Back
कबूतर ने दी जम्मू स्टेशन को IED विस्फोट की धमकी!
KHKHALID HUSSAIN
Aug 21, 2025 10:48:30
Chaka,
( TVU 3 )
भारत-पाकिस्तान अंतरराष्ट्रीय सीमा के पास IED विस्फोट की धमकी वाला कबूतर पकड़े जाने के बाद जम्मू रेलवे स्टेशन अलर्ट पर
BSF ने आरएस पुरा के खटमारियां इलाके में एक कबूतर पकड़ा जिसके पैर में एक कागज बंधा हुआ था
कबूतर से बंधे कागज पर लिखा था "जम्मू स्टेशन IED विस्फोट"
इस कबूतर के पकड़े जाने के बाद, BSF ने जम्मू-कश्मीर पुलिस को इस 'धमकी' की सूचना दी।
5
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
URUday Ranjan
FollowAug 21, 2025 13:31:50Ahmedabad, Gujarat:
અમદાવાદ
ખોખરા સેવન્થ ડે સ્કૂલમાં વિધાર્થીની હત્યા કેસ મામલો
ક્રાઈમ બ્રાન્ચ ની તપાસમાં આવ્યા ખુલાસા સામે
હત્યા માં કાયદાના સંઘર્ષ માં આવેલ બે સગીરની સંડોવણી સામે આવી
ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધીમાં 15 લોકોના લીધા નિવેદન
સ્કૂલ ના પ્રિન્સિપાલ, શિક્ષક, સિક્યુરિટી સ્ટાફ ,મૃતકના પરિવારજનો અને પ્રત્યેકદર્શીના લીધા નિવેદન
હત્યા કરનારા કાયદાના સંઘર્ષ માં આવેલ વિધર્મી સગીર છેલ્લા એક વર્ષ થી કટર કિચન પોતાની પાસે રાખતો હતો
એજ કટર કિચન થી 15 વર્ષીય નયન ની હત્યા કરી હોવાનું સામે આવ્યું
કટર કિચન જે નાની છરી જેવું તીક્ષ્ણ હથિયાર છે
ક્રાઈમ બ્રાન્ચ ની તપાસમાં સ્કૂલમાં બે જૂથવાદ નો વિવાદ ચાલતો હોવાનું ખુલ્યું
13 ઓગસ્ટ ના રોજ મૃતક ના પિતરાઈ સગીર ભાઈ સાથે હત્યા કરનાર સગીર થયો હતો ઝઘડો
આ ઝઘડામાં મૃતક કાયદાના સંઘર્ષ માં આવેલ કિશોર સાથે બોલાચાલી થઈ હતી
આ બોલાચાલી ની અદાવતમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે
કાયદા ના સંઘર્ષ માં રહેલ સગીરના પિતા પણ 20 વર્ષ અગાઉ ચોરીના કેસ પકડાયા હતા
હત્યા કરનાર સગીર ના પિતા મૂળ રાજસ્થાન છે જમાલપુર વિસ્તારમાં પતંગ નો વ્યવસાય કરે છે
હત્યા કરનાર સગીર શાહઆલમ તેના નાના ભાઈ અને માતા પિતા સાથે રહે છે
હત્યા કરનાર સગીર પહેલ થી સ્વેન્થ ડે સ્કૂલમાં જ અભ્યાસ કરે છે
જ્યારે હત્યા માં મદદ કરનાર સગીર ચાર મહિના પહેલા જ સ્વેન્થ ડે સ્કૂલમાં અભ્યાસ કરે છે અને તેના પિતાનું ચાર મહિના પહેલા જ અવસાન થયું છે
હત્યામાં મદદ કરનાર સગીર અગાઉ સેટેલાઈટ ની જાણિતી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો
આ કેસમાં પરિવારજનો અને સ્કૂલના વાલીઓ કરેલા આક્ષેપ ને લઈ ને ક્રાઈમ બ્રાન્ચે પ્રિન્સિપાલ ની પૂછપરછ શરૂ કરી
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાયદાના સંઘર્ષ માં રહેલ બે સગીરની પૂછપરછ ચાલી રહી છે
બન્ને સગીર ને કાલે જુવેનાઇલ હોમમાં મોકલવામાં આવશે
ઉદય રંજન
3
Report
AKArpan Kaydawala
FollowAug 21, 2025 13:07:05Ahmedabad, Gujarat:
અમદાવાદ
સેવન્થ ડે સ્કૂલ માં વિદ્યાર્થીની હત્યાનો મામલો
પીડિત પરિવાર સહીત સ્થાનિકોમાં રોષ યથાવત
મણિનગર વિસ્તારમાં નીકાળવામાં આવી વિશાળ રેલી
મૃતક નયનને ન્યાયની માંગણી સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર
સેવન્થ ડે સ્કૂલને બંધ કરવાની માંગણી સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર
ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળી રેલી
મહિલાઓ સહીત વ્યાપારીઓ મોટી સંખ્યામાં જોડાયા
આરોપી બાળક ઉપરાંત તેના માતાપિતાને પણ સજા આપવા માંગ
WKT - TT
6
Report
DPDhaval Parekh
FollowAug 21, 2025 12:41:43Navsari, Gujarat:
એપ્રુવડ બાય : એસાઈનમેન્ટ / MARKETING
સ્લગ : NVS RAMAT SANKUL
નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 8 ઓગસ્ટના ફોલ્ડરમાં આજના 21 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...
