Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Kachchh370510

ભુજમાં બીએસએફની સાયકલ રેલી: ઘર ઘર તિરંગાનો સંદેશ!

RTRAJENDRA THACKER
Aug 12, 2025 06:32:41
Sadhara, Gujarat
Rajendra Thacker Kutch Location Bhuj bsf camp Approved: assignment FTP KUTCH 1208ZK_BSF_TIRNGAYATRA એંકર : આખા એ ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું અને ઘર ઘર તિરંગાની વાત વહેતી થઈ અને એક દેશ પ્રેમનો જુવાળ જાગી ઉઠ્યો છે ત્યારે સરહદના સંત્રી એવા બીએસએફના જવાનો પણ સાયકલ રેલી કાઢી અને ઘર ઘર તિરંગા ને પહોંચાડવા માટે કટિબંધ બનેલા છે આજે વહેલી સવારે ભુજ બીએસએફ હેડક્વાર્ટર કોડકી રોડથી એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વાડી ખેતરના સેઢા સુધી પણ આ સાયકલ રેલી પહોંચી અને ઘર ઘર તિરંગાનો સંદેશ આપ્યો હતો. બીએસએફના ડીઆઈજી સહિતના અધિકારીઓએ પણ આ સાયકલ રેલીમાં ભાગ લીધો હતો. તારીખ 9 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી આ ક્રમ ચાલુ રાખવામાં આવશે. લગભગ 40 જેટલા ઓફિસરો અને અધિકારીઓ તેમજ બીએસએફના જવાનો જોડાયા હતા. હેડ ક્વાટરથી થઈને સોસાયટી વિસ્તારથી છેક વાડી ના શેઢાઓ સુધી આ યાત્રા અંદાજિત 10 કિલોમીટર સુધી કાઢવામાં આવી હતી. બાઈટ : અનંતસિંઘ ડીઆઈજી બીએસએફ
14
comment
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Aug 12, 2025 09:36:53
Surat, Gujarat:
સુરત બ્રેક રાંદેર વિસ્તારમાં રહેતા ઈમ્તિયાઝ સદામ અને સાહિલ નો પોલીસે કાઢ્યો વરઘોડો માથાભારે છાપધરાવતા બંને આરોપી વિરુદ્ધ લાલગેટ અને મહિધરપુરા પોલીસમાં ખડણીના ગુના નોંધાયા આરોપી નું વરઘોડો નીકળતા લોકોએ ફટાકડા ફોડી સાથે પોલીસ જિંદાબાદ ના લગાવ્યા નારા કરોડપતિ પરિવારનો સદ્દામ નામનો આરોપી સમગ્ર વિસ્તારમાં ખંડની અને લોકોને ધમકાવવાના ભૂતકાળમાં દાખલ થયા છે ગુના
0
comment
Report
CPCHETAN PATEL
Aug 12, 2025 09:35:54
Surat, Gujarat:
સુરત - સુરતમાં ટ્રાફિક ઈ ચલણની કામગીરી સામે ઉઠ્યા પ્રશ્નો ટ્રાફિક પોલીસ અને શહેર પોલીસ વચ્ચે સંકલન નો અભાવ સુરતના કતારગામ વિસ્તારમાંથી સામે આવ્યો ચોકાવનારો કિસ્સો પાંચ વર્ષ પહેલા ચોરાઈ ગયેલી મોપેડ ના ટ્રાફિક પોલીસ હજુ પણ મૂળ માલિકને આપી રહી છે મેમો કતારગામના નરેશભાઈ ધોળાની એકટીવા વર્ષ 2021માં ચોરી થઈ હતી ચોરી થયેલી એકટીવાના અલગ અલગ ચાલક સાથેના બે વખત આવ્યા મેમો ફરી એક મેમો તો હાલ ત્રણ મહિના પહેલા જ આવ્યો ઓનલાઇન મેમોની પોલીસને જાણ કરવા છતાં પોલીસે કોઈ જ કાર્યવાહી કરી નહીં પોલીસની નિષ્ક્રિયતાને કારણે આજે ચોરાયેલી મોપેડ પણ માલિકને પરત મળતી નથી ચોરાયેલી મોપેડ શહેરમાં બિન્દાસ ફરી રહી છે કયા વિસ્તારમાં ફરે છે તે તમામ વિગત મળી જવા છતાં પણ પોલીસ પકડતી નથી શહેરમાં ખોટી રીતે ઘરે આવતા ઈ ચલણના અનેક કિસ્સાઓની ફરિયાદ છતાં પોલીસની નિષ્ક્રિયતા ગતરોજ પણ પુણા વિસ્તારમાં મોપેડ ઘરે છતાં વાહન માલિકને આવતા હતા મેમો પોલીસની કામગીરી સામે લોકોએ ઠાલવ્ય રોષ પોલીસની ઈચ્છા શક્તિ હોય તો ધારે તે કરી શકે બાઈટ: નરેશભાઈ ધોળા, વેપારી બાઈટ..વી.બી.ગામીત..એસીપી
0
comment
Report
GDGaurav Dave
Aug 12, 2025 09:35:49
Rajkot, Gujarat:
