Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395007

ખેડૂતોનું રોષ: ખાતર અછત અને ભાવ વધારાથી ચિંતિત!

SVSANDEEP VASAVA
Aug 01, 2025 17:03:10
Surat, Gujarat
નોંધ :- સ્ટોરી એન્ટ્રી સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- માંગરોળ (સુરત) સ્લગ :-3007ZK_SRT_KHATAR_1 ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે. એન્કર... સુરત જિલ્લા માં ખેડૂતો માં ખાતર મુદ્દે રોષ, ખાતર ની અછત અને ભાવ વધારે મુદ્દે ખેડૂતોએ રજુઆતમાં કરી, માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં યુરિયા ખાતરની વર્તાય રહેલી ઘટ દૂર કરવા, ખાતર માં ભાવ વધારો તેમજ યુરિયા ખાતર ખરીદી સાથે નેનો યુરિયા ફરજિયાત કરી ખેડૂતોનું થતું શોષણ અટકાવવા ખેડૂતોએ વિરોધ નોંધાવી આવેદન પત્ર પાઠવ્યું હતું. વિઓ... ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં નાના સીમાંત ખેડૂતો ખેતીકામ કરીને પરીવારનું ભરણપોષણ કરે છે. મુખ્યત્વે ચોમાસું આધારિત ખેતી પર આ વિસ્તારના ખેડૂતો નભે છે. ત્યારે હાલમાં ખેડૂતો રોપણી, વાવણી કામમાં જોતરાઈ ગયા છે. પરંતુ પુરક ખાતર તરીકે ઉપયોગમાં લેવાતાં યુરિયા ખાતર ની અછતનાં કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. વહેલી સવાર થી મોડી સાંજ સુધી સહકારી મંડળીઓના દરવાજે યુરિયા ખાતર લેવાં માટે લાંબી લાંબી કતારો જોવા મળે છે. જેમાં ખેડૂતો ભૂખ્યા તરસ્યા યુરિયા માટે લાઇનમાં ઊભા રહે છે પરંતુ નંબર આવતા આવતાં યુરિયા ખાતર પુરું થાય છે. જેથી ખેડૂતો નિરાશા થઈ પાછો બીજા દિવસ માટે પરત ફરે છે. તો બીજી તરફ યુરિયા ખાતરની ખરીદી સાથે નેનો યુરિયા ફરજિયાત આપવામાં આવે છે એ બંધ કરવા તેમજ ખેડુતો ના પડ્યા પર પાટું હોઈ તેમ ગતરોજ સરકાર દ્વારા NPK ખાતરની એક બેગ માં ૧૩૦ રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે એ પાછો ખેંચવામાં માંગણી કરવામાં આવી હતી. ખેડુતો આરોપી લગાવી રહ્યા છે કે ખેડૂતો ની આવક ડબલ કરવાના બદલે દેવું ડબલ થઈ રહ્યું છે જે ચિંતા જનક બાબત છે. બાઈટ :- કેતન ભટ્ટ (ખેડુત અગ્રણી : માંગરોળ) બાઈટ :- અનુરાગ ચૌધરી (ખેડુત : વાંકલ) બાઈટ :- કીર્તિ પટેલ ( ખેડુત : ઉમરપાડા)
14
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DPDhaval Parekh
Aug 02, 2025 08:20:31
Navsari, Gujarat:
एप्रूवड बाय : विशालभाई स्लग : NVS PHD SARPANCH HINDI नोट: विज़ुअल और बाइट FTP में 7 जुलाई के फोल्डर में आज 06 जुलाई के फोल्डर में अपलोड किया गया है। एंकर : जब जीवन में कोई रास्ता बंद हो जाए तो हार मानने की बजाय दृढ़ निश्चय के साथ आगे बढ़ा जाए तो सफलता के शिखर पर पहुंचा जा सकता है... यह बात नवसारी के तलोंध गांव में हाल ही में बहुमत से सरपंच चुनाव जीतने वाले Phd सरपंच डॉ. नील देसाई ने साबित की है। कक्षा 12 वीं सायंस की परीक्षा में 26 बार परीक्षा में असफल होने के बाद भी डॉ. नील देसाई ने अभी तक हार नहीं मानी और मार्च 2026 में 27वीं बार परीक्षा देकर 12 वीं सायंस में फेल होने के कलंक को मिटाने का एकबार फिर प्रयास करेंगे। वी/ओ : नवसारी जिले में 22 जून को हुए ग्राम पंचायत चुनाव में गणदेवी तहसील के तलोध गांव को समरस करने की कोशिश नाकाम हो गई और चुनाव हुआ। जिसमें गांव की पसंद डॉ. नील देसाई के लिए थी, लेकिन चुनाव में डॉ. नील के खिलाफ दो अन्य उम्मीदवार मैदान में उतरने से हुए चुनाव में, गांव की 7 हजार से ज्यादा आबादी के मुकाबले 5300 मतदाताओं में से 62 फीसदी ने वोट किया। जिसमें डॉ. नील देसाई 2584 वोटों के भारी बहुमत से विजयी हुए। हालांकि पहली बार राजनीति में हाथ आजमाने वाले डॉ. नील देसाई ने चुनाव में तीन