Back
જીએસટીમાં રાહત: શું નાગરિકોને વાસ્તવમાં લાભ મળશે?
GPGaurav Patel
Sept 04, 2025 10:05:47
Ahmedabad, Gujarat
જયનારાયણ વ્યાસ નું નિવેદન રાહુલ જી એ શરૂઆત થી ગબ્બરસિંહ GST ગણાવાયો હતો.
વર્ષો સુધી સરકારે ટેક્સ વસૂલ્યો અને હવે ટેક્સ માં રાહત આપી
ધનિકો માટે ની આ સરકાર છે , વિપક્ષ દ્વારા જે ધોંસ બોલવામાં આવી એટલે બચાવ ની સ્થિતિ માં ના રહેતા GST ના ઘટાડો કર્યો
સુધારા જાહેર કર્યા તેમને અમે આવકારીએ છીએ
સુધારા જાહેર કરી જશ ખાંટવાનો કારસો છે
જાહેરાત થી કામ નથી પત્યું ખરેખર નાગરિકો ને લાભ મળશે કે નહીં તે જોવાનું છે
નવા ટેક્સ સ્લેબ ને કારણે રાજ્યો ને નુકસાની ના પૈસા પણ આપવાના હજુ બાકી છે
વૈભવી ઘર મારી મળેલા 40% હિસ્સો જે રાજ્યો ને આપવાનો હોય છે તે તાત્કાલિક અસર થી મળવો જોઈએ
નવા સ્લેબ ને કારણે જે રાજ્યો ને નુકશાન થવાનું છે તેની ચર્ચા થવી જોઈએ
માધ્યમ વર્ગ ને રાહત આપવામાં આવી છે તેમને લાભ મળવો જોઈએ
જીએસટી ના સ્લેબ અંગેની માંગ વિપક્ષની હતી
બાઇટ
જયનારાયણ વ્યાસ
નેતા કોંગ્રેસ
13
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DPDhaval Parekh
FollowSept 04, 2025 13:05:35Navsari, Gujarat:
એપ્રુવડ બાય : એસાઇન્મેન્ટ/વિશાલભાઈ
સ્લગ : NVS DUSHPRERANA AROPI
નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 9 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 04 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...
એન્કર નવસારીની પૂર્ણ નદીમાંથી બે દિવસ અગાઉ બે બાળકી અને એની માતાનો મૃતદેહ મળતા ચાર બચી જવા પામી હતી સામૂહિક આઘાતના આ પ્રકરણમાં પતિ દ્વારા અપાતા શારીરિક માનસિક ત્રાસ ના કારણે પરિણીતાએ અંતિમ પગલું ભર્યું હોવાની ફરિયાદના આધારે નવસારી ગ્રામ્ય પોલીસે આત્મહત્યાની દુષ્પ પ્રેરણા નો ગુનોનોની આરોપી પતિની ધરપકડ કરી છે
વી/ઓ : નવસારીના વિરાવળ પુલ પાસે પૂર્ણા નદીમાંથી ગત 1 સપ્ટેમ્બરના રોજ એક માસુમ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના થોડાક કલાકો બાદ જલાલપોર વિસ્તારના સંતોષી માતા મંદિરના ઓવારા નજીકથી અન્ય એક માસુમ બાળકીનો મૃતદેહ મળતા શહેરમાં ચર્ચા જાગી હતી. બાળકીઓ કોની છે..? અકસ્માતે ડૂબી છે કે કેમ..? એ મુદ્દે નવસારી ગ્રામ્ય અને જલાલપોર પોલીસે તપાસ આરંભી હતી. દરમિયાન ગત 2 જી સપ્ટેમ્બરના રોજ જલાલપોરના કરાડી ગામના કિનારેથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. બે બાળકીઓના મૃતદેહ બાદ મહિલાનો મૃતદેહ મળતા પોલીસ ચોંકી ઉઠી હતી અને ત્રણેય મૃતદેહોની ઓળખ કરવાના ચક્રો ગતિમાન કરતા, મહિલા અને બંને બાળકીઓ માતા પુત્રી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. મૃતક મહિલાની માતા નવસારી સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે પહોંચી ત્યારે તેની પુત્રીને આપઘાત કરવા તેના પતિ અને સાસરીયાઓએ મજબૂર કરી હોવાના ભીની આંખે આક્ષેપો કર્યા હતા. ખાસ કરીને મૃતક મહિલા નવસારીના જમાલપોર વિસ્તારમાં આવેલ સિલ્વર સ્ટોન બંગ્લોઝમાં રહેતી ખેવના નાયક અને તેની બે દીકરીઓ ધીઆ અને દ્વિજા હોવાનું ખુલ્યું હતું. મૃતક ખેવનાનો પતિ હાર્દિક નાયક બેરોજગાર હતો અને દારૂના નશામાં તેની સાથે મારઝૂડ કરતો હતો. જ્યારે તેના પિયરની જમીન વેચવા માટે પણ હાર્દિક તેના ઉપર દબાણ કરતો હોવાના આક્ષેપો પણ ખેવનાના સાસરીયાઓએ કર્યા હતા. સમગ્ર મુદ્દે મૃતક ખેવનાની માતાએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે જમાઈ હાર્દિક અશોક નાયક સામે તેમની પુત્રીને દોહિત્રીઓ સાથે આત્મહત્યા માટે મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જે પ્રકરણમાં તપાસ દરમિયાન નવસારી ગ્રામ્ય પોલીસે આજે આરોપી પતિ હાર્દિક નાયકની ધરપકડ કરી હતી.