એંકર :
ગુજરાત રમત ગમત ક્ષેત્રે અગ્રેસર બને એવા ઉમદા ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા ખેલાડીઓ માટે સુવિધાયુક્ત રમત ગમત સંકુલ બનાવવામાં આવ્યા છે. જેમાં નવસારી શહેરમાં 8 વર્ષોથી કાર્યરત પંડિત દીનદયાળ ઉપાધ્યાય રમત ગમત સંકુલ થકી સેંકડો ખેલાડીઓની પ્રતિભા રાજ્ય અને રાષ્ટ્રીય ક્ષેત્રે નવસારીને નામના અપાવી ચૂકી છે.
વી/ઓ : ગુજરાત સરકારની ખેલે ગુજરાત અભિયાન હેઠળ રાજ્યમાં ખેલ મહાકુંભ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના ખૂણે ખૂણેથી ખેલ પ્રતિભાઓ સામે આવતા સરકાર દ્વારા ખેલાડીઓને વ્યવસ્થિત અને આધુનિક સુવિધાઓ સાથેની તાલીમ મળી રહે એવા પ્રયાસો હાથ ધર્યા અને તેના થકી રાજ્યના દરેક જિલ્લાઓમાં રમત ગમત સંકુલ, તાલીમ કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા. જેમાં નવસારી શહેરમાં લુંસીકુઈ ખાતે વર્ષ 2017 માં 4.75 કરોડ રૂપિયાના ખર્ચે પંડિત દીનદયાળ ઉપાધ્યાય રમત ગમત સંકુલ ઉભુ કરવામાં આવ્યું છે. જેમાં કેરમ, ચેસ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, ટાઈકવન્ડો, યોગા, કરાટે જેવી ઇન્ડોર રમતોની તાલીમ આપવામાં આવે છે. આ રમતો માટે કોચ પણ રાખવામાં આવ્યા છે. જેમના દ્વારા નવા ખેલાડીઓને રમતોના નિયમો સાથે રમત રમાવાની ટેકનિક શીખવી સ્પર્ધા માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. સુવિધાયુક્ત રમત સંકુલમાં તાલીમ મેળવી ખેલાડીઓ શહેર, તાલુકા, જિલ્લા, ઝોન, રાજ્ય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ખેલ પ્રતિભા થકી નવસારી શહેર અને જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ખેલાડીઓ માટે ઉભા કરાયેલા સુવિધાયુક્ત રમત ગમત સંકુલ ખેલાડીઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે અને અહીં તાલીમ મેળવી ખેલાડીઓ રમત ક્ષેત્રે કારકિર્દી બનાવવામાં પણ સફળ રહ્યા છે.
બાઈટ : શ્લોક પરીખ, ખેલાડી, ટેબલ ટેનિસ, નવસારી
બાઈટ : સ્વર્ણજીતસિંહ રાજપૂત, ખેલાડી, બેડમિન્ટન, નવસારી
બાઈટ : મિહાન પટેલ, ખેલાડી, ટાઈકવન્ડો, નવસારી
બાઈટ : યોગીન પટેલ, કોચ, ટાઈકવન્ડો, રમત સંકુલ, નવસારી
બાઈટ : ઈલ્યાસ શેખ, કોચ અને ઇન્ચાર્જ, રમત સંકુલ, નવસારી
2
Report
ARAlkesh Rao
FollowAug 21, 2025 12:29:09Banaskantha, Gujarat:
નોંધ-ફીડ LIVEU થી આપેલ છે.
