Back
પ્રોફેસરે બનાવ્યું કેમિકલ મુક્ત પાણી શુદ્ધિકરણ મશીન, જાણો કેવી રીતે!
RARavi Agrawal
Aug 30, 2025 05:01:36
Vadodara, Gujarat
એંકર:
નદીઓ તળાવ અને ભૂગર્ભના પાણી પ્રદૂષિત થઈ રહ્યા છે. ત્યારે એમ એસ યુનિવર્સિટીના પ્રોફેસરે કોઈ પણ પ્રકારના કેમિકલ વગર પાણી શુધ્ધ કરવાનું મશીન બનાવ્યું છે. કેવીટેશન આધારિત પાણી શુધ્ધિકરણ પ્લાન્ટની ભારત અને બ્રિટનમાં પેટન્ટ રજીસ્ટર કરાવી છે.
વીઓ 01:
ફેકટરીઓ દ્વારા નદીમાં દૂષિત પાણી છોડીને તેને પ્રદૂષિત કરવામાં આવે છે. આ એક ગંભીર સમસ્યા છે. આ દૂષિત પાણીને સ્વચ્છ બનાવવાનું અત્યાર સુધીનું મોટાભાગનું કામ કેમિકલ નાખીને અથવા મોંઘા મશીનોથી થતું હતું. જે ખર્ચાળ અને લાંબો સમય લેતું હતું. હવે વડોદરાની એમ એસ યુનિવર્સિટીના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના આસી પ્રોફેસર ડૉ.મેહુલ બાંભણિયાએ એક નવી ટેક્નોલોજી વિકસાવી છે. જે ફક્ત પાણીને ઝડપી અને ઓછી કિંમતમાં જ નહીં, પણ કેમિકલ વગર શુદ્ધ કરી શકે છે. આ ટેક્નોલોજીનું નામ છે કેવિટેશન આધારિત પાણી શુદ્ધિકરણ પદ્ધતિ. આ ટેક્નોલોજી થકી લાખો ઇન્ડસ્ટ્રીઝમાંથી નદી-તળાવોમાં છોડવામાં આવતું દૂષિત પાણીની સમસ્યાનું નિરાકરણ આવવાની સંભાવના છે. આ ટેક્નોલોજીને પેટન્ટને બ્રિટન અને ભારતે મંજૂરી આપી દીધી છે. આ ટેક્નોલોજી માત્ર ગુજરાતમાં વડોદરામાં જ છે જેનાથી ભવિષ્યમાં અનેક લાભો થશે.
બાઈટ 1: પ્રો મેહુલ બાંભણિયા- પેટન્ટ રજીસ્ટર કરનાર પ્રોફેસર
વીઓ 02
આ પદ્ધતિમાં પાણી પર ખાસ દબાણ બનાવી તેમાં સૂક્ષ્મ હવાના બબલ્સ તૈયાર થાય છે. આ નાના બબલ્સ ફાટતા તેમાં ઊર્જા ઉત્પન્ન થાય છે. જે પાણીમાં રહેલા જંતુઓ, બેક્ટેરિયા, દુર્ગંધ અને હાનિકારક તત્વોને નષ્ટ કરે છે. આ ટેક્નોલોજીએ નગરપાલિકાના ગટરનું પાણી, નદીનું પ્રદૂષિત પાણી અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગનું વેસ્ટ વોટર બધું સફળતાપૂર્વક શુદ્ધ કર્યું છે. ટેસ્ટમાં હાનિકારક બેક્ટેરિયા 80 ટકાથી વધુ ઘટ્યા, BOD અને CODમાં 70 ટકા સુધી ઘટાડો થયો અને પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ વધતું નજરે પડ્યું છે.આ સિસ્ટમની ખાસિયત એ છે કે તેને નાની-મોટી સાઇઝમાં તૈયાર કરી શકાય છે. એટલે કે એક ફ્લેટ, સોસાયટી, હોટેલ કે ઉદ્યોગ– બધા પોતાનું ગંદુ પાણી ત્યાં જ શુદ્ધ કરી ફરીથી બગીચા, ટોયલેટ ફ્લશિંગ અથવા ઉદ્યોગના કામમાં વાપરી શકે છે. આથી પાણીની મોટી બચત થાય છે. આ શોધને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે. પાણી બચાવવું એ આજના યુગની સૌથી મોટી જરૂરિયાત છે અને આ ટેક્નોલોજી એ દિશામાં એક મોટું પગલું છે...
બાઈટ 02: પ્રો મેહુલ બાંભણિયા- પેટન્ટ રજીસ્ટર કરનાર પ્રોફેસર
વીઓ 03:
વર્તમાન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ માટેની ટેકનોલોજી ખૂબ જ ખર્ચાળ છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડતી હોય છે. કેવિટેશન આધારિત સંશોધનો ખૂબ જ મર્યાદિત છે કારણ કે એની જે કેવિટેશન રીએક્ટરની ડિઝાઇન છે એ ખૂબ જ જટિલ છે. આ સંશોધન માટે એમ એસ યુનિવર્સિટીમાં કામ થયું છે અને આગામી સમયમાં આ પધ્ધતિ મોટા પ્રમાણમાં સમાજ અને દેશને ઉપયોગી બનશે અને પાણીનો રિયુઝ કરી શકાશે.
કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ
ઝી મીડિયા, વડોદરા
11
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
HShakimuddin shabbirbhai
FollowAug 30, 2025 11:01:02Vadodara, Gujarat:
એન્કર :
છોટાઉદેપુરની જીવાદોરી સમાન સુખી ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થતા રૂલલેવલ મેન્ટેન કરવા માટે 6 ડેમના દરવાજા ખોલી 12380 ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડતા 18 ગામોના લોકોને એલર્ટ કરવામાં આવ્યા
વી.ઓ.
છોટાઉદેપુરમાં સત્ત વરસાદ વરસી રહ્યો છે ઉપરવાસમાં પન વરસાદી માહોલ છે જેને લઈને અનેક નદીનાળા છલકાયા છે ત્યારે છોટાઉદેપુરની જીવાદોરી સમના સુખીડેમમાં પાણીની નોંધપાત્ર આવક થતા સુખીડેમના 6 દરવાજા બે ફૂટ ખોલી 12380 ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડવામાં આવી રહ્યું છે નદીમાં પાણી છોડતા 18 ગામોને એલર્ટ કરવાં આવ્યા છે સુખી ડેમ ની હાલ ની પરિસ્થિતિની વાત કરીએ તો સુખીડેમમાં પાણીનું હાલનું લેવલ 147.58 મીટર છે અને સુખીડેમની ફુલ લેવલ સપાટી 147.82 મીટર અને ભયજનક સપાટી 148.30 મીટર છે સુખી ડેમ ફુલ થવાથી માત્ર 24 સેન્ટીમીટર બાકી જ ભરવાનો બાકી ચ જેથી આજનું રૂલ લેવલ 147.27 મીટર જાળવવા માટે 6 ગેટ ખોલીને પાણી છોડાયું હતું
બાઈટ : કિશન સોરઠિયા,કાર્યપાલક ઇજનેર,સુખી સિંચાઈ
WKT. હકીમ ઘડિયાલી, સુખી ડેમ
0
Report
SCSHAILESH CHAUHAN
FollowAug 30, 2025 10:19:21Idar, Gujarat:
સાબરકાંઠા
શૈલેષ ચૌહાણ
૩૦/૦૮/૨૫
એપ્રુવલ -હમીમભાઈ.વિશાલભાઈ
સ્લગ-બચાવ
ફીડ એફટીપી
સ્ક્રીપ્ટ-2c
એન્કર
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે રાત્રે ત્રણ કલાક ની આસપાસ ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને લઈને હિંમતનગરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ઘરકાવ થઈ ચૂક્યા હતા. હિંમતનગરના કાંકરોલ નજીક સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલ મહંતવીલા સોસાયટીમાં પણ પાણી ભરાયું હતું જેને લઇને એક મકાનમાં ફસાયેલા ચાર વ્યક્તિઓને ફાળવી પાક દ્વારા રેસ્ક્યુ કરી બહાર નીકળવામાં આવ્યા હતા હિંમતનગર ફાયર વિભાગની જાણ થતા હિંમતનગર ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી બે બાળકો સહિત એક મહિલા અને પુરુષને પાણીમાંથી બહાર નીકળવા માં આવ્યા હતા સોસાયટીમાં આમ મકાનની આજુબાજુ સર્વત્ર પાણી ફરી ઉઠ્યો હતો જેને લઇને ફાયર વિભાગની મદદ માગવામાં આવી હતી જો કે ફાયર વિભાગ ના જવાનો દ્વારા તમામને સલામત રીતે બહાર નીકાળી દેવામાં આવ્યા હતા
બાઈટ:સુરજ પટેલ,ફાયર કર્મી