બાઈટ : એસ. કે. રાય, નાયબ પોલીસ અધિક્ષક, નવસારી
વી/ઓ : ઉલ્લેખનીય છે કે, ગત 31 ઓગસ્ટના રોજ ખેવના નાયક પોતાની બે દીકરી ધીઆ અને દ્વિજાને ઘરેથી ચાલી નીકળી હતી અને પૂર્ણા નદીના કિનારે જઈ તેણે નદીમાં ઝંપલાવી પોતાનું તેમજ પોતાની વ્હાલસોયી દીકરીઓનું જીવન ટૂંકાવી દીધું હતુ. જ્યારે ખેવના એક માસની ગર્ભવતી હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યુ છે.
4
Report
CJChirag Joshi
FollowSept 04, 2025 12:05:00Dabhoi, Gujarat:
SLUG: 0409 ZK BRD NARMADA NADI
REPORTER: CHIRAG JOSHI
FORMAT: PKG
FEED: WE TRANSFER
LOCATION: DABHOI VADODARA
APPRUVAL: DESK
બ્રેકિંગ વડોદરા રૂરલ ડભોઇ
યાત્રાધામ ચાંદોદ ખાતે પસાર થતી નર્મદા નદી ભયજનક સપાટીએ
નર્મદા ડેમમાંથી પાણી છોડતા કાંઠાના ગામોમાં પુર જેવી સ્થિતિ
ચાંદોદના ઐતિહાસિક મહાલરાવ ઘાટના 108 પૈકી 81 પગથિયા પાણીમાં ગરકાવ
નાવીકો દ્વારા નર્મદા નદીમાં નાવડીઓ સ્ટેન્ડ બાય રખાઈ
ચાંદોદના ગ્રામજનો દ્વારા પાણીને લઈને શરૂ કરાઈ તૈયારી
નર્મદા ડેમમાંથી રાત્રીથી અત્યાર સુધી 7 લાખ કયુસેક પાણી છોડાયું
ચાંદોદના બ્રાહ્મણો દ્વારા મીડિયાના મારફતે તંત્રને કરી રજૂઆત
શ્રાધ પક્ષને લઈને પાણી વહેલી તકે છોડવા કરાઈ રજૂઆત
શ્રાધ પક્ષ દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો કરે છે માતૃ પિતૃ તર્પણ
એંકર: ઉપરવાસમાં વરસાદને લઈને નર્મદા ડેમમાંથી ગઈકાલે રાત્રિ થી અત્યાર સુધી સાત લાખ ક્યુસેપ પાની નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે જેને લઈને નર્મદા નદી પોતાના રોદ્ર સ્વરૂપ માં આવી ગઈ છે ત્યારે નર્મદાના કાંઠાના 27 જેટલા ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે સાથે સાથે તમામ ગામોની અંદર તલાટી કમ મંત્રીને ગામમાં રહેવાની સૂચના આપી દેવામાં આવી છે તેવામાં યાત્રાધામ ચાંદોદ ખાતે ઐતિહાસિક મહાલરાવ ઘટના 108 પગથિયાં પૈકી 81 પગથિયાં પાણીમાં ઘરકાવ થઈ ગયા છે અને હવે માત્ર 27 પગથિયાં જ બાકી રહ્યા છે ત્યારે ગ્રામજનોએ તળાવમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે કારણ કે બીજી બાજુ ઇન્દિરા ડેમમાંથી પણ 2.21 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે ગામમાં પાણી આવી જાય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે જેથી ગ્રામજનો દ્વારા ઘાટ પર આવેલી દુકાનો સામાન ધીમે ધીમે હટાવી રહ્યા છે સાથે સાથે ગ્રામજનો દ્વારા પૂરની સ્થિતિમાં કોઈ અનિશનીય બનાવના બને તે દિશામાં હાલ તૈયારીઓ શરૂ કરી છે તો વળી નાવિક સમ જેવી મંડળ દ્વારા પણ નાવડીયો નર્મદા નદીમાં ન ચલાવવામાં આવી સાથે સાથે યાત્રિકોને બેસાડવામાં નથી આવતા કારણ કે કોઈ અનઇચ્છનીય બનાવ ન બને તે માટેની તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે એટલું જ નહીં ચાંદોદના બ્રાહ્મણો દ્વારા મીડિયાના માધ્યમથી સરકારને રજૂઆત કરવામાં આવી છે કે આગામી સમયમાં શ્રાદ્ધ પક્ષની શરૂઆત થવાની છે તેવામાં પાણી જેટલું બને એટલું અત્યારે છોડી દેવામાં આવે કારણ કે શ્રાદ્ધ પક્ષ દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો યાત્રાધામ ચાંદોદ ખાતે આવે છે અને માતૃ અને પિતૃ તર્પણ કરી ધન્યતા અનુભવે છે જેથી તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવે તેવી માગ કરવામાં આવી છે પરંતુ હાલ હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે કેવા પ્રકારની પરિસ્થિતિ આગામી સમયની અંદર સર્જાશે તે જોવાનું રહ્યું
