Back
સુરત પોલીસની ફિલ્મી સ્ટાઈલમાં જુગાર રમતા 7 આરોપીઓની ધરપકડ!
PDPRASHANT DHIVRE
Aug 17, 2025 12:34:15
Surat, Gujarat
REPORTER PRASHANT
એંકર:સુરત: ઉમરા પોલીસે મગદલ્લા ગામ, ઓવાત પાસે જાહેરમાં જુગાર રમતા 7 ઈસમોને ફિલ્મી સ્ટાઈલમાં ઝડપી પાડ્યા છે. પોલીસને બાતમી મળી હતી કે કેટલાક લોકો ખુલ્લેઆમ જુગાર રમી રહ્યા છે. પરંતુ પોલીસના દરોડા પહેલાં જ તેઓ ફરાર થઈ જતા હતા.
વીઓ:1 પોલીસ કર્મચારીઓએ મજૂરોનો વેશ ધારણ કર્યો અને પીસીઆર વાન કે પોલીસની ગાડીને બદલે એક ટેમ્પોમાં બેસીને ઘટનાસ્થળે પહોંચ્યા. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા. ત્યારે પણ જુગાર ચાલુ હતો. પોલીસે તરત જ કાર્યવાહી કરીને જુગાર રમતા 7 લોકોને ઝડપી પાડ્યા.પકડાયેલા આરોપીઓ પાસેથી કુલ 52,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં અંગજડતીના 40,600 રૂપિયા અને દાવ પર લગાવેલા 12,000 રૂપિયાનો સમાવેશ થાય છે.
બાઈટ: વિજયસિંહ ગુર્જર (સુરત શહેર પોલીસ ડીસીપી )
વીઓ:2 પકડાયેલા આરોપીઓમાં જયંતિ રાઠોડ, સંકેત કુમાર પટેલ, શાશ્વત પટેલ, ખેમિલ પટેલ, સુધીર પટેલ, નીરવ પટેલ અને વિશાલ પટેલનો સમાવેશ થાય છે. પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળતા વિશે સુરત શહેર પોલીસ ડીસીપી વિજયસિંહ ગુર્જરે વધુ માહિતી આપી હતી.
પ્રશાંત ઢીવરે - સુરત
PACKAGE
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
LJLakhani Jaydeep
FollowAug 17, 2025 16:46:08Dwarka, Gujarat:
વીઓ 01:- દ્વારકાના જગત મંદિરમાં શ્રાવણ વદ આઠમની મધરાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ. આ અવસરે લાખો ભાવિકોના જયઘોષથી મંદિર ગુંજી ઉઠ્યું હતું. જન્મોત્સવ બાદ પારણાં નોમના ઉત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં ભક્તોએ પારણે ઝૂલતા બાળ કનૈયાના દર્શનનો લાભ લીધો.દ્વારકાધીશના જગત મંદિરમાં શ્રાવણ વદ આઠમની રાત્રિએ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવનો પાવન પર્વ મનાવવામાં આવ્યો. લાખોની સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓના જયઘોષથી મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું. જન્મોત્સવની પૂર્ણાહુતિ બાદ, બીજા દિવસે પારણાં નોમ નિમિત્તે વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ભક્તોએ બાળ સ્વરૂપ કનૈયાને પારણે ઝૂલતા નિહાળી આ દિવ્ય પળનો લહાવો લીધો હતો.
બાઈટ :- પ્રણવભાઈ પૂજારી દ્વારકાધીશ જગત મંદિર,દ્વારકા
5
Report
LJLakhani Jaydeep
FollowAug 17, 2025 16:45:54Dwarka, Gujarat:
વીઓ 01:- દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમ માડમે તાજેતરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે દ્વારકાધીશ મંદિરમાં જન્મોત્સવની મહાઆરતીમાં ભાગ લઈને ધન્યતા અનુભવી. તેમણે જણાવ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમને આ પવિત્ર અવસરનો લાભ મળ્યો, જેનાથી તેઓ પોતાને ભાગ્યશાળી માને છે. આ પ્રસંગે તેમણે એ પણ જાહેરાત કરી કે દેશના ચાર મુખ્ય ધામો પૈકીના એક, દ્વારકામાં ટૂંક સમયમાં કોરિડોર (રસ્તો) બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટની દેખરેખ ખુદ વડાપ્રધાન કરી રહ્યા છે અને તેઓ આ ક્ષેત્રના વિકાસ પર સતત ધ્યાન આપી રહ્યા છે. સાંસદે આશા વ્યક્ત કરી કે ભગવાન દ્વારકાધીશના આશીર્વાદથી યોગ્ય સમયે આ સુવિધા ઉપલબ્ધ થશે.
