Back
જુંબેશ: છ બહેનોએ ગુમાવ્યો એકમાત્ર ભાઈ, રક્ષાબંધન પર ન્યાયની માંગ!
AKAshok Kumar
Aug 07, 2025 11:52:50
Junagadh, Gujarat
એન્કર.....જૂનાગઢ જિલ્લાના કેશોદ ના અગતરાઈ ગામના યુવકે પત્ની અને સાસરિયા ઓના ત્રાસથી આત્મહત્યા કરી , યુવકની બહેનોએ કરી ન્યાયની માગ, રક્ષાબંધન પૂર્વે 6 બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો, આક્રંદ સાથે બહેનોએ કહ્યું હવે રાખડી કોને બાંધશું
વિઓ.....જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અગતરાય ગામના નિલેશ દાફડાના લગ્ન બાવાની પીપળીમાં રહેતા કાના રાવલિયાની દીકરી જિજ્ઞાસા સાથે થયા હતા.મૃતક યુવકના પરિવારમાં છ બહેનો વચ્ચે એકજ ભાઈ હતો. લગ્ન થતાં પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. બહેનોએ ઘણા સપના જોયા હતા ભાઈ નું લગ્નજીવન સુખી થશે અને પરિવાર આગળ વધશે. લગ્નના એક મહિના પછી નિલેશ અને જિજ્ઞાસા વચ્ચે ઝઘડાઓ શરૂ થયા.અંતે જિજ્ઞાસાએ પતિને છોડીને તેના પિયર, પીપળી ચાલી ગઈ, નિલેશે તેને પાછી લાવવાના ઘણા પ્રયાસો કર્યા પણ સફળ ન થયો, નિલેશે તેની પત્ની પરત ન આવી, ત્યારે તે તેને સમજાવવા અને પીપળી ગયો હતો ત્યાં સાસરિયા પક્ષમાંથી સસરા કાના રાવલિયા, પત્ની જિજ્ઞાસા, અને અન્ય બે વ્યક્તિઓમાં કાજલ રાવલિયા અને તેનો પતિ નીતિન રાવલિયાએ ભેગા મળી નિલેશને ઢોર માર માર્યો હતો. આથી નિલેશ ને ખૂબ જ લાગી આવતા
આપઘાત કરવાનું વિચારી સુસાઇડ નોટ લખી, જેમાં ત્રાસ આપનાર વ્યક્તિઓના નામ લખ્યા હતા કે, મારી હારે ફ્રોડ થયો હોવાથી હું આ પગલું ભરું છું. મને કાજલ રાવલિયા અને તેનો પતિ નીતિન રાવલિયા ધમકી આપી 10 લાખ રૂપિયા આપ, એમ કાના રાવલિયાએ પણ માંગણી કરી હતી. જિજ્ઞાસા રાવલિયાને મારી સાથે મેરેજ નહોતા કરવા તો મારી જિંદગી શું કામ બગાડી? હું મારી છ બહેનોનો એક ભાઈ હતો. હું સારી રીતે જીવતો હતો. મેં કોઈનું અત્યાર સુધીમાં ખરાબ નથી કર્યું તો મારી હારે કેમ એવું કર્યુ હું મરી જાઉં તો મને માફ કરજે..જ્યારે નિલેશના મોત બાદ તેની બહેનોએ ભારે હૈયે જણાવ્યું કે છ બહેનો વચ્ચે તે એકનો એક ભાઈ હતો. અમે રક્ષાબંધનનો તહેવાર આવવાનો છે. હવે અમે કોને રાખડી બાંધશું? અમારા ભાઈને મરવા મજબૂર કરનાર જવાબદાર વ્યક્તિઓને કડકમાં કડક સજા થાય અને અમને ન્યાય મળે તેવી અમારી માંગ કરી હતી
બાઈટ બી સી ઠક્કર
ડી વાય એસ પી કેશોદ
અશોક બારોટ
જુનાગઢ
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
URUday Ranjan
FollowAug 07, 2025 19:00:05Ahmedabad, Gujarat:
અમદાવાદ ના રસ્તા પર વધુ એક વખત અકસ્માત નો બનાવ સામે આવ્યો છે આ વખતે એસજી હાઈવે નજીક ના મની પ્લાન્ટ્સ હાઈટ્સ નજીક ના રોડ પર બોલેરો પીક અપ વાહન દ્વારા અક્સ્માત સર્જવા માં આવ્યો છે જેમાં બે બાઇક ચાલકો ને હડફેટે લીધા હતા જેમાં મહિલા એક્ટિવા ચાલક ને ગંભીર ઇજાઓ થવા પામી હતી ત્યારે પીક અપ વાહન ચાલક ભાગવા જતા પોલીસ અને લોકો એ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં પ્રાથમિક તપાસ માં વાહન ચાલક નશા ની હાલત માં હોવા નું સામે આવ્યું છે બાબુ કાંતિ નાડીયા નામના ડ્રાઈવર ની અટકાયત કરી
Wkt
ઉદય રંજન
1
Report
SVSANDEEP VASAVA
FollowAug 07, 2025 17:45:49Surat, Gujarat:
નોંધ :- સ્ટોરી એન્ટ્રી
સ્ટ્રીગર :- સંદીપ વસાવા
લોકેશન :- પાલોદ (માંગરોળ)
સ્લગ :-0508ZK_GANJO_1
ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે.