- વોક થ્રુ કર્યું છે જેમાં નર્મદા નદીનું રુદ્ર સ્વરૂપ બતાવ્યું છે અને ગ્રામજનો સાથે વાત કરી છે
9
Report
ARAlkesh Rao
FollowSept 04, 2025 11:49:02Vaghrol, Gujarat:
નોંધ-ફીડ FTP કરેલ છે.
FTP-0409 ZK BNK NAKLI NOTE
સ્લગ-નકલી નોટ
ડીસા તાલુકાના મહાદેવીયા ગામેથી બનાસકાંઠા પોલીસની સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ એક મોટી કાર્યવાહી કરીને નકલી ભારતીય ચલણી નોટો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. મોડીરાત્રે પાડવામાં આવેલા દરોડામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે અને તેમની પાસેથી રૂપિયા 39 લાખથી વધુની નકલી નોટો તેમજ તેને બનાવવા માટેના સાધનો જપ્ત કર્યા છે.આરોપીઓ ફિલ્મને પણ ટક્કર મારે એ રીતે બનાવતા હતા નકલી નોટો, ડીસા તાલુકા પોલીસે 2 આરોપીઓની અટકાયત કરી મુખ્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે.
બનાસકાંઠાના ડીસાના મહાદેવીયા ગામના રાયમલસિંહ પરમારના ખેતરમાં રહેલા રહેણાક મકાનમાં બનાવેલ ભોંયરા માંથી સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ બાતમીના આધારે એક મોટી કાર્યવાહી કરીને નકલી ભારતીય ચલણી નોટો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. મોડીરાત્રે પાડવામાં આવેલા દરોડામાં પોલીસે સંજય સોની અને કૌશિક શ્રીમાળી નામના બે આરોપીની અટકાયત કરી છે અને તેમની પાસેથી રૂપિયા 39 લાખથી વધુની નકલી નોટો તેમજ 5 પ્રિન્ટર સહિત નકલી નોટ બનાવવા માટેના સાધનો જપ્ત કર્યા છે.જોકે જેનું મકાન હતું તે રાયમલસિંહ પરમાર ફરાર હોવાથી પોલીસે તેને ઝડપી પડવા અલગ અલગ ટિમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.જોકે રાયમલસિંહ અને સંજય સોની બંનેનો ગુનાહિત ઇતિહાસ છે. રાયમલસિંહ પર ખંડણી અને છેતરપિંડી સહિતના 16 ગુના દાખલ છે અને તે તાજેતરમાં જ પાસામાંથી છૂટ્યો હતો.તો પોલીસની પ્રાથમિક તપાસમાં આ નકલી નોટની ફેકટરીનો સંજય સોની માસ્ટર માઈન્ડ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ સંગઠિત ગુનાખોરીની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.જોકે પોલીસે ઘટનાસ્થળેથી 2 આરોપીને દબોચીને તેમની પ્રાથમિક પૂછપરછમાં નકલી નોટો છાપતા હોવાનું તેમણે સ્વીકાર્યું છે.તો આ આરોપીઓ કેટલા સમયથી આ નકલી નોટની ફેકટરી ચલાવતા હતા નકલી નોટો બનાવવાનું મટેરિયલ ક્યાંથી અને કોની પાસેથી લાવતા હતા નક્લી નોટો બનાવ્યા બાદ તેને કોને સપ્લાય કરતા હતા કેવી રીતે તેમનું આખું નેટવર્ક ચાલતું હતું તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બાઈટ-પ્રશાંત સુમ્બે-એસપી બનાસકાંઠા
( પોલીસે નકલી નોટોની ફેકટરી ઝડપી છે.બે આરોપીઓની અટકાયત કરાઈ છે .)
