Back
सुदामा समूह के विपुल देशाई का स्टेज विवाद, आखिर क्यों नहीं मिल पाया आशीर्वाद?
CPCHETAN PATEL
Sept 10, 2025 09:02:34
Surat, Gujarat
સુદામા ગ્રુપના વિપુલ દેસાઈએ જણાવ્યું હતું કે, ''સુદામા કા રાજા'' ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અમે અલ્પેશ કથીરિયાને આરતી માટે આમંત્રણ આપ્યું હતું અને તેમનું સન્માન પણ થઈ ચૂક્યું હતું. પરંતુ, બીજા દિવસે ૬૦થી વધુ મહેમાનો આવ્યા હતા. તે દિવસે અમે તેમને સ્ટેજ પર ચડાવી શક્યા નહોતા. એક દિવસ પહેલા આરતી અને સન્માનનો કાર્યક્રમ થઈ ગયો હતો. પરંતુ તેમનું કહેવું હતું કે મને પણ સ્ટેજ ઉપર ચડાવો. અમે તેમને સમજાવ્યું કે આ શક્ય નથી, ત્યારે વિવાદ સર્જાયો હતો. જોકે, બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે.
બાઈટ..વિપુલ દેસાઈ
12
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SCSHAILESH CHAUHAN
FollowSept 10, 2025 14:30:43Idar, Gujarat:
શૈલેષ ચૌહાણ
સ્લગ છેતરપિંડી
ફીડ એફટીપી
સ્ક્રિપ્ટ 2c
એપ્રુવલ વિશાલભાઈ
તા. ૧૦/૦૯/૨૫
એંકર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં વિઝા કન્સલ્ટીંગની ઓફિસ ચલાવતા સંચાલકોએ પૈસા અને પાસપોર્ટ લઈ વિઝા નહીં અપાવી ફોન અને ઓફિસ બંધ કરી દઈ સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. વિઝા કન્સલ્ટીંગ ઓફિસના સંચાલક પિતા પુત્ર સહિત ત્રણ જણાં સામે હિંમતનગર રુરલ પોલીસે ફરિયાદ નોંધી છે.
વિઓ-૦૧
હિંમતનગર શહેરના પાણપુર વિસ્તારમાં વિઝા કન્સલ્ટીંગની ઓફિસ પિતા-પુત્રની જોડીએ ખોલી હતી. સિકંદર લોઢા ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લીમીટેડ નામની ઓફિસ ચલાવી વિઝા કન્સલ્ટીંગનું કામ કરતા સિકંદર લોઢા અને તેના પુત્ર સમન લોઢા વિરુદ્ધ બે અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે છેતરપિંડીની નોંધેલી ફરિયાદ મુજબ સુરતના સોનુ મિશ્રા અને અન્ય લોકો પાસેથી વિદેશમાં વર્ક વિઝા અપાવવાનું કહીને પૈસા પડાવ્યા હતા. જેમાં સોનુ મિશ્રા સહિતના લોકો પાસેથી ૧૮.૨૪ લાખ રુપિયા મેળવ્યા હતા તેમના પાસપોર્ટ પણ લઈ રાખ્યા હતા. જ્યારે મોડાસાના અલ્ફેજ કુશ્કીવાલા પાસેથી ૨૧.૧૦ લાખ રુપિયા મેળવ્યા હતા. આમ સોનુ એને અલ્ફેજ તેમજ તેમની સાથેનાઓના પૈસા અને પાસપોર્ટ મેળવી વિઝા અપાવ્યા નહોતા. જેને લઈ આખરે પોલીસ મથકે છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ હોબાળો મચાવી રજૂઆત કરી હતી. જેને પગલે હિંમતનગર રુરલ પોલીસે છેતરપિંડીની બે અલગ અલગ ફરિયાદો નોંધી હતી.