વોક થ્રુ-શૈલેષ ચૌહાણ,હિંમતનગર સાબરકાંઠા
6
Report
SCSHAILESH CHAUHAN
FollowAug 30, 2025 10:19:17Idar, Gujarat:
સાબરકાંઠા
શૈલેષ ચૌહાણ
૩૦/૦૮/૨૫
એપ્રુવલ -હમીમભાઈ.વિશાલભાઈ
સ્લગ-સોસાયટી
ફીડ એફટીપી
સ્ક્રીપ્ટ-2c
એન્કર
હિંમતનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસેલા વરસાદને લઈ અનેક સોસાયટીઓમાં પાણી ભરવાના બનાવો સામે આવ્યા હતા જોકે હિંમતનગર શહેરના સહકારી જીન વિસ્તારમાં આવેલ શગુન સોસાયટીમાં પાણીના નિકાલના અભાવે વરસાદી પાણી ફરી વળ્યું હતું સ્થાનિકોના ઘરમાં પાણી ઘૂસી ચૂક્યું હતું જેને લઇને સ્થાનિકો પરેશાની નો સામનો કરી રહ્યા છે સગુન સોસાયટીના સ્થાનિકો અને પ્રમુખ દ્વારા અનેકવાર પાલિકા પ્રશાસનને જાણ કરવામાં આવ્યું હોવા છતાં પાલિકા પ્રશાસન દ્વારા પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા યોગ્ય રીતે કરવામાં આવી નથી એટલું જ નહીં પરંતુ આજે પણ સ્થાનિક લોકો દ્વારા પાલિકાને જાણ કરવા છતાં હજુ કોઈ પણ પાલિકાના અધિકારી કે પદાધિકારી જોવા શુદ્ધ અહીં આવ્યા નથી જેને લઈને સ્થાનિકોએ પ્રશાસનના પાપનો સામનો કરી રહ્યા છે જોકે હાલ તો અહીંના સ્થાનિકો પાલિકા પ્રશાસન પર ભારે રોષ ઠાલવી રહ્યા છે.
વોક થ્રુ-શૈલેષ ચૌહાણ સાથે સ્થાનિકોની પાણીમાં ચોપાલ
3
Report
SCSHAILESH CHAUHAN
FollowAug 30, 2025 10:18:53Idar, Gujarat:
સાબરકાંઠા
શૈલેષ ચૌહાણ
૩૦/૦૮/૨૫
એપ્રુવલ -હમીમભાઈ.વિશાલભાઈ
સ્લગ-કાર
ફીડ એફટીપી
સ્ક્રીપ્ટ-2c
એન્કર
હિંમતનગર શહેરમાં ધોધમાર વરસાદ મધ્યરાત્રી બાદ વહેલી સવાર સુધી વરસ્યો હતો. હિંમતનગર શહેરના પૂર્વ પટ્ટાના બેરણાં રોડ, ડેમાઈ રોડ, ગાયત્રી મંદિર રોડ, મહાકાળી મંદિર, સહકારી જીન, ટીપી રોડ, સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ બેથી અઢી કલાક વરસ્યો હતો. ભારે વરસાદને લઈ પૂર્વ પટ્ટાના રહેણાંક વિસ્તારો અને કોમર્શિયલ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. વિસ્તારની અઢીસો કરતા વધારે સોસાયટીઓના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જ્યારે અનેક રહેણાંક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. જેને લઈ વહેલી સવારથી જ લોકોએ પોતાના ઘરમાંથી પાણી નિકાલ કરવાની મથામણ કરવી પડી હતી. સ્થાનિક તંત્ર પણ ઢીલી નીતિથી પાણી નીકાલ માટે કાર્યવાહી કરતા લોકોમાં રોષ ફેલાયો હતો.બીજી તરફ મહાવીરનગરના ગાયત્રી મંદિર રોડ પર આવેલ પ્રજ્ઞાકુંજ અને અવની પાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં ૧૭ જેટલી કાર પાર્ક કરેલી ડૂબી ગઈ હતી.નીચાણવાળા કોમન પ્લોટમાં વાહનો પાર્ક કરેલા હોવા દરમિયાન વરસાદી પાણી આસપાસના વિસ્તારોનું કોમનપ્લોટમાં ભરાઈ જતા વાહનો ડૂબી જવા પામ્યા હતા.સહકારી જીન વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાતા શગુન સોસાયટી, શાસ્ત્રીનગર, ટીપી રોડ સહિતના વિસ્તારોમાં ભરાતા વાહનો પણ અડધા ડૂબ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. શહેરમાં બળવંતપુરા વિસ્તાર સહિતના રેલવે અંડર પાસમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. શહેરને અડકીને આવેલ બળવંતપુરા અને કાંકણોલ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા હતા.