रिकॉर्ड भी अपने नाम किए हैं। एक पूरे गुजरात में 82 फीसदी मार्जिन से सरपंच की जीत, दो गुजरात के पहले Phd सरपंच और तीसरा देश के दूसरे Phd सरपंच बने, जिसकी तारीफ राज्य के मुख्यमंत्री भूपेंद्र पटेल ने भी सरपंच सम्मान समारोह में की। बाइट : डॉ. नील देसाई, सरपंच, तलोध गांव, नवसारी वी/ओ : सरपंच चुनाव में भारी बहुमत से जीत हासिल करने वाले डॉ. नील देसाई का शैक्षणिक सफर भी रोमांचक रहा है। जहां बोर्ड के छात्र परीक्षा के डर से आत्महत्या करने जैसे कदम उठा लेते हैं, वहीं डॉ. नील 12वीं सायंस की परीक्षा में 26 बार फेल हो चुके हैं और अभी तक हार नहीं मानी हैं। तो फिर सवाल उठता है कि डॉ. नील Phd डॉक्टर कैसे बने..? तो वर्ष 1991 में मेंढक के प्रति हिंसा न करने के अपने दृढ़ निश्चय के कारण वे 12वीं सायंस की प्रायोगिक परीक्षा में फेल हो गए, इसलिए उन्होंने 10वीं के आधार पर इलेक्ट्रिकल में डिप्लोमा पूरा किया। बाद में सरकारी नियमों में बदलाव के कारण उन्होंने 12वीं सायंस की परीक्षा दी और अन्य जिम्मेदारियों के साथ-साथ परीक्षा देते हुए कभी एक तो कभी 2 विषयों में फेल हो गए। क्योंकि जब भी उन्होंने परीक्षा दी, सभी विषयों की परीक्षा दी। वहीं दूसरी ओर वर्ष 2005 में राज्य शिक्षा विभाग ने फिर नियम बदले और डॉ. नील ने Bsc साइंस में प्रवेश लिया और फिर सफलता की सीढ़ियां चढ़ते हुए वर्ष 2018 में Phd की उपाधि प्राप्त की। हालांकि 12वीं कक्षा के विज्ञान संकाय में फेल होने का ख्याल डॉ. नील को परेशान कर रहा था, इसलिए उन्होंने परीक्षा दी, लेकिन फेल हो गए, लेकिन Never give up को ध्यान में रखते हुए आगामी मार्च 2026 में 27वीं बार परीक्षा देने की मजबूती से तैयारी कर रहे हैं। बाइट : डॉ. नील देसाई, सरपंच, तलोध गांव, नवसारी वी/ओ : अगर कोई व्यक्ति जीवन में कठिन परिस्थितियों के सामने हार मान लेता है, तो वह अपने इच्छित लक्ष्य को प्राप्त नहीं कर सकता। लेकिन अगर वह दृढ़ इच्छाशक्ति के साथ प्रयास करता रहे, तो सफलता मिले बिना नहीं रहती। डॉ. नील देसाई की शैक्षणिक यात्रा भी जीवन में किसी भी परिस्थिति से हार न मानते हुए लड़ने का संदेश देती है।
3
Report
NDNavneet Dalwadi
Aug 02, 2025 08:20:26
Bhavnagar, Gujarat:
રિપોર્ટર: નવનીત દલવાડી. લોકેશન : ભાવનગર. સ્ટોરી : સ્પે.પેકેજ (હિન્દી બાઈટ સાથે) એપૃવલ : હમીમ સર. સ્લગ: જન્મથી કેલ્શિયમની ખામી, શરીરમાં 50 થી વધુ ફ્રેક્ચર છતાં હિંમત અપાર. એન્કર: ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઝાંઝમેર ગામનો દશરથ મકવાણા નામનો 17 વર્ષીય સગીર યુવક કે જે જન્મથી કેલ્શિયમની ખામીના કારણે આજદિન સુધી ક્યારેય એક ડગલું પણ ચાલી શક્યો નથી. અત્યારસુધીમાં શરીરમાં 50 થી વધુ ફ્રેક્ચર થઈ ચૂક્યા છે, છતાં આ સગીર યુવક હવે સોશિયલ મીડિયામાં પોતાની કળા ના જોરે લોકોને આકર્ષી રહ્યો છે, પિતાના અવસાન બાદ ઘરની સ્થિતિને પહોંચી વળવા સોશિયલ મીડિયાના માધ્યમથી તે લોકોના આબેહૂબ ચિત્ર બનાવી તેમાંથી ઉપાર્જન કરી પરિવારને મદદરૂપ થઈ રહ્યો છે, તો સાથે સરકાર પણ કોઈ એવી દવાથી તેનો ઈલાજ કરે તેવી આશા પણ સેવી રહ્યો છે. વિઓ ૧: માનવી ક્યારેક જન્મથી જ કોઈ એવી બીમારીનો શિકાર હોય છે, જેનો કાયમી ઈલાજ શક્ય નથી હોતો. છતાં વ્યક્તિ જ્યારે પુખ્તતા તરફ પગ માંડે છે, ત્યારે આંતરિક શક્તિઓ તેને જીવન જીવવા સ્વ ની સાથે સ્વજનોને પણ મદદરૂપ થવાનું એક બળ પૂરું પાડે છે. આવી જ એક સિદ્ધિ ધરાવતો ઝાંઝમેર ગામનો યુવાન પોતાની શારીરિક ક્ષમતાથી ઉપર જઈ સમાજને એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે, ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના 7000ની વસ્તી ધરાવતા ઝાંઝમેર ગામ કે જેને તંત્ર દ્વારા કુદરતી સૌંદર્યને પગલે પર્યટન સ્થળ તરીકે વિકસાવવા જઈ રહ્યું છે. આ ગામનો દશરથ મકવાણા નામનો 17 વર્ષીય સગીર યુવક કે જે જન્મથી કેલ્શિયમની ખામી ના કારણે ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. 