એન્કર...
સુરત જિલ્લા માંથી ફરીવાર ગાંજો ઝડપાયો છે. માંગરોળ ના પીપોદરા માં ટ્રાવેલ્સની બસમાં યુવતી અને પુરુષની બેગમાં 12 કિલો ગાંજા ના જથ્થા સાથે પકડાયા હતા. કુલ પાંચને વોન્ટેડ જાહેર,1.21 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો કરી કોસંબા પોલિસ વધુ તપાસ હાથધરી હતી.
વિઓ...
સુરત જિલ્લા માં અવાર નવાર નશીલા પદાર્થો ઝડપાતા રહે છે. ત્યારે કોસંબા પોલીસ ઇન્સ્પેક્ટર કોસંબા પોલીસ ઇન્સ્પેક્ટર ડી એલ ખાચરની સુચનાથી પીએસઆઈ પરાક્રમસિંહ તથા સ્ટાફ બીજા પોલીસના માણસોને મળેલી મળેલી બાતમીના આધારે તેઓ વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન પીપોદરા ગામની સીમમાં મુંબઈથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા સર્વિસ રોડ ગણેશ પેટ્રોલ પંપની સામે એક ટ્રાવેલ્સની લક્ઝરી બસ નંબર GJ 01ET 9905 ચેકિંગ કરતા બસમાં સવાર એક યુવતી યુવતી શંકાસ્પદ હીલચાલ સાથે મળી આવ્યા હતા.
બાઈટ :- ડી.એમ.ખાચર (પી.આઈ : કોસંબા પોલીસ)
વિઓ...
પોલીસે યુવક સાગરભાઈ ગોરધનભાઈ મકવાણા તથા યુવતી ગીતાબેન હીરાભાઈ પરમારના ની પૂછપરછ હાથધરી હતી. પ્રથમ તપાસ માં તેઓએ વાત માં ગલ્લાટલ્લા કર્યા હતા. પોલીસ વધુ શંકા જ્યાં તેઓએ તેમના સામાનની જીનવત ભરી તપાસ હાથધરી હતી. બેગ ની અંદરથી વગર પાસ પરમિટનો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે વનસ્પતિ જન્ય પદાર્થનું પ્રક્ષીસણ કરતા તે નશાકારક ગાંજો હિવાનું સામે આવ્યું હતું. પોલીસે તેનું વજન કરાવતા 12 કિલો જથ્થો તેમજ તેની બજાર કિંમત 1, 21,270 હોય તે કબજે લીધો હતો. પોલીસે વધુ પૂછપરછ હાથ ધરતા તેઓ આ ગાંજાનો જથ્થો રાજકોટ તરફ લઈ જઈ રહ્યા હોવાનું સામે આવ્યું હતું.
બાઈટ :- ડી.એમ.ખાચર (પી.આઈ : કોસંબા પોલીસ)
વિઓ...
પોલીસે તેમની તપાસ કરતાં ભૈયા નામનો ઈસમ ગાંજો આપી ગયો હતો. આ ઉપરાંત આ રેકેટમાં સંકળાયેલા રહેન પઠાણ, રાજકોટ, સુનિલ રહેવાસી ઓલપાડ, ઈન્ડ્રુ, પંડિત, ભૈયાને વોન્ટેડ જાહેર કરી તમામની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી છે. તેમજ તેઓ એ અગાઉ ગાંજાની હેરાફેરી કરી છે કે તે અંગે પણ તપાસ હાથધરી હતી.