વોક થ્રુ-શૈલેષ ચૌહાણ વીથ ટીક ટેક સ્થાનિક
4
Report
GPGaurav Patel
FollowAug 30, 2025 10:18:35Ahmedabad, Gujarat:
અમદાવાદ માં ઠેર ઠેર સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન
સાર્વજનિક ગણેશ મહોત્સવમાં જોવા મળી અવ નવી થીમ
ઘી કાંટા ગણેશ મિત્ર મંડળ દ્વારા સતત ૧૩મા વર્ષે ગણેશ સ્થાપના
અમદાવાદમાં થયેલ પ્લેન દુર્ઘટની થીમ પર સ્થાપન
ભગવાન ગણેશને ફાયર ફાઇટરના રૂપમાં રજુ કરાયા
પ્લેન ક્રેશની ઘટના બાદ લાગેલી આગને ભગવાન ગણેશ કાબુ લેતા દર્શાવાયા
મુશક ને ભગવાનના સહાયક તરીકે રજુ કર્યા
મુશક પ્લેન ક્રેશમાં ઘવાયેલા લોકોને સ્ટેચર પર લઇ જતા નજરે પડ્યા
ડોક્ટરની હોસ્ટેલમાં સળગી રહેલુ પ્લેન લોકોના આકર્ષણનું કેન્દ્ર
પ્લેન ક્રેશની ઘટનામાં દિવંગત થયેલા લોકોને શ્રધ્ધાંજલિ આપવાનો યુવક મિત્ર મંડળનો પ્રયાસ
વોક થ્રુ
5
Report
CPCHETAN PATEL
FollowAug 30, 2025 10:18:21Surat, Gujarat:
સુરત બ્રેકિંગ...
ઓરિસ્સાથી ચાલતા ગાંજાની હેરાફેરી ન નેટવર્કનો ફરી પર્દાફાશ
ઓરિસ્સાથી ગાંજાની હેરાફેરીનું ચાલતું નેટવર્ક
ઉધના પોલીસે મહિલા સહિત ત્રણની કરી ધરપકડ
ઉધના રેલવે સ્ટેશન પર ઉતર્યા હતા ત્રણેય શખ્સો
ઉધના રેલ્વે સ્ટેશન સામે આવેલા પાર્કિંગ પાસેથી ત્રણેયને ઝડપી પાડ્યા
મૂળ ઓરિસ્સા ગંજામ જિલ્લાના વતની
બસંત ત્રીનાથ શાહુ
(ચિકનની લારી ચલાવવાનો ધંધો)
કાલિયા કાશીનાથ શાહુ
શ્રીયંકા શંકર શાહુની ધરપકડ
આરોપીઓ પાસેથી 14.681 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો
ત્રણ મોબાઈલ, રોડક રૂપિયા 3270 મળી 1.46 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
પોલીસ તપાસમાં થયો ખુલાસો
આરોપીઓને એક ટ્રિપ દીઠ પંદર હજાર કમિશન મળતું
ઓરિસ્સાથી મુખ્ય આરોપીઓ ના કહેવા પર ડિલિવરી કરવા સુરત આવતા,
જે બાદ ડિલિવરી પૂરી પાડતા
હાલ કતારગામ ખાતે ગાંજાની ડિલિવરી કરવા આવ્યા હતા
જ્યાં ડિલિવરી કરે તે પહેલાં આરોપીઓને ઉધના પોલીસે ઝડપી પાડ્યા
પોલીસે ગાંજો મંગાવનાર અને મોકલનાર ને વોન્ટેડ જાહેર કર્યા
વધુ તપાસ ઉધના પોલીસે હાથ ધરી
બાઈટ..રાઘવ દેસાઈ..ડીસીપી
3
Report
GPGaurav Patel
FollowAug 30, 2025 10:17:47Ahmedabad, Gujarat:
કોંગ્રેસમાં પક્ષ વિરોધી પ્રવૃતિની વ્યાખ્યા પ્રમુખ બદલાવા સાથે બદલાઈ