બાઈટઃ અતુલ પટેલ, DySP, હિંમતનગર
વિઓ-૦૨
આરોપી સિકંદર લોઢા અને પુત્રએ રશિયા, જાપાન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન દેશોના વર્ક વિઝાના સપનાઓ દર્શાવતો હતો. જે દરમિયાન અનેક લોકોએ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ સહિત બહારના રાજ્યના લોકો એ સિંકદર લોઢાનો સંપર્ક કર્યો હતો. પરંતુ સિંકદર લોઢા અને તેમના મળતીયાઓએ પૈસા લઈને છેતરપિંડી આચરી હતી. વિઝા નહીં મળતા પૈસા અને પાસપોર્ટની ઉઘરાણી કરતા આરોપી સિકંદર લોઢા દ્વારા ધાકધમકીઓ અપાતી અને ફોન બંધ કરી દેવામાં આવતો હતો. તો વળી હવે ઓફીસ જ બંધ કરી દઈને ભૂગર્ભમાં ઉતરી જતા લોઢા એજન્સીના સંચાલકો સામે હોબાળો ભોગ બનનારાઓએ મચાવ્યો હતો.
બાઈટઃ નૂર મહંમદ, ભોગ બનનાર, મુંબઈ
બાઈટઃ દાનીશ, ભોગ બનનાર,
વિઓ-૦૩
શરુઆતમાં હિંમતનગર પોલીસ પિડીતોને કોઈ ગુનો બનતો નથી એમ સમજાવતી હતી, પરંતુ આખરે એ જ પોલીસે કલાકો બાદ ગુનો નોંધી આરોપી સિકંદર લોઢાની અને તેના પુત્રની ધરપકડ માટે શોધખોળ શરુ કરી છે. આખાય પ્રકરણમાં હવે હિંમતનગર રુરલ પોલીસ સામે પણ સવાલો થઈ રહ્યા છે કે અગાઉ શા માટે ગુનો નહીં બનતો હોવાનું સમજાવવામાં આવતું હતું.
આરોપી
૧. સિકંદર સલીમભાઈ લોઢા, રહે. લાલપુર તા. હિંમતનગર
૨. સમન સિકંદર લોઢા, રહે. લાલપુર તા. હિંમતનગર
૩. હસીબ અબ્રરાર લોઢા, રહે. નવલપુર તા. હિંમતનગર
0
Report
RMRaghuvir Makwana
FollowSept 10, 2025 14:23:05Botad, Gujarat:
નીધિબેન માટે છે જનરલમાં ઉપયોગમાં ન લેશો
DATE-10-09-2025
SLUG-1009 ZK BTD CONTROL ROOM
FORMET-PKG
SEND-FTP
REPORTER-RAGHUVIR MAKWANA-9724305108
APPROVAL-HAMIM SIR
એન્કર
અમારી વિશેષ રજૂઆત એક કોલ પ્રોબ્લેમ સોલ્વ કંટ્રોલ રૂમ કાર્યક્રમ માં આજે વાત કરીશું બોટાદ જિલ્લાની જિલ્લાના ગઢડા તાલુકાના લાખણકા ગામના શૈલેષ ભાઈ પઢિયાર એ અમારા કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો કે તેમની દીકરી ધોરણ નવ માં અભ્યાસ કરે છે અને તેને સ્કોલરશીપ માં આધાર કાર્ડ અપડેટ નો પ્રશ્ન હતો ત્યારે અમારી ઝી ૨૪ કલાક ની ટીમ લાખણકા ગામે પહોંચી અને શૈલેષ ભાઈ ની વેદના સાંભળી
વીઓ