અલકેશ રાવ-બનાસકાંઠા
મો-9687249834
10
Report
SBShilu Bhagvanji
FollowSept 04, 2025 11:46:30Porbandar, Gujarat:
0409 ZK PBR ICONIC
FORMAT-PKG
DATE-04-09-2025
LOCATION-PORBANDAR
APPROVAL-STORY IDEA
એન્કર-
પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરના બ્યુટીફીકેશન માટે અને આઇકોનિક રોડ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.પોરબંદરના કમલાબાગથી લઇને રિવરફ્રન્ટ સુધી આશરે 1 કરોડના ખર્ચે જે રોડ બનાવી વચ્ચે અને એક સાઈડમાં લાઈટો નાખી જેને આઇકોનિક રોડ ગણાવી દેવામાં આવ્યો છે તેને જોઇને લોકો માથું ખજવારતા જોવા મળી રહ્યા છે અને સવાલો કરી રહ્યા છે કે કોણ છે આટલા પ્રતિભાસંપન્ન એન્જિનિયરો અને અધિકારીઓ.
વીઓ-1
સુદામાપુરી તથા ગાંધી જન્મભૂમિ તરીકે ઓળખાતા પોરબંદરમાં આજકાલ શું થઇ રહ્યું છે તે કોઇને સમજાતું નથી.પોરબંદર નગરપાલાકામાથી મહાનગરપાલિકા બન્યું એટલે લોકોને હતું કે સુવિધાઓ વધશે મહાનગરપાલિકા જેવી સવલતો મળશે પરંતુ સુવિધાઓને બદલે દુવિધાઓ અને વેરા વધારા સહિતના ડામો આવ્યા તે નફામાં.મહાનગરપાલિકા બન્યા પોરબંદર શહેરના બ્યુટીફીકેશન માટે અને આઇકોનિક રોડ માટે મનપાને કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળી પરંતુ પૈસાનો યોગ્ય રીતે ઉપયોગ કરવાને બદલે માત્ર ભ્રષ્ટાચાર થતો હોય તેમ ઉડીને આંખે વળગે તેવી કામગીરી થઇ રહી છે.પોરબંદરના કમલાબાગથી લઇને રિવરફ્રન્ટ સુધી આશરે એકાદ કીલોમીટરના આ રસ્તાને આઇકોનિક રોડ તરીકે પસંદગી કરી તેમાં આશરે એકાદ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો પરંતુ આ રોડને જોતા લોકો માથું ખજવારતા જોવા મળે છે કે આ બધું શું થઇ રહ્યું છે. મહાનગરપાલિકાના મહાન અધિકારીઓના આયોજનને લઇને લોકોમાં ભારે આક્રોશ તો ત્યારે જોવા મળી રહ્યો છે કે,એક સાઇડ આખા રસ્તે લાઈટો ફિટ કરવામાં આવી છે અને વચ્ચે પણ વિજપોલ મુકીને આખા રસ્તે લાઈટો નાખવાંમા આવી છે જ્યારે બીજી તરફ કોઈ લાઇટ નથી.લાઇટો માટેના જે વિજપોલ મુકવામાં આવ્યા છે તેના ફાઉન્ડેશનને લઇને પણ સવાલો ઉઠી રહ્યા છે અને ભારે પવન વખતે આ લોખંડના પોલ જીવલેણ સાબીત થાય તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી.સાથે રસ્તાના લેવલિંગને પણ લોલમલોલ જોવા મળી રહ્યુ છે કારણ કે રસ્તા પર માથે લેયર મારી દેવાતા રસ્તા પરના ડિવાયડર જ ગાયબ થઈ ગયા છે સાથે જ પાણી નીકાલ માટેના હોલ પણ બુરાઇ ગયેલ જોવા મળી રહ્યા છે.કમલાબાગ સર્કલ પાસે તો રસ્તો એટલો ઊંચો આવી ગયો છે કે સર્કલ જ ગાયબ થઈ ગયેલ જોવા મળી રહ્યુ છે.પોરબંદર શહેર કોંગ્રેસ પ્રમુખે આ આઇકોનિક રોડને લઇને રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,માત્ર ભ્રષ્ટાચાર થયો છે આ રોડને જોતા કોઈ આઇકોનિક રોડ જેવું નથી લાગતું માત્ર બે ચાર ઝાડના પ્લાન્ટ અને બે ચાર પુતળા મુકી દેવાથી કોઈ આઇકોનિક રોડ ના બની જાય.