શક્તિસિંહે સસ્પેન્ડ કરેલ પ્રવક્તા અમિત નાયકને અમિત ચાવડા પ્રમુખ બન્યા પાછા લેવાયા
શક્તિસિંહ ગોહિલે અમિત નાયકને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા
અમિત ચાવડા પ્રમુખ બનતા અમિત નાયકનું 6 વર્ષનું સસ્પેન્શન રદ કરાયું
અમિત નાયકને 3 બાબતોના કારણે કોંગ્રેસની શિસ્ત સમિતિએ સસ્પેન્ડ કર્યા હતા
પક્ષની આંતરિક બાબતોને સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરવા બદલ કાર્યવાહી થઈ હતી
કોંગ્રેસના કાર્યકરોએ શિસ્ત સમિતિને અમિત નાયકની ઓડિયો ક્લિપ રજૂ કરી હતી
અમિત નાયકે અનુસૂચિત સમાજના વ્યક્તિને જાતિવાચક શબ્દો બોલ્યા હોવાનું આવ્યું હતું ધ્યાને
રૂપિયાના તોડમાં પણ અમિત નાયક સંકળાયેલ હોવાની થઈ હતી ફરિયાદ
તમામ ફરિયાદોને નેવે મૂકી અમિત ચાવડાએ અમિત નાયકને પક્ષમાં પરત લીધા
5
Report
GPGaurav Patel
FollowAug 30, 2025 10:17:42Ahmedabad, Gujarat:
કોંગ્રેસના વોટ ચોરીના આક્ષેપ પર ગુજરાત બીજેપીના મીડિયા કન્વીનર ડો. યજ્ઞેશ દવેની પ્રતિક્રિયા
અમિત ચાવડાએ પણ રાહુલ ગાંધીની જેમ માત્ર આક્ષેપો જ કર્યા
ચૂંટણી પંચ જ્યારે પણ નવી મતદાર યાદી પ્રસિદ્ધ કરે છે ત્યારે યાદી રાજકીય પક્ષોને પણ આપે છે
કોંગ્રેસના આક્ષેપોનો જવાબ ચૂંટણી પંચ આપશે
ચૂંટણી પંચે રાહુલ ગાંધીને પણ જવાબ આપ્યો છે અને એફિડેવિટ કરવા કહ્યું છે
રાહુલ ગાંધીએ એફિડેવિટ આપ્યું નથી, અમિત ચાવડા પણ ચૂંટણી પંચને એફિડેવિટ મોકલે
કોંગ્રેસ માત્ર આવી વાતો કરી લોકોને ગુમરાહ કરી રહી છે
દરેક ચુંટણીમાં કેવુ અને કેટલું મતદાન થયુ તે કાર્યવાહી પારદર્શક રીતે ચુંટણી પંચ કરે છે
બાઇટ
યજ્ઞેશ દવે , મિડિયા કન્વીનર ભાજપ ગુજરાત
5
Report
GPGaurav Patel
FollowAug 30, 2025 10:17:13Ahmedabad, Gujarat:
બ્રાહ્મણોને મંત્રી મંડળમાં સ્થાન આપવા મુદ્દે યજ્ઞેશ દવેનુ નિવેદન
ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધારે બ્રાહ્મણ ધારાસભ્ય આ વખતે ચુંટાયા
૨૦ વર્ષમાં સૌથી વધારે ધારાસભ્યો ચુંટાયા
દરેક સમાજને સમાન પ્રતિનિધિત્વ મળે છે
મંત્રી મંડળમાં કોને સ્થાન આપવુ એ પક્ષના મોવડીઓ નક્કી કરતા હોય છે
બાઇટ યજ્ઞેશ દવે મિડિયા કન્વીનર ભાજપ
5
Report
CPCHETAN PATEL
FollowAug 30, 2025 10:17:08Surat, Gujarat:
સુરત...