SLUG - 1208ZK_LIVE_RJT_SOCIAL_ISSUE REP - GAURAV DAVE CAM - UDAY PAWAR FEED - TVU 75 એન્કર - ભારતમાં સરકારના હમ દો હમારો દૈના અભિયાનના કારણે વસ્તીવૃદ્ધિ દર હોવો જોઈએ તેના કરતાં પણ નીચે ઉતરી ગયો છે. કોઈપણ દેશની વસ્તીને જાળવવા માટે 2.1 ટકાનો જન્મદર અનિવાર્ય માનવામાં આવ્યો છે. જ્યારે ભારતનો વસ્તીવૃદ્ધિ દર ઘટીને 1.98 ટકા થઈ ગયો છે. આમ ભારતમાં હજી ત્રણથી ચાર, દાયકા પહેલા વધતી વસ્તી ચિંતાનો વિષય હતો. હવે ઘટતી વસ્તી ચિંતાનો વિષય છે. આગામી વર્ષોમાં આના વિપરીત પરિણામો જોવા મળી શકે છે. વર્લ્ડ બેન્કના ડેટા મુજબ ભારતની વસ્તી વૃદ્ધિને હમ દો હમારે દોની નીતિના કારણે બ્રેક વાગી છે. ભારતમાં એક જ સંતાન હોય કે એકપણ સંતાન ન હોય તેવા કુટુંબોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ ઉપરાંત સંતાન જ ન જોઈતા હોય તેવા કુટુંબોની સંખ્યા પણ વધી છે. જો કે આ સ્થિતિ ભારતમાં જ છે તેવું નથી. ચીન, સાઉથ કોરીયા, જાપાન અને કા યુરોપ તથા અમેરિકા જેવા દેશોમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. અહીં હેરાન કરનારો આંકડો સાઉથ કોરીયાનો છે. અહીં રિપ્લેસમેન્ટ દર 0.72 ટકા જેટલો જ છે. તેનો સીધો અર્થ એમ કરી શકાય કે સરેરાશ એક દંપતી હવે બાળકને જન્મ આપી રહ્યું નથી. જ્યારે ચીનમાં રિપ્લેસમેન્ટ દર 1.00નો છે. જાપાનમાં 1.2નો છે. સિંગાપોરમાં છે. ત્રિકામાં 1.62 અને ફ્રાન્સમાં 1.62 છે. હવે આખા વિશ્વના રિપ્લેસમેન્ટ દરની સરેરાશ જોઈએ તો તે 2.2 છે. જે 2.1 ની સરેરાશથી થોડી જ વધારે છે. મોટા ઈકોનોમીમાં ઘટતા જન્મદરના કારણે બજારો નબળા પડવા, નબળા પડવા, શ્રમશક્તિમાં ઘટાડો થવો અને વૃદ્ધોની વસ્તીમાં નોંધપાત્ર વધારો થવો તેવી ચિંતા વધી ગઈ છે. આથી જ જાપાન, રશિયા અને ચીન જેવા દેશો વસ્તીવૃદ્ધિ માટે સરકારી લાભની જાહેરાત કરી રહ્યા છે. સાઉથ કોરીયાએ તો આ માટે અલગ મંત્રાલય રાખ્યું છે. જાપાનમાં તો સળંગ 16માં વર્ષે જન્મદરમાં ઘટાડો નોંધાયો છે. આનો અર્થ એમ થાય કે મૃત્યુનો આંકડો જન્મ કરતાં વધી ગયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજ શાસ્ત્ર ભવનના પ્રોફેસર ડો. ભરત ખેરે જણાવ્યું હતું કે, આ સમસ્યાનો આખું વિશ્વ સામનો કરી રહ્યુ છે. આપણી સરકારે વસ્તી નિયંત્રણ કરવા હમ દો હમારે દો નું સૂત્ર આપ્યું હતું. પરંતુ દેશવાસીઓએ તેમાં પણ સિંગલ ચાઈલ્ડ અને નો ચાઈલ્ડ શરૂ કર્યું. જેને કારણે આ સ્થિતિ ઉભી થઇ છે. આપણા દેશમાં 60 ટકા વસ્તી યુવા છે. જ્યારે 30 ટકા વસ્તી કોઈના પર નિર્ભર એટલે કે વૃદ્ધ છે. જે કમાઈ શકે તેમ નથી. આગામી 30 વર્ષ સુધી હજુ યુવાનો આર્થિક રીતે સક્ષમ છે. પરંતુ જો આવું જ રહેશે તો નિર્ભર રહેનારાની સંખ્યા આગામી વર્ષોમાં વધી જશે અને કમાનારની સંખ્યા ઘટી જશે. જેથી સામાજિક સમસ્યાઓનો દેશમાં લોકોએ સામનો કરવો પડશે. બાઈટ - ડો. ભરત ખેર, સમાજશાસ્ત્રી
0
comment
Report
AKAjay Kashyap
Aug 12, 2025 09:02:52
Bareilly, Uttar Pradesh:
VANDOR CODE 415145 REPORT....AJAY KASHYAP BAREILLY ANCHOR....पहाड़ो पर हो रही बारिश और डैम से छोड़े जा रहे पानी की बजह से रामगंगा नदी कहर बरपाने लगी है इतना ही नहीं रामगंगा के साथ सहायक नदियों का भी जलस्तर बढ़ने से लोगो की परेशानी और बढ़ गई हैं। मीरगंज और आँवला का मुख्य संपर्क मार्ग कट जाने से आवागमन पूरी तरह से बंद हो गया। वही कई गाँवो की सड़को पर पानी का सैलाब दिखाई दे रहा है। किसानों की हजारो बीघा फसल हुई जलमग्न हो गई और लगातार नदी कटान कर रही है। संपर्क मार्ग क्षतिग्रस्त हो जाने पर प्रशासन द्वारा अस्थायी दीवार बनाकर आवागमन को पूरी तरह से रोक दिया गया है। वही लगातार रामगंगा नदी का जलस्तर बढ़ने पर प्रसाशनिक स्तर पर तैयारियां शुरू कर दी गई है। जिलाधिकारी अविनाश सिंह ने बताया सभी एसडीएम को