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના લાખણકા ગામના શૈલેષ ભાઈ પઢિયાર કે જેઓ રત્નકલાકાર છે અને હીરા ઘસીને પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે તેમની દીકરી ધ્રુવી પઢિયાર ધોરણ નવ માં અભ્યાસ કરે છે અને તેને સ્કોલરશીપ માટે આધાર કાર્ડ અપડેટ કરવાનું હતું તે બાબતે શૈલેષ ભાઈ છેલ્લા દસ મહિનાથી ગઢડા મામલતદાર ઓફિસ ના ધકા ખાતા હતા અને તેમનું કામ થતું નહોતું આખરે શૈલેષ ભાઈએ ઝી ૨૪ કલાકના કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો અને ત્યાર બાદ અમારી ટીમ લાખણકા ગામે પહોંચી અને તેમના પરિવાર સાથે વાત કરી
વીઓ
અમે જ્યારે ગઢડા તાલુકા ના લાખણકા ગામે પહોંચ્યા અને શૈલેષ ભાઈ પઢિયારના ઘરે ગયા ત્યાં તેમના પરિવાર સાથે વાત કરી અને ખાસ ધ્રુવી પઢિયાર ને મળ્યા તો તેઓએ જણાવ્યું કે તે ધોરણ ૯માં અભ્યાસ કરુ છું અને મારે સ્કોલરશીપ નો પ્રશ્ન આધાર કાર્ડ ને લઈને આવ્યો છે ત્યાર બાદ અમે ઝી ૨૪ કલાકના કંટ્રોલ રૂમમાં ફોન કર્યો અને તમે આવ્યા અને આમને આશા છે કે તમે અમારી રજૂઆત તંત્ર સુધી પહોંચાડશો
વીઓ
શૈલેષ ભાઈ ના ઘરે અમે ગયા અને તેમનો પ્રશ્ન સાંભળ્યો ત્યાર બાદ અમે ગઢડા મામલતદાર સિદ્ધરાજસિહ વાળા ને અમે ફોન કર્યો અને શૈલેષ ભાઈની રજૂઆત કરી અને મામલતદાર e જણાવ્યું કે તમે ઓફિસ આવો અને હું ઓપરેટર ને બોલાવી તેમની સમસ્યાનુ નિરાકરણ લાવી આપું છું ત્યારે બાદ અમે ગઢડા મામલતદાર ઓફિસ પહોંચ્યા અને મામલતદાર સિદ્ધરાજસિંહ વાળા ને મળ્યા અને તેઓએ અમારી વાત સાંભળી અને ઓપરેટર ને બોલાવી ધ્રુવી નું આધારકાર્ડ અપડેટ કરાવી આપ્યું
ત્યારે બાદ ધ્રુવી ના પિતા શૈલેષ ભાઈએ અમોને જણાવ્યું કે છેલ્લા દસ મહિનાથી અમે ગઢડા મામલતદાર ઓફિસ ના ધકા ખાતા હતા આખરે તમે આવ્યા બાદ અમને સાંભળ્યા અગાઉ અમે જ્યારે અહીં મામલતદાર ઓફિસ આવતા હતા ત્યારે અમને વ્યવસ્થિત જવાબ નહોતા આપતા આખરે અમે ઝી ૨૪ કલાકનો આભાર માનીએ છીએ કે અમારું કામ થઈ ગયું
P to C રઘુવીર મકવાણા
વન ટુ વન મામલતદાર સિદ્ધરાજસિંહ વાળા
વન to વન શૈલેષભાઈ પઢિયાર
0
Report
DRDarshal Raval
FollowSept 10, 2025 14:21:11Ahmedabad, Gujarat:
અમદાવાદ
એસ.જી. હાઈવે પર મોટી બ્રિજ દુર્ઘટના ટળી...
નિર્માણાધીન બ્રિજનો એંગલ પડતા બે લોકોને ઈજા થઈ હતી..
બ્રિજ પર એંગલ પડતા સીસીટીવી આવ્યા સામે..
એંગલ એકા એક નીચે પડતા બે લોકો ઘાયલ થયા હતા..
ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા..
મોટી દુઘર્ટના ઘટી હોત તો જવાબદાર કોણ તેને લઈ સવાલ થઈ રહ્યા..
આ મામલે સરખેજ પોલીસે તપાસ કરી હતી..