સુરતમાં વિદેશી બ્રાન્ડની મોંઘીદાટ દારૂની બોટલોની હેરાફેરી
બૂટલેગરોએ શોધી કાઢ્યો વધુ એક નવો કીમિયો
ઉધના પોલીસે બુટલેગરોની નવી ટ્રિકને બનાવી નિષ્ફળ
ટ્રાન્સપોર્ટમાં કિચનવેરના પાર્સલ ની આડમાં ઇમ્પોર્ટેડ વિદેશી બ્રાન્ડની દારૂની હેરાફેરી
બે આરોપીઓ પૈકી એકની ધરપકડ
મિહિર સોની નામના આરોપીની ધરપકડ
વેસુ સ્થિત ews આવાસ ખાતે રહેતો મિહિર દારૂની ડિલિવરી કરવા ગયો હતો
સુનિલ ઓમપ્રકાશ અનેજા દ્વારા કિચન વેર ની આડમાં દારૂ મંગાવ્યો હતો
હરિયાણા ખાતેથી પાર્સલ ની આડમાં દારૂ મંગાવ્યો હતો
જ્યાં હરિયાણા સોનીપત થી એચ.કે.ટ્રેડિંગ દ્વારા દારૂ મોકલવામાં આવ્યો હતો
ઉધના પોલીસે સિટી ઇન્ડસ્ટ્રીયલ ના મહેતા ટ્રાન્સપોર્ટ માંથી ઝડપી પાડ્યો દારૂ...
પોલીસે દારૂનો જથ્થો,મોપેડ સહિત 2.55 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
બાઈટ..રાઘવ દેસાઈ..ડીસીપી
0
Report
MDMustak Dal
FollowAug 30, 2025 10:04:10Jamnagar, Gujarat:
તા.30-08-2025
રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર
સ્ટોરી ટાઇટલ : ગણપતિ મહોત્સવ, વિશ્વ વિક્રમ
Slug : 3008 ZK JMR WORLD RECORD
ફોર્મેટ : PKG
લોકેશન : જામનગર
એન્કર :
જામનગર શહેરમાં દગડુ શેઠ ગણપતિ મહોત્સવમાં વધુ એક વખત વિશ્વ રેકોર્ડનો દાવો કરવામાં આવ્યો છે. અનોખી મૂર્તિ સાથે ભક્તિ અને સર્જનાત્મકતાનો સંયોગ જોવા મળી રહ્યો છે. જામનગર શહેરમાં ચાલી રહેલો શ્રી દગડુશેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવ આ વર્ષે પોતાના ૨૯મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તિ, આસ્થા અને સામાજિક સંદેશ સાથે અનોખા આયોજન દ્વારા આ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે.
વિઓ : 01
આ આયોજન માટે જાણીતા એઇટ વન્ડર્સ ગ્રુપે અત્યાર સુધીમાં સતત ૮ વખત ગિનેઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવી શહેરનું ગૌરવ વધાર્યું છે. વર્ષો દરમિયાન ગ્રુપે વિશાળ ભાખરી, હજારો લાડુ, ૫૧ ફૂટથી વધુ અગરબત્તી, ફિંગર પેઇન્ટિંગ દ્વારા બનેલું ગણેશજીનું ચિત્ર તેમજ સાત ધાનનો ખીચડો જેવા અનોખા કાર્યો દ્વારા રેકોર્ડ રચ્યા હતા.
વિઓ : 02
આ વર્ષે પણ ગ્રુપે વિશ્વ મંચ પર જામનગરનું નામ ગુંજાવવા માટે વધુ એક અનોખો પ્રયાસ કર્યો છે. “The Tallest Stack Of Crown Worn At Once” એટલે કે ગણપતિ દાદાને એક સાથે સૌથી વધુ મુકુટ પહેરવાનો નવો ગિનેઝ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાનો દાવો કરવામાં આવ્યો છે.