સ્લગ -બનાસડેરી
બનાસકાંઠા જિલ્લામાં આવેલી એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની આજે 57 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. પાલનપુરના બાદરપુરા નજીક આવેલા બનાસ ઓઇલ મીલ ખાતે બનાસ ડેરીના ડિરેક્ટરો તેમજ હજારો પશુપાલકોની ઉપસ્થિતિમાં મળેલી આ 57 મી વાર્ષિક સાધારણ સભામાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ નવા ભાવ વધારાની જાહેરાત સાથે વર્ષ દરમિયાન દૂધ ક્રાંતિમાં સારું પ્રદર્શન કરનાર ટોપ ટેન મહિલાઓનું સન્માન કર્યું. જોકે નવા ભાવ વધારાની જાહેરાત થતા જ જિલ્લાના લાખો પશુપાલકોમાં ખુશીની લહેર પ્રસરી છે...
બનાસકાંઠા જિલ્લો એ ખેતી અને પશુપાલનને વરેલો જિલ્લો છે આ જિલ્લાના મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે જોકે બનાસકાંઠા જિલ્લામાં આવેલી એસીયા ની સૌથી મોટી બનાસ ડેરીએ દૂધ ક્રાંતિની સાથે શ્વેત ક્રાંતિ સરજી છે ત્યારે દર વર્ષે બનાસ ડેરી દ્વારા યોજાતી જનરલ વાર્ષિક સાધારણ સભા આ વખતે પાલનપુર નજીક બાદરપુરા ઓઇલ મીલ ખાતે યોજાઈ હતી. બનાસ ડેરી દ્વારા સાધારણ સભામાં માત્ર ડિરેક્ટર મંડળ જ નહીં પરંતુ બનાસ ડેરીમાં દૂધ ભરાવનારા પશુપાલકો પણ પોતાનો મત રજૂ કરી શકે તે હેતુસર હજારો પશુપાલકોને એકત્રિત કરાતા હોય છે ત્યારે હજારો પશુપાલકોની ઉપસ્થિતિમાં મળેલી આ સાધારણ સભામાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતો ઠરાવ પસાર કર્યો અને ચેરમેન શંકર ચૌધરીએ કહ્યું કે અમેરિકા તેનું દૂધ અને પશુપાલનની અલગ અલગ ચીજ વસ્તુઓ ભારતમાં વેચવા માટે દબાણ કરી રહ્યું છે જો તે દૂધ ભારતમાં આવે તો ભારતનો ડેરી ઉદ્યોગ બંધ થઈ જાય જોકે પ્રધાનમંત્રીએ દુનિયાના જગત જમાદાર સામે જુક્યા વગર ભારતના ખેડૂતો અને પશુપાલકો માટે નિર્ણય કર્યો કે અમેરિકાનું દુધ ભારતમાં નહિ આવવા દઉ... જોકે પ્રધાનમંત્રીના આ નિર્ણયને જોતા ચેરમેન શંકર ચૌધરીએ હજારો પશુપાલકોના હાથ ઊંચા કરાવી પ્રધાનમંત્રી ના અન્ય નિર્ણય બદલ તેમનો આભાર વ્યક્ત કરાવ્યો. તો સાથે જ નવા વર્ષનો ભાવ વધારો 2131 કરોડ જાહેર કરી ડેરી દ્વારા 18.32 ટકા ભાવ વધારની ચેરમેન શંકર ચૌધરીએ જાહેર કરતા જિલ્લાના લાખો પશુપાલકોમાં ખુશીની લહેર પ્રસરી છે. જોકે સાથે જ જિલ્લામાં દૂધ ક્રાંતિ માં સારું પ્રદર્શન કરનારી જિલ્લાની ટોપ ટેન મહિલાઓને સન્માનિત કરી છે... તો સાથે જ બનાસ ડેરી દ્વારા આગામી સમયમાં શરૂ થનારા અલગ અલગ પ્રકલ્પોથી ચેરમેન શંકર ચૌધરીએ પશુપાલકોને અવગત કર્યા છે...
બાઈટ-1-શંકર ચૌધરી -બનાસ ડેરી ચેરમેન
( પશુપાલકોને એમની અપેક્ષા કરતાં વધારે અમારું નિયામક મંડળ ભાવ વધારો આપી શક્યું એનો સન્તોષ છે...)
બાઈટ -2-નવલબેન ચૌધરી -પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર પશુપાલક
( મેં વર્ષ દરમિયાન બે કરોડ ચાર લાખનું દૂધ ડેરીમાં ભરાવ્યું છે મારો પ્રથમ નંબર આવ્યો છે...)