13
Report
GPGaurav Patel
FollowAug 07, 2025 17:03:12Ahmedabad, Gujarat:
ડોર ટુ ડમ્પની ગાડીએ જમાલપુર વિસ્તારમાં સર્જેલા અકસ્માત મામલો
સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં કરવામાં આવ્યો નિર્ણય
કોન્ટ્રાક્ટરને એક લાખ નો દંડ ફટકારવામાં આવ્યો
આગામી સમયમાં ડોર ટુ ડમ્પની ગાડી ના ચાલકોની તપાસ કરવામાં આવશે
ડ્યુટી ઉપર જતા પહેલા શારીરિક તપાસ કરી નોકરી ઉપર જવા મંજૂરી અપાશે
બાઇટ દેવાંગ દાણી ચેરમેન સ્ટેન્ડીંગ સમિતિ એએમસી
14
Report
GPGaurav Patel
FollowAug 07, 2025 14:17:04Ahmedabad, Gujarat:
અગામી રક્ષાબંધન ના તહેવારને ધ્યાને લઇ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે રક્ષાબંધન દિવસ દરમ્યાન મહિનાઓ બીઆરટીએસ માં નિઃશુલ્ક મુસાફરી કરી શકશે બેહનો પોતાના ભાઇને ઘરે જઇ રાખડી બાંધી રક્ષાબંધની ઉજવણી કરી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે
બાઇટ
દેવાંગ દાણી ચેરમેન સ્ટેન્ડીંગ સમિતિ એએમસી
14
Report
GPGaurav Patel
FollowAug 07, 2025 14:16:57Ahmedabad, Gujarat:
અમદાવાદના જમાલપુર સ્થિત જયશંકર સુંદરી હોલ હવે એએમસી હસ્તક
રાજ્ય સરકાર હસ્તક રહેલો હોલ એએમસી હસ્તક થયો
જય શંકર સુંદરી હોલ નું કરવામાં આવશે રીનોવેશન
Amc હસ્તક હૉલ આવતા તંત દ્વારા બ્યુટીફીકેશન હાથ ધરાશે
હાલ હોલ જર્જરિત હોવાથી બંધ અવસ્થામાં
હોલ રિનોવેશન થયા બાદ વિવિધ કાર્યક્રમમાં ઉપયોગ કરી શકાશે
બાઈટ..દેવાંગ દાણી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન
14
Report
GPGaurav Patel
FollowAug 07, 2025 14:16:51Ahmedabad, Gujarat:
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નો મહત્વનો નિર્ણય
મ્યુનિસિપલ કમિશનર થી લઈ ને તમામ અધિકારીઓ એ પ્રજાને મળવા માટે ફિક્સ ટાઈમ આપવો પડશે
તમામ અધિકારીઓ એ પોતાની ચેમ્બરમાં 11 થી 1 ના સમય માં પ્રજા ના પ્રશ્નો સાંભળવા બેસવું પડશે..
જો અધિકારીઓ પોતાની જગ્યા પર હાજર નહીં રહે તો દંડાત્મક પગલાં લેવાશે
અમદાવાદ મહાનગર પાલિકા ની ચૂંટણી પહેલા પદાધિકારીઓ હરકતમાં
AMC ma હવે સાહેબ મિટિંગ માં કે બહાર છે તેવું બહાનું નહીં ચાલે
બાઈટ : દેવાંગ દાણી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન
14
Report
GPGaurav Patel
FollowAug 07, 2025 14:16:44Ahmedabad, Gujarat:
અમદાવાદ મહાનગર પાલિકા જાહેર ખબર થકી થતી આવક વધારવા માટે શહેરમાં એલઇડી સ્ક્રીન લગાડશે
વર્ષ ૨૦૨૪-૨૫ માં અમદાવાદ મનપાને જાહેર ખબર થકી ૩૪ કરોડની આવક થઇ હતી ચાલુ વર્ષે ચાર મહિનામાં ૧૪ કરોડની આવક થઇ છે અમદાવાદ મનપાનું વાર્ષિક ૫૦ કરોડની આવકનું આયોજન છે જેને ધ્યાને લઇ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગાર્ડનમાં એલ ઇ ડી સ્ક્રીન મૂકી જાહેરાત કરવામાં આવશે..એલ ઇ ડી પર જાહેરાત કરવાથી મહાનગર પાલિકાને આવક થશે..
ખાનગી જાહેરાત ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા વિવિધ ઉપયોગી જાહેર કરવામાં આવશે..સરકારની વિવિધ જાહેરાતો અંગે લોકોને માહિતી આપવામાં આવશે..ગાર્ડનમાં આવતા લોકોને રોગચાળા અટકાવવા.કેવા પગલા લેવા...ટ્રાફિક નિયમો વગેરે અંગે પણ જાગૃત કરવામાં આવશે.. શરૂઆતમાં દસથી બાર ગાર્ડનમાં આ સિસ્ટમ શરૂ કરવામાં આવશે અને તબક્કાવાર અન્ય ગાર્ડનમાં એનું અમલીકરણ થશે.
બાઈટ...દેવાંગ દાણી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન..