6 બહેનોનો એક નો એક ભાઈ અને પિતાની છત્રછાયા પણ જેને ગુમાવી દીધી છે, એવા દશરથ મકવાણા જન્મથી ક્યારેય ચાલી શક્યો નથી, કેલ્શિયમની ખામીના કારણે તેનો શારીરિક વિકાસ પણ રૂંધાઈ ગયો છે, કેલ્શિયમ ની ખામી એટલી હદે છે કે જો કોઈ અજાણ્યો વ્યક્તિ તેને ઉચકવાનો પ્રયાસ કરે તો દશરથના હાડકામાં ફેક્ચર થઈ જાય છે. દશરથના જન્મ બાદ તેના માતાપિતાએ તેની સારવાર માટે ખૂબ દોડધામ કરી પરંતુ તેને સફળતા ન મળી અને પાંચ વર્ષ પહેલાં દશરથના પિતાનું પણ બીમારી સબબ અવસાન થતાં પરિવાર વધુ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. મજૂરી કરી ગુજરાન ચલાવતો આ પરિવાર હવે દશરથથી મોટી ત્રણ બહેનો કે જે ખેતમજૂરી કરે છે તેના પર આધારિત છે. જયારે એક મોટી બહેન અને દશરથની માતાને તેની કાળજી રાખવા સતત ઘરે રહેવુ પડે છે, જ્યારે નાની બે બહેનો સ્કૂલમાં અભ્યાસ કરે છે. દશરથની અત્યારની સ્થિતિ જોઈએ તો તેના શરીરમાં કેલ્શિયમની ખામીના કારણે હાડકા પાતળા અને રબર જેવા બની ગયા છે. તેના શરીરમાં અત્યારસુધીમાં 50 થી વધુ ફ્રેક્ચર થયા છે, પરંતુ તેનું કોઈ ઓપરેશન શક્ય ન હોય શરીરમાં ગાંઠો થઈ ગઈ છે અને હાથની હલનચલન નિહાળી રુવાડા બેઠા થઈ જાય છે. હાથનો અંગુઠો તો રબર નો હોય એવું લાગી રહ્યુ છે. પરંતુ શરીરથી વિકલાંગ અને મનથી મજબૂત દશરથ પથારીમાંથી બેઠો બેઠો પેઇન્ટિંગ શીખવા લાગ્યો, આ કળા એક સમયે માત્ર તેના પૂરતી સીમિત હતી. પરંતું આ જ ગામના ભરતભાઇ મકવાણા કે જે પણ એક યુ ટ્યુબર છે, જેના સંપર્કમાં આવતા તેની કળાને સોશિયલ મીડિયા પર લઈ જવા અને તેના થકી તે આર્થિક કમાણી કરી પરિવારને મદદરૂપ થવા જણાવતા દશરથ પોતાની કળા વડે બનાવેલા લોકોના ચિત્રો કે ભગવાન ના ચિત્રો સોશિયલ મીડિયા માં પોતાનો બ્લોક બનાવી શેર કરતા થઈ ગયો, હાલ તેના 1 લાખ કરતા વધુ ફોલોઅર્સ થયા છે. જોકે હજુ તેને આ માધ્યમથી સામાન્ય આવક શરૂ થઈ છે, પરંતુ હજુ સારી આવક થાય અને પરિવારને મદદરૂપ બની શકે તેવી લોકો પાસે આશા પણ કરી રહ્યો છે. દશરથની બીમારી નો હજુ કોઈ ઉકેલ શક્ય નથી. તેમજ હોય તો તેનો પરિવાર તેની સારવાર કરાવી શકે તેમ નથી. જેથી જો કોઈ ઈલાજ હોય તો સરકાર પાસે મદદની માંગ કરી છે. જેમાં સરકાર તરફથી કોઈ હકારાત્મક સૂચન મળશે તો ગ્રામપંચાયત પણ તેને મદદ કરશે. જેથી તે પથારીમાંથી ઉઠી પોતાની બહેનો સાથે રમી શકે અને મહેનત થકી પરિવારને મદદ કરી શકે. શારીરિક વિકલાંગ પરંતુ મક્કમ મનથી ઉંચી ઉડાનની છલાંગની કલ્પના ને સાકાર કરવા દશરથ હવે સરકાર પાસે સહયોગની આશા કરી રહ્યો છે. બાઈટ: વિઠ્ઠલભાઈ મકવાણા, સરપંચ, ઝાંઝમેર.(ગુજરાતી-હિન્દી) બાઈટ: ભરતભાઇ મકવાણા, યુ ટ્યુબર, ઝાંઝમેર.(ગુજરાતી-હિન્દી) બાઈટ: રંભાબેન મકવાણા, દશરથની માતા, ઝાંઝમેર. બાઈટ: દશરથ મકવાણા, દિવ્યાંગ સગીર યુવક, ઝાંઝમેર,(ગુજરાતી-હિન્દી) ટિકર: ઝાંઝમેર ગામનો દશરથ મકવાણા જન્મથી કેલ્શિયમની ખામીથી છે પીડિત. જન્મથી કેલ્શિયમની ખામીના કારણે અત્યારસુધીમાં 50 થી વધુ થયા છે ફ્રેક્ચર. ફ્રેક્ચર બાદ ઈલાજ શક્ય ન હોય શરીરમાં ગાંઠો પડી જતા ભારે પીડા અનુભવે છે. 6 બહેનનો એકનો એકભાઈ સોશિયલ મીડિયા થકી તેની કલાને કરી રહ્યો છે પોસ્ટ. મોટી ત્રણ બહેનો ખેતમજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવે છે. સરકાર પાસે તેની કોઈ બીમારીનો ઈલાજ હોય તો કરી રહ્યો છે મદદની માંગ. શારીરિક વિકલાંગ પરંતુ મનથી મક્કમ દશરથની હિમ્મતને સલામ છે.