બાઈટ -3- મધુબેન ચૌધરી -ટોપટેન પશુપાલક
( મેં આ વર્ષે 91 લાખ 96 હજારનું દૂધ ભરાવ્યું છે હું ટોપ ટેનમાં નવમા નંબરે આવી છું )
બાઈટ -4- ચેતનાબેન માળી-પશુપાલક
( અમે આજે બનાસ ડેરીની સાધારણ સભામાં આવ્યા હતા ચેરમેન સાહેબે ભાવ વધારો આપ્યો છે આ ભાવ વધારાથી અમે ખુબ...)
બાઈટ -5-સુજાનબેન -પશુપાલક
( હું પશુપાલન છું વર્ષોથી અમે પશુપાલન કરીએ છીએ આજે ચેરમેન સાહેબે ભાવ વધારો કર્યો એનાથી અમને ખૂબ ફાયદો થશે...)
અલકેશ રાવ- બનાસકાંઠા
9687249834
2
Report
CPCHETAN PATEL
FollowAug 21, 2025 11:06:31Surat, Gujarat:
સુરત :- છાતીમાં ખૂંપેલી કાતર સાથે યુવક નવી સિવિલ હોસ્પિટલ પહોચ્યો
મિત્રો સાથે મસ્તી કરતાં યુવકનો પગ સ્લીપ થયો,
હાથમાં રહેલી કાતર શરીરમાં ઉતરી ગઈ
સુરતની સિવિલ હોસ્પિટલમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે,
જેમાં એક યુવક પોતાની છાતીમાં કાતર ઘૂસી જતાં ગંભીર હાલતમાં સારવાર માટે આવ્યો
આ ઘટનાથી હોસ્પિટલના તબીબો અને સ્ટાફ ચોંકી ગયા હતા.
જો કે, તબીબોએ તાત્કાલિક અન્ય કોઈ ઈજા ન થાય તે રીતે કાતર બહાર કાઢી
13
Report
URUday Ranjan
FollowAug 21, 2025 11:06:17Ahmedabad, Gujarat:
એન્કર:
અમદાવાદ માં પૂર્વ વિસ્તાર માં ધીમીધારે વરસાદ શરૂ થયો વરસાદ ની શરૂવાત થતા જ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા
વોક થ્રુ
ઉદય રંજન
11
Report
NJNEENA JAIN
FollowAug 21, 2025 10:48:25Saharanpur, Uttar Pradesh:
Date.....21.8.2025
Name.... Neena jain
location.... saharanpur
anchor.....सहारनपुर में गूगल मैप की गलती से चौधरी चरण सिंह यूनिवर्सिटी के छात्र नेता और उनके तीन साथी पानी से भरे गड्ढे में फंस गए। कार डूब गई, लेकिन हिम्मत दिखाकर सभी ने कार की छत पर चढ़कर अपनी जान बचाई। गूगल मैप पर भरोसा करना चौधरी चरण सिंह यूनिवर्सिटी के छात्र नेता सूर्या और उनके तीन साथियों के लिए खतरनाक साबित हुआ। मेरठ से अंबाला के शाहबाद स्थित महर्षि मार्कंडेय मंदिर दर्शन के लिए निकले चारों युवक सहारनपुर से आगे बढ़ते ही गलत रास्ते पर चले गए।कार चला रहे आदित्य ने बताया कि सहारनपुर से निकलते ही उन्होंने गूगल मैप पर लोकेशन डाली और अंबाला रोड पर सिरोही पैलेस से आगे मैप के बताए रास्ते पर जैसे ही कार मोड़ी, वाहन अचानक पानी से भरे गहरे गड्ढे में समा गया। देखते ही देखते कार पूरी तरह पानी में डूब गई।संकट की इस घड़ी में कार सवार सूर्या, आदित्य, अनुज और आशुतोष ने हिम्मत नहीं हारी। उन्होंने दरवाजा खोलकर किसी तरह बाहर निकलकर कार की छत पर शरण ली और लोगों को मदद के लिए आवाज देने लगे। उनकी आवाज सुनकर राहगीर और पुलिस मौके पर पहुंचे। काफी मशक्कत के बाद सभी को सुरक्षित बाहर निकाला गया। बाद में ट्रैक्टर की मदद से डूबी हुई कार को भी बाहर खींच लिया गया।गौरतलब है कि इससे पहले भी जिले में गूगल मैप के कारण वाहन सवार भटककर दुर्घटनाओं का शिकार हो चुके हैं। कई लोग गलत दिशा में चले जाते हैं और हादसों से दो-चार हो चुके हैं।