14
Report
GPGaurav Patel
FollowAug 07, 2025 14:16:40Ahmedabad, Gujarat:
અમદાવાદમાં ૧૩ ઓગસ્ટના રોજ યોજાશે તિંરગા યાત્રા
કુબેરનગર વોર્ડ ખાતે તિરંગા યાત્રાનું આયોજન
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહેશે હાજર
યાત્રામાં ૨૫ થી ૩૦ હજાર લોકોના જોડાવાનો અંદાજ
તિરંગા યાત્રામાં અમદાવાદ શહેરની ઉપલબ્ધિઓ ના ટેબ્લોનો કરાશે સમાવેશ
મહાનગર પાલિકા દ્વારા શહેરના ૪૮ વોર્ડમાં ૧૦ તિરંગાનું વિતરણ કરાશે
૧૫ ઓગસ્ટ બાદ રસ્તા પર રહેલા તિરંગા સન્માન પુર્વક પરત લેવાશે
બાઇટ
દેવાંગ દાણી
ચેરમેન , સ્ટેન્ડીંગ સમિતિ અમદાવાદ
14
Report
NDNavneet Dalwadi
FollowAug 07, 2025 14:16:16Bhavnagar, Gujarat:
રિપોર્ટર : નવનીત દલવાડી.
લોકેશન : ભાવનગર
તારીખ : ૦૭/૦૮/૨૦૨૫.
સ્ટોરી : એવીબી.
એપ્રુવલ : અસાઇમેન્ટ.
સ્લગ: ભાવનગરમા 70 વર્ષીય વૃદ્ધની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યાં.
એન્કર:
ભાવનગર શહેરના રુવાગામ પ્રધાનમંત્રી આવાસ નજીક સરા જાહેર વૃદ્ધની તીક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાય, કરચલીયાપરા વિસ્તારના વૃદ્ધ વ્યક્તિ સાયકલ પર મજૂરી કામેં જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી બાઇક પર આવેલા ઈસમે વૃદ્ધને રુવાગામ સરકારી આવાસ નજીક ઊભા રાખી ઝઘડો કરી ઉશ્કેરાઈ જઈ વૃદ્ધને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા, હત્યા નિપજાવી અજાણ્યો યુવાન ફરાર થઈ ગયો, જાણ થતા ઘોઘારોડ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો તેમજ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
વિઓ ૧:
ભાવનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સતત કથળતી જતી સ્થિતિ વચ્ચે હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે, જેમાં મજૂરી કામે જઈ રહેલા વૃદ્ધ ની સાથે ઝઘડો કરી એક યુવાને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી સરા જાહેર વૃદ્ધની હત્યા કરી દીધી હતી, ઝનૂની યુવાને જાહેરમાં તીક્ષ્ણ હથિયાર સાથે હત્યા કરી આતંક મચાવતા રહેણાંકી વિસ્તારમાં સોંપો પડી ગયો હતો. જાણ થતા ઘોઘારોડ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો તેમજ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
વિઓ ૨:
ભાવનગરના શહેરના કરચલિયા પરા વિસ્તારના રૂખડિયા હનુમાન મંદિર નજીક રહેતા 70 વર્ષીય વૃદ્ધ છનાભાઈ ગોહીલ સવારે 9 વાગે સાયકલ લઈને મજૂરી કામે જવા નીકળ્યા હતા, તેને ક્યાં ખબર હતી કે આજે મોત તેનો પીછો કરી રહ્યું છે, છનાભાઈ સાયકલ પર રુવાગામ નજીક પહોંચતા પાછળથી બાઇક પર આવેલા વૃદ્ધને ઊભા રાખ્યા હતા, યુવાન ડેવિડ મકવાણા અને છનાભાઈ વચ્ચે રૂપિયાની લેતીદેતી ને લઈને ઝઘડો ચાલતો હતો, જે બાબતે યુવાનને આજે પણ છનાભાઈને ઊભા રાખી રૂપિયા બાબતે ઉગ્ર બોલાચાલી કરી હતી, પરંતુ વૃદ્ધ પાસે હાલ રૂપિયા ના હોય ડેવિડ મકવાણા ઉશ્કેરાઈ ગયો હતો, તેમજ પોતાની કમરમાં છુપાવેલ તીક્ષ્ણ હથિયાર વડે વૃદ્ધ પર હુમલો કરી દીધો હતો, આડેધડ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેતા છનાભાઈ ગોહીલ ત્યાંજ ફસડાઈ પડ્યા હતા, સારા જાહેર હત્યાનો બનાવ બનતા ચકચાર મચી ગઈ હતી, જાણ થતાં ઘોઘારોડ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો, તેમજ 108 દ્વારા મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી, ડેવિડ મનસુખભાઈ મકવાણા નામનો યુવાન ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, અગાઉ પણ તેના વિરુદ્ધ અનેક ગુન્હા નોંધાયા હોવાનું બહાર આવ્યું છે, હાલ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપી ડેવિડ મકવાણાને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી કોર્ટમાં રજૂ કરવા તજવીજ શરૂ કરી છે.
