Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395007
સુરતની યુવતીનું આપઘાત: પરીક્ષાના તણાવથી ભયાનક નિર્ણય!
PDPRASHANT DHIVRE
Jul 27, 2025 12:46:05
Surat, Gujarat
અપ્રુવલ:વિશાલ ભાઈ STORY FEED_LIVE_U FOLDER_SRT_STUDENT_SUICIDE એંકર: સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ વિધાપક નગરમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. જ્યાં કોલેજમાં અભ્યાસ કરતી 20 વર્ષીય નિકિતા પરમાર નામની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. નિકિતા ભાવનગર ખાતેની કોલેજમાં B.Comના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી. વીઓ:1 પ્રાથમિક માહિતી અનુસાર, નિકિતાને કોલેજના છેલ્લા વર્ષના બે વિષયમાં કેટી લાગી હતી. આ કારણે તે છેલ્લા કેટલાક સમયથી સતત તણાવ અને હતાશામાં રહેતી હતી.પરિવારજનોના જણાવ્યા મુજબ, નિકિતાના ઘરમાં કોઈ કમી નહોતી અને તેને બે વિષયમાં કેટી આવી હોવા છતાં તે ફરીથી પરીક્ષા આપવાની તૈયારી કરી રહી હતી. આ ઉપરાંત, તે સરકારી નોકરીની ભરતી માટે પણ તૈયારી કરતી હતી. તેમ છતાં, બે વિષયમાં કેટી લાગવાને કારણે તે સતત હતાશ રહેતી હતી. જેના લીધે તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું મનાય છે. WKT: પ્રશાંત ઢીવરે બાઈટ:(વિદ્યાર્થીની ના કાકા) વીઓ:2 ઘટનાની જાણ થતા જ રાંદેર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.પોલીસે વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી પરિવાર અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પ્રશાંત ઢીવરે -સુરત STORY
14
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RMRaghuvir Makwana
Jul 27, 2025 15:17:34
Botad, Gujarat:
DATE-27-07-2025 SLUG-2707 ZK BTD DGP VIKAS SAHAY FORMET-AVB SEND-FTP REPORTER-RAGHUVIR MAKWANA-9724305108 APPROVAL-DESK બોટાદ. ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પરીવાર સાથે સાળગપુર દાદાના દર્શને પધાર્યા. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે રાજ્યના ડિ. જી. પી. વિકાસ સહાય સાંજના મંદિરે પહોચ્યા. ડિ. જી. પી. વિકાસ સહાય તેમના પરીવાર સાથે હનુમાનજી દાદાની પૂજાઅર્ચના કરી. મંદિરમાં રાજાપૌચાર પૂજાઅર્ચના મા ડિ જી પી વિકાસ સહાય તેમના પરીવાર સાથે ૩૦ મીનીટ બેસી દાદાના ભક્તિમાં તલ્લીન થયા. હનુમાનજી દાદાની આરતી અને પૂજન માં ડિ. જી. પી. વિકાસ સહાયે બે હાથે તાલી પાડી રામધૂન મા તલ્લીન થઈ દાદાની આરતી ઉતારી. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના કોઠારી સ્વામી અને સંતો દ્વારા ડિજીપી નું ફુલહાર થી સ્વાગત કરીને રક્ષા પોટલી બાંધીને શક્તિ સ્વરૂપે તલવાર અને દાદાની મૂર્તિ ભેટ આપી. મોટી સંખ્યામાં ભક્તોએ હનુમાનજી દાદાના દિવ્ય દર્શનનો લીધો લાભ.