6
Report
AKArpan Kaydawala
FollowAug 21, 2025 10:47:36Ahmedabad, Gujarat:
અમદાવાદ
સેવન્થ ડે સ્કૂલમાં વિધાર્થીની હત્યાનો મામલો
જિલ્લા શિક્ષણ અધિકારીની ઝી 24 કલાક સાથેની ખાસ વાતચીત
સમગ્ર ઘટનામાં એક કરતા વધુ બાબતોમાં સ્કૂલની દેખીતી બેદરકારી- deo
હાલ સ્થાનિક થી લઇ રાજ્ય સરકાર સુધી ઘટનાની ગંભીર નોંધ લઇ કાર્યવાહી કરાઈ રહી છે - deo
શાળામાં કથિત ગુનાહિત પ્રવૃત્તિ અંગે એકપણ વાલીની અમને કોઈજ સત્તાવાર ફરિયાદ મળી નથી - deo
વાલીઓને પણ વિનંતી છે કે આવું ધ્યાનમાં આવે અને સ્કૂલ સહકાર ન આપે તો અમને રજુઆત કરો - deo
સેવન્થ ડે સ્કૂલના સંચાલક ભલે isce ના ચેરમેન હોય પણ તેમની પણ જવાબદારી બને છે
અમે તેઓને પણ શો કોઝ નોટિસ આપી તેમની noc કેમ રદ ન કરવી એ પૂછીશું - deo
Tt : રોહિત ચૌધરી, deo - અમદાવાદ સીટી
હિન્દી બાઈટ
8
Report
CPCHETAN PATEL
FollowAug 21, 2025 10:30:38Surat, Gujarat:
સુરત...
વરાછા પોલીસની સરાહનીય કામગીરી
પરિવારથી વિખૂટી પડેલી બાળકીનું પરિવાર સાથે કરાવ્યું મિલન
આઠ વર્ષની બાળકી ટ્રાફિક ના કારણે વિખૂટી પડી હતી
પરિવાર બાળકીને વરાછાની શાળાએ મૂકવા નિકળ્યો હતો
જે દરમ્યાન ભારે ટ્રાફિકના કારણે બાળકી વિખૂટી પડી ગઇ હતી
પરિવારે તાત્કાલિક વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો
પોલીસે 77 cctv કેમેરા ખંગોળી નાખ્યા હતા
જ્યાં સાડા ચાર કિલોમીટર ની અંદર આવેલા cctv કેમેરાની તપાસ કરી હતી
જ્યાં અંતે cctv કેમેરાની મદદથી બાળકીને ભાતવાડી વિસ્તારમાંથી શોધી કાઢી હતી,
પોલીસ દ્વારા ચાર કલાકની મહામહેનત બાદ બાળકીને શોધી પરિવારને સોંપી
બાળકી પગપાળા જતી cctv કેમેરામાં થઈ હતી કેદ
બાળકી સુરક્ષિત હાલતમાં મળી આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો
બાળકી સુરક્ષિત મળી આવતા માતા પિતા થયા ભાવુક
પિતાની આંખોમાં હર્ષના આંસુ ઉભરાઈ આવ્યા
પરિવારે વરાછા પોલીસનો માન્યો આભાર
9
Report
PDPRASHANT DHIVRE
FollowAug 21, 2025 10:30:33Surat, Gujarat:
અપ્રૂવલ:વિશાલ ભાઈ
STORY
એંકર:સુરત શહેરમાં રોગચાળાએ વધુ એક નિર્દોષનો ભોગ લીધો છે. રાંદેરના રામ નગર વિસ્તારમાં રહેતી 7 વર્ષીય બાળકી ક્રિષ્ના સોલંકીનું માત્ર બે દિવસના તાવ અને ઉલટી બાદ અચાનક મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. બાળકીને કોઈ ગંભીર બીમારી ન હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે આ બનાવ વધુ દુઃખદ બન્યો છે.
વીઓ:1 મૂળ ભાવનગરના રાજુલાના વતની હેતલ સોલંકી રાંદેરમાં પોતાના બે પુત્રી અને એક પુત્ર સાથે રહે છે અને ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની 7 વર્ષની પુત્રી ક્રિષ્નાને છેલ્લા બે દિવસથી તાવ અને ઉલટીની ફરિયાદ હતી. શરૂઆતમાં, તેની ઘર નજીકના એક દવાખાને સારવાર કરવામાં આવી હતી.