4
Report
CPCHETAN PATEL
Aug 02, 2025 08:16:23
Surat, Gujarat:
સુરત... ડ્રેનેજ મારફતે ગેરકાયદે રીતે કેમિકલયુક્ત પાણી છોડવાનો મામલો વધુ 65 એકમો સામે પાલિકાની કાર્યવાહી પાલિકાના લિંબાયત ઝોન દ્વારા વધુ 65 તપેલા ડાઇંગ શીલ કર્યા તપેલા ડાઇંગ સહિત અન્ય પ્રિન્ટિંગ પ્રેસ યુનિટ પણ શીલ મનપા ની સ્ટ્રોમ અને ડ્રેનેજ લાઇનમાં કેમિકલયુક્ત પાણી છોડાતું, હમણાં સુધી 430 જેટલા યુનિટ લિંબાયત ઝોન દ્વારા શીલ કરાયા ગિરિરાજ નગર માં એક, ક્રિષ્ના નગરમાં 10, જય નારાયણનગર ઇન્ડસ્ટ્રીઝમાં 16, મંગલા પાર્કમાં 38 યુનિટ શીલ કરાયા ડ્રેનેજ અને સ્ટ્રોમ લાઇનમાં ટ્રીટમેન્ટ કર્યા વિનાનું કેમિકલયુક્ત પાણી છોડી જળ પ્રદૂષણ કરવામાં આવતું, જ્યાં લોકોનું સ્વાસ્થ્ય પણ જોખમમાં મુકાતું,
3
Report
DRDarshal Raval
Aug 02, 2025 08:16:16
Ahmedabad, Gujarat:
અમદાવાદ. Sog એ આશ્રમ રોડ પરથી md દ્રગ્સ સાથે એક ની કરી ધરપકડ Md દ્રગ્સ પેડલરને પકડતી વખતે પોલીસ કર્મચારીઓ પર ચડાવી હતી કાર ગુરુવારે બાતમી આધારે sog આશ્રમ રોડ પર વોચમાં હતી. મોહમદ હમજા ને રોકવા જતા આરોપીએ કર્મચારી પર કાર ચડાવી હતી આરોપી પોતે પકડાઈ ન જાય અને md દ્રગ્સ પકડાય નહિ માટે આ કૃત્ય કરેલ આરોપીને પકડી md દ્રગ્સ મામલે અને પોલીસ કર્મચારીને મારી નાખવાના ઈરાદા હેઠળ ગુનો દાખલ કરાયો Sog એ આરોપી પાસેથી 5.81 લાખ કિંમતનો 100 મિલિગ્રામ મેફેડ્રોન દ્રગ્સ સહિત 11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો પોલીસ તપાસમાં પકડાયેલ આરોપી 3 વર્ષથી એડીક્શન થયેલ જેનો ખર્ચ કાઢવા માટે પેડલર બનેલ હતો આરોપી બીજાને માલ સપ્લાય કરવા માલ લઈ મિલાવટ કરી md દ્રગ્સ કાઢી લેતો પકડાયેલ આરોપી અગાઉ ચોરીના 10 ગુના. 2 પશુ ક્રૂરતા અને અન્ય ગુના દાખલ થયેલ છે. મોહમદ હમજા md દ્રગ્સ નો જથ્થો મકબુલ પઠાણ પાસેથી મેળવતો જે હાલ પેરોલ પર છે. મહોમદ હમજા ધોરણ 3 ભણેલા છે. મજૂરી કરતો અને બાદમાં ચોરી ની વૃત્તિમાં ચડી ગયેલ. હમજા 4 માસથી આ પ્રવૃત્તિમાં હોવાની કબૂલાત કરી જોકે પોલીસને હમજા જૂનો ખેલાડી હોવાની શંકા Md દ્રગ્સ મામલે sog વધુ તપાસ કરશે. ઘટનાના cctv ફૂટેજ મેળવી ને sog વધુ તપાસ કરશે બાઈટ. જયરાજસિંહ વાળા. Dcp. Sog સલગ. Md પ્રેસ ફીડ. લાઈવ કીટ
6
Report
CPCHETAN PATEL
Aug 02, 2025 08:15:58
Surat, Gujarat:
સુરત બ્રેક સુરતના એન્જીનીયરીંગ ના વિદ્યાર્થી શિવમ મૌર્યે બનાવ્યું ગરુડા બાઇક આ બાઇક વાઇફાઇ અને સેલ્ફ ડ્રિવેન વડે ચાલે તે રીતે બનાવવામાં આવશે આ બાઇક બનાવતા એક વર્ષનો સમય લાગ્યો અદાજીત 1.80 લાખ જેટલો ખર્ચ આ બાઇક બનાવવા થયો વેસ્ટ માંથી બેસ્ટ બાઇક બનાવવામાં આવી આ બાઇક સંપૂર્ણ ઇલેક્ટ્રિક છે આ બાઇક ઇકો મોડ પર 220કિમિ ચાલશે સ્પોર્ટ મોડ પર 160 કિમિ ચાલશે બાઇકની આગળ અને પાછળ કેમેરા લાગેલા છે ફુલ્લિ ટચ સ્ક્રીન બાઇક છે જેમાં જીપીએસ, ફોન કોલીગ , મ્યુઝિક ડિસ્પ્લે થી ઓપરેટ થશે વાયરલેસ મોબાઈલ ચારજિગ સિસ્ટમ લાગેલ છે બેટરી ને ફૂલ ચાર્જ થતા માત્ર બે કલાકનો સમય લાગશે 3 ફૂટ આગળ કોઈ વાહન હશે તો બાઇક ઓટોમેટિક બંધ થઈ જશે 12 ફૂટ ની રેન્જ માં કોઈ વાહન આવશે તો બાઇક સ્પીડ ઓછી કરી દેશે રાસબેરી પાય થી આખી સિસ્ટમ ઓપરેટ કરવામાં આવે છે લાઈટ વેઇટ લીથીયમ બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે બાઈટ..શિવમ મૌર્ય.. બાઇક બનાવનાર
5
Report
RTRAJENDRA THACKER
Aug 01, 2025 18:15:34
Sadhara, Gujarat:
Rajendra Thacker kutch Approved: assignment AVBB 0108ZK_HSTKLA_MARKETING sent by FTP મહિલાઓ ને પગભર કરવા માટે સરકારની ઘણી બધી એવી યોજનાઓ છે જે મહિલાઓને આર્થિક રીતે સામાજિક રીતે પોતાનું દાયિત્વ સારી રીતે નિભાવી શકે એના માટે સબસીડી પણ આપવામાં આવે છે તેમજ સરકારી સહાય ઘણી બધી યોજનાઓમાં આપવામાં આવે છે ત્યારે આજે આપણે વાત કરશું કચ્છમાં જે હસ્તકલા ની કારીગીરી કરતી મહિલાઓની કોટાય ગામની એક મહિલા કે જે આહિર ભરત કરીને સારી એવી નામના પણ મેળવી છે એવોર્ડ પણ મેળવ્યા છે. આ માટે તેઓ ગુજરાત સરકાર તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર પણ વ્યક્ત કરતા કહે છે કે મહિલાઓ માટેની જે યોજનાઓ છે જેના કારણે પોતે પગભર થયા છે તેમજ પુરુષ સમોવડી બની અને ઘરમાં આર્થિક રીતે ઉપારજન પણ કરેલું છે બાઈટ : ધર્મિલા ચાડ મહિલા કારીગર બાઈટ : નીતા વરસાણીયાં મહિલા કારીગર, કોટાય original document file send on WhatsApp
14
Report
AKAshok Kumar
Aug 01, 2025 18:15:30
Junagadh, Gujarat:
જૂનાગઢ ભવનાથ મંદીર મા વહીવટીદાર ની થઈ નિમણૂક વહીવટી તંત્ર દ્વારા આરતી નુ કરવામા આવ્યુ હતુ આયોજન. . પૂર્વ મહંત હરીગીરી બાપુ એ કરી આરતી વહીવટી દાર ચરણસિંહ ગોહીલે પણ ભવનાથ મંદીર મા ઉતારી આરતી ગર્ભ ગૃહ મા ભગવાન ભોળાનાથ ની ઉતારી આરતી દર્શનાર્થ આવેલ ભક્તો ને પોતાના હાથે પ્રસાદ નુ વિતરણ કર્યુ બાઈટ ચરણસિંહ ગોહિલ પ્રાંત અધિકારી જુનાગઢ અશોક બારોટ જુનાગઢ
14
Report
RTRAJENDRA THACKER
Aug 01, 2025 18:15:23
Sadhara, Gujarat:
ફિલ્મ અભિનેતા આમીર ખાન તેની ફિલ્મ ''સિતારે જમીન પર''ના પ્રમોશન માટે ભુજ તાલુકાના નાનકડા એવા કોટાય ગામે આવ્યા હતા જેને લઇને ગામમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. આમિર ખાનની હિટ ફિલ્મ ''લગાન''નું શુટિંગ ભુજ તાલુકાના કુનરિયા-કોટાય વિસ્તારમાં કરવામાં આવ્યું હતું અઢી દાયકા અગાઉ આ ફિલ્મનું શૂટિંગ થયું ત્યારે કોટાય ગામના લોકોએ 6 મહિના સુધી સારો એવો સપોર્ટ કર્યો હતો ત્યારથી આમિર ખાનની કોટાય ગામ અને અહીંના આગેવાન ઘનાભાઈ ચાડ સાથે મિત્રતા બંધાઇ ગઈ.હાલમાં તેઓએ દરેક વ્યક્તિ ફિલ્મ જોઈ શકે એ માટે OTT ના બદલે યુ ટ્યુબમાં ફિલ્મ રિલીઝ કરી છે અને તેનો પહેલો શો ભુજના કોટાય ગામેં કરવામાં આવ્યો હતો.આમિર ખાને પહેલો શો કોઈ ગામમાં બતાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જેથી નાના માણસો પણ ફિલ્મ જોઈ શકે.કોટાય ગામમાં આજ દિન સુધી કોઈ ફિલ્મ આવી નથી ત્યારે આમિર ખાને આ જ ગામમાં ફિલ્મ બતાવવાનું નક્કી કર્યું અને લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.લગાન ફિલ્મના શૂટિંગ સમયની યાદો તાજી કરી લોકો સાથે પણ સંવાદ કર્યો હતો.આત્મીયભર્યા વ્યવહારને લઈને લોકોમાં પણ ખુશી જોવા મળી હતી. બાઈટ : આમિરખાન અભિનેતા
14
Report
LJLakhani Jaydeep
Aug 01, 2025 17:03:27
Dwarka, Gujarat:
વીઓ 01 :- દેવભૂમિ દ્વારકા ના રાવલ નગરપાલિકાના મહિલા પ્રમુખના પુત્ર રાણાભાઈએ પોતાની પત્ની લક્ષ્મીબેન જમોડ પર છરી વડે હુમલો કર્યો. આ હુમલામાં લક્ષ્મીબેનને છરીના ત્રણ ઘા વાગ્યા છે અને તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તેમને તાત્કાલિક ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત ગંભીર છે. બાઈટ :- સાગર રાઠોડ DYSP દેવભૂમિ દ્વારકા વીઓ 02 :- પોલીસે આ ઘટના બાદ રાણાભાઈ જમોડ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને તેમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ હુમલાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સમાજના ઉચ્ચ હોદ્દા પર રહેલા પરિવારમાં આવી ઘટના બનતા સ્થાનિક લોકોમાં ચિંતા અને ચર્ચાઓનું મોજું ફરી વળ્યું છે.