10
Report
PTPremal Trivedi
Jul 27, 2025 15:17:30
Patan, Gujarat:
પાટણ પાટણ શહેરમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ સમગ્ર જિલ્લામાં વરસવા પામ્યો છે ત્યારે પાટણ નવજીવન ચાર રસ્તાથી ડીસા તરફનો માર્ગ તેમજ સિદ્ધપુર તરફનો માર્ગ વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતા વાહનચાલકો તેમજ રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ હાઈવે માર્ગ પર ટ્રાફિક જામને લઈને લાંબી લાંબી વાહનોની કતારો જોવા મળી હતી તો સાથે જ નવજીવન ચાર રસ્તા નજીક આવેલ સરદાર કોમ્પલેક્ષના નીચેના ભાગે પણ વરસાદી પાણી ગરકાવ થતા લોકોને અવરજવર કરવી પણ મુશ્કેલ બનવા પામી હતી ત્યારે પાલિકા દ્વારા પાણીનો ક્યારે નિકાલ કરવામાં આવે છે તે જોવાનું રહ્યું wkt. પ્રેમલ ત્રિવેદી. પાટણ
7
Report
PTPremal Trivedi
Jul 27, 2025 15:17:25
Patan, Gujarat:
પાટણ પાટણ શહેરમાં અનરાધાર વરસાદ વરસવાના કારણે ઠેર ઠેર પાણી ભરવા પામ્યા છે ત્યારે પાટણ થી સિદ્ધપુર અને ઊંઝા તરફનો હાઇવે માર્ગ વરસાદી પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો ત્યારે પાટણ થી સિદ્ધપુર અને ઊંઝા તરફ જવાનો મુખ્ય માર્ગ પર ભારે વાહનોની લાંબી લાંબી કતારો દોઢેક કિલોમીટર સુધી જોવા મળી હતી ત્યારે સંપૂર્ણ જે હાઇવે માર્ગ છે પાણીમાં ગરકાવ થતા ભારે હાલાકી નો સામનો વાહન ચાલકોને કરવો પડ્યો હતો wkt. પ્રેમલ ત્રિવેદી.. પાટણ
10
Report
PTPremal Trivedi
Jul 27, 2025 15:16:51
Patan, Gujarat:
એન્કર.. પાટણ શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસવાના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી તો બીજી તરફ પાટણ શહેરના હાઇવે માર્ગ પર સ્થિત પાટણ બસ સ્ટેન્ડ ના દ્રશ્યો જોતા તળાવ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા બસ સ્ટેન્ડના પ્રવેશ દ્વાર થી લઈ અંદર જાવ ત્યાં સુધી ઘૂંટણ સમાં પાણી ભરાઈ જતા આવતા જતા મુસાફરોને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો તો બસ સ્ટેન્ડમાં મુસાફરોને બસમાં કેવી રીતે બેસવું તે એક પ્રશ્ન મોટો ઉભો થવા પામ્યો હતો ત્યારે પાટણ બસ સ્ટેન્ડના દ્રશ્યો તળાવ હોય તેવા જોવા મળ્યા હતા ત્યારે મુસાફરોને ભારે હાલાકી ભોગવી ઘૂંટણ સમા પાણીમાંથી પસાર થઈ બસ સ્ટેન્ડની અંદર આવવાની ફરજ પડી રહી છે ત્યારે લોકોને બસમાં ચડવાનું પણ મુશ્કેલ બનવા પામ્યું છે તો તંત્ર દ્વારા પાણીનો ક્યારે નિકાલ કરે છે તે જોવાનું રહે છે બાઈટ. બાબુ ભાઈ દેસાઈ.મુસાફર બાઈટ. wkt. 1 બાઈટ. wkt. 1 to 1
10
Report
PTPremal Trivedi
Jul 27, 2025 15:16:47
Patan, Gujarat:
એન્કર.. હવામાન વિભાગની આગાહીના પગલે ઉત્તર ગુજરાતમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ વરસવા પામ્યો છે જેમાં પાટણ જિલ્લામાં રાત્રિ દરમિયાન જિલ્લાના 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાવવા પામ્યો છે તો ખાસ કરીને વાત કરવામાં આવે તો સિદ્ધપુરમાં પાંચ ઇંચથી વધુ વરસાદ અને પાટણ, સરસ્વતી તાલુકામાં દોઢ દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ગરકાવ થઈ જવા પામ્યું હતું ત્યારે ખાસ કરીને પાટણ શહેરમાં આવેલ આનંદ સરોવર, પારેવા સર્કલ, ટેલીફોન એક્સચેન્જ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ગરકાવ થતા વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો . પાલિકા તંત્ર વરસાદ પૂર્વે પ્રી મોનસુન પ્લાન તો ઘડે છે પરંતુ સામાન્ય વરસાદમાં જ પાલિકાએ ઘડેલો પ્લાન વરસાદી પાણીમાં ધોવાઈ જાય છે તો સિદ્ધપુર માં આવેલ રસુલ તળાવ માં વરસાદી પાણી ગરકાવ થઇ જતા રહેણાંક લોકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે ઘર માં રહેલ સર સમાન ને પણ નુકશાની થવા પામી હતી બાઈટ. 1 to 1 બાઈટ. Wkt...