0
Report
DRDarshal Raval
FollowSept 10, 2025 12:36:14Ahmedabad, Gujarat:
સુઇગામ
સુઇગામમાં પડેલા 17 ઇંચ વરસાદે તારાજી સર્જી
વિસ્તાર બેટમાં ફેરવાતા લોકોના ઘરે રાશન પાણી ખૂટયા
3 દિવસ ઘરમાં જ રહી રાશન પાણી વગર કાઢ્યા
હવે વરસસ બંધ થયો અને વાહન ની સુવિધા મળતા ગ્રામજનો રાશન લેવા 20 km દૂર ભાભર પહોંચ્યા
સુઈ ગામ અને તેની પાસે આવેલા અસરગ્રસ્ત ગ્રામજનોએ ભાભર સુધી રાશન લેવા જવું પડે છે
ગત રોજ કરતા આજે ભાડે ચાલતા વાહન શરૂ થતાં લોકો રાશન લેવા પહોંચ્યા
રાશન લઈને આવેલા અલગ અલગ ગામના લોકો સાથે z 24 કલાકની વાત
વરસાદી પરિસ્થિતિ વચ્ચે ની તેઓએ વેદના જણાવી
વિઝ્યુલ અને ચોપાલ
સલગ. પબ્લિક ચોપાલ
1
Report
DRDarshal Raval
FollowSept 10, 2025 12:35:22Ahmedabad, Gujarat:
સુઇગામ
બેણપ ગામમાં કેટલાક મકાનો અને વિસ્તારમાં ભરાયા પાણી
પાણી ભરાતા લોકોને ગામની શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા
40 થી વધુ લોકોને ખેતરોના ઘરો માંથી સ્થળાંતર કરાયા
બેણપ ગામના રહીશો સાથે z 24 કલાકની વાત
આ પ્રકારની પુરની સ્થિતિ 2015 અને 2017માં વધુ હતી છતાં પણ આવી સમસ્યા ન હતી
આ વર્ષે વધુ પાણી ભરાયાનું લોકોનું નિવેદન
તંત્ર દ્વારા અસરગ્રસ્ત માટે રહેવા અને ખાવાની કરાઈ વ્યવસ્થા
જોકે ગ્રામજનો દ્વારા તંત્ર ધ્યાન નહિ આપતા હોવાના આક્ષેપ
હજુ પણ બેણપ ગામના ચારે બાજુ આવેલા મકાનોમાં ભરાયેલા છે પાણી
વિઝ્યુલ. 121 અને બાઈટ
સલગ. બેણપ ગામ
ફીડ. લાઈવ કીટ
4
Report
DRDarshal Raval
FollowSept 10, 2025 12:35:01Ahmedabad, Gujarat:
સુઇગામ
વરસાદ બંધ થયે બે દિવસ થયા છતાં નથી ઉતરી રહ્યા પાણી
આજે દુધવા સેડવ અને કુંભારખા ગામ રોડ પર પાણીનું સ્તર વધ્યું
પાણીનું સ્તર વધતા લોકોની મદદ માટે ndrf ની ટીમ અને બોટો ની મદદ લેવાઇ
બોટ દ્વારા લોકોને લાવવા લઈ જવા કરાઈ વ્યવસ્થા
પાણી વધતા તેનો નિકાલ ક્યારે આવશે તેનો પ્રશ્ન
પાણી ન કારણે ગ્રામજનોનું જીવન અસ્ત વ્યસ્ત બન્યું
મોટા ભાગના ગામમાં ગામ ફરતે પાણી ભરાયાનું આવ્યું સામે
વિઝ્યુલ અને 121
સલગ. દુધવા ગામ
ફીડ. લાઈવ કીટ
1
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 10, 2025 12:34:31Sundar Nagar, Himachal Pradesh:
સુરેન્દ્રનગર
ધાંગધ્રા ના ગોપાલગઢ ગામે દારૂ અંગે બેઠક યોજાઈ.....
ઇન્ચાર્જ પીઆઇ દ્વારા દારૂ અને ગામમાં ગેરકાયદેસર પ્રવૃતિ અંગે ગામમાં બેઠક યોજાઈ....
સરપંચ અને ગ્રામજનો સાથે બેઠકમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરવા સૂચના આપવામાં આવી...
ગામના સરપંચો આગેવાનો અને ગ્રામજનોની ફરિયાદ સાંભળી....
તેઓના પ્રશ્ન અંગે નિરાકરણ લાવવા કાર્યવાહી કરવા આપી ખાત્રી...
ઇન્ચાર્જ પીઆઇ ગામજનોને બાળકોને ભણાવવા અને અભ્યાસ પર વધુ ભાર આપ્યો
1
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 10, 2025 12:34:15Sundar Nagar, Himachal Pradesh:
ચોટીલા તાલુકાના સુરૈઇ ગામમાં આવેલ વર્ની એન્વીરો કેર લિમિટેડ કંપનીને ચોટીલા નાયબ કલેકટર અને તેની ટીમ દ્વારા સીલ મારવામાં આવ્યું ભૂગર્ભજળને નુકસાન થતું હોવાનું ખુલવા પામતા કરી કાર્યવાહી...