બાઇટ-1
રાજવીર બાપોદરા
શહેર કોંગ્રેસ પ્રમુખ,પોરબંદર
વીઓ-2
પોરબંદર મનપા દ્વારા બુદ્ધિનુ પ્રદર્શન કરી જે રીતે આશરે 1 કરોડના ખર્ચે આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો છે તેમાં જે રીતે એક તરફ લાઇટ અને વચ્ચે લાઇટ તો એક તરફ કોઈ લાઇટ જોવા નથી મળ રહી.આ પ્રકારના લાઇટ ફિટિગ અંગે મનપા કમિશનરને પુછતા તેઓએ એવું જણાવ્યું કે જે સાંભળીને આશ્ચર્ય થાય, કમિશનરે આ અંગે કહ્યું કે,જે સાઇડ લાઇટ નથી ફિટ કરાઇ તેનું કારણ એ છે કે તે સાઇડ લાઇટ ફિટીગ માટે જગ્યા નથી.તો આઇકોનિક રોડ એટલે શું તેમાં ક્યાં પ્રકારની કામગીરી હોય છે તો તે અંગે પણ કમિશનરે એવું જણાવ્યું હતું કે, લોકોને ગમે તેવો રોડ હોય એટલે આઇકોનિક રોડ એવું કમિશનર જણાવતા જોવા મળ્યા હતા.
બાઇટ-2
હસમુખ પ્રજાપતી
કમિશનર,પોરબંદર મહાનગરપાલિકા
વીઓ-3
નાગરિકો તેઓને જરુરી સુવિધાઓ મળે તે માટે પોરબંદર મહાનગરપાલિકાના મસમોટા હાઉસ ટેક્સ ભરે છે પરંતુ કોઇપણ પ્રકારના આયોજન વગર માત્ર આ રીતે પૈસાનો વેડફાટ થતો જોઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.લોકો ઇચ્છી રહ્યા છે ઘર પાસે જે સ્ટ્રીટ લાઈટો બંધ છે તેને ચાલુ કરો ઉબડખાબડ રસ્તા છે તેને સારા કરો અને રોડ પર એક બાદ એક જે લેયર ધાબડવાની જે પ્રથા ચાલે છે તેને બદલે રોડ બંને ત્યારે જુના લેયરને દુર કરી નવો રોડ બનાવવામાં આવે કારણ કે દિવસે દિવસે રોડ ઉપર ઘરો નીચા જતા રહેતા હોવાથી ચોમાસામાં વરસાદી પાણી સીધા લોકોના ઘરમાં ઘુસી રહ્યા છે.માત્ર આટલી પાયાની પણ કામગીરી જો આયોજન પૂર્વક કરવામાં આવેને તો જનતાને આટલું જ જોઇએ છે કોઇ આવા આઇકોનિક રોડના નાટકો પ્રજા ઇચ્છતી નથી.
અજય શીલુ,ઝી મીડિયા,પોરબંદર
12
Report
GPGaurav Patel
FollowSept 04, 2025 11:33:53Ahmedabad, Gujarat:
બ્રેકિંગ
MS યુનિવર્સિટી કુલપતિ વિવાદમાં કોંગ્રેસનો મોટો આરોપ
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું તીખું નિવેદન ભાજપના કુલપતિ શ્રીવાસ્તવની માહિતી બહાર આવી
શ્રીવાસ્તવની બુંદેલખંડની ડિગ્રી અને પદવી ખોટી છે - મનીષ દોશીનો દાવો
શૈક્ષણિક લાયકાતને લઈને સ્થાનિક સંગઠનોએ અનેક રજૂઆત કરી, પરંતુ કોઈ કાર્યવાહી ન થઈ
સરકાર તરફથી કોઈ બોલવા તૈયાર નથી
રાજ્યમાં કેટલી યુનિવર્સિટીઓમાં ખોટી પદવીવાળા કુલપતિઓ છે? તપાસની માંગ - મનીષ દોશી
શ્રીવાસ્તવના કાર્યકાળ દરમિયાન લેવાયેલા તમામ નિર્ણયોની તપાસ થાય - કોંગ્રેસની માંગ
ખોટી પદવી મામલે MS યુનિવર્સિટીએ ફરિયાદ દાખલ કરાવવી જોઈએ - મનીષ દોશી
બાઇટ
મનીષ દોશી
પ્રવક્તા ગુજરાત કોંગ્રેસ
13
Report
AKAshok Kumar
FollowSept 04, 2025 11:11:13Junagadh, Gujarat:
જુનાગઢ..
