ પણ આવ્યા હતા સામે
વિઝ્યુલ અને 121
સલગ. આરોપી હોમ
ફીડ. લાઈવ કીટ
14
Report
CPCHETAN PATEL
FollowAug 11, 2025 11:02:55Surat, Gujarat:
સુરત :- વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ ના સૂચન નિવેદનને લઈ અલ્પેશ કથીરિયા ની પ્રતિક્રિયા
કહ્યું, તેમના આ નિવેદનને હું સમર્થન આપું છું
કુટુંબ વ્યવસ્થા નો નાશ ન થવો જોઈએ
માત્ર પાટીદાર સમાજ નહીં પરંતુ સમગ્ર સમાજમાં વન ચાઇલ્ડ ની પોલિસી ચાલે છે,
નવદંપતી લગ્ન પછીનું ઉજ્જવળ ભવિષ્ય માટેનું આ પ્રકારે પ્લાનિંગ કરતા હોય છે,
વન ચાઇલ્ડ ના કારણે સભ્ય સમાજ ની વ્યવસ્થાનો પણ નાશ થશે
કુટુંબ વ્યવસ્થા નો પણ નાશ થશે અને તેની ચિંતા આર.પી. પટેલે કરી છે
ભવિષ્યમાં આ પ્રકારની પરિસ્થિતિ ન ઉદ્ભવે તેની ચિંતા હમણાથી કરવી જોઈએ
કુટુંબમાં સભ્યોની સંખ્યા ઓછી હોય તો લોકશાહીમાં પ્રતિનિધિત્વ પણ નહીં મળે ,
કુટુંબ વ્યવસ્થા પણ આર્થિક રીતે પછાત થશે
કુટુંબોએ પણ ઉભરીને આગળ આવવું જોઈએ
પરિવારો પર આર્થિક બોજો ના પડે તે માટે પણ વિચારવું જોઈએ
કુટુંબ વ્યવસ્થાને લઈ તેઓએ આ નિવેદન આપ્યું છે તેવું મને લાગે છે
બાઇટ.
અલ્પેશ કથીરીયા (પાટીદાર અગ્રણી )
14
Report
CPCHETAN PATEL
FollowAug 11, 2025 11:02:41Surat, Gujarat:
1108ZK_SRT_MARKETING એફટીપીમા બીજા વિડીયો અને બાઇટ
એકર
સુરત શહેરમાં સૌથી આગળ રહ્યું છે ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 74 જેટલા વ્યક્તિઓ દ્વારા 224 જેટલા ઓર્ગન ડોનેટ કરવામાં આવી છે આ સાથોસાથ કેન્દ્ર સરકાર દ્વારા પણ નવી સિવિલ હોસ્પિટલને ઓર્ગન ડોનેટ અંગેની કામગીરીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સિવિલ દ્વારા બ્રેઇન ડેડ દર્દીઓના પરિવારજનોમાં જનજાગૃતિ લાવવાનો પણ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે
બાઈટ..કેતન નાયક..આર.એમ.ઓ સિવિલ
આ સાથે દેશની સૌપ્રથમ ડોનેટ લાઇફ સંસ્થા દ્વારા લોકોના ઓર્ગન ડોનેટ અંગે જનજાગૃતિ લાવવાના પણ પ્રયાસા ધરવામાં આવ્યા હતા. છેલ્લા 20 વર્ષ થી આ સંસ્થા કામ કરી રહી છે અત્યાર સુધી તેઓ દ્વારા 1336 જેટલા ઓર્ગન ડોનેટ કરાવી 1232 લોકોને નવજીવન આપવામાં આવ્યું છે. રાજ્ય સરકારના વિવિધ કી મેટર બીપીએલ કાર્ડ ધારકોને ફ્રી ઓફ કોસ્ટમાં કિડની અને લીવર ટ્રાન્સલેટ થઈ શકે છે. લો ઇન્કમ ગ્રુપના લોકો માટે ટ્રાન્સપ્લાન્ટ ના 50% લેવામાં આવે છે. સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપ્લાન્ટ તદ્દન મફત કરી આપવામાં આવે છે. આ ઉપરાંત સીએમ અને પીએમ ફંડ માંથી પણ લાભ આપવામાં આવે છે હૃદયના ટ્રાન્સપ્લાન્ટ માટે સાડા સાત લાખ રૂપિયા રાજ્ય સરકાર આપતી હોય છે
બાઈટ..નિલેશ માડલેવાલા..ડોનેટ લાઈફ ફાઉન્ડર
14
Report
AKAshok Kumar
FollowAug 11, 2025 10:49:31Junagadh, Gujarat:
બ્રેકીંગ......