ચોટીલા તાલુકાના સુરૈઇ ગામમાં
આવેલી Varni Enviro Care લીમીટેડ કંપની સામે નાયબ કલેકટર એચડી મકવાણાએ કડક કાર્યવાહી કરી છે કંપની દ્વારા સર્વે નંબર 283 માં બનાવેલ શેડમાં વડોદરા કચ્છ અને અમદાવાદથી આને કારક કેમિકલ બેસ્ટ લાવી અને ડમ્પીંગ કરવામાં આવતું હતું આ કેમિકલ વેસ્ટ બોરવેલ દ્વારા ભૂગર્ભ માં છોડવામાં આવતું હોવાનું ખુલવા પામ્યું હતું જેના કારણે આસપાસના વિસ્તારોમાં ગંભીર સમસ્યાઓ સર્જાઈ હતી ગુજરાત નિયંત્રણ બોર્ડના રિપોર્ટમાંBOD/COD પેરામીટરનું પ્રમાણ હોવાનું સામે આવ્યું હતું
આ પ્રદૂષણની અસર સુરૈઇ મોટા હરણીયા નાના હરણીયા ગામમાં જોવા મળતા સ્થાનિક રહેવાસીઓને શ્વાસ લેવામાં તકલીફ ખેડૂતોના પાકને નુકસાન પીવાનું પાણી અને સિંચાઈનું પાણી પ્રદૂષિત થવું સહિતની સમસ્યાને ધ્યાને લઈ નાયબ કલેકટર દ્વારા કંપનીના ડાયરેક્ટર હિતેશભાઈ ચૌધરી અને મેનેજર વિવેકભાઈ જેઠવા સામે કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે નાયબ કલેક્ટર એક કંપનીને તાત્કાલિક સીલ કરવાના આદેશ આપ્યા હતા અને આ હુકમની બજવણી માટે મામલતદાર ચોટીલા અને પોલીસ ઇન્સ્પેક્ટર ચોટીલા ને પણ સૂચના આપવામાં આવી છે
3
Report
BPBurhan pathan
FollowSept 10, 2025 12:16:00Anand, Gujarat:
આણંદ
અમુલ ચૂંટણી અપડેટ
અમુલ ના 8 બ્લોક અને એક વ્યક્તિગત બેઠક નું મતદાન પૂર્ણ
સવારે 9 કલાક થી શરૂ થયું હતું મતદાન
બપોરે 3 કલાકે મતદાન પ્રક્રિયા થઈ પૂર્ણ
અંદાજીત 97 ટકા મતદાન નોંધાયું
8 બ્લોક બેઠક ઉપર 24 ઉમેદવારો નું ભાવિ મતપેટી માં થયું શીલ
મતદાન પૂર્ણ થતાં મતપેટીઓ સીલ કરવામાં આવી
ફાઇનલ આંકડો મોડી સાંજે આવશે
આગામી 12 મી સપ્ટેમ્બર ના રોજ મતગણતરી યોજાસે
અમુલ પરિસર માં બે રાઉન્ડ માં થશે મતગણતરી
બાઈટ / મયુર પરમાર ચૂંટણી અધિકારી
બુરહાન પઠાણ
ઝી મીડિયા
આણંદ
2
Report
URUday Ranjan
FollowSept 10, 2025 12:15:37Ahmedabad, Gujarat:
Slug : 1009ZK_AHD_AVAS_AROPIReporter : UDAY RANJAN
Injgst Feed : 1009ZK_AHD_AVAS_AROPI & MOBILE
Date : 10 - 09 - 2025
Format : PKG & WEB
નોંધ : સ્ટોરી ને લાગતા ફોટો વિડીયો સેન્ડ કરેલ છે
એન્કર-ગુજરાત હાઉસિંગ બોર્ડમાં મકાન અને દુકાન આપવાના નામે ઠગાઈ અમદાવાદ માં થવા પામી છે ..અમદાવાદ ના વેજલપુર પોલીસે એક જ પરિવારના ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે .... વેજલપુર માં રહેતા ગરીબ પરિવારને ઘરના ઘરનું સપનું બતાવી ને છેતરપિંડી આચરી હોવા ની ફરિયાદ નોંધાતા વેજલપુર પોલીસ તપાસ શરુ કરી છે ..જમાલપુર રહેતા જોહરા કુરેશીની જુહાપુરા ના અનવર સિપાહી સાથે મુલાકાત થઈ હતી અને આરોપી અનવર કહ્યું કે મારા બનેવી હાઉસિંગ બોર્ડ માં મોટા સાહેબ હોવાનું કહીને લાલચ આપી હતી..