121 પૂનમ માડમ,સાંસદ દેવભૂમિ દ્વારકા અને જામનગર
FEED TVU
4
Report
PDPRASHANT DHIVRE
FollowAug 17, 2025 15:45:27Surat, Gujarat:
એંકર:સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન સુરતના યુનિવર્સિટી રોડ પર કારના કાફલા સાથે ''સ્ટંટ'' કરનારા યુવકોને પોલીસની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે. આ યુવકોએ બીએમડબ્લ્યુ અને સ્કોર્પિયો જેવી લક્ઝરી કારો સાથે રોડ શો કર્યો હતો અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બે બીએમડબ્લ્યુ અને ચાર સ્કોર્પિયો કારનો કાફલો રસ્તા પર બેફામ રીતે ફરતો હતો અને કેટલાક યુવકો કારની છત પર બેસીને જોખમી સ્ટંટ કરી રહ્યા હતા.
બાઈટ: વિજયસિંહ ગુર્જર (સુરત શહેર પોલીસ ડીસીપી)
વીઓ:1 આ વીડિયો પોલીસના ધ્યાનમાં આવતા જ તુરંત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.વીડિયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી અને આરોપીઓને ઝડપી પાડ્યા. પોલીસે બે સ્કોર્પિયો કાર જપ્ત કરી છે અને તેના પર લગાવેલી કાળી ફિલ્મ (Black Film) ઉતારીને નિયમ ભંગ બદલ દંડ ફટકાર્યો છે. અન્ય બીએમડબ્લ્યુ અને સ્કોર્પિયો કારની શોધખોળ હજુ ચાલુ છે.
બાઈટ: વિજયસિંહ ગુર્જર (સુરત શહેર પોલીસ ડીસીપી)
વીઓ:2 પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કાયદાનું ઉલ્લંઘન કરનારા કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં અને આવા જોખમી કૃત્યો સમાજ માટે હાનિકારક છે. આ ઘટના યુવાનો માટે એક ચેતવણીરૂપ છે કે જાહેર રસ્તાઓ પર આવા બેફામ પ્રવૃત્તિઓ કરવી કાયદાનો ભંગ છે અને તેના ગંભીર પરિણામો આવી શકે છે.
પ્રશાંત ઢીવરે - સુરત
STORY
14
Report
AKAshok Kumar
FollowAug 17, 2025 15:15:43Junagadh, Gujarat:
બ્રેકિંગ
જુનાગઢ શહેર તેમજ ગિરનારમાં બપોર બાદ વાતાવરણમાં પલટો થતાં
ગિરનાર જંગલ વિસ્તારમાં ભારે વરસાદના પગલે હાલ સોનરખ નદીમાં પાણી આવી જતા
દામો કુંડ છે તે બંને કાંઠે વહી રહ્યો છે
ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે તેમજ વરસાદ થતાં વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હજુ પણ વરસાદી માહોલ યથાવત
ત્યારે પ્રકૃતિ સોળે કળા એથી ખીલી તેવા દૃશ્ય સામે આવ્યા છે
બાઈટ ડો ધર્મેન્દ્રસિંહ ગોહિલ
પ્રવાસી
વોક થ્રુવ
અશોક બારોટ
જુનાગઢ
13
Report
DRDarshal Raval
FollowAug 17, 2025 13:47:26Ahmedabad, Gujarat:
એંકર
સ્પર્મ વ્હેલ માછલી વોમિટ (એમ્બરગ્રીસ) ની હેરાફેરી કરતા બે શખ્સોને ગ્રામ્ય SOG ઝડપ્યા..સ્પર્મ વ્હેલ માછલીની ઉલ્ટી કે 2.904 કિલો ની આંતરરાષ્ટ્રીય બજારમાં 2.90 કરોડ ની થાય છે જે પણ કબજે કરાઇ છે.. હાલ FSL મા મોકલી ફોરેસ્ટ વિભાગે વધુ તપાસ શરૂ કરી છે... ત્યારે જોઈએ કેવી રીતે કરોડોની કિંમતની એમ્બરગ્રીસ વેચવાના ફિરાકમાં હતા આ શખ્સો. જોઈએ આ અહેવાલમાં...
વીઓ - 1
અમદાવાદ ગ્રામ્ય SOGએ સ્પર્મ વ્હેલ માછલી વોમિટ (એમ્બરગ્રીસ) ની હેરાફેરી નો પર્દાફાશ કર્યો છે.. ગ્રામ્ય SOG એ બાતમીના આધારે એક ડમી ગ્રાહક દ્વારા ડિકોય ગોઠવી બે શખ્સો એમ્બરગ્રીસ સાથે ધરપકડ કરી છે.. જેમાં ભાવનગર નો યોગેશ મકવાણા અને અમદાવાદનો પીન્ટુ પટેલની 2.976 કિલો એમ્બરગ્રીસ સાથે સાણંદ થી ધરપકડ કરી છે...જે તપાસ કરતા ભાવનગરનો વોન્ટેડ આરોપી ભરત સરવૈયા દ્વારા પકડાયેલ બન્ને આરોપીને સ્પર્મ વ્હેલ માછલી વોમિટ (એમ્બરગ્રીસ) વેચવા માટે આપી હોવાનું સામે આવ્યું. તેમજ આરોપી દ્વારા છેલ્લા ઘણા સમયથી એમ્બરગ્રીસ વેચવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે..