બાઈટ: આર. આર. સિંઘાલ, સીટી ડિવાયએસપી, ભાવનગર.
14
Report
GPGaurav Patel
FollowAug 07, 2025 13:33:28Ahmedabad, Gujarat:
એંકર
LIC માં કાયમી નોકરી આપવાના નામે કર્યું કૌભાંડ..400 થી વધુ લોકોને નોકરી આપવાનો વિશ્વાસ આપીને રૂપિયા એક કરોડ લગાવ્યો ચૂનો..આર્થિક ગુના નિવારણ શાખાએ છેતરપિંડી કેસમાં ગુનો નોંધીને આરોપી કરી ધરપકડ..આરોપી વિરુદ્ધ અગાઉ પણ છેતરપિંડી ના ગુના નોંધાયા છે કોણ છે આ ઠગ જોઈએ આ અહેવાલમાં...
વીઓ - 1
આર્થિક ગુના નિવારણ શાખાની કસ્ટડીમાં રહેલ ઠગ ચીકેશ શાહ ની છેતરપીંડી કેસમાં ધરપકડ કરવામાં આવી છે..આ ઠગે LIC મા કાયમી નોકરી આપવાના નામે છેતરપિંડી કરી છે..છેતરપીંડી કેસની વાત કર્યે તો LIC કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ કાયમી થવા માટે કોર્ટ મા અરજી કરી હતી જે બાદ કેસનો કોઈ નિરાકરણ નહી આવતા કર્મચારીઓ અસ્તોષ હતા..આ દરમિયાન મંદિરમાં એક કર્મચારી ને ઠગ ચીકેશ શાહ મળ્યો હતો અને તેણે મુખ્ય મંત્રી તેમજ દિલ્હી માં અધિકારી સાથે સંપર્ક હોવાનું કહી લોકોને વિશ્વાસ માં લીધા હતા..ત્યાર બાદ આરોપી ઠગ ચીકેશ LIC મા કાયમી નોકરી આપવાનું કહી ને રૂપિયા 5 હજાર થી 10 હજાર વ્યક્તિ દીઠ પડાવ્યા હતા..આ પ્રકારે ગુજરાતના 400 થી વધુ કોન્ટ્રાકટ પર રહેલા કર્મચારીઓ પાસેથી રૂપિયા એક કરોડ જેટલી રોકડ મેળવી ને છેતરપિંડી આચરી હતી..જેમાં આર્થિક ગુના નિવારણ શાખામાં અલગ અલગ બે છેતરપીંડી ની ફરિયાદ નોંધાવામાં આવી છે..
વીઓ - 2
આર્થિક ગુના નિવારણ શાખા ની તપાસ માં ચીકેશ શાહ પાલડી નો રહેવાસી છે અને એક મોટો ઠગ હોવાનું સામે આવ્યું..56 વર્ષીય ઠગ ચીકેશ શાહ પર કોઈ શંકા ન કરે માટે લોકોને મિટિંગના બહાને બોલાવી પોતાને સારી ઓળખાણ અને વગ ધરાવતો હોવાનું કહેતો..આ દરમિયાન આરોપીએ નોટરાઈઝ ડેકલેરેશન કરી આપ્યું હતું અને ચેક આપીને 31 જાન્યુઆરી સુધીમાં રૂપિયા પરત કરી આપવાની પણ ખાતરી આપી હતી..એટલું જ નહીં ભોગ બનનાર લોકોને તેણે દિલ્હી પણ બોલાવ્યા હતા અને પોતે દિલ્હી નહીં જઈને અલગ અલગ બહાના બતાવ્યા હતા..આમ કરી ને છેલ્લા એક વર્ષ થી લોકો ને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરતો હતો..પોલીસ તપાસમાં ઠગ ચીકેશ વિરુદ્ધ અગાઉ કાગડાપીઠ મા કાપડ નામે 5.5 લાખનું ચિટિંગ કર્યું છે..એવી જ રીતે વર્ષ 2024 માં 1.88 કરોડ ની છેતરપીંડી નો ગુનો નોંધાયો છે જેમાં જમીન માં રોકાણ કે ગાડીના ધંધા માં એક થી બે ટકા નફો આપવાની લાલચ આપી ઠગાઈ આચરી હતી..
બાઈટ - એમ.એન. ચાવડા, એસીપી, EOW
વીઓ - 3
ઠગ ચીકેશની માનસિકતા કોઈ પણ લોકોને વિશ્વાસમાં લઈ ઠગાઈ આચરવાની ટેવ ધરાવે છે..હાલ EOW એ ઠગ ચીકેશ ના 7 દિવસના રિમાન્ડ મેળવી ને તપાસ શરૂ કરી છે કે અન્ય કેટલા લોકોને ભોગ બનાવ્યા છે જે દિશામાં તપાસ શરૂ કરી છે...