માંગરોળમાં મકાન ધરાસાઈ નો મામલો
માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગટીયા નું નિવેદન
ઘટનાની જાણ થતા ચીફ ઓફિસરને સ્થળ પર કરાયા રવાના
કલેકટર કચેરી ખાતે મીટીંગ માંથી ધારાસભ્ય માંગરોળ જોવા રવાના
જુના જર્જરીત મકાનો ઉતારવા ધારાસભ્ય સરકારને કરશે રજૂઆત
મૃતકોને સહાય ચૂકવવા સરકારમાં કરાશે રજૂઆત
બાઈટ ભગવાનજી કરગથિયા
ધારાસભ્ય માંગરોળ
અશોક બારોટ
જૂનાગઢ
14
Report
JBJayendra Bhoi
FollowSept 04, 2025 11:11:08Godhra, Gujarat:
બ્રેકીંગ :: પંચમહાલ ::
પંચમહાલ ના ઘોઘમ્બા નો કરાડ ડેમ ઓવર ફ્લો થયો
ડેમ ઓવરફ્લો થતા સર્જાયા નયનરમ્ય દ્રષ્યો
કરાડ ડેમ ના ઉપરવાસ એવા ઘોઘંબા અને બારીયા તાલુકા માં ભારે વરસાદ થતા ડેમ ઓવરફ્લો થયો
ડેમ માં 900 ક્યુસેક વરસાદી પાણી ની આવક થતા ડેમ ઓવરફ્લો થયો
14
Report
CPCHETAN PATEL
FollowSept 04, 2025 10:51:22Surat, Gujarat:
સુરત બ્રેકિંગ
સુરત પોલીસની 22 નવી જનરક્ષક તથા 30 નવી બોલરો ગાડીઓનું ફલેગ ઓફ કરવામાં આવ્યું
સુરત પોલીસ હેડક્વાર્ટર બિલ્ડિંગ ખાતેથી ફલેગ ઓફ કરવામાં આવ્યું
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે નવી બોલરો ગાડીઓને ફલેગ ઓફ કરવામાં આવ્યું
હર્ષ સંઘવી સ્પીચ શરૂ......
હું આજે સુરતમાં છું
સવારથી જ અનેક ગણપતિ મંડપોમાં જઈને આવ્યો
તમામ ગણપતિ ભક્તોએ સુરત પોલીસનો આભાર માન્યો છે
રાત્રે ગણપતિ મંડપમાં ચોરી થાય અને ગણતરી કલાકમાં પોલીસ તેમને પકડી લે
જે પોલીસની કામગીરી બિરદાવા લાયક છે
હર્ષ સંઘવી સ્પીચ પૂર્ણ......
14
Report
GDGaurav Dave
FollowSept 04, 2025 10:51:17Rajkot, Gujarat:
SLUG - 0409ZK_LIVE_RJT_GST_CHAMBER
REP - GAURAV DAVE
CAM - UDAY PAWAR
FEED - TVU 75
એન્કર - રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કેન્દ્ર સરકારના GST સ્લેબના ફેરફારના નિર્ણયને આવકર્યો હતો. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી. પી. વૈષ્ણવે જણાવ્યું હતું કે, જીએસટીમાં આવેલા આ સ્લેબમાં ફેરફારથી રાજકોટના ઉદ્યોગોને ફાયદો થશે. MSME ઉદ્યોગોને જીએસટીમાં ફેરફાર કરવામાં આવતા ખૂબ જ ફાયદો થશે. નાના ઉદ્યોગોની સ્થિતિ ટ્રમ્પના ટેરીફના કારણે વધારે ખરાબ થઈ હતી. જે જીએસટીના આ ફેરફારના કારણે થોડી રાહત મળશે. જોકે નાના ઉદ્યોગોને હજુ ત્રણ મહિના જેટલો સમય લાગશે. ઓટો મોબાઇલ ક્ષેત્રમાં થઈ રહેલી ગુચવણનું સોલ્યુશન આવી શકશે.
બાઈટ - વી. પી. વૈષ્ણવ, પ્રમુખ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ
(હિન્દી બાઈટ પણ ઉતારી છે)
12
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 04, 2025 10:51:12Modasa, Gujarat:
સ્લગ- પાલિકા સંકલન
એન્કર:- રાજ્ય સરકાર દ્વારા જિલ્લા સંકલન બાદ હવે નગરપાલિકા સંકલન બેઠકનું નવતર આયોજન શરૂ કરાયું છે જેના ભાગરૂપે મોડાસા શહેરના સર્કિટ હાઉસ ખાતે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આવતી કુલ 8 નગરપાલિકાઓની રીવ્યુ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગાંધીનગર ઝોનના પ્રાદેશિક કમિશનર બી.એમ. પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, વી.ડી. ઝાલા અને રમણલાલ વોરા પણ ઉપસ્થિતિમાં રહ્યા હતા.