બાઈટ - તપન ડોડીયા , ડીવાયએસપી , અમદાવાદ ગ્રામ્ય
વીઓ - 2
ગ્રામ્ય SOG એ આ કેસમાં જાણવા જોગ ફરિયાદ નોધીને એમ્બરગ્રીસ ચકાસણી કરવા FSL મોકલી ફોરેસ્ટ વિભાગે તપાસ શરૂ કરી.. જોકે પોલીસ તપાસ કરતા સામે આવ્યું કે પકડાયેલ બન્ને આરોપીને વોન્ટેડ આરોપી ભરત સરવૈયા એમ્બરગ્રીસ વેચવા માટે મોકલ્યા હતા.. સાથે જ આરોપીઓ પણ એમ્બરગ્રીસ વેચવા માટે અન્ય કોઈને ફિરાક માં હતા.. જોકે તે પહેલાં બને શખ્સો ઝડપાઇ ગયા. ઉલ્લેખનીય છે કે સ્પર્મ વ્હેલ માછલી વોમિટ એ દુલર્ભ પદાર્થ હોઈ તેની હેરાફેરી કરવાના ગુના વધી ગયા છે. જ્યાં આ બન્ને શખ્સોને પકડી ને વધુ તપાસ શરૂ કરી છે...નોંધનીય છે કે સ્પર્મ વ્હેલ માછલીની ઉલ્ટી કે 2.976 કિલોની આંતરરાષ્ટ્રીય બજારમાં 2.90 કરોડ થાય છે... જ્યાં ફોરેસ્ટ વિભાગ દ્વારા વોન્ટેડ આરોપી પકડવા માટે તપાસ શરૂ કરી છે. તો બીજી બાજુ એમ્બરગ્રીસ હેરાફેરને લઈ અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે જે દિશામાં પણ તપાસ શરૂ કરી દેવાઈ છે...
બાઈટ - તપન ડોડીયા , ડીવાયએસપી , અમદાવાદ ગ્રામ્ય
વીઓ - 3
નોંધનીય છે કે ભારતમાં વ્હેલ માછલીઓ વન્યજીવન સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ સુરક્ષિત પ્રજાતિ છે. જેના કારણે એમ્બરગ્રીસ નો વેપાર, વેચાણ, ખરીદી અને સંગ્રહ ગેરકાયદેસર છે. વિશ્વભરમાં આ પદાર્થ માટે મોટું ગેરકાયદેસર નેટવર્ક ચાલે છે.. ત્યારે એમ્બરગ્રીસ એક દુર્લભ કુદરતી પદાર્થ છે. જે અમુક વ્હેલ માછલીઓના પેટમાં આ પદાર્થ રચાય છે. અને તે ઉત્સર્જન થવાથી સમુદ્રમાં વરસો સુધી તરતો રહે છે.. સમય જતા તે એક ખાસ સુગંધ ધરાવતો મોંઘો પદાર્થ બની જાય છે. જેનો ઉપયોગ મુખ્યત્વે લક્ઝરી પરફ્યુમ ઉદ્યોગમાં ફ્રેગ્રન્સ સ્ટેબિલાઈઝર તરીકે થાય છે. જેને લઈને તેનું સ્મગલિંગ પણ થઈ રહ્યું છે. જે સ્મગલિંગ અટકાવવા પોલીસ કામગીરી કરી રહી છે. જેમાં SOG ને સફળતા મળી છે. ત્યારે જોવાનું એ રહે છે કે આગામી તપાસમાં કેવા કેવા ખુલાસાઓ થાય છે. અને કેવું નેટવર્ક સામે આવે છે..
દર્શલ રાવલ.
Z મીડિયા અમદાવાદ...