14
Report
CPCHETAN PATEL
FollowAug 07, 2025 13:05:46Surat, Gujarat:
[8/7, 17:32] chetan13patel87: સુરત બ્રેક.
રિંગરોડ રઘુકુળ માર્કેટમાં આગનો બનાવ
આગ લાગતા અફરાતફરી નો માહોલ
3 ફાયરગેટ ની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી
આગ કંટ્રોલમાં
આગને લઈ કોઈ જાનહાની નહિ
[8/7, 17:33] Bhavesh mitr chn: *સ્વામિનારાયણ ગુરૂકુલ-સુરતના ૧૩૦૦ વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે ૧૯૦x૭૫ ફુટની વિશાળ માનવ પ્રતિકૃતિરૂપ રાખડી બનાવી*
-------
*દેશ માટે પોતાનું બલિદાન આપનાર વીર જવાનો તથા પહેલગામના હુમલામાં પોતાના વ્હાલસોયા ભાઈ ગુમાવનાર બહેનોને શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ-સુરતના સંતોએ વિશાળ માનવ પ્રતિકૃતિરૂપ રાખડી અર્પણ કરી*
---------
માહિતી બ્યુરો સુરત-ગુરૂવાર: દેશ માટે પોતાનું બલિદાન આપનાર વીર જવાનો તથા પહેલગામના હુમલામાં પોતાના વ્હાલસોયા ભાઈ ગુમાવનાર બહેનોને શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ-સુરતના સંતોએ વિશાળ માનવ પ્રતિકૃતિરૂપ રાખડી અર્પણ કરી છે. ગુરૂકુલના ધો. પ થી ૧૧ (ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ) ના ૧૩૦૦ વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે ૧૯૦ x ૭૫ ફુટની વિશાળ માનવ પ્રતિકૃતિરૂપ રાખડી બનાવી હતી.
આચાર્યશ્રી અરવિંદભાઈ ઠેસીયા, અંગ્રેજી માધ્યમના આચાર્યશ્રી ધર્મેશભાઈ સલીયા, શિક્ષકોશ્રી જગદીશભાઈ પીપળીયા, પ્રવિણભાઈ પ્રજાપતિના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓએ રક્ષા- રાખડીની પ્રતિકૃતિ રચી પરસ્પર આત્મીયતાના દર્શન કરાવ્યા હતા.
વિદ્યાર્થીઓને સંબોધતા શ્રી પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે, રક્ષાબંધનનું પર્વ પરસ્પર પ્રેમ, આત્મીયતા અને સમર્પણ ભાવ કેળવવાનું શીખવે છે. માતા કુંતાજીએ પાંડવ-કૌરવોના યુદ્ધ સમયે રક્ષા માટે અભિમન્યુને રાખડી બાંધી હતી. દેવો દાનવોના યુદ્ધ પ્રસંગે પતિની રક્ષા માટે સતીએ ઈન્દ્રને રક્ષા બાંધી હતી. લક્ષ્મીજીએ બલિરાજાને પોતાના ભાઈ માની રક્ષાસૂત્ર બાંધી ભગવાનને બલિરાજાના બંધનથી મુક્ત કર્યા, ત્યારથી ભાઈ-બહેનના પવિત્ર પર્વ તરીકે ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધન તહેવાર ઉજવાય છે.
શ્રી સ્વામિ.ગુરુકુલ વિદ્યાલયે આકૃતિરૂપ રક્ષા ગુરૂકુલના મહંતસ્વામી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી તથા વિદ્યાલયની સેવા સંભાળતા શ્રી ભક્તિતનયદાસજી સ્વામીના આશીર્વાદ સાથે દેશ માટે પોતાનું બલિદાન આપનાર વીર જવાનો તથા પહેલગામના હુમલામાં પોતાના વ્હાલસોયા ભાઈ ગુમાવનાર બહેનોને અર્પણ કરાવી હતી.
-૦૦-
14
Report
CPCHETAN PATEL
FollowAug 07, 2025 13:05:36Surat, Gujarat:
સુરત બ્રેક.
રિંગરોડ રઘુકુળ માર્કેટમાં આગનો બનાવ
આગ લાગતા અફરાતફરી નો માહોલ
3 ફાયરગેટ ની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી
આગ કંટ્રોલમાં
આગને લઈ કોઈ જાનહાની નહિ
14
Report
PTPremal Trivedi
FollowAug 07, 2025 13:05:27Patan, Gujarat:
એન્કર..
પાટણ જિલ્લા માંથી ઉત્તરાખંડ મા ચારધામની યાત્રાએ ગયેલ ચાણસ્મા અને હારીજ પંથકના યાત્રાળુઓ નો કોઈ સંપર્ક પરિવાર દ્વારા ન થતા તેઓ ચિંતાતુર બનવા પામ્યા છે તો બીજી તરફ જિલ્લા વહીવટી તંત્ર પણ ઉત્તરાખંડ કંટ્રોલ રૂમના સંપર્કમાં રહી તમામ યાત્રાળુઓ સુરક્ષિત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે આ મામલે પાટણ જિલ્લા અધિક કલેક્ટરે જણાવ્યું હતું કે પાટણ જિલ્લાના હારીજ અને ચાણસ્મા તાલુકામાંથી કુલ 15 જેટલા યાત્રાળુઓ ઉત્તરાખંડ રાજ્યમાં યાત્રાએ ગયા છે તેના ઉત્તર કાશીના કંટ્રોલરૂમ સાથે અમે સંપર્કમાં છીએ તેના ટુર ઓપરેટર સાથે પણ વાતચીત થઈ છે અને તમામ યાત્રાળુઓ સુરક્ષિત છે હાથ જ તેમના પરિવારનો પણ સંપર્ક કરી તેમના પરિવારજનો સહી સલામત છે તેવું જણાવ્યું છે તેનું વેધર હાલ સારું ન હોય કનેક્ટિવિટી મોબાઈલ કનેક્ટિવિટી ડેમેજ છે માટે તે લોકોનો સંપર્ક થઈ શકતો નથી વાતાવરણ સુધરશે ત્યારે હેલિકોપ્ટર મારફતે તેમનું રેસ્ક્યુ કરી વારાફરથી અપડેટ લિસ્ટ કરવામાં આવશે પાટણ જિલ્લા મા હારીજ તાલુકા ના 6 ચાણસ્મા તાલુકા ના 9 યાત્રાળુઓ યાત્રાએ ગયા છે તેમ પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે પરંતુ ચાણસ્મા તાલુકાના વડાવલી ગામ અને હારીજ ગામ ના યાત્રાળુ ઓ ના પરિવારોજનો દ્વારા તેમના સભ્યો નો કોઈ સંપર્ક ન થતા ચિંતાતુર જોવા મળી રહ્યા છે
બાઈટ.1 વી. સી. બોડાણા. નિવાસી અધિક કલેક્ટર પાટણ
બાઈટ.2 હિન્દી...વી. સી. બોડાણા. નિવાસી અધિક કલેક્ટર પાટણ..
14
Report
PTPremal Trivedi
FollowAug 07, 2025 13:05:19Patan, Gujarat:
એન્કર:-
ચારધામની યાત્રાએ ગયેલા ચાણસ્મા તાલુકાના વડાવલી ગામના 9 યાત્રિકો ઉતરાખંડમાં ફસાતા સંપર્ક વિહોણા બન્યા છે જેથી પરિવારજનો ચિંતિત બન્યા છે. આ અંગે ગામના સરપંચ દ્વારા વહીવટી તંત્રને પણ જાણ કરવામાં આવી છે. પરિવારના સભ્ય સાથે ટૂરના ડ્રાઇવરની વાત થતા તેઓ સુરક્ષિત હોવાનું જણાવ્યુ છે પરંતુ પરિવારના કોઈ પણ સભ્યનો ત્યાંથી ટેલિફોનિક સંપર્ક ન થતા પરિવાર હજુ ચિંતિત બન્યો છે.
વિઓ:-
ચાણસ્મા તાલુકાના વડાવલી ગામેથી 1લી ઓગસ્ટના રોજ ઠાકોર પાટીદાર અને રાવળ સમાજના મળી કુલ 9 યાત્રિકો ચારધામની યાત્રાએ ગયા હતા. ઉતરાખંડમાં વાદળ ફાટવાની ઘટના બાદ મોડી રાતથી એક પણ સભ્ય સાથે ફોનમાં સંપર્ક થયો નથી તમામ યાત્રિકોને ફોન સ્વિચ ઓફ આવી રહ્યા હોઈ તમામ સભ્યો સંપર્ક વિહોણા બનતાં પરિવારજનો સહિત ગામ લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. વડાવલી ગામમાં યાત્રિકોના પરિવારના સભ્યોએ રજણાવ્યું હતું કે ત્રણ દિવસ અગાઉ ટેલિફોનિક વાતચીત થઈ હતી તેમાં તેઓએ જણાવ્યું હતું કે ત્રણ ગાડીઓ લઈને અમે ગણગોત્રી જવા નીકળ્યા છે રાત્રે અમારો રાત્રે સંપર્ક કરજો પરંતુ ત્યારથી અત્યાર સુધી કોઈપણ વ્યક્તિ સાથે ટેલિફોનિક વાતચીત થઈ નથી હાલમાં તમામ લોકોના ફોન બંધ આવે છે જેથી અમો ચિંતામાં મુકાયા છીએ. ગામના સરપંચે જણાવ્યું હતું કે વહીવટી તંત્રના અધિકારીઓને ગામમાંથી ચારધામની યાત્રાએ ગયેલા તમામ યાત્રીકોની ટેલીફોન નંબર સાથેની માહિતી આપવામાં આવી છે. પરિવારના એક સભ્ય સાથે ગાડીના ડ્રાઈવર સાથે વાતચીત થતા પરિવારના સભ્યો સુરક્ષિત હોવાનું જણાવ્યું છે પણ હજી સુધી એક પણ પરિવારના સભ્ય સાથે ટેલિફોનિક વાતચીત થઈ નથી જેથી સમગ્ર ગામ લોકોમાં યાત્રિકોને લઈ ચિંતા જોવા મળી રહી છે.