વધુ બાળકો હોવાથી સામાજિક કે રાજકીય પ્રગતિ ન થઈ શકે
આપ નેતા રેશ્મા પટેલે આપ્યું નિવેદન,
એક કે 3 બાળકો હોવા એમાં હું સહમત નથી - રેશમા પટેલ
લોકોમાં જાગૃતતા હોવી જરૂરી , વધુ બાળકો હોવા એ પરિવાર પર આધાર છે
યુવાનોમાં બેરોજગારી વધી છે, પરિવારનું પાલન કરવું બન્યું અઘરું
બાઈટ રેશમા પટેલ
14
Report
GPGaurav Patel
FollowAug 11, 2025 10:49:17Ahmedabad, Gujarat:
અમદાવાદ
પ્લેન ક્રેશ બાદ પ્રથમ વખત સામે આવ્યા પરિજનો
દુર્ઘટનામાં 3 થી વધુ પરિજનો ગુમાવનાર તૃપ્તિ સોની સાથે ખાસ વાતચીત
સરકારે જે રીપોર્ટ જાહેર કર્યો છે તે સવાલ ઉપજાવનારો
પાયલટનો માત્ર કેટલાક સેકન્ડનો ઓડિયો જાહેર કર્યો
બંને પાયલટ વચ્ચેનું કન્વર્જેશન. વધારે લાંબુ હશે
તપાસમાં સંપુર્ણ પારદર્શકતા રાખવી જોઇએ પિડિતોને માહીતી આપવી જોઇએ
"સમગ્ર ઘટના પ્રોડક્ટ લાયબ્લિટીની છે "
જ્યાં આ પ્રોડક્ટ બને ત્યાં જ કેસ ચાલે તો ન્યાય મળવાની શક્યતા વધુ હોય છે : તૃપ્તિ સોની
"ભારત કરતા અમેરિકામાં પ્રોડક્ટ લાયબ્લિટીના કાયદા વધુ મજબૂત છે"
પીડિત તૃપ્તિ સોની એ સરકાર અને એજન્સીઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
જે સહાય જાહેર થઇ છે તે પૈકી ૨૫ લાખ રીલીઝ કરવામાં આવ્યા છે
વળતર કોઇની જીંદગી પરત નથી લાવી શકતું
વન ટુ વન તૃપ્તિ સોની
14
Report
SCSHAILESH CHAUHAN
FollowAug 11, 2025 10:33:05Idar, Gujarat:
એપૃવ આઈડિયા
11.08.25
સાબરકાંઠા
ફીડ ftp સ્ક્રિપ્ટ 2c
એન્કર
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની આર્થિક કરોડરજ્જુ સમાન સાબરડેરી ની 61મી વાર્ષિક સાધારણ સભા સાબરડેરીના ઓડિટોરિયલ હોલમાં શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી સભામાં ત્રણ મુખ્ય ઠરાવ કરવામાં આવ્યા હતા જે પશુપાલકોના પ્રતિનિધિઓએ માન્ય રાખ્યા હતા.