14
Report
KMKuldeep Malwar
FollowAug 17, 2025 12:34:28Bagheri Kalan, Rajasthan:
खबर - TV KHABER जिला - KHERTHAL_TIJARA विधानसभा किशनगढ़बास- रिपोर्टर - कुलदीप मावर (8432754602)
लोकेशन-किशनगढ़बास(खैरथल) Twitter:@kuldeepmaw75614
खैरथल तिजारा जिले के किशनगढ़बास में उस समय सनसनी फैल गई जब एक मकान की छत पर रखे नीले प्लास्टिक ड्रम से तेज दुर्गंध आने लगी। लोगों ने जब पुलिस को सूचना दी तो मौके पर पहुंची टीम ने ड्रम खोला। जैसे ही ड्रम खोला गया, उसके अंदर एक युवक का शव बरामद हुआ, जिसे देख हर कोई सन्न रह गया। वही मृतक के शव को जल्दी ठिकाने लगाने के लिए पूरे ड्रम में नमक डाला हुआ है, जिससे अंदाजा लगाया जा रहा है कि मृतक के शव को जल्दी ठिकाने लगाने के लिए नमक का इस्तेमाल किया गया होगा। शुरुआती जांच में पता चला है कि मृतक सूरज उत्तर प्रदेश का रहने वाला था और किशनगढ़बास की आदर्श कॉलोनी में करीब डेढ़ माह पहले ही किराए पर रहने आया था। युवक पास ही के इलाके में स्थित एक ईंट भट्ठे पर काम करता था। बताया जा रहा है कि वह अपनी पत्नी और तीन बच्चों के साथ इस मकान में रह रहा था। लेकिन शव मिलने के बाद से उसकी पत्नी और तीनों बच्चे मौके से लापता मिले जिससे मामला और ज्यादा पेचीदा हो गया। चौंकाने वाली बात यह है कि जिस मकान में यह परिवार रह रहा था, उसका मालिक भी फरार बताया जा रहा है। मौके पर भारी पुलिस बल सहित कई आलाधिकारी मौजूद है।
बाइट. मकान मालिक का बच्चा।
14
Report
DRDarshal Raval
FollowAug 17, 2025 12:33:54Ahmedabad, Gujarat:
જન્માષ્ટમીના દિવસે અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક આવ્યો સામે
અમરાઈવાડીમાં જન્માષ્ટમીના તહેવારના રંગમાં પડ્યો ભંગ
ગોપાલનગર સોસાયટીમાં જન્માષ્ટમીની ઉજવણી દરમિયાન તલવાર લઈને આવ્યા અસામાજિક તત્વો
ખુલ્લી તલવાર સાથે ત્રણ મોપેડ માં આવેલા ગુંડાઓએ લોકોને ડરાવ્યા
સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ
સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ થયા હતા વાયરલ
સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક લોકોએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી પંકજ નામના શખ્સની કરી ધરપકડ
જોકે હજુ લૂખા તત્વો આવશે તેવા ભયથી ચાલીના રહીશોને કઈ ન થાય માટે સ્થાનિકો બનાવ સ્થળ પર હાજર
ગોપાલ નગર સાથે અન્ય જગ્યા પર પર લૂખા તત્વોએ આતંક મચાવ્યા હોવાના લોકોના આક્ષેપ
121
14
Report
ADASHISH DWIVEDI
FollowAug 17, 2025 12:31:15Hardoi, Uttar Pradesh:
स्लग-हरदोई में सवारियों व ऊपर सामान से भरा ई रिक्शा सड़क किनारे बैठे लोगों पर पलटा
-ई रिक्शा पलटने का सीसीटीवी वीडियो आया सामने
-ई रिक्शा पलटने से हुए हादसे में मोतीलाल निवासी ग्राम बेहगांव तलौली हुए चोटिल
-संडीला कस्बे की सदर बाजार रोड की हालत जर्जर, सड़क में गड्ढों के कारण हो रही दुर्घटनाएं
-खादी आश्रम के पास गड्ढे में पलटा ओवर लोड ई रिक्शा दुकान के बाहर बैठे लोगों पर पलट गया ई रिक्शा
-नागरिकों ने सड़क की मरमत करने के साथ ओवर लोड ई रिक्शा चालकों के विरुद्ध कार्यवाही की उठाई मांग
एंकर-उत्तर प्रदेश के हरदोई जिले में सवारियों और ऊपर सामान भरा ई रिक्शा दुकान के बाहर बैठे लोगों पर पलटने का एक सीसीटीवी वीडियो सामने आया है।दरअसल एक ई रिक्शा पर सवारी और ऊपर सामान रखा हुआ था जो बाजार से खराब रोड से गुजर रहा था कि तभी उसका पहिया गड्ढे में आ गया और दुकान के बाहर बैठे लोगों के ऊपर पलट गया।जिससे दुकान के बाहर बैठे लोग इसकी चपेट में आ गए और घायल हो गए।सीसीटीवी में कैद ई रिक्शा पलटने का वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है।
वीओ-1