જેમાં એક મકાન અને દુકાનની ડિપોઝિટ પેટે 1.60 લાખ રૂપિયા આપવા પડશે કહી ને ડિપોઝિટ પેટે પૈસા પડાવી ખોટી રસીદ આપવામાં આવી હતી..જોકે કોઈને શંકા ન જાય માટે આરોપી મકાન અને દુકાન દેખાડવા માટે આરોપી અનવર ફતેવાડી અંબર ટાવર પાસેના હાઉસિંગ મકાન માં લઈ જતો હતો...જે બાદ ફરિયાદી એ 4 મકાન અને બે દુકાન લખાવતા ખોટી રસીદો આપી હતી..આ રીતે 10 થી વધુ પરિવાર સાથે છેતરપિંડી કરી હોવાની આશંકા છે..જે ઠગાઈ કરનાર આખો પરિવાર છે જેમાં આરોપી અનવર સિપાઈ તેની પત્ની શાઈનબાંય સિપાઈ,પુત્ર અયાન સિપાઈ અને દીકરી મિસ્બાહ સિપાઈ સામે વેજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે..ત્યારે આરોપી પરિવાર ઘર છોડી ફરાર થઈ ગયા છે જ્યારે અન્ય ભોગ બનાર વધુ હોવાની શક્યતા છે..
બાઈટ - જોહરા કુરેશી , ફરિયાદી
બાઈટ - એ.બી. વાણંદ , એસીપી , એમ ડિવિઝન
ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
4
Report
DRDarshal Raval
FollowSept 10, 2025 12:07:59Ahmedabad, Gujarat:
સુઇગામ
સુઇગામ તાલુકાના ગામો હજુ પણ પ્રભાવિત
ગામમાં અને કેટલાક મકાનોમાં ભરાયેલા છે પાણી
ઉચોસણ ગામ ફરતે મકાનોમાં ભરાયા છે પાણી
પાણી ભરાતા લોકો હેરાન પરેશાન
મકાનમાં રહેલા સામાનો ને થયું નુકશાન
કેટલાકે રસોડા પણ ખસેડાયા તો મકાનમાં પાણી ન આવે માટે કર્યા માટીના પાળા
ઉચોસણ ગામમાં હજુ પણ છે વીજ પાવર ગુલ
પીવાના પાણીના પણ ગામમાં છે ફાંફા
હાલ સુધી હતું તે પાણી ચલાવ્યું હવે વરસાદના પાણી ચલાવવાનો આવ્યો વારો
ગ્રામજનોએ વરસાદી હલાકીની વ્યક્ત કરી વ્યથા
વિઝ્યુલ. 121 અને બાઈટ
સલગ. ઉચોસણ પાણી
3
Report
URUday Ranjan
FollowSept 10, 2025 12:07:52Ahmedabad, Gujarat:
Slug : 1009ZK_AHD_MAHILA_AROPIReporter : UDAY RANJAN
Injgst Feed : MOBILE
Date : 10 - 09 - 2025
Format : PKG & WEB
એન્કર-
ટ્રેડિંગમાં રોકાણ કરાવી ઊંચા વળતરની લાલચ આપી છેતરપિંડી આચરનારા મહિલા ની ચાંદખેડા પોલીસે ધરપકડ કરી છે. મહિલા આરોપીએ પહેલા શેર બજારનું કામ કરીને અનુભવ કેળવ્યો હતો. બાદમાં તેણે રજીસ્ટર કર્યા વગરની ગ્રો મની નામની કંપની ખોલી ને તેના પરિચીત લોકોને રોકાણ કરવાનું કહીને 20થી 23 ટકા વળતર ની લાલચ આપી હતી. રોકાણકારોને એકાદ બે વાર વળતર બતાવતા કુલ 37 લોકોએ 2.43 કરોડનું રોકાણ કર્યુ હતું. જે બાદ આરોપી મહિલા એ મૂડી કે વળતર ન આપીને છેતરપિંડી આચરી હતી. પકડાયેલી મહિલા સામે વેજલપુર અને સીઆઇડી ક્રાઇમમાં પણ અરજી ફરિયાદ નોંધાઈ છે. આમ, મહિલા એ આશરે 40થી 50 લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી આચરી હોવાની પોલીસને શંકા છે. જગતપુર માં આવેલી ગોદરેજ ગાર્ડન સીટીમાં રહેતા સપનાબેન પીઠડીયા ગાંધીનગર ઇન્ફોસીટીમાં નોકરી કરતા હતા, ત્યારે સાથીકર્મી જીગીશા જાદવ સાથે પરિચય થયો હતો. વર્ષ 2023માં જીગીશાએ સુરતમાં ગ્રો મની નામની ટ્રેડીંગ કંપની ચાલુ કરી હોવાનું જણાવીને ટ્રેડીંગના ત્રણ માસ સુધીના રોકાણમાં 20 ટકા જેટલો નફો આપતી હોવાની લોભામણી લાલચ આપી હતી. સપનાબેનને ભરોસો બેસતા પોતાનાં 25 લાખ તેમજ તેમના નજીકના મિત્ર વર્તુળનાં કુલ 34 લોકો પાસે કુલ 1.88 કરોડનું રોકાણ કરાવ્યું હતું. થોડા મહિના સુધી જીગીશાએ તમામને વળતર આપ્યા બાદ નાણાં આપવાનું બંધ કરી દીધું હતું. જેથી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જીગીશાએ છેતરપિંડી કરવાના ઇરાદે કંપની શરૂ કરીને રોકાણકારો પાસેથી કુલ 2.24 કરોડની રકમ મેળવીને છેતરપિંડી આચરી હતી. આ મામલે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી આરોપી જીગીષા જાદવની ધરપકડ કરી છે. આરોપી સામે વેજલપુરમાં 25 લાખની છેતરપિંડીની ફરિયાદ તથા સીઆઇડી ક્રાઇમમાં છ કરોડની અરજી નોંધાઇ છે. જેથી આગામી સમયમાં આ બંને પોલીસ પણ મહિલા આરોપીની ધરપકડ કરશે. મહિલા આરોપી જીગીષા જાદવે છેતરપિંડીથી કમાયેલા નાણાંનું અનેક જગ્યાએ રોકાણ કર્યુ છે. તેણે સુરતના પાલમાં ચાર મકાન, જમીન અને દાગીના ખરીદ્યા હોવાનું સામે આવ્યુ છે. આરોપી મહિલા સામે જીપીઆઇડી એક્ટ મુજબ કાર્યવાહી કરીને મિલકત ટાંચમાં લેવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
બાઈટ- ભરત રાઠોડ, DCP, ઝોન-2, અમદાવાદ
ઉદય રંજન મીડિયા અમદાવાદ
6
Report
DRDarshal Raval
FollowSept 10, 2025 12:05:51Ahmedabad, Gujarat:
વરસાદ અને પાણી ભરાતા સુઈ ગામ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો
ગામો સંપર્કમાં આવતા વીજ કંપની કામે લગાવાઈ
સુઇગામ અને મોરવાડમાં વીજ પૂર્વઠો શરૂ કરાયો
અન્ય ગામોમાં ટિમો કરી રહી છે કામ
ગામમાં પાણી ભરાયા હોવાથી અંદર જઈ ન શકતા ટીમને પડી રહી છે હાલાકી
બાઈટ. ડી બી ગોહિલ. કર્મચારી. વીજ કંપની
5
Report
PAParakh Agarawal
FollowSept 10, 2025 12:05:20Ambaji, Gujarat:
યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિર માં આજે પ્રક્ષાલન વિધિ યોજવામાં આવી હતી આ પ્રક્ષાલન વિધિ દરવર્ષે ભાદરવીપૂનમ પછી ની ચોથે કરવામાં આવે છે ખાસ કરીને આ વિધિ એટલા માટે કરવામાં આવે છે કે ભાદરવી પૂનમ ના મેળા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂર થી પગપાળા ચાલી અંબાજી મંદિરે દર્શને આવતા હોય છે ને ઘણા યાત્રિકો સીધા ચાલી ને મંદિરે પહોંચતા