વિઓ01
સાબરકાંઠાની અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સામાન સાબર ડેરી દ્વારા વાર્ષિક ભાવ ફેર ચૂકવવામાં આવતો હોય છે તે ભાવ ફેરને લઈને અગાઉ સાબરડેરી વિવાદમાં આવી હતી જોકે સાબર ડેરીના પશુપાલકોએ મોરચો માંડ્યો હતો જોકે રાજકીય અને સામાજિક આગેવાનો સહિત સહકારી આગેવાનોની મધ્યસ્થી થકી સાબરડેરી દ્વારા પશુપાલકોની માગણી અનુસારનો ભાવ ફેર જાહેર કરી દેવામાં આવ્યો હતો સાબરડેરીએ અગાઉ વાર્ષિક સરેરાશ ભાવ 960 રૂપિયા જાહેર કર્યો હતો અને તે પ્રમાણે પશુપાલકોને ભાવ ફેર ની રકમ ચૂકવી પણ દેવામાં આવી હતી પરંતુ વિવાદ બાદ સાબર ડેરી ના સત્તાધીશો દ્વારા પ્રતિ કિલો ફેટનો વાર્ષિક સરેરાશ ભાવ 995 રૂપિયા જાહેર કરવામાં આવ્યો હતો એટલે કે સાબર ડેરીએ અગાઉ કરેલી જાહેરાતમાં 35 રૂપિયાનો વધારો કર્યો હતો જે ભાવ ફેર ની રકમ સાધારણ સભા યોજાયા બાદ ચૂકવવાનું નક્કી કરાવ્યું હતું જો કે આજે સાબરડેરીના ઓડિટોરિયલ હોલ ખાતે 61મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં અલગ અલગ એજન્ડા ઉપર ચર્ચા કરવામાં આવી હતી જોકે મુખ્ય ચાર એજન્ડાઓ પૈકી ભાવફેરના આપવાના બાકી નીકળતા રૂ.35 નો ભાવ ફેર પશુપાલકોને ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે.જે ઉપરની રકમ આગામી 13 તારીખે પશુપાલકોના ખાતામાં જમા કરવાની જાહેરાત આજની સાધારણ સભામાં કરવામાં આવી હતી સાથે જ સાબર ડેરીના સત્તાધીશો અને સ્થાનિક મંડળીઓના ચેરમેન અને સેક્રેટરીઓની વર્ષમાં બે વાર સાબર ડેરી ખાતે બેઠક યોજાય અને આ બેઠકમાં વર્ષે દરમિયાન સ્થાનિક મંત્રીઓ અને પશુપાલકોની સમસ્યાઓ સાંભળવામાં આવશે અને સમાધાન માટેના પ્રયાસો કરવામાં આવશે તે એજન્ડા પર પણ ઠરાવ કરવામાં આવ્યો હતો સાથો સાથ આવતા વર્ષથી પશુપાલકોને 30 જૂન સુધીમાં વાર્ષિક ભાવ ફેર ની રકમ ચૂકવી દેવા માટેનો પણ ઠરાવ કરવામાં આવ્યો છે ત્યારે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સાબર ડેરી ની વાર્ષિક સાધારણ સભા પૂર્ણ થઈ છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 1200 જેટલી સ્થાનિક મંડળીઓના પ્રતિનિધિઓ સાધારણ સભામાં હાજર રહ્યા હતા.
બાઈટ-અમિતભાઇ પટેલ,ચેરમેન,કાટવાડ દૂધ મંડળી.
બાઈટ-જશુભાઈ પટેલ,ડિરેક્ટર સાબરડેરી
વિઓ02
એક તરફ સાબર ડેરી સામે પશુપાલકો અગાઉ વિરોધ દર્શાવી રહ્યા હતા. તો બીજી તરફ સાબર ડેરી ના સત્તાધીશો પશુપાલકોને વિરોધ ડામવા માટે અપિલો કરી રહ્યા હતા અને આ દરમિયાન સાધારણ સભા ક્યારે યોજાશે તેના પર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકો ની સીધી નજર હતી પરંતુ આજે સાબર ડેરીની વાર્ષિક સાધારણ સભા સાબર ડેરીના ઓડિટોરિયલ હોલ ખાતે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પૂર્ણ થઇ છે ત્યારે સાધારણ સભામાં કરવામાં આવેલા ઠરાવો બંને જિલ્લાના પશુપાલકોએ માન્ય રાખ્યા છે જોકે આવતા વર્ષથી 30 જૂન સુધીમાં વાર્ષિક ભાવ ફેર ની રકમ ચૂકવવાનો ઠરાવ કરવામાં આવ્યું છે તે ઠરાવ ને આજે બંને જિલ્લાના પશુપાલકોએ વધાવી લીધો છે.
