Back
સચિનમાં પિતાની હત્યા: પુત્રનો ચોંકાવનારો કૃત્ય!
PDPRASHANT DHIVRE
Aug 16, 2025 10:15:10
Surat, Gujarat
અપ્રુવલ:વિશાલ ભાઈ
PACLAGE
વિઝ્યુઅલ:ઘટના સ્થળ,પરિવાર,સિવિલ,પોલીસ, મૃતક ફોટો
બાઈટ:પોલીસ,પરિવાર
એંકર:સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક સગીર પુત્રએ તેના પિતાની ઘાતકી હત્યા કરી છે. આ હત્યા પાછળનું કારણ પુત્રને તેના પિતાના અન્ય મહિલા સાથેના સંબંધો હોવાની શંકા હતી.ઘટનાની વિગતો
વીઓ:1 આ ઘટના સુરતના પાલી ગામમાં બની હતી. 40 વર્ષીય મૃતક ચેતન રાઠોડ બાગકામમાં નોકરી કરતા હતા, જ્યારે તેમનો 17 વર્ષનો સગીર પુત્ર ફિલ્ટર પાણીના બાટલા ડિલિવરી કરવાનું કામ કરતો હતો.પોલીસના જણાવ્યા અનુસાર, ચેતન રાઠોડ અને તેમના પત્ની-પુત્ર વચ્ચે એક મહિના પહેલાં પણ અન્ય મહિલા સાથેના સંબંધોને લઈને ઝઘડો થયો હતો. આ ઝઘડા બાદ ચેતનની પત્ની તેમના પુત્ર અને પુત્રીને લઈને પિયર પણ જતી રહી હતી, પરંતુ થોડા સમય બાદ તેઓ પાછા ફર્યા હતા.
બાઈટ: એન પી ગોહિલ (સુરત શહેર પોલીસ એસીપી)
વીઓ:2 ગત રાત્રિએ, ફરીથી આ જ મુદ્દે પિતા-પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત વણસતા, આવેશમાં આવીને સગીર પુત્રએ ઘરમાંથી ચપ્પુ લઈ પોતાના પિતા પર જીવલેણ હુમલો કર્યો. આ હુમલામાં ચેતન રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
બાઈટ: એન પી ગોહિલ (સુરત શહેર પોલીસ એસીપી)
1-2-1: પ્રશાંત ઢીવરે
બાઈટ:સતીશ રાઠોડ (મૃતક ના ભાઈ)
વીઓવી3 ઘટનાની જાણ થતા જ સચિન જીઆઈડીસી પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે હત્યાના આરોપસર સગીર પુત્રની અટકાયત કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચારનો માહોલ છે.
પ્રશાંત ઢીવરે - સુરત
PACKAGE
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
HPHARSHAD PATIL
FollowAug 16, 2025 10:34:23Palghar, Maharashtra:
पालघर - पालघरसह केळवे सफाळे परिसरात मागील दोन तासांपासून पावसाची दमदार बॅटिंग . मागील दोन तासापासून पश्चिम भागात मुसळधार पाऊस सुरू . सफाळे सह परिसरात सखल भागात पाणी साचण्यास सुरुवात . बोईसर तारापूर औद्योगिक क्षेत्रात देखील रस्त्यावर पाणीच पाणी . गटारींचे योग्य काम केलं नसल्याने रस्ते पाण्याखाली . वाहन चालक आणि प्रवाशांची तारांबळ . आज पालघर जिल्ह्यात पावसाचा ऑरेंज अलर्ट . दुपारनंतर पालघर ,सफाळे , केळवे , चिंचणी , तारापूर या भागात मुसळधार पाऊस सुरू.
14
Report
NJNILESH JOSHI
FollowAug 16, 2025 10:34:13Vapi, Gujarat:
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી બ્રેક
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સામરવણીની ઘટના
દાદરા નગર હવેલીમાં સામૂહિક આપઘાતથી ચકચાર
પિતા અને બે બાળકોના ઘરમાંથી મળ્યા મૃતદેહ
ઘરમાંથી જ એક સુસાઇડ નોટ પણ મળી
પ્રદેશ પોલીસનો કાફલો ઘટના સ્થળે
કારણ જાણવા પોલીસે હાથ ધરી તપાસ
મૃતકોમાં પિતા સુનિલ ભેકરે, અને પુત્ર જય અને પુત્રી આર્યા
પ્રાથમિક રીતે બંને બાળકો હેંદીકેપ
* *બાઈટ: જીતેન્દ્ર ઠાકુર, સ્થાનિક*
13
Report
PPPoonam Purohit
FollowAug 16, 2025 09:51:49Shivpuri, Madhya Pradesh:
सुरवाया थाना क्षेत्र में बड़ा सड़क हादसा :
ट्रेवलर ट्रक में घुसी, 10 से अधिक लोग घायल, ट्रक ड्राइवर की मौके पर मौत, काशी से गुजरात जा रहे थे
ટ્રાવેલર અને ટ્રક વચ્ચે સામસામે અકસ્માત.