निर्देशित किया है जिला प्रशासन लगातार जो रामगंगा नदी के जलस्तर पर नजर रखे हुए है। कुछ गांवों में जहाँ फसलों में या किनारे में पानी आ गया है। वहाँ पर सभी एसडीएम को अलर्ट कर दिया गया और उनको मौके पर भेज दिया गया है। खाद्य सामग्री है, जो गौवंश है उनके लिए भूसे आदि की व्यवस्था, दवाइयों की व्यवस्था, ऐंटी स्नेक की हम लोगों ने पूरी व्यवस्था करके रखी हुई है। जो बाढ़ चौकीया है उसको अलर्ट कर दिया गया है। सभी की ड्यूटी उसमें चल रही हैं। हर परिस्थिति से निपटने के लिए प्रशासन पूरी तरह से तैयार है। बाइट: अविनाश सिंह, जिलाधिकारी, बाइट राज कुमार, स्थानीय निवासी बाइट टीकाराम , स्थानीय निवासी
5
comment
Report
NBNARESH BHALIYA
Aug 12, 2025 09:01:54
Jetpur, Gujarat:
SULG:- ZK RJT JIVAT KARDVANA BANAVO BANTA GRAMJANO MA FAFDAT.... FORMANT:- PKG.... APPROVEL:- VISHAL BHAI..... FEED:- FTP JETPUR...... NOTE:- અગાવ પાટણવાવ ગામે ત્રણ કેસો સામે આવ્યા હતા.. ત્યારબાદ જામકંડોરણા ધોળીધાર ગામે ત્રણ કેસ સામે આવ્યા છે,.....જેતપુર તાલુકાના ઉમરાળી ગામે કેસ સામે આવ્યો છે.... એન્કર:- ચોમાસાની ઋતુમાં રોગચાળો જોવા મળતો હોય છે,પરંતુ રાજકોટ જિલ્લામાં ઝેરી જીવાત કરડવાના બનાવ બનતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે આરોગ્ય વિભાગ જરૂરી કામગીરી શરૂ કરી છે..... વિઓ:-રાજકોટ જિલ્લાના પાટણવાવ ગામે અગાવ ઝરી જીવજંતુ ના ત્રણ કેસ સામે આવ્યા બાદ જામકંડોરણા તાલુકાના ધોળીધાર ગામે એક મહિલા સહિત ત્રણ વ્યકિતઓને જ્યારે જેતપુર તાલુકાના ઉમરાળી ગામે પણ એક વ્યક્તિને ઝેરી જીવાત કરડતા બીમાર પડ્યા છે,ઝેરી જીવાત પગમાં કરડતા પગમાં સોજો આવી જવો ,ઉપરાંત, પગમાં ફોડલા થવા લાગવા સાથે જે જગ્યાએ જીવાત કરડી હોય ત્યાં રસી થવા,ચિહ્નો જોવા મળવા સાથે ઝેરી જીવાત કરડવાથી કિડની માં અસર થતી જોવા મળે છે જેથી ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે,ઝેરી જીવાત કરડવાની બીમારી લાગુ પડતા દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડાયા છે, જ્યારે ગ્રામજનોએ પણ પાણીનો ભરાવ,કચરા ના ઉકરડાથી,તેમજ રાત્રે સૂતા સમયે મચ્છર દાની નો ઉપયોગ કરવો શરીર ઢાંકાય તે તે પ્રકારે કપડાં પહેરવા આરોગ્ય વિભાગ દ્વારા સૂચના આપવા સાથે સાવચેતી રાખવાની અપીલ કરાય છે, જામકંડોરણા ધોળીધાર ગામે તેમજ જેતપુર તાલુકાના ઉમરાળી ગામે આરોગ્ય વિભાગ ની ટિમ દ્વારા દવા નો છંટકાવ,ફોગીંગ સહિત કામગીરી કરવામાં આવી રહી છે, વિઓ:- ઝેરી જીવજંતુ કરડવા બાબતે આરોગ્ય વિભાગના હેલ્થ ઓફિસર સાથે વાત માં જાણવા મળ્યું હતું કે,જ્યારે પણ કોઈને આ જીવજંતુ કરડે છે તે કોઈને ખ્યાલ હોતો નથી,તેમજ કંઈ પ્રકારનું જંતુ કરડયું તે પણ ખબર હોતી નથી,જ્યારે સવારે ઉઠે તો પગમાં સોજો આવી જવો,ફોડલા પાડવા જેવું દેખાવ લાગે છે,હાલ દર્દીઓની તબિયત સ્ટેબલ હોવાની માહિતી મળી રહી છે, જીવાત કરડ્યા બાદ કેવા પ્રકારના લક્ષણો જોવા મળે,પગમાં સૌ પ્રથમ સોજો આવી જવો,ત્યારબાદ પગના ઉપરના ભાગમાં ધીમે ધીમે આગળ વધે છે,તેમજ કિડની માં પણ અસર દેખાય છે,પગમાં ફોડલા દેખાય છે, આરોગ્ય વિભાગ દર્દીઓના રસીના સેમ્પલ લઈને મોકલવામાં આવ્યા છે જેમાં કેવા પ્રકારના જંતુ જોવા મળે છે તે રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરી શકાય,અને કેવું જીવ જંતુ છે તે સામે આવી શકે છે,. . . બાઈટ:- કુલદીપ સાપરિયા - હેલ્થ ઓફિસર આરોગ્ય વિભાગ,ચશ્માં વાળા.... વિઓ:- ઉમરાળી ગામે એક કેસ સામે આવતા ફોગીગ,દવા છંટકાવ સહિત કામગીરી અત્યારે ચાલુ છે,સાથે સ્વચ્છતા રાખવાની પણ કામગીરી ગામમાં ચાલી રહી છે તેમજ ગ્રામજનોએ પણ સાવચેતી રાખવી જરૂરી છે,..... , બાઈટ:- કેતન ભાઈ - ટિબડીયા - સરપંચ - ઉમરાળી ગામ....