ત્રણ મુકુટનો આ અનોખો પ્રયોગ સાડા પાંચ ફૂટની ઊંચાઈ ધરાવતી વિશેષ મૂર્તિ પર શોભી રહ્યો છે. દોઢ ફૂટ પહોળાઈ અને બે ફૂટ ઊંચાઈ ધરાવતા મુકુટને મેડો, ચેરી, તલ, ઘઉંનો લોટ તથા બેકરીની વિવિધ વાનગીઓથી તૈયાર કરવામાં આવ્યા છે. આ અનોખા મુકુટથી ગણેશજીની મૂર્તિને સજાવીને વિશ્વ રેકોર્ડ માટે બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં દાવો દાખલ કરવામાં આવ્યો છે.
વિઓ : 03
ભક્તિ સાથે સર્જનાત્મકતાનો આ સંગમ જામનગરમાં ગણપતિ મહોત્સવને વધુ ભવ્ય બનાવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો શ્રદ્ધાળુઓ બાપાના દર્શન માટે ઉમટી પડ્યા છે અને સમગ્ર શહેર ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું છે. દગડુશેઠ ગણપતિ મહોત્સવ હવે માત્ર ધાર્મિક કાર્યક્રમ પૂરતો ન રહી વિશ્વ રેકોર્ડની સિદ્ધિઓ દ્વારા જામનગરને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવતો ઉત્સવ બની ગયો છે.
Byte 01:-ભરતસિંહ પરમાર (આયોજક)
byte 02:- કિશોરસિંહ જાડેજા (ભક્તજન)
4
Report
SVSANDEEP VASAVA
FollowAug 30, 2025 10:03:57Surat, Gujarat:
નોંધ :- સ્ટોરી એન્ટ્રી
સ્ટ્રીગર :- સંદીપ વસાવા
લોકેશન :- મોરથાન (ઓલપાડ)
સ્લગ :-2908ZK_SRT_KHEDUT_BETHAK_1
ફીડ :- વોક થ્રુ, બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે.
એન્કર...
ગુજરાત ખેડુત સમાજ ની બેઠક ઓલપાડ ના મોરથાણ ગામે મળી હતી. પાવરગ્રીડ વીજ કંપની સામે ખેડૂતો આકરાપાણીએ જોવા મળી રહ્યા છે. જિલ્લાની સહકારી મડળીઓને આવનારા દિવસોમાં ખેડૂત સમાજ લેખિતમાં જાણ કરી સમર્થન આપવા અપીલ કરવામાં આવશે, ઓલપાડમાં પાવરગ્રીડ સ્ટેશન માટે જમીન સંપાદન મુદ્દો પણ મિટિંગ ગાજ્યો હતો. મોટી સંખ્યામાં ખેડૂતો અને ખેડૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગામી દિવસોમાં પદયાત્રા રેલી સાથે કલેક્ટર કચેરીનો ઘેરાવની ચમકી ઉચ્ચારી હતી. તો બીજી તરફ આજ પ્રશ્નને લઈ સુરત જિલ્લામાંથી આવતા ભાજપ ના મંત્રી અને ધારાસભ્યઓએ સુરત જિલ્લા કલેક્ટર ને મળી યોગ્ય વળતર આપવા મુદ્દે લેખિત રજુઆત કરી હતી.