ઓરકેસ્ટ્રા ગ્રુપના સભ્યો ટ્રાવેલરથી ગુજરાત પરત ફરી રહ્યા હતા.
ઘટનામાં 4 લોકોના મોત થયા છે.
7 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ છે.
અકસ્માત એટલો ભીષણ હતો કે ટ્રાવેલર નજુદી રીતે કચડાઈ ગઈ હતી.
ટ્રાવેલર ડિવાઇડર ચડીને બીજી લેનમાં જઈ ટ્રક સાથે અથડાઈ.
શિવ કથામાં પર્ફોર્મ કરી રહ્યા હતા. કથા પૂરી થઈને તેઓ પરત જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની.
અનુમાન મુજબ ડ્રાઈવરને ઊંઘ આવવાથી ટ્રાવેલર ડિવાઇડર પર ચડી ગઈ.
મૃતદેહોનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે.
ઘાયલોની સારવાર શિવપુરીની જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ચાલી રહી છે.
14
Report
LJLakhani Jaydeep
FollowAug 16, 2025 09:35:55Dwarka, Gujarat:
વીઓ 01:- જન્માષ્ટમીનો પાવન પર્વ દ્વારકાધીશ મંદિરમાં ખૂબ જ ભવ્યતા અને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાનને વિશેષ શૃંગાર કરવામાં આવે છે અને તેમની પૂજા-અર્ચનામાં અનેક પરંપરાઓનું પાલન થાય છે. જન્માષ્ટમીના તહેવાર દરમિયાન, ભગવાનને સાત પ્રકારના વિશેષ ભોગ ધરાવવામાં આવે છે. જે તેમની પ્રત્યેની ભક્તિ અને પ્રેમનું પ્રતીક છે. આ દિવસે, ભગવાનની ચાર આરતી કરવામાં આવે છે. જેમાંથી દરેક આરતીનું પોતાનું આગવું મહત્વ છે. આખા દિવસની ભક્તિ અને ઉત્સવનો અંત રાત્રે બાર વાગ્યે થાય છે. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થાય છે. આ પવિત્ર ક્ષણે, જન્મોત્સવની મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. જેમાં હજારો ભક્તો ભગવાનના જન્મના દર્શન કરવા અને આરતીમાં સામેલ થવા માટે ઉમટી પડે છે. આ દ્રશ્ય ખરેખર અદ્ભુત અને શ્રદ્ધાપ્રેરક હોય છે.
121 :- ચેતનભાઈ ઠાકર, પૂજારી દ્વારકાધીશ જગત મંદિર,દ્વારકા
FEED :- LIVE TVU 1608ZK_LIVE_DWK_JAYDEEP
14
Report
CPCHETAN PATEL
FollowAug 16, 2025 09:35:34Surat, Gujarat:
સુરત :- LCB ઝોન વન ની ટીમને મળી સફળતા
પુણા વિસ્તારમાં એમડી ડ્રગ્સ ઝડપાયું
એમડી ડ્રગ્સ સાથે મહિલા સહિત ૩ આરોપી ઝડપાયા
રૂપિયા ૫.૦૭ લાખ નો મુદ્દામાલ જપ્ત
આરોપી શબાના ખાન પઠાણ અંસાર શેખ અને ગજેન્દ્ર નેગી ની ધરપકડ
પ્લાસ્ટિક ની નાની પાઉચ માં એમડી વેચતા હતા
13
Report
AKArpan Kaydawala
FollowAug 16, 2025 08:31:43Ahmedabad, Gujarat:
અમદાવાદ
શહેરમાં સર્જાયું વરસાદી વાતાવરણ
જુદા જુદા વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ
પૂર્વ અને પશ્ચિમ બંને તરફ હળવો મધ્યમ વરસાદ
પશ્ચિમના રિવરફ્રન્ટ, પાલડી , વાસણા , આશ્રમરોડ , ઉસ્માનપુરા , સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ
સ્વસ્તિક ક્રોસ રોડ, મોબાઈલ વિડિઓ , wkt
14
Report
HBHimanshu Bhatt
FollowAug 16, 2025 08:16:56Morbi, Gujarat:
Slug 1608ZK_MRB_SHOBHA_YATRA
Format AVBB
Reporter HIMANSHU BHATT
Feed 1608ZK_MRB_SHOBHA_YATRA
Date 16/8/24
Location MORBI
APPROVAL: DAY PALN
એન્કર
મોરબીમાં આજે જન્માષ્ટમી નિમિતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના ધારાસભ્ય સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો સહિતના હાજર રહ્યા હતા. અને મોરબીના માર્ગો ઉપરથી શોભાયાત્રા નીકળી હતી. ત્યારે શહેરના માર્ગો “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી” ના નાદથી ગુંજી ઉઠ્યા હતા.