મહેંદી શર્ટ..... વિઓ:- રાજકોટ જિલ્લાના અમુક ગામોમાં ઝેરી જીવજંતુ કરડવા ના બનાવો બનતા હાલ તો ગામોમાં ફફડાટ ફેલાયો છે,ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ જરૂરી પગલાં ભરવાની કામગીરી શરૂ કરાઇ છે,.... વોક થ્રુ નરેશ ભાલીયા
7
comment
Report
CPCHETAN PATEL
Aug 12, 2025 09:01:41
Surat, Gujarat:
સુરત... સિંગણપોર માંથી મળી આવેલી નવ માસની બાળકીનું પરિવાર સાથે મિલન ગુરુકુળ નજીકથી ગત રોજ માસૂમ બાળકી પોલીસને મળી આવી હતી, પોલીસે ભારે શોધખોળ બાદ પણ વાલીની કોઈ ભાળ મળી ન્હોતી જે બાદ માસૂમ.બાળકીને કટારગક શિશુગૃહ ખાતે મોકલી તપાસ શરૂ કરી હતી તપાસના અંતે બાળકી ની માતા અનુષા દેવી રવિ શાની ને શોધી કાઢવામાં આવી, ગુરુકુળ સગા સંબંધીઓ જોડે પરિવાર ફરવા આવ્યો હતો જ્યાં બાળકી અન્ય સબંધીઓ જોડે હોવાની ગેરસમજ માતાને થતા તેણી ભૂલી ગઈ હતી જ્યાં અંતે જરૂરી કાર્યવાહી બાદ પોલીસે બાળકી નો કબજો પરિવારને સોંપ્યો પોલીસની કામગીરી બદલ પરિવારે આભાર વ્યક્ત કર્યો સિંગણપોર પોલીસની સરાહનીય કામગીરી સામે આવી
11
comment
Report
ARAlkesh Rao
Aug 12, 2025 08:48:34
Vaghrol, Gujarat:
નોંધ-ફીડ FTP કરેલ છે FTP-1208 ZK BNK TOLTEX VIRODH PKG સ્લગ - ટોલટેક્ષ વિરોધ બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર નજીક ખેમાણા ટોલ પ્લાઝા પર આસપાસના સ્થાનિકો અને ખેડૂતોને ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાવવાની માંગ પ્રબળ બની છે.ખેડૂતોએ અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા ખેડૂતો આક્રમક મૂડમાં છે.જો કે બે દિવસ અગાઉ ખેડૂતોએ એક બેઠક યોજી આંદોલનની રણનીતિ ઘડી છે. 18 ઓગસ્ટે હજારોની સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈ ટોલટેક્સ ખાતે વિરુદ્ધ પ્રદર્શનનો હુંકાર કર્યો છે. તે વચ્ચે ટોલ ટેક્સ મેનેજર એ નિવેદન આપ્યું છે કે સ્થાનિક ખેડૂતોને પણ ટોલટેક્સ પરથી પસાર થવા માસિક પાસ બનાવવો ફરજીયાત છે. જોકે ટોલટેક્સ સંચાલકના આ નિવેદન બાદ ખેડૂતોમાં રોસ ભભૂક્યો છે. ત્યારે આજે ખેડૂત આગેવાનો ટોલટેક્સ ખાતે એકત્ર થયા અને 18 ઓગસ્ટે ખેડૂતોનું આંદોલન મહાઆંદોલન બનાવવા હુંકાર કર્યો છે. જો સ્થાનિક ખેડૂતોને ટોલટેક્સમાંથી મુક્તિ નહીં મળે તો 15 ગામોના ખેડૂતોએ પોતાના પશુધન સાથે નેશનલ હાઈવે પર ઉતરી નેશનલ હાઇવે બ્લોક કરવાની ચીમકી ઉચ્ચારી છે.... દિલ્હીથી કંડલાને જોડતા નેશનલ હાઈવે પર પાલનપુર નજીક ખેમાણા ટોલ પ્લાઝા આવેલું છે. જોકે આ ટોલ પ્લાઝા પર ટોલ પ્લાઝા નજીક આવેલા સ્થાનિક ગ્રામજનોને પણ ટોલમાંથી મુક્તિ ન અપાતા ગ્રામજનોમાં ભારે રોસ ભભુક્યો છે.અનેક વખત ટોલ પ્લાઝા સંચાલકોને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા બે દિવસ અગાઉ ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ટોલ પ્લાઝા આસપાસના 15 થી વધુ ગામોના આગેવાનોની એક બેઠક મળી હતી. હેબતપુર પાટીયા નજીક આવેલા દેવી માતાના મંદિરે મળેલી આ બેઠકમાં સ્થાનિક ગ્રામજનોને ટોલટેક્સમાંથી મુક્તિ અપાવવા આંદોલનની રણનીતિ ઘડાઈ છે. આગામી 18 ઓગસ્ટે ટોલટેક્સ નજીક આવેલા 15 થી વધુ ગામના હજારો ખેડૂતો ટોલટેક્સ પર એકત્રિત થશે અને ધારણા કરી ટોલટેક્સ સંચાલકોને સ્થાનિક ગ્રામજનોને ટોલમાંથી મુક્તિ અપાવવા રજૂઆત કરવાના છે.