सवारी और ऊपर सामान भरा ई रिक्शा पलटने का यह सीसीटीवी वीडियो संडीला थाना क्षेत्र में कस्बे की सदर बाजार रोड का है। यहां रोड जर्जर होने के चलते एक ई रिक्शा जिस पर कुछ सवारी और उसके ऊपर सामान रखा था और वह ओवरलोड था तभी ई रिक्शा का पहिया गड्ढे में चला गया और वह दुकान के बाहर बैठे लोगों पर पलट गया। जिससे मोतीलाल समेत कुछ लोग घायल हो गए।मौके पर पहुंचे अन्य लोगों ने ई रिक्शा को उठाया और उसमें दबे हुए लोगों को बचाया।ई रिक्शा पलटने का एक सीसीटीवी वीडियो भी सामने आया है जो कि अब सोशल मीडिया पर जमकर वायरल हो रहा है।कस्बा वासियों ने सड़क की मरम्मत करने के साथ ओवरलोड ई रिक्शा चालकों के विरुद्ध कार्रवाई की मांग उठाई है।
14
Report
GPGaurav Patel
FollowAug 17, 2025 12:31:07Ahmedabad, Gujarat:
અમદાવાદ
ગ્રામ્ય SOG વ્હેલ વોમિટ વહેંચતા આરોપીની કરી ધરપકડ
સમગ્ર બાબતે પોલીસ નિવેદન આવ્યું સામે
પોલીસ ને ખબર પડી કે બે વ્યક્તિ સાણંદ ખાતે એમ્બરગ્રીસ વહેચવા આવે છે
ટ્રેપ ગોઠવી બંને આરોપીની ધરપકડ કરવામાં આવી
કુલ 2.97 કિલો વ્હેલ ની ઉલટી નો જથ્થો પકડી પડાયો
જેની બજાર કિંમત ગણીએ તો 2.97 કરોડ ની કિંમત થાય છે
તપાસ પ્રમાણે બંને આરોપી ભાવનગર થી એમ્બરગ્રીસલાવ્યા હતા
આરોપી યોગેશ મકવાણા ભાવનગર નો વતની છે જ્યારે બીજો આરોપી પિન્ટુ પટેલ મૂળ અમદાવાદ નો વતની છે
ફરાર આરોપી ભરત સરવૈયા ની શોધ ખોલ હાલ શરૂ છે
બાતમીદાર ને ઊલટી વહેચવા માટે સાણંદ આવ્યા હત
બંને આરોપી છૂટક મજૂરી કરે છે
વધુ તપાસ હાલ શરૂ છે
બાઈટ:- તપન ડોડીયા ( DYSP અમદાવાદ ગ્રામ્ય પોલીસ )
14
Report
KBKETAN BAGDA
FollowAug 17, 2025 12:19:18Amreli, Gujarat:
સ્લગ - વરસાદ
લોકેશન - અમરેલી
રિપોર્ટર - કેતન બગડા
ફોર્મેટ - પેકેજ
એપૃલ - ડેસ્ક
તારીખ - 17/8/25
એન્કર.......
અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે જિલ્લામાં ધીમીધારે વરસાદ પડતા ખેડૂતો ખુશ થઈ ગયા છે ત્યારે આજે સતત ત્રીજા દિવસે સાવરકુંડલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.
વિઓ - 1
અમરેલી જિલ્લામાં સતત આજે ત્રીજા દિવસે મેઘરાજાએ પોતાનું હેત વરસાવ્યું હતું. સાવરકુંડલા અને વડીયા શહેર માં આજે સતત ત્રીજા દિવસે વરસાદ આવ્યો હતો. વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. વડીયા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારો તોરી રામપુર અર્જુન સુખ ખાન ખીજડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવતા વડીયા સિંચાઈ ડેમ માં 50% ઉપરાંત નવા નિર્માણ થઈ હતી પાણીનો સંગ્રહ હતો. આજે ઉપરવાસમાં સારો વરસાદ થતાં આ ડેમ માં 75 ટકા પાણી ની સપાટી પહોંચી છે.
બાઈટ - 1 - અશોકભાઈ પરમાર - સેક્સન અધિકારી - વડીયા
વિઓ - 2
અમરેલી જિલ્લામાં છેલ્લા એક મહિનાથી ખેડૂતો અને લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા સમગ્ર જિલ્લામાં અસહ્ય ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા. જ્યારે સમગ્ર અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ આવ્યો હતો. વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી ત્યારે આજે સાવરકુંડલા અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદ આવ્યો હતો. સાવરકુંડલાના બાઢડા,રામગઢ,નેસડી કાનાતળાવ, હાથસણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
વોકથ્રુ.......કેતન બગડા અમરેલી
ફાઇનલ વિઓ.....
જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ છવાયો છે.સાવરકુંડલા,બગસરા,વડીયા સહિતના વિસ્તારોમાં વરસાદ આવતા વાતાવરણ મા ઠંડક પ્રસરી ગઈ છે.
રિપોર્ટર - કેતન બગડા અમરેલી
14
Report
AKAshok Kumar
FollowAug 17, 2025 12:19:14Junagadh, Gujarat:
કંટોલીની ખેતીથી લાખોની કમાણી.