વીઓ
આજે સમગ્ર દેશમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ એટ્લે કે જન્માષ્ટમીની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જો મોરબીની વાત કરીએ તો મોરબીમાં આજે સર્વ હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકો આનંદ સાથે જોડાયા હતા અને મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપરથી શોભાયાત્રાને શરૂ કરવામાં આવી હતી ત્યારે “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી” ના નાદથી શહેરના માર્ગો ગુંજી ઉઠયા હતા. આ ઉપરાંત રાસ-ગરબા, મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે મટકી ફોડ કરતની સાથે જ નંદ ઘેર આનંદ ભયો..જય કનૈયા લાલ કી. ના નાદ ગુંજી ઉઠ્યા હતા અને મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રામાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
બાઇટ 1: જીલેશભાઈ કાલરિયા, પ્રમુખ, મોરબી જિલ્લા વિહિપ
બાઇટ 2: જયંતીભાઈ રાજકોટિયા, પ્રમુખ, મોરબી જિલ્લા ભાજપ
14
Report
PDPRASHANT DHIVRE
FollowAug 16, 2025 08:16:50Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ
PACLAGE
એંકર:સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક સગીર પુત્રએ તેના પિતાની ઘાતકી હત્યા કરી છે. આ હત્યા પાછળનું કારણ પુત્રને તેના પિતાના અન્ય મહિલા સાથેના સંબંધો હોવાની શંકા હતી.
વીઓ:1 આ સમગ્ર ઘટનાની વિગત અનુસાર, પાલી ગામમાં રહેતા ચેતન રાઠોડ નામના વ્યક્તિની તેના જ સગીર પુત્રએ ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી છે. મૃતક ચેતન રાઠોડ બાગકામમાં નોકરી કરતા હતા. જ્યારે તેમનો પુત્ર ફિલ્ટર પાણીના બાટલા ડિલિવરી કરવાનું કામ કરતો હતો.ઘટના સમયે, ચેતન રાઠોડ પોતાના ઘર પાસે મોબાઈલમાં ગેમ રમી રહ્યા હતા. તે જ સમયે, તેમનો સગીર પુત્ર ત્યાં આવ્યો અને અચાનક તેમના પર ચપ્પુ વડે હુમલો કર્યો. આ હુમલામાં ચેતન રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
1-2-1: પ્રશાંત ઢીવરે
બાઈટ:સતીશ રાઠોડ (મૃતક ના ભાઈ)
વીઓ:2 હુમલાના અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. જોકે, ત્યાં સુધીમાં ચેતન રાઠોડનું નિધન થઈ ગયું હતું. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.પોલીસને ઘટનાની જાણ થતા સચિન જીઆઈડીસી પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.પોલીસે હત્યારા સગીર પુત્રની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક ચેતન રાઠોડના પરિવારમાં તેમની પત્ની, બે પુત્રો અને એક પુત્રી છે. બે પુત્રો પૈકી મોટા સગીર પુત્રએ જ આ અત્યંત ગંભીર કૃત્ય કર્યું છે.
પ્રશાંત ઢીવરે - સુરત
PACKAGE
14
Report
NDNavneet Dalwadi
FollowAug 16, 2025 07:49:55Bhavnagar, Gujarat:
રિપોર્ટર: નવનીત દલવાડી.
લોકેશન: પાલીતાણા, ભાવનગર.
તારીખ: ૧૬/૦૮/૨૦૨૫.
સ્ટોરી: પેકેજ.
એપ્રુવલ: ડેસ્ક.
સ્લગ: પાલીતાણા ખાતે જન્માષ્ટમી શોભાયાત્રાનું કેન્દ્રિયમંત્રીએ કરાવ્યું પ્રસ્થાન.