જો કે ટોલટેક્સ સંચાલકો દ્વારા માંગ નહીં સ્વીકારાય તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન સાથે રસ્તા રોકો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારાઈ છે. મહત્વની વાત છે કે ખેડૂતોએ ટોલટેક્સ મુક્તિની માંગ સાથે આંદોલનની રણનીતિ ઘડ્યા બાદ ગઈકાલે ટોલટેક્સ સંચાલકનું એક નિવેદન સામે આવ્યું છે ટોલટેક્સના મેનેજર શૈલેન્દ્રસિંહ રાજપૂતે નિવેદન આપ્યું છે કે ટોલટેક્સ આસપાસના ગામોના સ્થાનિક ખેડૂતોને પણ ટોલટેક્સ પરથી પસાર થવું હશે તો તેમને માસિક પાસ કઢાવવો ફરજિયાત છે. જોકે ટોલટેક્સ સંચાલકના આ નિવેદન બાદ સ્થાનિક ખેડૂતોમાં ભારોભાર રોષ ભભૂક્યો છે. બાઈટ-1-શૈલેન્દ્રસિંહ રાજપૂત -ટોલટેક્ષ મેનેજર ખેમાણા (ટોલટેક્ષ માંથી મુક્તિ મળવી અશક્ય છે અમે પાસની વ્યવસ્થા કરી આપીશું.) ટોલટેક્ષના મેનેજરના નિવેદન બાદ રોષે ભરાયેલા ખેડૂત આગેવાનો આજે ખેમાણા ટોલટેક્સ ખાતે એકત્ર થયા અને 18 ઓગસ્ટનું સ્થાનિક ખેડૂતોનું આ આંદોલન મહા આંદોલન બનાવવા હુંકાર કર્યો છે. જોકે ખેડૂત આગેવાનોએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો 18 ઓગસ્ટના આંદોલન બાદ સ્થાનિક ખેડૂતોને ટોલટેક્સ માંથી મુક્તિ નહી અપાય તો ખેડૂતો પોતાના પશુધન સાથે નેશનલ હાઇવે પર ઉતરશે અને નેશનલ હાઇવે બ્લોક કરશે. તો સાથે જ પાલનપુર શહેરના સ્થાનિકોએ પણ ખેડૂતોના આંદોલનને સમર્થન આપ્યું છે. પાલનપુર શહેરના નાગરિકોનું કહેવું છે કે પાલનપુર નજીક પ્રખ્યાત બાલારામ મહાદેવ અને વિશ્વેશ્વર મહાદેવ શિવાલય આવેલું છે. આ શિવાલય ખાતે દર્શનાર્થે જવું હોય તો પાલનપુરના સ્થાનિકોને પણ શિવના દર્શન માટે ટોલટેક્સ પર ટેક્સ આપવો પડે છે. જોકે ટોલટેક્સ સંચાલકના નિવેદન બાદ હવે ખેડૂતોનું આ આંદોલન વધુ પ્રબળ બને તેવી શક્યતાઓ એ જોર પકડ્યું છે... બાઈટ-2-માવજીભાઈ લોહ -ખેડૂત આગેવાન ( અમે 18 ઓગસ્ટે હજારોની સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈશું તે બાદ માંગ નહીં સ્વીકારાય તો પશુધન સાથે નેશનલ હાઈવે પર ઉતરીશું...) બાઈટ-3- રવિ સોની-જાગૃત નાગરિક ( અમારે પાલનપુર થી બાલારામ મહાદેવ કે વિશ્વેશ્વર મહાદેવના દર્શનને જવું હોય તો ટેક્સ આપવો પડે છે આ ખૂબ જ નીંદનીય બાબત છે...) બાઈટ-4-રાકેશ પટેલ -ખેડૂત ( ગઈકાલે ટોલટેક્સ મેનેજર એ નિવેદન આપ્યું તે ખૂબ જ નીંદનીય છે અમે વર્ષોથી આ ટોલટેક્સ પરથી નીકળીએ છીએ પરંતુ આ ટોલટેક્સ મેનેજર આવ્યા બાદ અમારી હેરાનગતિ વધી ગઈ છે...) અલકેશ રાવ- બનાસકાંઠા 9687249834
8
comment
Report
NJNILESH JOSHI
Aug 12, 2025 08:38:02
Vapi, Gujarat:
એન્કર - રાજ્યના પડોશમાં આવેલ સંઘ પ્રદેશ દમણ ની કચીગામ વિસ્તારમાં રૂપિયા 59 લાખ ભરેલું એક ATM મશીન તોડવાના નિષ્ફળ પ્રયાસ મામલે દ્વારા પોલીસને ગણતરીના દિવસોમાં જ મોટી સફળતા મળી છે.આ મામલે માસ્ટર માઈન્ડ એક આરોપીની ધરપકડ કરી છે ..જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલા બે સગીરો હજુ ફરાર છે.. શું હતી આખી ઘટના..?? પોલીસની સતર્કતાને કારણે કેવી રીતે બચી ગયું લાખો રૂપિયા ભરેલું એટીએમ મશીન ..???