આ રિવ્યુ મીટિંગ દરમિયાન નગરપાલિકાઓમાં ચાલી રહેલા વિકાસ કામો, અટવાયેલા પ્રોજેક્ટ્સ તેમજ આગામી સમયમાં શરૂ થનારા નવા કામો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પ્રત્યેક નગરપાલિકાના પ્રમુખો અને અધિકારીઓએ તેમના વિસ્તારમાં આવેલી સમસ્યાઓ અને જરૂરિયાતો રજૂ કરી હતી.
મુલાકાતના અંતે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી અને વિકાસ કાર્યોમાં તેજી લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
બાઈટ - નીરજભાઈ શેઠ - પ્રમુખ,મોડાસા નગરપાલિકા
મહેશ પરમાર
ઝી મીડિયા
અરવલ્લી
12
Report
JBJayendra Bhoi
FollowSept 04, 2025 10:15:22Godhra, Gujarat:
બ્રેકીંગ :: પંચમહાલ ::
પંચમહાલ સહિત મધ્ય ગુજરાતમાં નામના ધરાવતી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં મોટા ભ્રષ્ટાચાર ના આક્ષેપ
ડિપાર્ટમેન્ટ શરૂ થાય એ પહેલા જ પીએચડી ની ડિગ્રી ની લ્હાણી કરાઈ હોવા ના કોંગ્રેસ ના આક્ષેપ
લાઈબ્રેરી સાયન્સ ના વિદ્યાર્થીઓ ના માધ્યમ થી જાણવા મળ્યું છે કે આ કોર્સ માં પોસ્ટ ગ્રેજ્યુએશન હમણાં થોડા મહિના પહેલા જ શરૂ થયુ છે પણ 4 થી 5 વિદ્યાર્થીઓ એના પહેલા જ ડોક્ટરેટ ની ડિગ્રી મેળવી લીધી હતી
કોંગ્રેસ ના પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડિયા એ ગોધરા માં પ્રેસ કોન્ફરન્સ કરી યુનિવર્સિટી સામે લગાવ્યા ગંભીર આક્ષેપ
યુનિવર્સિટીની સ્થાપના ને 10 વર્ષ થયાં છતાં હઝુ મોટાભાગ ના ડિપાર્ટમેન્ટ અલગ અલગ જગ્યાઓ પર ચાલે છે
કુલ 3 બિલ્ડીંગ માં 12 જેટલા ડિપાર્ટમેન્ટ ચાલે છે
યુનિવર્સિટી માં મોટાભાગના કોર્સ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો માં ચલાવાય છે
યુનિવર્સિટી ખૂબ દૂર હોવા થી વિદ્યાર્થીઓ ને ખૂબ જ તકલીફો પડે છે
કોંગ્રેસ પ્રવક્તા ના શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સામે થયેલ આક્ષેપો થી શિક્ષણ જગત માં ખળભળાટ
13
Report
HShakimuddin shabbirbhai
FollowSept 04, 2025 10:15:16Vadodara, Gujarat:
એન્કર:
ગુજરાત રાજ્યના રાજ્યપાલએ છોટાઉદેપુરના ટીમબી ગામે આદિવાસી સમાજના પરિવાર સાથે રાત્રિ રોકાણ કરી સાથે દેશી ભોજન કર્યું. સાથે બોડેલી સ્વામિનારાયણ મંદિર ખાતે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પ્રાકૃતિક ખેતીને લઈને ખેડૂતોને માહીતી આપી અને ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી તરફ વડે તે માટે અપીલ કરી.
વી. ઓ
છોટાઉદેપુરના બોડેલી ખાતે સ્વામિનારાયણ મંદિર ખાતે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે ચર્ચા કરી અને રાસાયણિક ખાતરનો ઉપસંયોગ બંધ કરી પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરી શકાય અને તેના શું ફાયદાઓ થાય જેના વિશે ખેડૂતોને માહિતી આપી સાથે જિલ્લાના ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી તરફ વડે તે માટે અપીલ કરી હતી. પ્રાકૃતિક ખેતી માટે જીવાઅમૃત બનાવની રીત વિશે માહિતી આપી હતી. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યોને પણ પ્રેરણા પુરી પાડવાનું આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જિલ્લાના ખેડૂતો જિલ્લાના સાસંદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા કલેક્ટર ઉપસ્થિત રહ્યા હતા.