એન્કર:
સમગ્ર દેશભરમાં જન્માષ્ટમી પર્વની ભારે આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં પાલીતાણાના ભવાની મંદિરેથી છેલ્લા 26 વર્ષથી ભગવાન જન્માષ્ટમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે જન્માષ્ટમી પર્વે 27મી શોભાયાત્રાનું કેન્દ્રિયમંત્રી ડો.મનસુખભાઇ માંડવીયાના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં પાલીતાણા ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ, ગુજરાત ભાજપ સંગઠનના ઉપાધ્યક્ષ, સંતો મહંતો અને મોટી સંખ્યામાં ભકતો શોભાયાત્રામાં જોડાયા હતા. જન્માષ્ટમીની આ શોભાયાત્રામાં વિવિધ પ્રકારના ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
વિઓ ૧:
સમગ્ર ગોહિલવાડ પંથકમાં આજે જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ભાવનગર જિલ્લાના તીર્થધામ પાલીતાણા ખાતે પરંપરાગત જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે એ પરંપરાને જાળવી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા આ વર્ષે 27 મી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રાના પ્રસ્થાન પ્રસંગે કેન્દ્રિયમંત્રી ડો. મનસુખ માંડવીયા પાલીતાણા ભવાની મંદિર પહોંચ્યા હતા. જ્યાં માતાજીની પૂજા અર્ચના કરી બાલકૃષ્ણને રથમાં પધરાવી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. રથયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયેલા વિવિધ પ્રકારના ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ તકે મંત્રીએ કહ્યું કે આપણા તહેવારો અને શોભાયાત્રાઓ થકી લોકોમાં ધાર્મિક ભાવના અને એકતામાં વધારો થાય છે. જેમાં આપણી સંસ્કૃતિના દર્શન પણ થાય છે. બે કિલોમીટર લાંબી શોભાયાત્રા પાલીતાણા શહેરના ૧૦ કિલોમીટર રૂટ પર ફરશે, આ શોભાયાત્રા કોમી એકતાનું પ્રતિક બની આપસી ભાઈચારાની ભાવનાને વધુ ગાઢ બનાવે છે. આ રથયાત્રા નિહાળવા પાલીતાણા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર માંથી હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.
બાઈટ: ડો. મનસુખ માંડવીયા, કેન્દ્રીયમંત્રી, ભારત સરકાર.
14
Report
RMRaghuvir Makwana
FollowAug 16, 2025 07:49:31Botad, Gujarat:
DATE-16-08-2025
SLUG-1608 ZK LEB OPENING
FORMET-PKG
SEND-FTP
REPORTER-RAGHUVIR MAKWANA-9724305108
APPROVAL-STORY IDEA
એન્કર
ગઢડાના સુપ્રસિદ્ધ ગોપીનાથજી દેવ મંદિરે સમાજસેવાની ભાવના સાથે એક અનોખી પહેલ કરી છે. સામાન્ય વર્ગના લોકો માટે મોંઘી બની રહેલી આરોગ્ય તપાસને ધ્યાનમાં રાખીને, મંદિરે સહજાનંદ ફ્રી પેથોલોજી લેબોરેટરી શરૂ કરી છે. આ લેબમાં લોકો માટે તમામ જરૂરી ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવશે.
વિઓ
નાની-મોટી બીમારીઓ માટે જરૂરી લેબોરેટરી ટેસ્ટ અનેક પરિવારો માટે આર્થિક બોજ બની રહે છે. આ મુશ્કેલીને હળવી કરવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલી આ લેબમાં સીબીસી, વિટામિન, સુગર, બી-12, યુરિક એસિડ, કોલેસ્ટ્રોલ સહિત ૬૦થી વધુ પ્રકારના આરોગ્યલક્ષી ટેસ્ટ મફતમાં થશે.
બાઈટ-હરીજીવન દાસજી સ્વામી-ચેરમેન
મંદિરના ચેરમેન હરિજીવનદાસજી સ્વામીએ આ સેવાનો લાભ લેવા માટે સમાજના દરેક વર્ગના લોકોને અનુરોધ કર્યો છે. આ પગલું ધાર્મિક સંસ્થા દ્વારા સમાજ કલ્યાણની દિશામાં એક મહત્ત્વપૂર્ણ યોગદાન તરીકે જોવામાં આવે છે. આ લેબ શરૂ થવાથી, ગઢડા અને આસપાસના વિસ્તારના લોકોને નિદાન માટેની સુવિધા વિનામૂલ્યે મળશે.
બાઈટ-ડો.જી.વી.કળથીયા
બાઈટ-સુરેશભાઈ ગોધાણી-અગ્રણી
14
Report
HShakimuddin shabbirbhai
FollowAug 16, 2025 07:47:46Vadodara, Gujarat:
એન્કર :
છોટાઉદેપુરના ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે ભારજ નદીની અંદર પાણીનો પ્રવાહ વધતા બે દિવસ અગાઉ બનાવવામાં આવેલું જનતા ડાયવર્ઝન ધોવાઈ જતા ફરી લોકોની મુશ્કેલીઓ વધી છે ફરી લોકોને 30થી 40 કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવ્યો છે.