જોઈએ આ અહેવાલ... વિઓ :1 રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના કચીગામના કલેરીયા વિસ્તારમાં થોડા દિવસો અગાઉ એક મોટી બેંકના એટીએમ મશીન નવા તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. સેન્ટર પોઇન્ટ બિલ્ડિંગમાં આવેલા એસબીઆઇ બેન્કના એટીએમ ને એક તસ્કર ટોળકી એ નિશાન બનાવ્યું હતું.. અને આ એટીએમ ને તોડી લાખો રૂપિયા ની ચોરી મો પ્રયાસ કર્યો હતો.. જોકે તશ્કરો ઇરાદાઓમાં નિષ્ફળ રહ્યા હતા. સવારે એટીએમ મશીન તૂટેલી હાલતમાં જોતા જ બેંક દ્વારા કચી ગામ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ દાખલ કરી હતી પોલીસે સ્થળ પર પહોંચતા જ એટીએમ મશીનમાં ભરેલા 59 લાખ રૂપિયા સુરક્ષિત મલી આવ્યા હતા . આથી બેંક અને પોલીસે હાશકારો અનુભવ્યો હતો. જોકે તસ્કર ટોળકી સુધી પહોંચવા એટીએમ મશીનના સીસીટીવી ફૂટેજ તપાસતા સમગ્ર હકીકત બહાર આવી હતી. સીસીટીવી માં બે સગીરો એટીએમ મશીનમાં પ્રવેશ કરી આ એટીએમ મશીન ને તોડવાનો પ્રયાસ કરે છે. અન્ય એક આરોપી એટીએમ મશીન ની બહાર ઉભો રહી અને ચોકી કરી રહ્યો હતો. આથી પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ કરી હતી.. આરોપીઓ સુધી પહોંચવા કચીગામ પોલીસે 100 થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. અને આખરે ગણતરીના દિવસોમાં જ મૂળ રાજસ્થાનના પાલીના હિતેશ કંડારા નામના એક આરોપીની ધરપકડ કરી છે.. જ્યારે આ ચોરીમાં સામેલ મૂળ રાજસ્થાનના બે સગીરો હજુ પોલીસ પકડથી દૂર છે.. બાઈટ:1 શશી કુમાર સિંગ પીએસઆઇ, કચીગામ પોલીસ સ્ટેશન વી ઓ:2 પોલીસે આ મામલામાં ધરપકડ કરાયેલા આરોપી હિતેશ કંડારા ની આગવી ઢબે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે હિતેશ કંડારા છેલ્લા કેટલાક સમયથી દમણના કચી ગામ વિસ્તારમાં રહે છે.. અને તેણે જ આ ચોરી ના પ્રયાસને અંજામ આપ્યો હતો. તેના માટે તેણે રાજસ્થાનના પાલીથી ગુનાખોરીની દુનિયામાં ડગ માંડી રહેલા બે સગીરોને ચોરી કરવાના પ્લાનના ભાગરૂપે જ રાજસ્થાનથી બોલાવ્યા હતા.. બે દિવસ સુધી તેમને પોતાના ઘરમાં રાખી અને કચિગામ અને આસપાસના વિસ્તારની રેકી કરી હતી.. ત્યારબાદ આ એટીએમ મશીન ને નિશાન બનાવવા માટેનો પ્લાન કર્યો હતો. અને પ્લાન મુજબ જ તેઓ રાત્રે એટીએમ મશીન પર પહોંચ્યા હતા.. આરોપી હિતેશ કંડારા એટીએમ મશીનની બહાર ચોકી કરી રહ્યો હતો.. જ્યારે કાયદાના સંઘર્ષ માં આવેલા બે સગીરો એટીએમ મશીનમાં જઈ અને મશીન તોડી અંદરથી ચોરી કરવાનો પ્રયાસ કર્યા હતા.. જોકે આ તસ્કરોની કમનસીબી કે એ જ સમયે દમણ પોલીસની એક પેટ્રોલિંગ વાન ત્યાંથી પસાર થતાં જ આરોપીઓ પોતાનો પ્લાન મૂકી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.. જોકે સવારે એટીએમ મશીન તૂટેલી હાલતમાં જોવા મળતા બેંકે ફરિયાદ દાખલ કરતા જ દમણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે. જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલા બે સગીરો સામે પણ કાયદાકીય પગલાં માટેના પ્રયાસો હાથ ધર્યા છે. પોલીસની અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યુ છે કે આ ચોરીમાં સામેલ કાયદાના સંઘર્ષમાં આવેલા બંને સગીરો પર પાલી પોલીસ સ્ટેશનના આસપાસના વિસ્તારમાં અનેક ગુનાઓમાં નામ નોંધાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે ..આથી પોલીસે આ મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.. બાઈટ :2 શશી કુમાર સિંગ પીએસઆઇ , કચી ગામ પોલીસ સ્ટેશન ,દમણ વી ઓ:3 અત્યારે તો પોલીસે ઝડપાયેલા આરોપી હિતેશ કંડારાની ધરપકડ કરે તેના ગુનાહિત ભૂતકાળ તપાસવા માટેની તપાસ હાથ ધરી છે. જોકે આ ગુનામાં સામેલ કાયદાના સંઘર્ષમાં આવેલા બે સગીરો હજુ પોલીસ પકડથી દૂર છે ..ત્યારે આટલી નાની ઉંમરે આવી ગુનાખોરીમાં ડગ માંડતા આવા સગીરોને સાચી દિશા મળે તે જરૂરી છે.. નિલેશ જોશી ઝી મીડીયા દમણ. લોકેશન દમણ ftp/vapi/August25/12.8.25/zk1208_daman_atm_loot/2visual/2bite.