5
Report
UPUMESH PATEL
Jul 27, 2025 14:17:12
Valsad, Gujarat:
Approved by Vishal વલસાડ જિલ્લાની વર્ષો જૂની માંગ આખરે સંતોષાઈ છે.. આજથી વલસાડ રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ મળ્યું છે.. આજે પ્રથમ વખત વંદે ભારત ટ્રેન વલસાડ રેલવે સ્ટેશન પર થોભી હતી.એ વખતે વલસાડ ડાંગ ના સાંસદ ધવલ પટેલ સહિત ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ ટ્રેનનું સ્વાગત કરી અને ત્યારબાદ વલસાડ થી આ ટ્રેનને સાંસદ ધવલ પટેલ અને અન્ય અગ્રણીઓએ લીલી ઝન્ડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું . મહત્વપૂર્ણ છે કે મુંબઈથી અમદાવાદ સુધી દોડતી વંદે ભારત ટ્રેન અમદાવાદ થી મુંબઈ સુધી તમામ જિલ્લાઓમાં માત્ર એક જ સ્ટેશન પર થોભે છે.. પરંતુ હવેથી વલસાડ જિલ્લામાં વંદે ભારત બે સ્ટેશન પર થોભસે..અત્યાર સુધી માત્ર વાપી સ્ટેશન પર જ વંદે ભારત ટ્રેન થોભતી હતી. પરંતુ હવે વલસાડ રેલ્વે સ્ટેશન પર પણ આ ટ્રેન થોભસે.. વલસાડ થી મુંબઈ તરફ જતા અને વલસાડ થી અમદાવાદ ગાંધીનગર તરફ જતા યાત્રીઓને મોટી સગવડ થશે.. મહત્વપૂર્ણ છે કે જ્યારથી વંદે ભારત ટ્રેનની શરૂઆત થઈ ત્યારથી જ રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ મળે તેવી જિલ્લાના સંગઠો રાજકીય અને સામાજિક અગ્રણીઓ દ્વારા માંગો થઈ રહી હતી .આખરે લોકસભાના દંડક અને વલસાડ ડાંગ ના સાંસદ ધવલ પટેલ એ પણ આ મામલે લોકસભામાં પણ રજૂઆતો કરી હતી.સાથે રેલવે મંત્રાલય અને રેલવે મંત્રીને પણ મળી આ માગ રજૂ કરી હતી.. આખરે આ માંગ સંતોષાઇ છે.. આજે સૌ પ્રથમ વખત વલસાડ સ્ટેશન પર વંદે ભારત ટ્રેન થોભી હતી... આથી ધવલ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ નો આભાર માન્યો હતો... બાઇટ: ધવલ પટેલ સાંસદ, વલસાડ ડાંગ
13
Report
PDPRASHANT DHIVRE
Jul 27, 2025 13:46:11
Surat, Gujarat:
એંકર: સુરત શહેરમાં ગેરકાયદેસર હથિયાર સાથે ફરતા એક થાર ગાડીના ચાલકને ઉત્રાણ પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી રાજસ્થાનમાં અપહરણના બે ગંભીર ગુનાઓમાં પણ વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. વીઓ:1 પોલીસ કંટ્રોલ રૂમમાંથી ઉત્રાણ પોલીસને માહિતી મળી હતી કે મોટા વરાછા રિંગરોડ પરથી પસાર થઈ રહેલી એક કાળા કલરની થારના ચાલક પાસે ગન છે. આ માહિતી મળતા જ ઉત્રાણ પોલીસે મોટા વરાછા રિંગરોડ પર તપાસ શરૂ કરી હતી. પોલીસને એક કાળા કલરની થાર ગાડી પૂરઝડપે ભાગતી દેખાઈ હતી. પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા ડ્રાઈવર ગાડી ભગાડીને ભરથાણા ગામની ગલીમાં મૂકીને ઝાડી-ઝાંખરામાં છુપાઈ ગયો હતો. પોલીસે પીછો કરીને થાર ગાડી સુધી પહોંચી અને આસપાસ તપાસ હાથ ધરી હતી.સઘન તપાસ બાદ પોલીસે ઝાડી-ઝાંખરામાં છુપાયેલા આરોપી દિલીપસિંહ પ્રતાપસિંહ ચુડાવતને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી એક દેશી તમંચો અને કાર્ટીઝ પણ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો કે પકડાયેલ આરોપી દિલીપસિંહ રાજસ્થાનના ચિત્તોડગઢ અને ઉદયપુર જિલ્લામાં અપહરણના બે ગંભીર ગુનાઓમાં નાસતો-ફરતો હતો. ઉત્રાણ પોલીસે તેની ધરપકડ કરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