વી.ઓ
છોટાઉદેપુર ના ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે ભારજ નદીમાં પાણીનો પ્રવાહ વધતા બે દિવસ અગાઉ બનાવવામાં આવેલું જનતા ડ્રાઇવરજન ફરી ધોવાઈ ગયું છે સરકાર દ્વારા ચાર કરોડના ખર્ચે ચાર મહિના અગાઉ બનાવવામાં આવેલું ડ્રાઈવરજન પહેલા જ વરસાદમાં ધોવાઈ જતા લોકોની મુશ્કેલીઓ વધી હતી અને લોકોને 30 થી 40 કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવ્યો હતો. લોકોની મુશ્કેલી ઘટે તે માટે શિહોદ ગામના ગ્રામજનો દ્વારા જનતા ડ્રાઈવરજન બનાવવામાં આવ્યું હતું. સ્વખર્ચે આ જનતા ડ્રાઇવરજન બનાવવામાં આવ્યું હતું. બે દિવસ અગાઉ બનાવવામાં આવેલુ આ ડ્રાઇવરજન ગઈકાલે રાત્રિ દરમિયાન ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે ભારજ નદીમાં પાણીનો પ્રવાહ વધતા જનતા ડાયવર્ઝન ધોવાઈ ગયું છે જેને લઈને લોકોની મુશ્કેલીઓમાં ફરી વધારો થયો છે ફરી લોકોને 30થી 40 km નો ફેરો કરવાનો વારો આવ્યો છે જેને લઇને લોકોમાં રોષ જોવા મળ્યો છે સરકાર દ્વારા વહેલી તકે ડાઈવરજન બનાવવામાં આવે અને જ્યાં સુધી બ્રિજ ન બને ત્યાં સુધી ડાયવર્ઝન ટકે એ પ્રમાણેનું ડાઈવરજન બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
બાઈટ : સુનિલ રાઠવા.સ્થાનિક રાહદારી
WKT.હકીમ ઘડિયાલી, જનતા ડાઈવરજન ધોવાયુ
14
Report
CPCHETAN PATEL
FollowAug 16, 2025 07:46:59Surat, Gujarat:
સુરત બ્રેક આજે ભગવાન કૃષ્ણનો 5,252 મો જન્મદિન
સમગ્ર દેશ સહિત દુનિયામાં ધામધૂમતી ઉજવણી કરવામાં આવી રહી છે
સુરત ઇસ્કોન મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ જામી
ભક્તો માટે આજે ખીચડીનો પ્રસાદ રાખવામાં આવ્યો છે
ભગવાનના આજે 56 ભોગ નો પ્રસાદ ધરાવવામાં આવ્યો
રાત્રી દરમિયાન ભગવાનનો જળ અભિષેક કરવામાં આવશે
રાત્રે 12 વાગ્યે ભગવાનના જન્મદિનની ધામધૂમથી ઉજવણી કરાશે
વોક થ્રુ..ચેતન
14
Report
CPCHETAN PATEL
FollowAug 16, 2025 07:46:54Surat, Gujarat:
સુરત બ્રેક
આજે જન્માષ્ટમી નો પર્વ
સુરતમાં ચોથી વધુ ગોવિંદા મંડળો દ્વારા દહીં હાડી ફોડવામાં આવશે
સુરતમાં પાલનપુર વિસ્તારમાં ગોવિંદા દ્વારા દહીં હાડી ફોડવામાં આવી
સૌથી મોટી મટકી ભાગળ ચાર રસ્તા ખાતે બાંધવામાં આવી
જેમાં 38 ગોવિંદા મંડળો દ્વારા ભાગ લેવામાં આવશે
વોક થ્રુ..ચેતન
14
Report
AKArpan Kaydawala
FollowAug 16, 2025 07:46:49Ahmedabad, Gujarat:
અમદાવાદ
શહેરમાં સર્જાયું વરસાદી વાતાવરણ
જુદા જુદા વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ
પૂર્વ અને પશ્ચિમ બંને તરફ હળવો મધ્યમ વરસાદ
પશ્ચિમના રિવરફ્રન્ટ, પાલડી , વાસણા , આશ્રમરોડ , ઉસ્માનપુરા , સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ
અખબારનગર મોબાઈલ વિડિઓ , wkt
14
Report