1 જસીબેન પથુજી ઠાકોર
2 આત્મારામ ચંદુજી ઠાકોર
3 કેશરબેન આત્મારામ ઠાકોર
4 રઈબેન મફતજી ઠાકોર
5 કનુભાઈ સોમાભાઈ રાવળ
6 મંજુલાબેન કનુભાઈ રાવળ
7 વિજયાબેન દલુભા રાવળ
8 પેલાદભાઈ મફતલાલ પટેલ
9 મધુબેન પેલાદભાઈ પટેલ
બાઈટ. 1.પથુજી ઠાકોર. પરિવાર જન.. વડાવલી ગામ
બાઈટ. 2.મહેશ ભાઈ ઠાકોર. પરિવારજન. વડાવલી
બાઈટ. 3. હરગોવન ભાઈ પટેલ સરપંચ. વડાવલી
14
Report
PTPremal Trivedi
FollowAug 07, 2025 13:04:35Patan, Gujarat:
એન્કર..
પાટણ જિલ્લામાંથી ચારધામની યાત્રાએ ગયેલા 24 જેટલા યાત્રિકો ઉતરાખંડમાં ફસાતા સંપર્ક વિહોણા બન્યા છે જેથી પરિવારજનો ચિંતિત બન્યા છે. હારીજ ખાતે રહેતા પરિવારના સભ્ય સાથે ટૂરના ડ્રાઇવરની વાત થતા તેઓ ગંગોત્રી સુરક્ષિત હોવાનું જણાય છે પરંતુ પરિવારના કોઈ પણ સભ્યનો ત્યાંથી ટેલિફોનિક સંપર્ક ન થતા પરિવાર હજુ ચિંતિત બન્યો છે.
વીઓ..
હારીજથી 1 ઑગસ્ટે ચારધામની યાત્રા કરવા માટે રાવળ સમાજના સગા સબંધીઓનું 12 સભ્યનું ગ્રૂપ ટ્રેનમાં રવાના થયું હતું. ઉતરાખંડમાં મંગળવારે વાદળ ફાટવાની ઘટના બાદ મોડી રાતથી એક પણ સભ્ય સાથે ફોનમાં સંપર્ક થઈ રહ્યો ન હોઈ તમામ લોકોના ફોન સ્વિચ્ડ ઓફ આવી રહ્યા હોઈ તમામ સભ્યો સંપર્ક વિહોણા બનતાં હારીજનો રાવળ પરિવાર તેમની ભાળ મેળવવા માટે તંત્રમાં જાણ કરી છે. સાથે જ પરિવારના તમામ સભ્યો ચિંતિત બન્યા છે ચારધામની યાત્રાએ ગયેલા રમેશભાઈ રાવળ ના દીકરા પ્રવીણભાઈ રાવળે જણાવ્યું હતું કે ગત મોડી રાત્રે ટુર લઈ જનાર ડ્રાઇવર સાથે ટેલિફોનિક વાત થઈ હતી તેને જણાવ્યું હતું કે ગાડી નીચે ઉભી છે અને યાત્રીકો ગંગોત્રીમાં સુરક્ષિત જગ્યાએ છે પાટણ ઉપરાંત ગંગોત્રીમાં 400થી વધુ લોકો સુરક્ષિત જગ્યાએ રખાયા હોવાનું ડ્રાઇવરે જણાવ્યું છે જેથી પરિવારજનોએ થોડો હાથકારો અનુભવે છે પરંતુ હજી સુધી પરિવારના કોઈ પણ સભ્યનો ટેલીફોનિક સંપર્ક ન થતા હાલમાં પણ પરિવાર ચિંતિત બન્યો છે.
વિઝન
બાઈટ 1 પ્રવીણભાઈ રાવળ પરિવારના સભ્ય
બાઈટ 2 જયંતીભાઈ રાવળ પરિવારના સભ્ય
બાઈટ. 3. પ્રવીણ ભાઈ રાવળ. હિન્દી..
14
Report