14
Report
SVSANDEEP VASAVA
Aug 01, 2025 17:03:18
Surat, Gujarat:
નોંધ :- સ્ટોરી એન્ટ્રી સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- તરસાડા (માંડવી) સ્લગ :-01078ZK_SRT_VIJ_WIRE_2 ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે. એન્કર વિઓ.... સુરત જિલ્લા માં વીજ વાયર ચોર ટોળકી ફરી સક્રિય થઈ છે. માંડવી ના તરસાડાબાર ગામે ખેતરાડી વિસ્તારમાંથી વાયર ચોરીની ઘટના સામે આવી છે. ચોરો આશરે ૩ કિમી લાંબો વીજ વાયર ચોરી ટોળકી ફરાર થઈ ગયા હતા. ઉકાઈ ડાબા કાંઠા નહેર ના બાજુમાં આવેલ એગ્રીકલ્ચર વીજ લાઈન ના વાયર ની ચોરી કરી હતી. મહત્વ નું છે કે કામરેજ, માંગરોળ, માંડવી વિસ્તારમાં અવાર નવાર વાયર ચોરી ના બનાવ બને છે. વીજ વાયર ચોર ટોળકી થી ખેડૂતો, વીજ કંપનીઓ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. રાત્રી દરમ્યાન આશરે ૩૨ વીજ પોલ પરથી વીજ વાયર ઉતારી ચોરી કરી ગયા હતા. આ વિસ્તારમાં ૫૦ જેટલા ટ્રાન્સફોર્મર અને ૧૦૦ જેટલા વીજ કનેકશન કાર્યરત છે. પરંતુ વીજ વાયર ચોરાય જ્યાં હાલ ઠપ્પ થઈ ચૂક્યા છે. સમગ્ર મામલે ખેડૂતો એ વીજ કંપની ને જાણ કરી હતી. ત્યારબાદ વીજ કર્મચારીઓ દ્વારા પોલીસ ને જાણ કરવામાં આવતા માંડવી પોલીસે વધુ તપાસ હાથધરી. બાઈટ :- હિતેન્દ્રસિંહ મહિડા (ખેડુત - તરસાડા માંડવી)
14
Report
DPDhaval Parekh
Aug 01, 2025 16:48:09
Navsari, Gujarat:
એપ્રુવ્ડ બાય : એસાઇનમેન્ટ / માર્કેટિંગ સ્લગ : NVS BAMBOO ARTIST નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 8 ઓગસ્ટના ફોલ્ડરમાં આજના 01 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એંકર : આદિવાસી સમાજના આદિમ જૂથના કોટવાળીયા સમાજના યુવાનોને નવસારી કૃષિ યુનિવર્સિટીમાં સરકારના પ્રયાસોથી શરૂ થયેલ બામ્બુ રિસર્ચ સેન્ટરમાં તાલીમબદ્ધ કરી તેમની કળાને ગુજરાત નહીં, પણ આસપાસના રાજ્યો સુધી પહોંચાડી તેમને આર્થિક પગભર કરાયા છે. સાથે જ વનિય કોલેજના વાંસમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને પણ તાલીમ આપી, તેમને ઉદ્યોગ સાહસિક બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. વી/ઓ : નવસારી કૃષિ યુનિવર્સિટીની વનિય કોલેજના કૃષિ વાણિજ્ય વિભાગ દ્વારા સરકારની પ્લાન યોજના હેઠળ વર્ષ 2013 માં વાંસની ખેતી અને તેમાંથી બનતી હેન્ડીક્રાફટ, ફર્નિચર વગેરે વસ્તુઓને પ્રોત્સાહન આપવા બામ્બુ રિસર્ચ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં વાંસમાંથી બનતી વસ્તુઓ માટે આદિમ જૂથના કોટવાળીયા સમાજના વાંસના કારીગરોને બોલાવી, તેમની કારીગીરીનો અનુભવ ઉપયોગમાં લેવાનું આયોજન થયું, જેની સાથે આદિવાસી કારીગરોને વાંસને વર્ષો સુધી ટકાવી રાખવા હોટ વોટર ટ્રીટમેન્ટ સાથે કેમિકલ ટ્રીટમેન્ટ આપવાનું શીખવાડ્યું. કોટવાળીયા સમાજના કારીગરોમાં મોટાભાગના લોકો વાંસના ટોપલા, ટોપલી, સૂપડા વગેરે જ બનાવતા હતા, જેની સાથે વાંસમાંથી થોડી સુશોભનની વસ્તુઓ બનાવતા હતા. જેમને વ્યવસ્થિત રીતે ફર્નિચર બનાવવાની તાલીમ આપવામાં આવી. જ્યારે ઓફિસ, ઘર, ફાર્મ હાઉસ, હોટલ, રેસ્ટોરન્ટ વગેરે સ્થળોએ થીમ બેઝ ઇન્ટિરિયર તેમજ કોટેજ હોટલ, ગેઝિબો, ગાર્ડન ફર્નિચર, હીંચકા સહિત હેન્ડીક્રફ્ટની વિવિધ વસ્તુઓ બનાવતા શીખવાડ્યું. વર્ષો વીતતા આદિવાસી કોટવાળીયા કારીગરો વાંસમાંથી ફર્નિચર સહિતની વસ્તુઓ બનાવવામાં પાવરધા થયા અને આજે સેલવાસ, દિવ, ભરૂચ, મુંબઈ સહિતના સ્થળોએ મોટા મોટા પ્રોજેક્ટ કરતા થયા છે. જેના થકી તેમની રોજગારીમાં વધારો થયો અને જીવન ધોરણમાં પણ સુધારો થયો છે. બાઈટ : દિલીપ કોટવાળીયા, વાંસ કારીગર, બામ્બુ રિસર્ચ સેન્ટર, નવસારી બાઈટ : ડૉ. જયેશ પાઠક, સહ પ્રાધ્યાપક, બામ્બુ રિસર્ચ સેન્ટર, નવસારી વી/ઓ : નવસારી કૃષિ યુનિવર્સિટીની વનિય કોલેજના વિદ્યાર્થીઓને પણ બામ્બુ રિસર્ચ સેન્ટરમાં વાંસમાંથી બનતી વસ્તુઓની તાલીમ આપવામાં આવે છે. દર વર્ષે 50 થી વધુ વિદ્યાર્થીઓ વાંસની વસ્તુ બનાવવાની તાલીમ લે છે, જેના થકી સ્કિલ્ડ બેઝ કારીગરો પણ તૈયાર થાય છે. જોકે વિદ્યાર્થીઓ પોતાના ભણતર અને વાંસની તાલીમ બંનેના સમન્વય થકી જોબ સીકર નહીં, પણ જોબ ગીવર બનવાના પ્રયાસો કરી રહ્યા છે. જેમાં પણ સરકારની વિદ્યાર્થીઓને આર્થિક રીતે સહયોગ કરી, નવો ઉધ્યોગ સ્થાપવા ફંડ આપવાની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી પણ વિદ્યાર્થીઓને નવા ઉદ્યોગ સાહસિક બનવામાં મદદરૂપ થઈ રહી છે. મૂળ રાજકોટના અને વનિય કોલેજના વિદ્યાર્થી હાર્દિક પરડવાને સરકારની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી હેઠળ 1 લાખથી વધુનું ફંડ મળ્યું અને હાર્દિકે બામ્બુ ફર્નિચરમાં પોતાનું વેન્ચર શરૂ કરી સ્વ નિર્ભર થવાના ડગલા માંડ્યા છે. બાઈટ : હાર્દિક પરડવા, ઉદ્યોગ સાહસિક, રાજકોટ વી/ઓ : ભારત અને ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ સાથે સ્કીલ બેઝ તાલીમ આપી વિદ્યાર્થીઓ અને યુવાનોને પગભર કરવા માટે શરૂ કરેલી અનેકવિધ યોજના આજે આદિમ જૂથના છેવાડાના યુવાનો સાથે શૈક્ષણિક રીતે સક્ષમ યુવાનોને પણ આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થઈ થઈ રહી છે.
14
Report
NDNavneet Dalwadi
Aug 01, 2025 16:30:48
Bhavnagar, Gujarat:
રિપોર્ટર : નવનીત દલવાડી. લોકેશન : ભાવનગર તારીખ : ૦૧/૦૮/૨૦૨૫. સ્ટોરી : એવીબી. એપ્રુવલ : ડેસ્ક. સ્લગ: રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ૨૫ નવી બસોનું લોકાર્પણ. એન્કર: ભાવનગર શહેરમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભાવનગર એસ. ટી વિભાગને ફાળવવામાં આવેલી 25 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે ભાવનગરના મેયર, શહેર પ્રમુખ સંગઠનના હોદ્દેદારો, બંને ધારાસભ્યો, કાર્યકરો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. વિઓ ૧: રાજ્ય સરકાર દ્વારા લોકોને પરિવહન માટે સારી સુવિધા મળી રહે એ માટે એસટી નિગમને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા 2024 - 25 માં નિગમ દ્વારા 1963 બસ સંચાલનમાં મુકવા માટે રેડી બીલ્ટ બસો નો ઓર્ડર આપવામાં આવ્યો હતો, જેમાં પીપીપી ધોરણે 100 જેટલી એસી. બસ સંચાલનમાં મૂકવામાં આવનાર છે. જે પૈકી 52.63 કરોડ રૂપિયાના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા એસટી નિગમને મળેલી 151 જેટલી નવી સુપર એક્સપ્રેસ બસનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બસોમાં ડસ્ટબીન, દિવ્યાંગો માટે આરક્ષિત સીટ, ઇમરજન્સી એક્ઝિટ ડોર, ફાયર સેફ્ટી, સીટબેલ્ટ, સીસીટીવી કેમેરા, લગેજ સ્પેસ, એલઇડી સ્ક્રીન, સહિતની સુવિધા વધારવામાં આવી છે. આજે ભાવનગર ને ફાળવવામાં આવેલી 25 બસોના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઈને રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ભાવનગર આવી પહોંચ્યા હતા. તેમજ નવા બનેલા અધતન એસટી બસ સ્ટેશન નું નિદર્શન કર્યું હતું. તેમજ નવી ફાળવવામાં આવેલી 25 બસોનું હર્ષ સંઘવીના હસ્તે લીલી જંડી બતાવી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાવનગરના મેયર, શહેર પ્રમુખ, બંને ધારાસભ્યો, આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બાઈટ: હર્ષ સંઘવી, ગૃહ રાજ્યમંત્રી, ગુજરાત.