બાઈટ-શામળભાઈ પટેલ,ચેરમેન,સાબરડેરી
શૈલેષ ચૌહાણ,ઝી 24 કલાક,સાબરકાંઠા
14
Report
SSSapna Sharma
FollowAug 11, 2025 09:47:36Ahmedabad, Gujarat:
અમદાવાદ
રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી એટલે કે ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહ્યું છે કૌભાંડ. યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરીયા એ હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટ સેન્ટરના ડાયરેક્ટર પાસે 75 લાખ રૂપિયાની ખંડણી માંગી તેમ છતાં યુનિવર્સિટીમાં ચાલતા કોભાંડ મામલે તપાસ કરવાના બદલે વાઇસ સાંસ્લર ભીનું સંકેલવામાં વ્યસ્ત છે.
( નોટ એને NSUI ના વિરોધ ના વિઝ્યુઅલ્સ લેવા )
(ગુજરાતી યુનિવર્સિટી ના વાઇસ ચાન્સલર નીરજા ગુપ્તાના કટર વેસ્ટ લેવા લેવા ).....
ગુજરાત યુનિવર્સિટીમાં વાડજ ચીભડા ગળી જતી હોય તેવો ઘાટ સર્જાયો છે. સામાન્ય રીતે યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્યની નિમણૂક ભ્રષ્ટાચાર ન થાય તે માટે કરવામાં આવે છે. જોકે ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય જ વિદ્યાર્થીઓના પૈસે લૂંટ ચલાવી રહ્યા છે. યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય એ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સેન્ટરના ડાયરેક્ટર પાસે યુજીસી ની ગ્રાન્ટ માંથી 75 લાખની માંગણી કરી હતી. સમગ્ર મામલે સિન્ડિકેટ સભ્ય એ પોતે બે ગુનાહિત હોવાનો દાવો કરી જ્યાં સુધી તપાસ કમિટી તપાસ કરી તેમને બે ગુના જાહેર ન કરે તેટલા સમય સુધી રાજીનામું આપ્યું હતું.
સામાન્ય રીતે તપાસ કમિટી ની રચના કરવી ગુજરાત યુનિવર્સિટીના કામગીરી છે. જો કે તપાસ કમિટી ક્યારે બનાવવામાં આવી. બનાવવામાં આવી કે કેમ? તપાસ કમિટીએ કોઈ રિપોર્ટ આપ્યો છે કે કેમ? તે મામલે કોઈપણ સ્પષ્ટતા કરવા ગુજરાત યુનિવર્સિટીના ગુપ્તાએ ઇનકાર કર્યો હતો.
Wkt
કોંગ્રેસના નેતા ઇન્દ્રવિજયસિંહ ગોહિલે યુનિવર્સિટીના વાઈસલર નીરજા ગુપ્તાની ચુપકીદી ઉપર ઘણા સવાલો કર્યા. તેમણે આક્ષેપ કર્યો કે સિન્ડિકેટ સભ્ય માં વિપક્ષને દૂર કરી માત્ર નોમિનેટ આધારિત સભ્યોને સામેલ કરી વિદ્યાર્થીઓના પૈસા સાથે ભ્રષ્ટાચાર કરવાનો આ એક હથખંડો છે. શા માટે ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર મામલાને દબાઈ રહ્યા છે તે સૌથી મોટો સવાલ છે
બાઈટ - ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, નેતા કોંગ્રેસ,
14
Report