માંગરોળના વિજયભાઈએ કંટોલી વાવેતરથી ખેડૂત જીવન બદલ્યું, ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનતી કંટોલી ,અરોગ્ય અને આવક બંનેમાં શ્રેષ્ઠ
ખેતી એટલે માત્ર પરંપરાગત પાક જ નહીં, પરંતુ નવીનતા અને સ્માર્ટ અભિગમ અપનાવીને લાખોની કમાણી કરવાનો માર્ગ પણ છે. આ વાતને જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ચાખવા ગામના પ્રગતિશીલ ખેડૂત વિજયભાઈ ડાકીએ સાબિત કરી બતાવી છે. તેમણે પોતાના બાપદાદાના પરંપરાગત પાકો જેવા કે બાજરો, ઘઉં અને મગફળીની ખેતી છોડીને, કંટોલાના નફાકારક પાક તરફ વળ્યા અને આજે તે અને તેમનું જૂથ વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
કંટોલા ચોમાસાનો સ્વાદ અને સ્વાસ્થ્યનો ખજાનો
ચોમાસાની ઋતુ આવતા જ બજારમાં એક અનોખી શાકભાજી જોવા મળે છે - કંટોલા. કાંટાળી સપાટી અને નાના કદને કારણે તે તરત જ ધ્યાન ખેંચી લે છે. ગુજરાતમાં તેને કંકોડા અથવા કંટોલીયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વેલાવાળી શાકભાજી સ્વાદમાં મીઠી અને ગુણોમાં અત્યંત લાભદાયી હોવાથી તેને "મીઠા કારેલા" તરીકે પણ ઓળખવામાં આવે છે. આયુર્વેદમાં તો કંટોલાને સૌથી શક્તિશાળી ઔષધિ તરીકે ગણવામાં આવે છે.
જંગલમાંથી મળેલો ખજાનો કંટોલાની ખેતીની શરૂઆત
વિજયભાઈએ જણાવ્યું કે 16 વર્ષ પહેલાં, નવા યુવાનોને કંઈક નવું કરવાનો વિચાર આવ્યો. તેમણે જંગલો અને કાંટાળી વાડોમાંથી કંટોલાનું બિયારણ મેળવ્યું અને માત્ર પાંચથી સાત હરિયામાં પ્રયોગ તરીકે વાવેતર શરૂ કર્યું. આ સફળ પ્રયોગ બાદ, આજે તેઓ ચારથી પાંચ વીઘા જમીનમાં કંટોલાની ખેતી કરી રહ્યા છે.
કંટોલાની ખેતી એક ખાસ પદ્ધતિથી કરવામાં આવે છે. માર્ચ મહિનામાં ઘઉં પાકી ગયા પછી ખેતરને તૈયાર કરીને હરિયા બનાવવામાં આવે છે. પછી બહારથી સાઠી લાવીને તેની વાડ અને મંડપ જેવું માળખું તૈયાર કરાય છે. આ સૌથી મહત્વનો તબક્કો છે. કારણ કે કંટોલાના વેલાને ઉપર ચડવા માટે ટેકાની જરૂર પડે છે.
અઢી મહિના પછી છોડ મોટા થાય ત્યારે નર અને માદા છોડની ઓળખ કરીને 15 થી 20 ફૂટે એક નર છોડ રાખીને બાકીના બધા કાઢી નાખવામાં આવે છે. આ વૈજ્ઞાનિક પદ્ધતિથી ફળનું ઉત્પાદન મહત્તમ થાય છે. ત્રણથી સાડા ત્રણ મહિના સુધી કંટોલાનું ઉત્પાદન ચાલુ રહે છે. જે ખેડૂતોને સતત આવક પૂરી પાડે છે.
લાખોનો નફો અને સીધું માર્કેટિંગ
કંટોલાની ખેતીમાં ખર્ચો ભલે શરૂઆતમાં વધુ લાગે, પરંતુ તેના સામે મળતો ફાયદો અકલ્પનીય છે. વિજયભાઈના જણાવ્યા મુજબ, વાડ અને મજૂરી સહિત વીઘે ₹40,000 નો ખર્ચ થાય છે. પરંતુ તેમાંથી ખર્ચ કાઢતાં ₹1.5 લાખ સુધીનો ચોખ્ખો નફો થાય છે. આની સરખામણીમાં મગફળીની ખેતીમાં વીઘે માંડ ₹5,000 થી ₹7,000 જ મળે છે. કંટોલાનું ઉત્પાદન વીઘે 1500 થી 3000 કિલો સુધી થાય છે.
આ ખેડૂતોએ માત્ર ખેતીમાં જ નહીં, પરંતુ માર્કેટિંગમાં પણ નવીનતા અપનાવી છે. માંગરોળ તાલુકાના 10 થી 12 ગામના 15-17 ખેડૂતોનું એક જૂથ બનાવીને તેઓ સીધો ટ્રક ભરીને અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ અને દિલ્હીના મોટા બજારોમાં વેચાણ કરે છે. આનાથી તેમને સ્થાનિક બજાર કરતાં ઘણા સારા ભાવ મળે છે. સામાન્ય રીતે ₹125 થી ₹150 પ્રતિ કિલોના ભાવ મળતા હોય છે. પરંતુ આ વર્ષે સુરત અને મુંબઈમાં ₹4,250 પ્રતિ મણ સુધીના ભાવ પણ મળ્યા છે.