હોય છે તેવા માં મંદિર ની સ્વચ્છતા સાથે પવિત્રતા જાળવવા આ પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે જેમાં જે મંદિર ના ગોખ માં માં અંબે નો શણગાર હોય છે તે સંપૂર્ણ શણગાર સહીત સાતે દિવસ ની સાત સવારી,માતાજી ના સોના ના આભૂષણો સહીત ના તમામ દરદાગીના બહાર કાઢીને ધોવાની પ્રક્રિયા કરવામાં આવે છે આ વિધિ અમદાવાદના એક સ્વ.લક્ષ્મણદાસ મોતીલાલ સોની તથા સ્વ. શિવ પ્રસાદ મોતીલાલ સોની તેમના પરિવાર દ્વારા કરવામાં આવે છે આ સોની પરિવાર વર્ષો થી આ પ્રક્ષાલન વિધિ માં દર દાગીના ની સાફી સફાઈ કરવા આવતું હોય છે ને સાથે દાગીના ના ઘસારા પેટે એક સોના ની પૂતળી માતાજી ના હાર માં અર્પણ કરતા હોય છે જેથી કરીને સાફ સફાઈ દરમિયાન માતાજી ના દાગીના માં કોઈ ઘટ ન પડે જોકે આ સમગ્ર વિધિ આ સોની પરિવાર દ્વારા લગભગ 280 વર્ષથી કરતા આવ્યા છે ને આ સાફ સફાઈ ના બદલ માં સોની પરિવાર ને રજવાડા ના સમય થી ચાંદી નો એક સિકકો આપવામાં આવતો હતો હવે મહેનતના ના એકાવન રૂપીયા આપવામાં આવે છે ને આજે પણ આ પરંપરા યથાવત છે આજે યોજાયેલી પક્ષાલન વિધિ મુખ્ય મંત્રી ન ધર્મ પત્ની તેમજ પ્રદીપસિંહ જાડેજા સહિત અનેક ધારાસભ્યો,ને ias, ips અધિકારીઓ આ પક્ષાલન વિધી માં જોડાયા હતા
બાઈટ-1 મનોજભાઈ ઝવેરી (સોની પરિવાર)અમદાવાદ
બાઈટ-2 કૌશિક મોદી અધિક કલેકટર, મંદિર ટ્રસ્ટ) અંબાજી
4
Report
CPCHETAN PATEL
FollowSept 10, 2025 12:03:16Surat, Gujarat:
સુરત
રત્નકલાકારોને શિક્ષણ ફી સહાય મેળવવામાં સમસ્યા
સુરતમાં રત્નકલાકારોએ પોતાના બાળકોની શિક્ષણ ફી માટે મળવાની સહાય માટે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી હતું.
સરકાર દ્વારા 13,500 રૂપિયાની સહાયની યોજના ઘોષિત કરવામાં આવી હતી.
આ યોજના હેઠળ 70 હજારથી વધુ અરજીઓ આવી પણ હજી સુધી એક રૂપિયાની સહાય આપવામાં આવી નથી.
રત્નકલાકારો કહે છે કે ફોર્મ ભરી દસ્તાવેજો પણ પૂરતા ન માની નવા પુરાવા માગવામાં આવે છે.
ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આવેદનપત્રમાં કહ્યું છે કે નવા પરિપત્ર તાત્કાલિક રદ કરવામાં આવે.
તેઓ માંગ કરે છે કે પહેલા ભરેલા દસ્તાવેજોને આધારે સહાય ચુકવવાની પ્રક્રિયા શરૂ થાય.
યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું કે આર્થિક મુશ્કેલીમાં સરકારી તંત્ર વધુ મુશ્કેલી બનાવી રહ્યું છે.
રત્નકલાકારો જણાવ્યું કે તેઓનાં પરેશાનીઓમાં વધારો થયો છે.
કલેક્ટરને આવેદનપત્ર દ્વારા સમસ્યાનું તાત્કાલિક ઉકેલ લાવવા વિનંતી કરવામાં આવી છે.
રત્નકલાકારો અભયાર્થ છે કે સહાય મળવી જ જોઈએ
બાઈટ.
ભાવેશ ટાંક..ડાયમંડ વર્કર યુનિયન પ્રમુખ
4
Report