12
Report
SCSHAILESH CHAUHAN
Jul 27, 2025 13:18:50
Idar, Gujarat:
સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ હિંમતનગરના મહાવીરનગર વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં રોડ પર વરસાદી પાણી ભરાયા સાબર સોસાયટીમાં રોડ ની બંને તરફ વરસાદી પાણી ભરાયા કર્ણાવતી સોસાયટીના ટીપી રોડ પર પાણી ભરાયા પાણીના નિકાલના અભાવે વરસાદી પાણી ભરાયા નગરપાલિકાના પ્રિમોનસુન કામગીરીની પોલ ખુલી હિંમતનગર માં સવારથી વરસાદ ધીમીધારે વરસી રહ્યો છે વાહનચાલકો અને સ્થાનિકો હાલાકી થી પરેશાન વોક થ્રુ-શૈલેષ ચૌહાણ,હિંમતનગર, સાબરકાંઠા
14
Report
PDPRASHANT DHIVRE
Jul 27, 2025 12:20:32
Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ FEED_LIVE_U FOLDER_SRT_RTO_AROPI એંકર:સુરત શહેરમાં RTOની બોગસ રસીદો બનાવીને ટ્રાફિક પોલીસે જપ્ત કરેલા વાહનોને ગેરકાયદેસર રીતે છોડાવવાના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર સુનિલ શર્મા છ મહિનાથી ફરાર રહ્યા બાદ આખરે સરથાણા પોલીસના હાથે ઝડપાઈ ગયો છે.આ કૌભાંડમાં સરકારી તિજોરીને આશરે રૂ. ૨.૩૮ લાખનો ચૂનો ચોપડવામાં આવ્યો હતો. વીઓ:1 આ ઘટનાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ઉધના લંબે હનુમાન વિસ્તારમાં એક ઓટો રિક્ષા છોડાવવા માટે ત્રણ યુવકો વિશાલ, ક્રિષ્ણા અને સુનિલ આવ્યા હતા. આરોપી વિશાલે RTOમાં દંડ ભર્યાની એક સ્લીપ રજૂ કરી હતી, પરંતુ તપાસ કરતાં આ સ્લીપ ખોટી હોવાનું જણાઈ આવ્યું હતું. વધુ તપાસમાં બહાર આવ્યું કે આ સ્લીપ અન્ય કોઈ વાહન માલિક દ્વારા ભરાયેલા દંડની વિગતો ધરાવતી હતી. વીઓ:2 પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે, છેલ્લાં એક વર્ષના સમયગાળામાં વિશાલ, ક્રિષ્ણા અને સુનિલ સહિતની આ ઠગ ટોળકીએ કુલ ૨૯ જેટલા વાહનોને ખોટી રસીદો રજૂ કરીને છોડાવી દીધા હતા. આ ભેજાબાજો RTO અધિકારીની બોગસ સહી કરીને નકલી રસીદો બનાવતા હતા અને તેના આધારે જપ્ત કરાયેલા વાહનોને બારોબાર છોડાવી દેતા હતા. WKT: પ્રશાંત ઢીવરે (આરોપી બતાવતા) વીઓ:3 સરથાણા પોલીસમાં આ ગુના અંગે ફરિયાદ નોંધાયા બાદ સુનિલ શર્મા છેલ્લા છ મહિનાથી ફરાર હતો. સરથાણા પોલીસે તેને પકડી પાડ્યો છે અને રિક્ષાચાલક સુનિલની આ કૌભાંડમાં વધુ સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પોલીસને આશા છે કે સુનિલની પૂછપરછમાં આ કૌભાંડ સાથે સંકળાયેલા અન્ય લોકોના નામ પણ બહાર આવી શકે છે. પ્રશાંત ઢીવરે -સુરત PCAKAGE
14
Report
BSBhadrapalsinh solanki
Jul 27, 2025 12:01:45
Bhamra, Gujarat:
સ્લગ –જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા થી 9 કિમી દૂર વિરાણીયા ગામના માદરીયા ફળિયુ વિકાસ થી વંચિત.. એંકર – માત્ર નહીવત વરસાદ માં વિરાણીયા ગામના માદરીયા ફળિયાના લોકો પાણી માંથી જોખમી મુસાફરી કરવા મજબૂર.. વીઓ 1 મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વિરણીયા ગામના માદરીયા ફળિયા માં જતો રસ્તો પાણીમાં ગરકાવ થતા સ્થાનિક ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્રણ વર્ષ અગાઉ બનાવેલ નાડુ પહેલા જ વરસાદમાં ધોવાઈ જતા આજદિન સુધી એ નાળા નુ રીપેરીંગ કામ કરવામાં ન આવતા માદરીયા ફળિયાના આદિવાસી લોકોને ચોમાસામાં પસાર થવું મુશ્કેલ બન્યું છે અનેક વખત સરપંચ તેમજ સ્થાનિક ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને રજૂઆત કરવા છતાં પણ રસ્તો ન બનતા ગ્રામજનો તેની તેજ પરિસ્થિતિમાં જીવા મજબૂર બન્યા છે રસ્તા ઉપર થી સામાન્ય વરસાદમાં પણ પાણી ફરી વળતા રાત્રિ દરમિયાન તેમજ દિવસે જોખમી મુસાફરી સાથે લોકોને પસાર થવું પડી રહ્યું છે ત્યારે વધુ વરસાદ પડે તો અહીં રહેતા 100 થી વધારે ગ્રામજનો સંપર્ક વિહોણા બનતા હોય છે ત્યારે સ્થાનિક ગ્રામજનો બે હાથ જોડી વહીવટી તંત્ર પાસે માંગણી કરી રહ્યા છે કે વહેલી તકે અહીં બ્રિજ બનાવી આપે ત્યારે જાણે માદરીયા ફળિયામાં આજદિન સુધી તંત્રનો કોઇ વિકાસ ન પહોંચ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે રોડ રસ્તા સહિત અહીંના લોકો પ્રાથમિક સુવિધા ની માગણી તંત્ર પાસે કરી રહ્યા છે ત્યારે તંત્ર અને સ્થાનિક ધારાસભ્ય સહિત સરપંચ આ લોકોની સ્થિતિને ધ્યાને રાખી કામગીરી કરે તો અહીંના લોકોને વિકાસ મળે એમ છે.. બાઈટ:-1 વજીરભાઈ નાયકા બાઈટ:-2 ભાઈજી ભાઈ નાયકા બાઈટ:-૩ શાંતાબેન તાવિયાડ Wkt:- ભદ્રપાલસિંહ સોલંકી ભદ્રપાલસિંહ સોલંકી Zee 24 કલાક મહીસાગર
14
Report
PTPremal Trivedi
Jul 27, 2025 11:34:29
Patan, Gujarat:
એન્કર.. પાટણ શહેરમાં સવારથી ધોધમાર વરસાદની પરિસ્થિતિ સર્જાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે અંબાજી નેળિયા વિસ્તારમાં આવેલી સાત જેટલી સોસાયટીના જવાના માર્ગ ઉપર તેમજ સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડ્યો છે. તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે વીઓ.. પાટણ શહેરના અંબાજી નેળિયા વિસ્તારમાં પાછળના ભાગે આવેલી સાત જેટલી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.આ સોસાયટીઓમાં પ્રવેશવાના જે મુખ્ય માર્ગો ઉપર કેડ સમા પાણી ભરાયા છે જેથી લોકો ને અવર જવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે રસ્તાઓ માં કેડ સમા પાણી ભરાયા હોવાથી વાહનો પણ જઈ શકતા નથી જેથી લોકોની હાલત કફોડી બનવા પામી છે. દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાય છે છતાં પાલિકા તંત્ર દ્વારા પાણી નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવતી નથી. પાલિકા તંત્ર દ્વારા સોસાયટીની બહાર જે રોડ બનાવવામાં આવ્યો છે તે રોડ લેવલ વગર અને વરસાદી પાણીના નિકાલ વગર બનાવવામાં આવ્યો હોય દર વર્ષે ચોમાસામાં આ વિસ્તારમાં પાણી ભરાઈ રહેતા ચોમાસાની સિઝનમાં રહીશોને ભારે હાલાકીઓ ભોગવી પડે છે. આ વિસ્તાર માં આવેલ સોપાન હોમ સોસાયટી, મુનિજી બંગ્લોઝ, માહી રેસીડેન્સી, દીયાના પ્રાઈમ,એપોલો નગર, સોપાન એલીગન્સ સહીત ના રહેણાંક વિસ્તારો માં અંદર અને બહાર પાણી ભરાઈ રહેવાના કારણે લોકો ઘરની બહાર પણ નીકળી શકતા નથી ખાસ કરીને બાળકો શાળાએ પણ જઈ શકતા નથી તો બીજી તરફ ઉંમરલાયક વ્યક્તિઓ પણ ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. પાણી નિકાલ માટે અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે ત્યારે તંત્રના અધિકારી કર્મચારીઓ માત્ર દેખાવ પૂરતા ગાડી લઈને આવે છે ગાડીમાંથી બહાર પણ ઉતરતા નથી અને સ્થળ નિરીક્ષણ કરી જતા રહે છે હાલમાં આ પાણી ભરાવાની પરિસ્થિતિને લઈને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મેળવવામાં પણ રહીશોને હાલાકીઓનો સામનો કરવો પડે છે આ વિસ્તારમાંથી પાણી નિકાલ માટેની વ્યવસ્થા તંત્ર દ્વારા ન કરવામાં આવે તો આગામી સમયમાં ચૂંટણીઓમાં કોઈ પણ પક્ષના ઉમેદવારો મત લેવા પણ ન આવે તેવો સૂર ઉઠ્યો છે. અંબાજી નગર વિસ્તારમાં પાછળના ભાગે આવેલી 7 સોસાયટીઓમાં પ્રવેશવાના માર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળતા આ સોસાયટીના રહીશોને અવરજવર કરવામાં ભારે હાલાકીઓ વેઠવી પડે છે તો વરસાદી પાણીના નિકાલ તાત્કાલિક અસરથી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ રહીશો કરી રહ્યા છે. બાઈટ. 1 to 1.સ્થાનિક લોકો સાથે મહિલા બાઈટ. 1 to 1 સ્થાનિક લોકો સાથે .પુરુષ..
14
Report
ARAlkesh Rao
Jul 27, 2025 10:34:08
Vaghrol, Gujarat:
નોંધ-ફીડ FTP કરેલ છે FTP -2707 ZK BNK VARSAD PKG સ્લગ-વરસાદ ब्रेकिंग न्यूज़: बनासकांठा जिले में भारी बारिश का कहर, जलभराव से जनजीवन प्रभावित, खेत जलमग्न, सड़कें बंदबनासकांठा, 27 जुलाई 2025: बनासकांठा जिले में देर रात से लगातार हो रही मूसलाधार बारिश ने पूरे जिले में तबाही मचा दी है। जिले के कई इलाकों में भारी बारिश के कारण जनजीवन बुरी तरह प्रभावित हुआ है। कई क्षेत्र टापुओं में तब्दील हो गए हैं, खेत जलमग्न हो गए हैं, जिससे किसानों को भारी नुकसान हुआ है, और कई सड़कें बंद हो गई हैं। पालनपुर-अहमदाबाद हाईवे पर पानी भर जाने से 20 किलोमीटर लंबा ट्रैफिक जाम लग गया, जिसके कारण वाहन चालक और यात्री फंस गए।जलभराव और नुकसान का विवरण: देर रात से मूसलाधार बारिश के कारण जिले के कई हिस्से पानी-पानी हो गए हैं। वडगाम में 9 इंच, डीसा में 4 इंच, दांतीवाड़ा में 3 इंच, और पालनपुर व धानेरा में ढाई इंच बारिश दर्ज की गई। इस भारी बारिश के कारण कई क्षेत्र जलमग्न हो गए हैं। पालनपुर-अहमदाबाद हाईवे पर छापी के पास केडस में पानी भर जाने से 20 किलोमीटर लंबा ट्रैफिक जाम लग गया। कई वाहन पानी में बंद पड़ गए और खराब हो गए। रात 2 बजे से एसटी बसें सहित कई वाहन छापी के पास ट्रैफिक जाम में फंस गए, जिसके बाद स्थानीय लोगों ने पानी और अन्य सुविधाएं उपलब्ध कराईं। इस ट्रैफिक जाम के ड्रोन वीडियो भी सामने आए हैं।आवास और खेती को नुकसान: छापी में मूसलाधार बारिश के कारण वीरमाया नगर में तीन कच्चे मकान ढह गए, और लोगों के घरों में पानी घुसने से सामान को भारी नुकसान हुआ। वडगाम के फतेगढ़ गांव में बालासर तालाब ओवरफ्लो होने से तालाब का पानी खेतों में घुस गया, जिससे फसलों को भारी नुकसान हुआ। पसवाड़ल-तेनिवाड़ा रेलवे अंडरब्रिज पानी में डूब गया, जिससे वाहन यातायात ठप हो गया। वडगाम-खेरालु हाईवे पर पीलुंचा के पास पानी भरने से वाहन यातायात बंद कर दिया गया। वडगाम क्षेत्र में मूसलाधार बारिश के कारण खेत टापुओं में बदल गए, और मूंगफली, बाजरा जैसी फसलों को भारी नुकसान हुआ।