સ્થાનિક વેપારીઓ પણ કંટોલાની નિકાસ કરે છે. જેના કારણે વિદેશમાં પણ ભારતીય કંટોલાની માંગ વધી છે. ગડુ ગામના વેપારીઓ ડુંગરપુર, કરજણ અને વડોદરા-બગોદરાથી વિદેશમાં નિકાસ કરે છે. જેનાથી ખેડૂતોને ભાવમાં વધુ અનુકૂળતા રહે છે.
કંટોલા: આયુર્વેદનું સુપરફૂડ અને સ્વાસ્થ્યનો ખજાનો
કંકોડા એટલે કે કંટોલાને માત્ર એક સ્વાદિષ્ટ શાકભાજી તરીકે નહીં, પરંતુ એક શક્તિવર્ધક ઔષધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આયુર્વેદમાં તેને "સૌથી તાકાતવર સજી" તરીકે ગણવામાં આવે છે. તેના સ્વાસ્થ્ય લાભો અદ્ભુત છે.
પૌષ્ટિક તત્વો: કંટોલામાં વિટામિન C, A, B6, ફાઈબર, પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ અને અન્ય ખનિજો ભરપૂર માત્રામાં હોય છે. જે શરીરને જરૂરી પોષણ પૂરું પાડીને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
ડાયાબિટીસમાં લાભ: આ શાક બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત ફાયદાકારક છે.
પાચન અને વજન નિયંત્રણ: ઉચ્ચ ફાઈબરની માત્રાને કારણે તે પાચનક્રિયાને સુધારે છે અને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત આપે છે. ઓછી કેલરી હોવાથી વજન ઘટાડવા માટે પણ તે ઉત્તમ છે.
આંખ અને ત્વચા: તેમાં રહેલું વિટામિન A આંખોના સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. જ્યારે એન્ટી-ઓક્સિડન્ટ્સ ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
ગંભીર રોગો સામે રક્ષણ: કંટોલામાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરે છે અને કેન્સર તેમજ હૃદયરોગ જેવા ગંભીર રોગો સામે રક્ષણ આપી શકે છે.
વિજયભાઈ ડાકીનો આ પ્રયોગ સાબિત કરે છે કે જો ખેડૂતો નવીનતા અપનાવે, તો ખેતી પણ એક નફાકારક અને ગૌરવશાળી વ્યવસાય બની શકે છે. કંટોલાની સફળતાની આ કહાની અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાનો સ્ત્રોત બની રહી છે.
બાઈટ. વિજય ભાઈ બાબુ ભાઈ ડાકી
ખેડૂત
અશોક બારોટ
જુનાગઢ
14
Report
GPGaurav Patel
FollowAug 17, 2025 11:51:06Ahmedabad, Gujarat:
* *ચૂંટણીપંચના નિવેદન પર કોંગ્રેસ સંગઠન પ્રભારીનો ફરીથી પ્રહાર*
ચુંટણી પંચની નિષ્ફળતા કે તે કોઇ પણ પ્રકારની ત્રુટી વિનાની મતદાર યાદી ન બનાવી શક્યા
મતદાર યાદી આપણા દેશની ચુંટણી વ્યવસ્થાનો પાયો
જે પ્રકારની મતદાર યાદી બની છે તે યોગ્ય પરિણામ ન આપી શકે
મતદારયાદી ક્ષતિ વગરની બંને તે જવાબદારી ચૂંટણીપંચની જવાબદારી
ચૂંટણીપંચ પોતાની જવાબદારી નિભાવે
બાઈટ
મુકુલ વાસનિક, સંગઠન પ્રભારી, ગુજરાત કોંગ્રેસ
14
Report
GPGaurav Patel
FollowAug 17, 2025 11:49:27Ahmedabad, Gujarat:
સુર્યસિંહ ડાભીનુ નિવેદન
છેલ્લા ચાર મહિનાથી રાજકીય દ્વિધામાં હતો
આમ આદમી પાર્ટીનું લક્ષ્યાંક ભાજપને હરાવવાનું નથી
અત્યાર સુધી આમ આગની પાર્ટી પાસે કોઇ ફંડ ન હતુ
જેવુ ૨૦૨૭નુ મીશન શરુ થયુ કે દિલ્હીથી ફંડ આવવા લાગ્યું