14
Report
CPCHETAN PATEL
Aug 01, 2025 14:32:33
Surat, Gujarat:
એકર સુરતના ઉમરા વિસ્તારમાં થયેલા સામુહિક આપઘાત પ્રકરણમાં નવો વળાંક આપ્યો છે. સામૂહિક આપણા પાછળ પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું છે પત્નીનો તેના સહકર્મચારી સાથે છેલ્લા ચાર વર્ષથી અફેર હતું જે વાતની જાણ પતિને થઈ ગઈ હતી. પતિએ પત્નીને બધી ભૂલ માફ કરી ફરીથી જીવન શરૂ કરવા માટે જણાવ્યું પણ હતું પરંતુ પત્ની એકની બે ના થઈ હતી. અને આખરે પતિએ કંટાળી બંને દીકરાઓની હત્યા કરી પોતે પણ આપઘાત કરી લીધો હતો વિઓ.1 સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા જિલ્લા પંચાયત ક્વાર્ટર્સમાં સામૂહિક આપઘાતની ઘટના બની હતી જેમાં અલ્પેશ સોલંકી એ તેના બે વર્ષ અને આઠ વર્ષના માસુમ પુત્ર સાથે સામો આપઘાત કરી લીધો હતો અલ્પેશે સૌપ્રથમ તેના બે દીકરાઓની ઝેરી પીણું પીવડાવી હત્યા કરી નાખી હતી. જ્યારે બંને દીકરાઓની હત્યા બાદ તે પોતે પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સમગ્ર બનાવને લઈને ઉમરા પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે જ્યારે મૃતકનો મોબાઈલ ફોન ચેક કર્યો ત્યારે બહાર આવ્યું કે તેને આપઘાત પહેલા એક વિડિયો બનાવ્યો હતો જેમાં તેને પોતાની પત્ની સાથેની આપવીતી વર્ણવી હતી. પત્ની ફાલ્ગુની ના અન્ય સહકર્મચારી નરેશ રાઠોડ સાથે પ્રેમ સંબંધ હોવાનો વાતનો ઉલ્લેખ કર્યો હતો અને પત્ની દ્વારા કરવામાં આવતી ટોર્ચિંગ અંગે પણ તેને ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત તેને આપઘાત પહેલા તેને નાના ભાઈને ફોન કર્યો હતો જેમાં સ્કૂલમાં રાખેલુ બેગ તે ભૂલી ગયો હોય લઈ આવવા માટે જણાવ્યું હતું. તેનો નાના ભાઈએ જ્યારે આ બેગ પોલીસને આપ્યું ત્યારે તેમાંથી સુસાઇડ નોટ અને બે ડાયરીઓ મળી હતી સુસાઇડ નોટમાં પત્નીના નરેશ રાઠોડ સાથેના પ્રેમ સંબંધ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જ્યારે બે ડાયરીઓમાં પત્નીના પ્રેમ સંબંધ અને અન્ય ડાયરીમાં પોતાના માતાપિતા વિશે વાત નો ઉલ્લેખ કર્યો હતો. પ્રથમ વખત શક ક્યારે ગયો થોડા સમય પહેલા પત્ની ફાલ્ગુની સ્કૂલેથી આવવામાં લેટ થયું હતું જેને કારણે પતિ અલ્પેશે મોડું થવાનું કારણ પૂછ્યું હતું ત્યારે તેને જણાવ્યું હતું કે ગાડીમાં પંચર હતું અને નરેશે આ પંચર બનાવવામાં મદદ કરી હતી જેને લઈને અલ્પેશ તેના પર ગુસ્સે થયો હતો અને શકની સોય ઊભી થઈ હતી. મોબાઇલના સીડીઆર કઢાવવામાં આવ્યા હતા પત્ની ફાલ્ગુની ઉપર જે રીતે શક થયો હતો ત્યારબાદ પતિ અલ્પેશ દ્વારા તેના મોબાઈલ સીડીઆર કઢાવવામાં આવ્યા હતા સીડીઆર માં તે સતત નરેશ સાથે વાતચીત કરતો હોવાનું સામે આવ્યું હતું જેથી પતિ નો શક હકીકતમાં બદલાઈ ગયો હતો દોઢ મહિનાથી ડાયરીમાં લખાણ કરતો હતો મૃતક અલ્પેશ ને જ્યારે તેની પત્ની ફાલ્ગુની ઉપર શક ગયો ત્યારથી તે આ ડાયરીમાં એ વાતનો ઉલ્લેખ કરતો હતો તેનો ફાલ્ગુની પ્રત્યેનો પ્રેમ પણ આ ડાયરીમાં વર્ણવ્યો હતો આ ઉપરાંત ફાલ્ગુનીને આ બધું ભૂલી જઈ નવેસરથી શરૂઆત કરવા માટે પણ જણાવ્યું હતું છતાં ફાલ્ગુની સુધરી ન હતી. ફાલ્ગુની અલ્પેશને બાયલો પણ કહેતી હતી આરોપી નરેશના અગાઉ લગ્ન થઈ ચૂક્યા છે આરોપી નરેશ ના અગાઉ લગ્ન થઈ ચૂક્યા છે તેની પત્નીનું મૃત્યુ થઈ ચૂક્યું છે બાદમાં તેની સગાઈ અન્ય યુવતી સાથે પણ થવાની હતી પરંતુ તે થઈ ન હતી.
14
Report
AKArpan Kaydawala
Aug 01, 2025 14:32:27
Ahmedabad, Gujarat:
અમદાવાદ અમદાવાદ પોલીસ દ્વારા ટ્રાફિક કે અન્ય સામાજિક સંદેશ લોકો સુધી પહોંચાડવા વિવિધ એનજીઓ અને સંસ્થાઓની મદદ લેવાં આવતી હોય છે. જેમાં બેનર પોસ્ટર લગાવવામાં આવતા હોય છે. પણ શુક્રવારે શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં લાગેલા કેટલાક પોસ્ટર પર કાયદો વ્યવસ્થા અંગેના વિવાદિત લખાણ ધ્યાને આવતા જ પોલીસે તે બેનર હટાવડાવી દીધા છે. સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ સારા હેતુ માટે લગાવાયેલા પોસ્ટરમાં ભૂલથી વિવાદિત લખાણનો ઉપયોગ થયો હોવાનું ધ્યાને આવતા પોલીસે તે ngo ને આગામી સમયમાં પૂરતું ધ્યાન રાખવાની સૂચના આપી છે. Wkt
14
Report
Advertisement
Back to top