बचाव और अन्य प्रभाव: दांतीवाड़ा के सातसण गांव में चेकडैम ओवरफ्लो होने से खेत में रहने वाला एक सात सदस्यों का परिवार फंस गया था, जिसे स्थानीय लोगों और प्रशासन ने सुरक्षित निकाला। धानेरा में भारी बारिश के कारण रविया से अनापुर जाने वाले मार्ग पर पानी भर जाने से 25 गांवों और राजस्थान की ओर जाने वाला वाहन यातायात ठप हो गया। धानेरा की शेरा प्राथमिक स्कूल में पानी भर गया, और स्कूल के आंगन व कमरों के सामने पानी का तेज प्रवाह बह रहा था। स्कूल के पीछे दीवार न होने के कारण हर साल खेतों का पानी स्कूल में घुस जाता है, जिससे ग्रामीण और छात्र परेशान हैं। मलोत्रा गांव में खेत जलमग्न होने से किसानों की कीमती फसलें नष्ट हो गईं। धानेरा से सांचोर को जोड़ने वाले नेशनल हाईवे पर भारी जलभराव के कारण वाहन चालक फंस गए। हालांकि, भारी बारिश के कारण धानेरा की रेल नदी में इस साल छठी बार पानी आने से किसानों में खुशी की लहर है।कांकरेज और अन्य क्षेत्रों में स्थिति: कांकरेज क्षेत्र में मूसलाधार बारिश के कारण शिरवाड़ा गांव के प्लॉट क्षेत्र में गरीब परिवारों के घरों में पानी घुस गया। शिहोरी की मुख्य बाजार, बस स्टैंड सहित कई क्षेत्र जलमग्न हो गए। थराद क्षेत्र में सामान्य बारिश में ही भारतमाला के सर्विस रोड पर पानी भर गया। मांगरोल के पास रामपुरा चौराहे के सर्विस रोड पर बारिश का पानी भरने से छोटे वाहन चालक परेशान हुए। हर साल सर्विस रोड पर जलभराव की समस्या से स्थानीय लोग त्रस्त हैं।मौसम विभाग की चेतावनी: बनासकांठा में मूसलाधार बारिश ने तबाही मचाई है, और मौसम विभाग ने अगले कुछ दिनों तक और भारी बारिश की चेतावनी दी है। इससे लोग और चिंता में हैं। प्रशासन और स्थानीय लोग स्थिति को नियंत्रित करने में जुटे हैं, लेकिन जलभराव और खराब सड़कों ने चुनौतियां बढ़ा दी हैं।अलकेश राव, बनासकांठा संपर्क: 9687249834
14
Report
PDPRASHANT DHIVRE
Jul 27, 2025 09:33:58
Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ વિઝ્યુઅલ:આરોપી,ઘટના સ્થળ,લાઇવ દરોડા,પોલીસ બાઈટ:ડીસીપી,WKT PACAKGE FEED_LIVE_U FOLDER_SRT_MASALA_AROPI 2707ZK_SRT_MASALA_AROPI મોબાઇલ વિડીયો સુરત શહેર ઝોન-2 પોલીસે ઉધના પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન પાર પાડીને ઉધનાના ચામુંડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ધમધમતી નકલી એવરેસ્ટ અને મેગી મસાલા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડા પાડીને ૨૪.૭૧ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે ફેક્ટરી માલિકને વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે, ઉધના ચામુંડા ઇન્ડસ્ટ્રીયલમાં એક ફેક્ટરીમાં પ્રખ્યાત બ્રાન્ડના નકલી મસાલા બનાવવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. દરોડા દરમિયાન, પોલીસે ચાર કારીગરોને નકલી મસાલા બનાવતા અને પેક કરતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા. પકડાયેલા કારીગરોમાં વિનોદ રાજેન્દ્ર દાસ, કેલુ મુર્મ, વિનોદ પુના દાસ અને સુરેન્દ્રકુમાર દાસ નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પોલીસે ફેક્ટરીનું સંચાલન કરનાર સુનિલ સોની નામના આરોપીની પણ ધરપકડ કરી છે. બાઈટ:ચિરાગ પટેલ (સુરત શહેર પોલીસ ડીસીપી) પોલીસે ફેક્ટરીમાંથી એવરેસ્ટ અને મેગી મસાલાના કંપનીના પેકિંગ બોક્સ સહિત મસાલા બનાવવા માટે ઉપયોગમાં લેવાતા મશીનો પણ જપ્ત કર્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ નકલી મસાલાનું કારખાનું છેલ્લા ચારથી પાંચ મહિનાથી ધમધમી રહ્યું હતું. બાઈટ:ચિરાગ પટેલ (સુરત શહેર પોલીસ ડીસીપી) આ કેસમાં ફેક્ટરીના માલિક અનિલ ગોહેલ ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે અને તેને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કોપીરાઈટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.મુખ્ય આરોપીની ધરપકડ બાદ જ અત્યાર સુધીમાં કેટલો બનાવટી મસાલા બનાવવામાં આવ્યો છે અને તેનું વેચાણ ક્યાં-ક્યાં કરવામાં આવ્યું છે તે વિગતો બહાર આવશે. પ્રશાંત ઢીવરે - સુરત PAVKAGE
14
Report
PDPRASHANT DHIVRE
Jul 27, 2025 09:20:50
Surat, Gujarat:
अप्रूवल:विशाल भाई विज्युवल:आरोपी,घटना स्थल,पुलिस,लाइव छापेमारी, बाइट:पुलिस FEED_LIVE_U 2707ZK_LIVE_SRT_MASALA_AROPI PLEASE TAKE FROM KALAK VSAT सूरत शहर जोन-2 पुलिस ने उधना पुलिस के साथ संयुक्त अभियान चलाकर उधना के चामुंडा इंडस्ट्रियल एस्टेट में चल रही नकली एवरेस्ट और मैगी मसाला बनाने वाली फैक्ट्री का भंडाफोड़ किया है। पुलिस ने छापेमारी कर 24.71 लाख रुपये का माल जब्त किया है और पांच आरोपियों को गिरफ्तार किया है। जबकि फैक्ट्री मालिक को वांछित घोषित किया गया है। पुलिस को मिली गुप्त सूचना के आधार पर पता चला था कि उधना चामुंडा इंडस्ट्रियल में एक फैक्ट्री में प्रसिद्ध ब्रांडों के नकली मसाले बनाए जा रहे हैं। छापेमारी के दौरान, पुलिस ने चार कारीगरों को नकली मसाले बनाते और पैक करते हुए रंगे हाथों पकड़ा। पकड़े गए कारीगरों में विनोद राजेंद्र दास, केलू मुर्मू, विनोद पूना दास और सुरेंद्रकुमार दास शामिल हैं। इसके अलावा, पुलिस ने फैक्ट्री का संचालन करने वाले सुनील सोनी नाम के आरोपी को भी गिरफ्तार किया है। बाइट: चिराग पटेल (सूरत शहर डिप्टी पुलिस कमिश्नर) पुलिस ने फैक्ट्री से एवरेस्ट और मैगी मसाला कंपनी के पैकिंग बॉक्स सहित मसाले बनाने के लिए उपयोग की जाने वाली मशीनें भी जब्त की हैं। पुलिस जांच में सामने आया है कि यह नकली मसाले की फैक्ट्री पिछले चार से पांच महीनों से चल रही थी। बाइट: चिराग पटेल (सूरत शहर डिप्टी पुलिस कमिश्नर) इस मामले में फैक्ट्री के मालिक अनिल गोहेल को पुलिस ने फरार घोषित किया है और उसे पकड़ने के लिए आगे की जांच शुरू कर दी है। पुलिस ने आरोपियों के खिलाफ कॉपीराइट का मामला दर्ज कर कानूनी कार्रवाई शुरू कर दी है। मुख्य आरोपी की गिरफ्तारी के बाद ही यह जानकारी सामने आएगी कि अब तक कितने नकली मसाले बनाए गए हैं और उनका कहां-कहां बेचा गया है। प्रशांत ढीवरे -सूरत
14
Report
Advertisement
Back to top