બાઈટ :- રમેશ પટેલ (દક્ષિણ ગુજરાત ખેડુત સમાજ પ્રમુખ)
બાઈટ :- જયેશ પટેલ (સહકારી આગેવાન સુરત)
1
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowAug 30, 2025 09:18:16Modasa, Gujarat:
અરવલ્લી
મેઘરજના ડચકા સરપંચ પર થયો હુમલો
ચુટણીની જૂની અદાવતમાં કરાયો હુમલો
ગામના ચાર ઈસમોએ કર્યો હુમલો
સરપંચ હીરાભાઈના શરીરના ભાગે નાની મોટી થઈ ઈજાઓ
હિરાભાઈ સરપંચે ચાર ઈસમો સામે નોધાઈ મેઘરજ પોલીસ સ્ટેસનો ફરીયાદ
—-
10
Report
URUday Ranjan
FollowAug 30, 2025 09:17:52Ahmedabad, Gujarat:
એન્કર :
ગુજરાત પોલીસ ના સ્ટેટ મોનીટરીંગ સેલના દ્વારા પંજાબ, હરીયાણા તથા રાજસ્થાન રાજ્યમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ગુજરાત રાજ્યના સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ ગ્રામ્ય જિલ્લા અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે હેરફેર કરનાર સંગઠીત ગુના આચરતી ટોળકી (Organized Crime Svndicate) ના કુલ-૦૪ સાગરીતો વિરૂધ્ધા ધી ગુજરાત આંતકવાદ અને સંગઠિત ગના નિયંત્રણ અધિનિયમ (G.CT.O.C.) ૨૦૧૫ની કલમ ૨૨(૧)(એ) મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવા માં આવી હતી જેમાં મોનીટરીંગ સેલ પોલીસ સ્ટેશન દ્વારા ગુના ના મુખ્ય સત્રધાર આરોપી ભરાલાલ ઉર્ફે ભરત લંગડો ઉદાજી ડાંગી ને રાજસ્થાન રાજ્યના ઉદયપુર ખાતે સુખેર માર્ગ ઉપર આવેલ હોટલ ભાજ ઈન આગળથી ધરપકડ કરી છે આરોપી પાસેથી મોબાઈલ ફોન નંગ-0૩, કિયા સેલ્ટોસ કાર, રોકડા રૂપિયા તથા ડેબીટ કાર્ડ, આધાર કાર્ડ વિગેરે મળી કુલ રૂપિયા ૨૦.૬૭,૧૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી, ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવેલ છે સંગઠીત ગુના આચરતી ટોળકીના મુખ્ય સુત્રધાર ભુરાલાલ ઉર્ફે ભરત લંગડો ઉદાજી વિરૂધ્ધ પંજાબ, હરીયાણા તથા રાજસ્થાન રાજ્યમાંથી ગેરકાયદેસર રીતે મોટા પ્રમાણમાં દારૂ નો જથ્થો ગુજરાત રાજ્યમાં સપ્લાય કરવા અંગેના ગુજરાત રાજ્યમાં ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટ-૧૯૪૯ હેઠળના કુલ-૪૨ ગુનાઓ નોંધાયેલ છે તેમજ પાસા અધિનિયમ હેઠળ ૦૨ વાર તેની અટકાયત પણ થયેલ છે. આરોપી વિરૂધ્ધ આ સિન્ડીકેટના અન્ય સુત્રધાર માનસીંગ શંકરલાલ ડામોર (મીણા) સાથે રાજસ્થાન રાજ્યમાં પણ એક્સાઈઝ એક્ટ તથા શરીર સબંધી મળી આશરે ૧૨ જેટલા ગનાઓ દાખલ થયેલ છે.
ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
12
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowAug 30, 2025 09:17:37Sundar Nagar, Himachal Pradesh:
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લા માં શહેરનાં પંડાલમાં ગણપતિ ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવણી....
શહેરમાં સૌપ્રથમ વખત 24 વર્ષ પહેલાં સુરેન્દ્રનગરમાં ગણપતિની કરી હતી સ્થાપના...
વાદીપરા યુવક ગ્રુપ દ્વારા સૌપ્રથમ વખત વાદીપરા કા રાજા વિશાળ ગણપતિની મુર્તિ બિરાજમાન કર્યા...
ગ્રુપ દ્વારા ગણપતિના અલગ અલગ ડિઝાઇનમાં પંડાલ બનાવવામાં આવે છે...
ગણપતિની મૂર્તિને જાતે જ બનાવી સુશોભિત કરવામાં આવે છે...
આ વખતે ગણપતિની 15 ફૂટની મૂર્તિ કરી બિરાજમાન કરાવેલ છે...
રજવાડી ગેટ અને પંડાલ બનાવવામાં આવ્યો છે
આ યુવા ગ્રુપ દ્વારા છેલ્લા ચાર મહિનાથી ગણપતિ મહોત્સવ ની તૈયારીઓ કરે છે...
દરરોજ આનંદનો ગરબો, સુંદરકાંડ, રાસ ગરબા, ડાક ડમરૂ વિવિધ કાર્યક્રમનું આયોજન કરે છે...
તેમજ દરરોજ રાત્રે મહા આરતીનું પણ આયોજન કરવામાં આવે છે...
જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો આરતી અને દર્શન કરવા માટે ઉમટી પડે છે
8
Report