વી. ઓ
રાજ્યપાલ દ્વારા ટીમ્બી ગામે આદિવાસી ખેડૂતને પ્રફુલ રાઠવાના ઘરે ત્યાં રાત્રિ રોકાણ કરી આદિવાસી પરિવાર સાથે દેશી ભોજન કર્યું હતું ટીમ્બી ગામના પ્રફુલ રાઠવા સાથે રાજયપાલ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે ચર્ચોઓ કરી હતી અને પ્રફુલભાઈ દ્વારા કરવામાં આવતી પ્રાકૃતિક ખેતીની માહિતી લીધી આદિવાસી પરિવારના ઘરે રાત્રી રોકાણ કરતા આદિવાસી પરિવારમાં ખુશી જોવામળી હતી
બાઈટ : પ્રફુલ રાઠવ. ટીમ્બી ખેડૂત
14
Report
GDGaurav Dave
FollowSept 04, 2025 10:05:58Rajkot, Gujarat:
SLUG - 0409ZK_LIVE_RJT_GST
REP - GAURAV DAVE
CAM - UDAY PAWAR
FEED - TVU 75
એન્કર - કેન્દ્ર સરકારના GST કાઉન્સિલના નિર્ણયને રાજકોટના ઉદ્યોગકારોએ આવકર્યો છે. રાજકોટના ઉદ્યોગકારોએ કેન્દ્ર સરકાર દ્વારા GST સ્લેબમાં મોટા ફેરફાર કર્યા તેની ખુશી વ્યક્ત કરી હતી. 12 ટકા અને 28 ટકાનો સ્લેબ હટાવતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ઉદ્યોગોને બુસ્ટ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી. GST સ્લેબના ફેરફારને લઈ એન્જિનિયરિંગ એસોસિએશનને નિર્ણય આવકર્યો હતો. રાજકોટને એન્જિનિયરિંગ હબ માનવામાં આવે છે. રાજકોટ એન્જીન્યરીંગ સાથે જોડાયેલ ઉધ્યોગપતિઓએ કહ્યું વડાપ્રધાને દિવાળી ગિફ્ટ આપી છે. રાજકોટના ઉદ્યોગોને નવું બુસ્ટ મળશે. રાજકોટ ઑટો મોબાઇલ્સ હબ ગણવામાં આવે છે જે GST સ્લેબનો 28માંથી 18 ટકામાં સમાવેશ થયો છે. સાથે જ કૃષિ ઉદ્યોગને પણ મોટો ફાયદો થશે..
ટ્રેક્ટરની જેમ ડીઝલ એન્જિન કૃષિ પ્રોડક્ટ્સ સમાવેશ થાય તેવી આશા વ્યક્ત કરી છે. GSTના બે સ્લેબ જ રહ્યા તે ફાયદા કારક છે. ડીઝલ એન્જીનને કૃષિ પ્રોડક્ટમાં સમાવેશ કરવા માંગ કરી છે. જવેલરી ઉદ્યોગોને GST ઘટવાને કારણે બુસ્ટ મળશે. સ્ટેશનરીમાં GST કાઢવામાં આવ્યો જેનાથી મોટાભાગના લોકોને ફાયદો થશે...
*ચોપાલ - ગૌરવ દવે*
*બાઈટ - નરેન્દ્ર પાંચાણી, પ્રમુખ, રાજકોટ એન્જીનીયરીંગ એસો* (હિન્દી)
*બાઈટ - પિયુષ પરસાણા, ઓટો મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ* (હિન્દી)
*બાઈટ - આશિષ સરધારા, કૃષિ ઉદ્યોગકાર* (હિન્દી)
14
Report
GPGaurav Patel
FollowSept 04, 2025 10:05:52Ahmedabad, Gujarat:
ઘેડ વિસ્તાર ની નદીઓ માં વરસાદી પાણી થી પૂર્ણ આવે છે
નદીઓ નું પાણી આવે તો દરવાજા દરિયા બાજુ ખુલે તેવું હતી
ઘેડ વિકાસ સમિતિ દૂર કરી દેવામાં આવી જેથી હવે સંભાળવા વાળુ કોઈ નથી
આ સરકાર દરવાજા પાસે દીવાલો ચણી છે
ઘેડ ના સ્થાનિકો પ્રશ્નો ને વાચા આપવા કોઈ સાંભળવા તૈયાર નથી
ઘેડ ના વિસ્તાર 35 વર્ષ માં પાંચ ગણો વધી ગયો છે
1500 કરોડ ના વિકાસ કાર્યો ઘેડ વિસ્તાર માટે જાહેર કર્યા જેમાંથી 31 કરોડ ના કામો મંજૂર કર્યા છે
ઘેડ વિસ્તાર બાબતે સરકાર ગંભીર નથી
બાઇટ
જયનારાયણ વ્યાસ
નેતા કોંગ્રેસ
14
Report