ગુજરાત આમ આદમી પાર્ટીનો કબજો દિલ્હીએ લઇ લીધો
ઓમ પ્રકાશ તિવારીનુ નિવેદન
મને લાગ્યું કે હું આમ આદમી પાર્ટીમાં જઇ લોકોની વધારે સેવા કરીશ
જોકે વર્ષ ૨૦૨૨ માં મને નરોડા બેઠક પર ૩૨૦૦૦ મત મળ્યા
જો હુ કોંગ્રેસમાં હોત તો ધારાસભ્ય થઇ સેવા કરી શકત
આમ આદમી પાર્ટી બીજેપી ની બી પાર્ટી તરિકે કામ કરે છે
હું આજીવન કોંગ્રેસ પાર્ટીમાં રહીશ હું ચુંટણી લડવાના ઉદ્દેશથી કોંગ્રેસમાં નથી આવ્યો
હું વચન આપું છુ કે એવુ સંગઠન નરોડા વિસ્તારમાં બનાવીશ કે તેનુ પરિણામ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં જોવા મળશે
બાઇટ
ઓમ પ્રકાશ તિવારી
ઘરવાપસી કરનાર નેતા
બાઇટ
સુર્યસિંહ ડાભી , ઘરવાપસી કરનાર નેતા
14
Report
GPGaurav Patel
FollowAug 17, 2025 11:45:59Ahmedabad, Gujarat:
આમ આદમી પાર્ટીના બે નેતા કોંગ્રેસમાં ઘરવાપસી
ગાંધીનગર જિલ્લાના સુર્યસિંહ ડાભી અને નરોડાના ઓમ પ્રકાશ તિવારીની ઘરવાપસી
વર્ષ ૨૦૨૨ની ચુંટણી પહેલાં બંને નેતાઓએ કોંગ્રેસ છોડી આપનુ ઝાડું પકડ્યું હતુ
સુર્ય સિંહ ડાભી , ઓપી તિવારી તથા તેમના સમર્થકો ને મુકુલ વાસનીક,અમિત ચાવડા અને તુષાર ચૌધરીને ખેસ પહેરાવી કાંગ્રેસમાં ઘરવાપસી કરાવી
અમિત ચાવડાનુ નિવેદન
આજે આનંદનો દિવસ કે ઘણા સાથીઓની ઘરવાપસી થઇ અનેક નવા યુવાનો જોડાયા
રાહુલ ગાંધી લોકોનો અવાજ બની લડી રહ્યા છે
શાસકોને મદદ રૂપ થવા આપની ટીમ ભાજપ અને આરએસએસ ના એજન્ડાથી કામ કરી રહી છે
ગુજરાતના લોકોને લાગી રહ્યુ છે કે ભાજપના વિરોધના મતને વિભાજન કરવા કેટલીક પાર્ટીઓ કામ કરે છે
નાગરીકો માને છે કે આ પાર્ટીમાં રહેવાય નહી
આવી પાર્ટીનું કોઇ વિઝન નથી એક માત્ર એજન્ડા ભાજપ વિરોધી મતનું વિભાજન કરવાનું છે
ઘણા એવા મિત્રો છે જે ભાજપના ત્રણ દાયકાના શાસન ને જાકારો આપવા માંગે છે
શાસક ભ્રષ્ટ , તાનાશાહી અને ભેદભાવ વાળો હોય તો એની સામે એકઠા થઇ જનાદેશ આપવો
ભાજપ ને કોંગ્રેસ એક માત્ર ટક્કર આપશે તો એક સાથે એકઠાં થઇ આગળ વધી એ
જોડાયેલા તમામનું માન સન્માન જળાય તે જવાબદારી અમારી
તુષાર ચૌધરીનુ નિવેદન
ગુજરાતમાં ૩૦ વર્ષ થી ભાજપનું શાસન અને તમામ લોકો ખુશ છે એવુ નથી
મહિલાઓ ઇચ્છે છે કે ૩૫૦ રૂપિયા માં ગેસની બોટલ મળે એવી સરકાર હોય
જોકે આવા નારાજ લોકોના મતને ટુકડા કરવામાં આવ્યા છે
સત્તાનું વિભાજન થતું અટકાવાય છે ગુજરાતમાં ક્યારે ત્રીજો પક્ષ ચાલ્યો નથી
તમારૂ માન સન્માન જળવાય એ જવાબદારી
મુકુલ વાસનીક નું નિવેદન
આ તમારી ઘર છે અહીં તમને પરિવાર જેવો પ્રેમ છે
તમારી મદદ થી કોંગ્રેસને વધારે મજબુતી મળશે
લોકતંત્રનો પાયો લોકોના બળ થકી ટકે છે
ગુજરાત અને દેશમાં સરકારમાં બેઠેલા લોકોને લોકતંત્રની ચિંતા નથી
ગુજરાત અને કેન્દ્ર ની સરકાર નૈતિકતાના ધારણે સરકાર માં રહી શકે કે કેમ તે સવાલ છે
બાઇટ
મુકલ વાસનીક
પ્રભારી ગુજરાત કોંગ્રેસ
બાઇટ
અમિત ચાવડા , પ્રમુખ ગુજરાત કોંગ્રેસ
તુષાર ચૌધરી , નેતા વિધાનસભા કોંગ્રેસ પક્ષ
14
Report