બાઈટ:રાકેશ પાંડે (સ્થાનિક)
બાઈટ: અલ્પેશ પરમાર (સ્થાનિક)
વીઓ:2 જોકે, તબિયત વધુ લથડતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ દુર્ભાગ્યવશ, સારવાર મળે તે પહેલા જ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. બાળકીના અચાનક મોતથી પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. આ બનાવ અંગે રાંદેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં ફેલાઈ રહેલા રોગચાળાની ગંભીરતા તરફ ધ્યાન દોર્યું છે.
STORY
3
Report
SBShilu Bhagvanji
FollowAug 21, 2025 10:15:57Porbandar, Gujarat:
2108 ZK PBR ROAD
FORMAT-AVB
DATE-21-08-2025
LOCATION-PORBANDAR
APPROVAL-DESK
એન્કર-
પોરબંદર જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમિયાન અનારાધાર 15 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા.ગઈકાલ બોપરથી વરસાદે તો વિરામ લીધો છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા પાણીનો બોખીરા વિસ્તારમા થઈને નિકાલ થતો હોવાથી બોખીરા રોડ પર નદી સમાન પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે.પાણીના વહેણને કારણે વાહન વ્યવહારને પણ અહીં અસર પહોંચતી જોવા મળે છે.
બાઇટ-1
વોક થ્રુ
9
Report
NJNILESH JOSHI
FollowAug 21, 2025 10:00:15Vapi, Gujarat:
વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં આજે સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે વાપીના નીચાણવાળા અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા. શહેરના હાર્દ સમા ગુંજન વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાઈ જતા વાહનચાલકો અને રાહદારીઓએ પરેશાની નો સામનો કરવો પડ્યો હતો ... મુખ્ય બજારમાં રસ્તા ઉપર પાણી ભરાયેલા હોવાથી બજારમાં પણ તેની અસર વર્તાઈ હતી. અને વેપારીઓ પણ પરેશાન થયા હતા....
AVBBB_WKT Nilesh Joshi
14
Report
NJNILESH JOSHI
FollowAug 21, 2025 10:00:08Vapi, Gujarat:
એન્કર -
વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ યથાવત છે.. જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.. જોકે જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યારે મધુબન ડેમમાં 1 લાખ ક્યુસેક થી વધુ પાણીની આવક થઈ રહી છે.. આથી ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા ડેમના તમામ 10 દરવાજા 1.5 મીટર ખોલી ડેમમાંથી 76 હજાર ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.. પાણી છોડાતા દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરુપે વહી રહી છે. જોકે હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે .મધુબન ડેમની પાણીની સપાટી વધતા તંત્ર સતત નજર રાખી રહ્યું છે .અને આગામી સમયમાં મધુબન ડેમમાંથી 1 લાખ કયુસેક પાણી દમણગંગા નદીમાં છોડવાની તૈયારી રાખવામાં આવી છે ..આથી નદી કિનારાના વિસ્તારના લોકોને સાવચેત કરાયા છે.. આજે પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે..
WKT. નિલેશ જોશી
12
Report
NJNILESH JOSHI
FollowAug 21, 2025 09:48:45Vapi, Gujarat:
એન્કર -
વલસાડ જિલ્લામાં આજે સવારથી જ વરસાદની હેલી જામી છે .વાપી અને વલસાડમાં ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા .વાપીના રેલવે ગરનાળામાં પણ પાણી ભરાઈ જતા કલાકો સુધી વાહન ચાલકોએ પરેશાની નો સામનો કરવો પડ્યો હતો .વાપીમાં અત્યારે રેલવે ઓવર બ્રીજ અને અંડર પાસ ના કામ ચાલી રહ્યા છે .આથી અત્યારે જે હયાત ફાટક અને રેલવે ગરનાળા છે ત્યાં આગળ ટ્રાફિક ની સમસ્યા સર્જાય છે. રેલવે ગરનાળાઓમાં પાણી ભરાઈ જતા કલાકો સુધી વાહનચાલકોએ પરેશાની નો સામનો કરવો પડે છે.આ વરસાદમાં પણ રેલ્વે ગરનાળામાં માં પાણી ભરાઈ જતા નોકરી ધંધે જતા લોકો અને શાળાએ જતા બાળકો પરેશાનીમાં મુકાયા હતા...
WKT - નિલેશ જોશી
8
Report