Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Devbhumi Dwarka361335

દ્વારકા શહેરમાં વરસાદે સર્જી જળબંબાકાર, લોકો કમર સુધી પાણીમાં!

LJLakhani Jaydeep
Aug 19, 2025 19:00:23
Dwarka, Gujarat
વીઓ 01:- દ્વારકા શહેરમાં સામાન્ય વરસાદના કારણે પણ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ભદ્રકાળી ચોક, તીન બત્તી ચોકથી લઈને રબારી ગેટ સુધીના માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જ્યાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. આ મુખ્ય માર્ગો પર વરસાદી પાણીની નદીઓ વહેવા લાગતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. WKT વીઓ 02 :- તીન બત્તી ચોકથી રબારી ગેટનો માર્ગ તો "બેટ"માં ફેરવાઈ ગયો છે. જેના કારણે આ વિસ્તારમાં આવેલી હોટલો, બેંકો અને રેસ્ટોરન્ટના સંચાલકો ચિંતામાં મુકાયા છે. ભારે વરસાદના કારણે યાત્રાળુઓને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો કમર સુધીના પાણીમાં ચાલીને જવું મજબૂર બન્યા છે.
14
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
LJLakhani Jaydeep
Aug 19, 2025 19:00:55
Dwarka, Gujarat:
વીઓ :- દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. માત્ર દોઢ ઈંચ જેટલા ટૂંકા સમયગાળાના વરસાદમાં ગામની બજારોમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા. ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે પાણીના ધસમસતા પ્રવાહ ગામની શેરીઓ અને બજારોમાં ફરી વળ્યા હતા. આ અચાનક આવેલી વરસાદી આફતને કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે ખેડૂતોના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી હતી. આ ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. AV PHONO
14
comment0
Report
LJLakhani Jaydeep
Aug 19, 2025 19:00:47
Dwarka, Gujarat:
વીઓ :- દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ પ્રચંડ બેટિંગ કરતા ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર ફરી વળી છે. લાંબા સમયના વિરામ બાદ, લાંબા, ધૂમથર અને ભોગાત સહિતના ગામોમાં વાવાઝોડા જેવા પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદ મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકો માટે અમૃત સમાન સાબિત થયો છે. જે પાકના ઉત્પાદનને વેગ આપશે. ભારે વરસાદથી ગ્રામીણ વિસ્તારોમાં ખેતી અને જનજીવનને નવજીવન મળ્યું છે અને લાંબા સમયથી રાહ જોતા ખેડૂતો માટે ખુશીનો માહોલ સર્જાયો છે.
14
comment0
Report
LJLakhani Jaydeep
Aug 19, 2025 19:00:40
Dwarka, Gujarat:
વીઓ :- યાત્રાધામ દ્વારકામાં આજે મેઘરાજાએ તોફાની એન્ટ્રી કરી. પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસતા આખો વિસ્તાર જળબંબાકાર થયો છે. દ્વારકાના મુખ્ય વિસ્તારો જેવા કે ઇસ્કોન ગેટ, ભદ્રકાળી ચોક અને રેલવે સ્ટેશન રોડ પર પાણી ભરાયા છે. જેના કારણે લોકોને થોડી મુશ્કેલી પડી રહી છે.આ ભારે વરસાદ વચ્ચે ભગવાન દ્વારકાધીશના જગત મંદિર અને છપ્પન સિડી પરથી વહેતા વરસાદી પાણીનો અદભૂત અને અલભ્ય નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ઘણા સમય બાદ મેઘરાજાએ દ્વારકામાં મન મૂકીને વરસતા વાતાવરણ ખુશનુમા બની ગયું છે. WKT
14
comment0
Report
AKAshok Kumar
Aug 19, 2025 19:00:28
Junagadh, Gujarat:
જુનાગઢ, કેશોદ કેશોદના મોવાણા ગામે વીજ શોક લાગવાથી ખેડૂતનું મોત પગ લપસી જવાથી ઝટકા મશીનના તાર સાથે પગ અડકતાં લાગ્યો વીજ શોક યમુના ફિડ૨નો 11 કેવી ચાલું વીજ તાર તુટી પડવાથી બની ઘટના પીજીવીસીએલ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત ખેડૂતને 108 મારફત હોસ્પિટલ ખસેડાતાં ડોકટરે મોત થયાનું કર્યું જાહેર ખેડૂત પોતાની વાડીયે ઉભા હતાં ત્યારે પગ લપસી જવાથી ઝટકા મશીનના તારને અડકી જતાં લાગ્યો હતો વીજ શોક ઘટનાની જાણ થતાં નજીકથી વાડીમાં હાજર પરિવારના સભ્યો ઘટના સ્થળે દોડી આવ્યાં. ઝટકા મશીન બંધ હાલતમાં હોય ઉપરથી 11 કેવી ચાલું વીજ તાર તૂટી ને ઝટકા મશીનના તાર ઉપર પડતાં જ અકસ્માતની ઘટના બની હોવાનું પરિવારના સભ્યોએ જણાવ્યું મરણ જનાર રતિલાલ દેવજીભાઇ હદવાણી ઉ. વ. 61 ના મોતના પગલે પરિવારમાં ગમગીની વ્યાપી મરણ જનાર નાના ખાતેદાર ખેડૂત હોય પીજીવીસીએલની બેદરકારી વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અને આર્થિક મદદ મળે તેવી માંગ કરી પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી બાઈટ...જીતેન્દ્રભાઈ હદવાણી (મરણ જનારના ભત્રીજા) અશોક બારોટ જુનાગઢ
14
comment0
Report
LJLakhani Jaydeep
Aug 19, 2025 19:00:10
Dwarka, Gujarat:
વીઓ 01:- દ્વારકા અને રેલવે સ્ટેશનને જોડતા માર્ગ પર વરસાદી પાણી ભરાવાને કારણે સ્થાનિકો, મુસાફરો અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ સમસ્યા દર વર્ષે ચોમાસામાં સર્જાય છે. જેના કારણે લોકો પરેશાન છે. આ રસ્તા પર ત્રણથી ચાર જેટલી શાળાઓ આવેલી છે. જેથી વિદ્યાર્થીઓને પાણીના પ્રવાહમાં ચાલીને શાળાએ જવું પડે છે. વિદ્યાર્થીઓએ દ્વારકા નગરપાલિકા તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે કે આ સમસ્યાનું કાયમી નિરાકરણ ક્યારે આવશે. મુસાફરોને પણ રેલવે સ્ટેશન પહોંચવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. આ પરિસ્થિતિને કારણે, વિદ્યાર્થીઓ અને મુસાફરો બંને પરેશાન છે. WKT વીઓ 02 :- આ વિસ્તારના લોકો દર વખતે આ જ પરિસ્થિતિનો સામનો કરે છે. જેના કારણે તેમને ભારે મુશ્કેલી પડે છે. વિદ્યાર્થીઓને શાળાએથી ઘરે જવું કે ઘરેથી શાળા જવું તે પણ મુશ્કેલ બન્યું છે. આશા છે કે સત્તાવાળાઓ ટૂંક સમયમાં આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવશે જેથી લોકોને દર વર્ષે આ મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને સલામત રીતે અવરજવર કરી શકે. બાઈટ :- કરણ કણઝારીયા, દ્વારકાની શાળાનો વિદ્યાર્થી
14
comment0
Report
LJLakhani Jaydeep
Aug 19, 2025 18:46:06
Dwarka, Gujarat:
વીઓ :- દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. લાંબા સમયના વિરામ બાદ, નાવદ્રા, ભોગાત અને લાંબા જેવા ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. આ અચાનક વરસેલા વરસાદથી મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા, જેના કારણે વાહનવ્યવહારને અસર પહોંચી હતી. જોકે, ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. કારણ કે તેમના ઊભા પાકને નવજીવન મળ્યું છે અને તેમની આશા ફરી જાગી છે. AV PHONO
14
comment0
Report
LJLakhani Jaydeep
Aug 19, 2025 18:45:55
Dwarka, Gujarat:
વીઓ :- દ્વારકાના ગ્રામીણ વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ થયો. લાંબા અને ટંકારિયા જેવા ગામોમાં વહેલી સવારે મુશળધાર વરસાદ વરસ્યો હતો. આ અનરાધાર વરસાદને કારણે લાંબા ગામના મુખ્ય રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હતી, જેના લીધે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. આ ભારે વરસાદના કારણે નાના ચેક ડેમ અને નદીઓમાં નવા નીરની આવક થઈ હતી, જેનાથી જળસંચયમાં વધારો થયો છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આ વિસ્તારમાં વધુ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેને કારણે સ્થાનિકોને સાવચેત રહેવા જણાવાયું છે. આ વરસાદ ખેડૂતો માટે ખુશીના સમાચાર લાવ્યો છે કારણ કે તેનાથી કૃષિ પાકોને ફાયદો થશે. જોકે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ શકે છે. સ્થાનિક પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. AV PHONO
14
comment0
Report
SBShilu Bhagvanji
Aug 19, 2025 18:45:47
Porbandar, Gujarat:
1908 ZK PBR NUKSHAN FORMAT-PKG DATE-19-08-2025 LOCATION-PORBANDAR APPROVAL-DESK એન્કર- પોરબંદર મહાનગરપાલિકા દ્વારા 15 ઓગસ્ટથી 19 સુધી પાંચ દિવસીય જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.વરસાદની સ્થિતિને જોતા મનપા દ્વારા મેળો એક દિવસ વધારી 20 ઓગસ્ટ સુધી કરવામાં આવ્યો છે.પોરબંદર જિલ્લામાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે ખાસ કરીને પોરબંદર શહેરમાં 4 ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડતાં આજે 19 ઓગસ્ટના દિવસનો મેળો મનપાએ રદ કરવાની ફરજ પડી હતી.ઉચા ભાડા ભરી મેળામા કમાણીની આશાએ આવેલ વેપારી-ધંધાર્થીઓની સ્થિતિ દયનીય બની છે.મેળામા આ વખતે જે રીતે વરસાદી વિઘ્ન જોવા મળ્યુ છે ત્યારે વરસાદમાં તેમના વેપાર ધંધા પણ તણાઇ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.ચકડોળ ધારકો સહિત સૌ કોઇ ખાણી પીણી તથા રમકડા સહિતને મોટું નુક્સાન થયું છે ત્યારે તેઓને મનપા દ્વારા તમામ ભાડાની રકમ જીએસટી સહિત આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. બાઇટ-1 કેશુ ચૌહાણ ચકડોળ ધારક,પોરબંદર
14
comment0
Report
CSChandrashekhar Solanki
Aug 19, 2025 17:31:50
Ratlam, Madhya Pradesh:
CHANDRASHEKHAR SOLANKI/ratlam रतलाम जिले के जावरा से बेहद दर्दनाक और चिंताजनक मामला सामने आया है। शराब के नशे में धुत्त युवक पप्पू बागरी की बस स्टैंड के पास सड़क पर बेसुध हालत में गिरने के बाद आवारा कुत्तों के द्वारा बुरी तरह नोच डाला, जिससे उसकी मौत हो गई। घटना की सूचना पर पुलिस मौके पर पहुंची और शव को पोस्टमार्टम के लिए भेजा। पीएम रिपोर्ट में सामने आया कि युवक अत्यधिक शराब पीने के कारण सड़क पर गिरकर बेहोश हो गया था, इसी दौरान कुत्तों ने हमला कर दिया। रतलाम में पहले भी डॉग बाइट के मामले लगातार सामने आते रहे हैं, लेकिन यह घटना तो हद पार कर गई। अब बड़ा सवाल यह है कि आखिर कब तक शहरवासी आवारा कुत्तों के आतंक से परेशान रहेंगे? क्या अब ये कुत्ते आदमखोर बनते जा रहे हैं? और नगर निगम आवारा कुत्तों की धरपकड़ और रोकथाम के लिए ठोस कदम कब उठाएगा? बाइट = जितेंद्र सिंह जादौन ( थाना प्रभारी थाना सैलाना रतलाम चंद्रशेखर सोलंकी 9039441511
14
comment0
Report
CPCHETAN PATEL
Aug 19, 2025 17:01:46
Surat, Gujarat:
સુરત બ્રેકિંગ કીર્તિ પટેલનો નવો વિવાદ કીર્તિ પટેલ સુરત કોર્ટમાં હાજર થઈ હતી હાથમાં લડ્ડુ ગોપાલની મૂર્તિ સાથે હાજર થઈ કોર્ટ પરિસરમાં પ્રવેશતા જ ચહેરા પર ગુસ્સો મોબાઈલ કેમેરા તરફ જોઈને દાંત પીસ્યા “લ્યો વિડીયો બનાવી લો ટકાટક” કહી પડકાર્યો કટાક્ષભરી ભાષા અને આક્રમક હાવભાવ લોકો સામે ગુસ્સે ભરાયેલી કીર્તિ પટેલ કોર્ટ કાર્યવાહી બાદ બહાર આવી ત્યારે પણ ગુસ્સો ચાલુ મોબાઈલ કેમેરા સામે ધમકીભર્યું બોડી લેંગ્વેજ પોલીસકર્મીએ શાંત પાડવાનો પ્રયાસ કર્યો છતાં કીર્તિએ ફરી મોટેથી કહ્યું “વિડીયો બનાવી લે” કાયદાકીય મુશ્કેલીઓ વચ્ચે પણ સ્વભાવ યથાવત જેલવાસ છતાં વલણમાં ફેરફાર નથી પોલીસે સમજાવીને વાનમાં બેસાડી પરત સબજેલ લઈ ગઈ
14
comment0
Report
SVSANDEEP VASAVA
Aug 19, 2025 15:33:13
Surat, Gujarat:
નોંધ :- સ્ટોરી એન્ટ્રી સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- ગળતેશ્વર (કામરેજ) સ્લગ :-1908ZK_SRT_KHEDUTBETHAK_1 ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે. એન્કર... પાવરગ્રીડ વીજ કંપની સામે ખેડૂતોઓ આકરા પાણીએ લડી લેવાના મૂડ માં, કામરેજ ના પ્રસિદ્ધ મંદિર ગળતેશ્વર મહાદેવ મંદિર ખાતે ગુજરાત ખેડુત સમાજ ની આગેવાની માં બેઠક મળી, દરેક પક્ષ પાર્ટી સંગઠન ના તેમજ સહકારી આગેવાનો એકમંચ આવ્યા, મોટી સંખ્યામાં મહિલાઓ પણ બેઠક માં ઉપસ્થિત રહી પદયાત્રા માં જોડાય કલેક્ટર કચેરીના ઘેરાવ ની ચીમકી ઉચ્ચારી. વિઓ... દક્ષિણ ગુજરાત માંથી પસાર થનાર 765 કેવી પવાર ગ્રીડ વીજ કંપની માટે જમીન સંપાદન ચાલી રહ્યું છે. સુરત જિલ્લા માં જમીન સંપાદન સામે ખેડૂતો છેલ્લા ઘણાં સમય થી વિરોધ કરી રહ્યા છે. જમીન સંપાદન ના બદલા માં ખેડૂતો ને મળવા પાત્ર વળતર નહિ ચૂકવી કોળી ના ભાવે જમીન ઔદ્યોગિક હેતુ માટે પડાવી લેવાના આરોપ સાથે ગુજરાત ખેડુત સમાજ ના નેજા હેઠળ આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે આંદોલન ને વધુ વેગવતું બનાવવા માટે કામરેજ ના પ્રસિદ્ધ ગળતેશ્વર મંદિર ખાતે એક બેઠક મળી હતી. જેમાં હજારોની સંખ્યામાં જિલ્લા ના અસરગ્રસ્ત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં. મહિલાઓએ પણ આંદોલનમાં સંપૂર્ણ સાથ સહકાર આપવાની તૈયારું બતાવી છે. બાઇટ :- દીક્ષિતા પટેલ (અસરગ્રસ્ત ખેડુત : દિગસ ગામ) વિઓ... ગળતેશ્વર ખાતે યોજાયેલા બેઠક માં નિર્ણય કરવામાં આવ્યો છે કે આગામી દિવસો માં મોટી સંખ્યામાં મહિલાઓને સાથે રાખી ને પદયાત્રા યોજી કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાની તૈયારી બતાવી છે. પોલીસ ને આગળ કરી ને દબાણ ઉભું કરી આંદોલન ને દબાવવાના પ્રયાસ કરાતો હોવાનું ખેડુત સમાજના આગેવાનો જણાવી રહ્યા છે. પહેલા તેમની લડાય વળતર બાબતે પવાર ગ્રીડ કંપની સામે હતી. પરંતુ કલેક્ટર દ્વારા લેખિત ઓર્ડર કરાયા બાદ ખેડૂતો ના ખાતા નક્કી કરેલ રકમ કરતા ઓછા રૂપિયા ચૂકવી સંપૂર્ણ વળતર ચૂકવણી ગણાવી ખેડૂતો સાથે છેતરપીંડી કરી રહ્યા છે. જેથી કરીને હવે ખેડૂતો ની લડાય સીધી સરકાર સાથે હોવાથી ખેડુતો ના હિટ માં આંદોલન વધુ વેગવંતુ બનાવવા મક્કમ નિર્ધાર કર્યો હોવાથી આગામી દિવસો માં જલદ કાર્યક્રમ આપવાની ચીમકી ઉચ્ચારી હતી. બાઈટ :- પરિમલ પટેલ (સુરત જિલ્લા ખેડુત સમાજ પ્રમુખ) બાઈટ :- રમેશ પેટલ (દક્ષિણ ગુજરાત ખેડુત સમાજ પ્રમુખ)
14
comment0
Report
PAParakh Agarawal
Aug 19, 2025 15:33:00
Ambaji, Gujarat:
અંબાજી બ્રેકિંગ દાંતા મામલતદાર કચેરી ખાતે આદિવાસી સમાજના લોકોએ આપ્યું આવેદનપત્ર દાંતા-અંબાજી વિસ્તારના નાબાલીક બાળકો ગેંગ બનાવે છે ગેંગનું નામ - 007, 302, 006 જેમાં હથિયારો સહિત પોતાનો ફોટો લગાવી સોસીયલ મીડીયા મારફતે રોફ જમાવે છે ખુલ્લેઆમ હથિયાર લઈ અને વિડિયો વાયરલ કરતા લુખ્ખા તત્વના વિરોધમાં આપ્યો આવેદનપત્ર અમુક લુખ્ખા તત્વ આદિવાસી સમાજ ને બદનામ કરી રહ્યા છે આવા લોકો જ અંબાજી દર્શને આવતા યાત્રિકોને પણ નિશાનો બનાવે છે આવી ગેંગ લીડર અને લુખ્ખા તત્વ ઉપર કાર્યવાહી થવી જોઈએ જેના કારણે સમાજમાં શાંતિ રહેશે આદિવાસી સમાજ શાંતિપ્રિય અને ભાઈચારા વડે જીવન જીવતો હોય, છતાં કેટલીક વ્યક્તિઓ સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ મૂકી સમાજમાં ભાગ પાડવાના પ્રયાસો કરી રહ્યા છે ભડકાવ મેસેજો ના કારણે કાયદો વ્યવસ્થાની સમસ્યા ઊભી થાય છે જય ભારત સેના દ્વારા પોલીસે તાત્કાલિક પગલાં લઈ આદિવાસી સમાજની સુરક્ષા અને શાંતિ જાળવવા અપીલ કરી 1. બાઈટ... ખીમાભાઈ ડુગાચિયા 2. બાઈટ... અમરસિંહ ગરાસીયા
14
comment0
Report
URUday Ranjan
Aug 19, 2025 15:32:48
Ahmedabad, Gujarat:
એન્કર: અમદાવાદ માં દિવસે ને દિવસે વિકાસ વધી રહ્યો છે ત્યારે અમદાવાદ ના એસજી હાઈવે અને શેલા વિસ્તાર ને જોડાયા એવા એસીપી રિંગ રોડ ખાતે વસુધૈવ કુટુમ્બકમ સર્કલ બનાવ માં આવ્યું છે આ સર્કલ લોકો માટે છ માસ માં વણવા એમાં આવ્યું છે અને સંપૂર્ણ સ્ટીલ ધાતુ માંથી બનવા માં આવ્યું છે ત્યારે સર્કલ નો સંપૂર્ણ ખર્ચ અમદાવાદ ની ફાર્મા કંપની troikaa ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા આપવા માં આવ્યો હતો ત્યારે troikaa ફાર્માસ્યુટિકલ એમડી કેતન પટેલ એ વાત કરતા જવાયું હારુ કે આ સર્કલ બનાવવા પાછળ નો હેતુ અને પ્રેરણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માંથી મળી હતી બાઈટ : troikaa ફાર્માસ્યુટિકલ એમડી કેતન પટેલ ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
14
comment0
Report
GDGaurav Dave
Aug 19, 2025 14:03:03
Rajkot, Gujarat:
SLUG - 1908ZK_LIVE_RJT_FOOD_ACTION FEED SEND TVU 75 એંકર : સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાયો હતો. ત્યારે લોકમેળામાં મેળાની મજા માણવા આવનારા માણિગરોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારના ચેડા ન થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સતત ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત પાંચ દિવસ દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા 700 કિલોથી પણ વધુ અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા અખાધ્ય બટેટા, બરફ, કલરવાળી ચટણી સહિતના વાસી ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તો સાથો સાથ લોકમેળામાં વાસી ઢોકળા, તેમજ અખાધ્ય ખીચું પણ વેચાતું હોવાનું સામે આવ્યું હતું. જેથી મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તો સાથો સાથ મોટા પ્રમાણમાં દાઝ્યા તેલનો પણ ઉપયોગ ખાણીપીણીના ઉત્પાદકો દ્વારા કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી ફૂડ વિભાગ દ્વારા ખાણીપીણીના 40 જેટલા વિક્રેતાઓ તેમજ ઉત્પાદકોને નોટિસ પણ ફિટકારવામાં આવી હતી. * *બાઈટ - ડો.જયેશ વાંકાણી, મુખ્ય આરોગ્ય અધિકારી, મનપા, રાજકોટ*
14
comment0
Report
Independence Day
Advertisement
Back to top