12
comment
Report
URUday Ranjan
Aug 12, 2025 08:37:30
Ahmedabad, Gujarat:
Slug : 1208ZK_LIVE_AHD_GHARFOD_CHOR Reporter : UDAY RANJAN Injgst Feed : 1208ZK_LIVE_AHD_GHARFOD_CHOR Date : 12 - 08 - 2024 Format : PKG & WEB નોંધ : સ્ટોરી ને લગતા સીસીટીવી સેન્ડ કરેલ છે એન્કર : ઓનલાઈન ગેમ રમવા માટે થી ઘરફોડ ચોરી કરનાર એક ચોર ની નવરંગપુરા પોલીસે ધરપકડ કરી ... ચોર આપસે થી ચોરી માં ગયેલ મુદામાલ કબ્જે કરી અમદાવાદ ની ત્રણ ચોરી ના ગુના નો ભેદ ઉકેલી કાઢ્યો છે .... વીઓ : 01 અમદાવાદ ના પોશ વિસ્તાર એવા સીજી રોડ પર આવેલ સિટીન્સેન્ટર કોમ્પલેક્ષ માં આવેલ એક ઓફિસ માંથી એક અઠવાડીયા પહેલા 8 લાખ ના સોના ચાંદી ના દાગીના સહિત ની રોકડ રકમ ચોરાય હતી આ બનાવ બનતા ની સાથે નવરંગપુરા પોલીસ અને ઝોન 1 એલસીબી ની ટીમે તપાસ શરૂ કરી હતી જેમાં કોમ્પલેક્ષ માં લાગેલા એક સીસી ટીવી માં શંકાસ્પદ નજરે પડ્યો હતો જેની વધુ તપાસ કરતા અમદાવાદ ની એક હોટલ અને હોટેલ થી સુરત સુધી તપાસ પહોંચી હતી અને જેની ઓળખ રાજ ખડકા ખત્રી ઉર્ફે હિકમત થઈ હતી ત્યારે પોલીસ દ્વારા રાજ ખડકા ખત્રી ઉર્ફે હિકમત ને લઇ ને વધુ તપાસ કરતા સામે આવ્યું હતું કે ચોરી ની ટેવ કરવા વાળો છે જેના વિરુધ્ધ વર્ષ 2016 માં અમદાવાદ ના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન માં ચોરી કરવા ના ગુના હેઠળ ધરપકડ થઈ ચૂકી છે અને વર્ષ 2019 માં સુરત ના અઠવાલાઇન્સ, અડાજણ, પુણા, ઉમરા , ડુમસ સહિત ના પોલીસ સ્ટેશન માં 9 ફરિયાદ ચોરી ની થઈ ચૂકી છે અને ધરપકડ પણ કરવા માં આવી હતી ત્યારે આરોપી રાજ ખડકા ખત્રી ઉર્ફે હિકમત સુરત માં જ રહેતો હોવા ની બાતમી આધારે ઝોન1 એલસીબી અને નવરંગપુરા પોલીસ ની ટીમે સુરત ખાતે થી નવરંગપુરા ના ચોરી ના કેસ માં ધરપકડ કરી પૂછ પરછ શરૂ કરી હતી બાઈટ : અમિત દેસાઈ , પીઆઈ , નવરંગપુરા પોલીસ સ્ટેશન વીઓ : 02 આરોપી ચોર ની પૂછ પરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે નવરંગપુરા વિસ્તાર સહિત અમદાવાદ ના આનંદનગર અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તાર માં પણ ચોરી ના ગુના ને અંજામ આપી ચૂક્યો છે જેમાંથી નવરંગપુરા માં થયેલ ચોરી માં ગયેલ તમામ મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછ પરછ હાથ ધરી જેમાં વિગતો સામે આવી હતી કે આરોપી બસ કે ટ્રેન મારફતે અમદાવાદ ખાસ ચોરી કરવા માટે થી આવતો હતો અને અમદાવાદ માં અલગ અલગ વિસ્તારની હોટેલ માં રોકાય જતો હતો બાદ માં દિવસે બંધ મકાન કે બંધ ઓફીસ ની રેકી કરી ચોરી કરવા ના સ્થળ પર છુપાય જતો અને રાત્રે ના સમયે મોઢે રૂમાલ બાંધી ચોરી ના ગુના ને અંજામ આપી ને ફરાર થઈ જતો હતો બાઈટ : અમિત દેસાઈ , પીઆઈ , નવરંગપુરા પોલીસ સ્ટેશન વીઓ : 03 ત્યારે આરોપી ની વધુ પૂછ પરછ કરતા ચોરી કરવા પાછળ નું કારણ જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી કેમ કે આ ચોરને ઓનલાઇન ગેમ રમવા ની આદત હતી જેમાં પૈસા લગાડવા ના કારણે ચોરી કરતો હતો અને ચોરી કરેલ તમામ મુદામાલ વેચી ને જે રોકડ મળતી તે ઓનલાઇન ગેમિંગ માં લગાડી દેતો હતો ત્યારે આ આરોપી રાજ ખડકા ખત્રી ઉર્ફે હિકમત મૂળ નેપાળ નો રહેવાસી છે અને બે પત્નીની નો પરીવાર છે જે બંને પત્નીઓ ચોરી ની ટેવ થી કંટાળી ઘર માં હાંકી કાઢ્યો છે ત્યારે પોલીસે હાલમાં એ તપાસ શરૂ કરી છે કે ઓનલાઇન ગેમિંગ માં અત્યાર સુધી માં કેટલા પૈસા રોક્યા છે અને આ સહિત ની કોઈ ચોરી ના ગુના ને અંજામ આપ્યો છે કે કેમ ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
14
comment
Report
AKArpan Kaydawala
Aug 12, 2025 08:37:16
Ahmedabad, Gujarat:
અમદાવાદ ભારત દેશમાં જન્મદર નોંધનીય રીતે ઘટતી ગયો છે. જેને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઇ છે. હમ ડો હમારે દો અને કેટલાય કિસ્સામાં લગ્ન બાદ દંપતી બાળક જ ન ઇચ્છતું હોવાથ aa પરિસ્થિતિ ઉભી થઇ છે. ત્યારે ઝી 24 કલાકે આ અંગે કેટલીક મહિલાઓ સાથે વાત કરી, જેમાં સામાજિક થી લઇ આર્થિક બાબતો કારણભૂત હોવાનું તેઓએ જણાવ્યા. ખાસ કરીને વર્તમાન સમયમાં યુવાઓ કરિયર ઓરિએન્ટેડ એટલકે પોતાની વ્યવસાયિક કારકિર્દીને વધુ મહત્વ આપતા હોવાનું કારણ સામે આવ્યું. કેટલાકના મતે હવે સંયુક્ત પરિવાર રહ્યા ન હોવાથી બાળકોના જન્મ બાદ તેમના ઉછેરનો મોટો પ્રશ્ન પણ જવાબદાર છે. તો કોઈકના મતે સતત વધતી મોંઘવારી વચ્ચે બાળકોનો ઉછેર અને પરિવારનું ભરણપોષણ પણ જવાબદાર હોવાનું જાણવા મળ્યું. 5 બાઈટ
12
comment
Report
CPCHETAN PATEL
Aug 12, 2025 08:37:08
Surat, Gujarat:
સુરત - સુરતમાં ટ્રાફિક ઈ ચલણની કામગીરી સામે ઉઠ્યા પ્રશ્નો ટ્રાફિક પોલીસ અને શહેર પોલીસ વચ્ચે સંકલન નો અભાવ સુરતના કતારગામ વિસ્તારમાંથી સામે આવ્યો ચોકાવનારો કિસ્સો પાંચ વર્ષ પહેલા ચોરાઈ ગયેલી મોપેડ ના ટ્રાફિક પોલીસ હજુ પણ મૂળ માલિકને આપી રહી છે મેમો કતારગામના નરેશભાઈ ધોળાની એકટીવા વર્ષ 2021માં ચોરી થઈ હતી ચોરી થયેલી એકટીવાના અલગ અલગ ચાલક સાથેના બે વખત આવ્યા મેમો ફરી એક મેમો તો હાલ ત્રણ મહિના પહેલા જ આવ્યો ઓનલાઇન મેમોની પોલીસને જાણ કરવા છતાં પોલીસે કોઈ જ કાર્યવાહી કરી નહીં પોલીસની નિષ્ક્રિયતાને કારણે આજે ચોરાયેલી મોપેડ પણ માલિકને પરત મળતી નથી ચોરાયેલી મોપેડ શહેરમાં બિન્દાસ ફરી રહી છે કયા વિસ્તારમાં ફરે છે તે તમામ વિગત મળી જવા છતાં પણ પોલીસ પકડતી નથી શહેરમાં ખોટી રીતે ઘરે આવતા ઈ ચલણના અનેક કિસ્સાઓની ફરિયાદ છતાં પોલીસની નિષ્ક્રિયતા ગતરોજ પણ પુણા વિસ્તારમાં મોપેડ ઘરે છતાં વાહન માલિકને આવતા હતા મેમો પોલીસની કામગીરી સામે લોકોએ ઠાલવ્ય રોષ પોલીસની ઈચ્છા શક્તિ હોય તો ધારે તે કરી શકે બાઈટ: નરેશભાઈ ધોળા, વેપારી
14
comment
Report
CPCHETAN PATEL
Aug 12, 2025 07:01:36
Surat, Gujarat:
સુરત... પિયર ચાલી ગયેલી પત્નીને પરત લાવવા સાઢુભાઈ ના બાળકનું અપહરણ સચિન વિસ્તારની ઘટના ત્રણ વર્ષના બાળકના અપહરણ નો કેસ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો આરોપીની સચિન પોલીસે કરી ધરપકડ રિયાઝ અબ્દુલહક મન્સૂરી ની ધરપકડ દસ ઓગસ્ટ સચિન સુડા સેક્ટર 3 માંથી બાળક નું અપહરણ કરાયું હતું બાળકના પિતા રહીમ મન્સુરી દ્વારા સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ કરતા , બાળકનું અપહરણ સાઢુ ભાઈ કર્યું હોવાનું બહાર આવ્યું પોલીસે તાત્કાલિક ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા જ્યાં અંતે આરોપી ને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી, પોલીસ તપાસમાં ચોંકાવનારી બાબત સામે આવી, બાળકના પિતા આરોપીનો સગામાં સાઢુભાઈ પત્ની પિયરે ચાલી જતા બાળકના પિતાને મધ્યસ્થિતિ કરવા આજીજી કરી હતી પરંતુ બાળકનો પિતા મધ્યસ્થિતિ કરવા તૈયાર નહોતો જેથી બાળકનું અપહરણ કર્યાની કબુલાત આરોપીને પોલીસ તપાસમાં કરી સચિન પોલીસે બાળકનો કબજો પરિવારે સોંપી વધુ તપાસ હાથ ધરી
14
comment
Report
CPCHETAN PATEL
Aug 12, 2025 07:01:30
Surat, Gujarat:
સુરત બ્રેક સુરતના વિયરની સપાટી ઘટતા કોઝવે વાહન વ્યવહાર માટે ખૂલ્લો મુકાયો કોઝવેના નુકશાન ના દ્રશ્યો આવ્યા સામે કોઝવે ડાઉન સ્ટ્રીમ એરિયાને ભારે નુકશાન ગત વર્ષે આ નુકશાન થયું હતું એજન્સીને સર્વેની કામગીરી સોંપવામાં આવી હતી પરંતુ રિપોર્ટ આવે તે પહેલાં જ ચોમાસુ શરૂ થઈ ગયું ઉપરવાસમાં આ વર્ષે પણ લાખો ક્યુસેક પાણી કોઝવેમાં છોડવામાં આવ્યું કોઝવેને ભારે નુકશાન થવા પામ્યું મનપાના અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી રાંદેર-સિંગણપોર જતા લોકોને ચકરાવો નહી લેવો પડે ૨૩ જુને ઓવરફલો થતા કોઝવે બંધ કરાયો હતો આ વર્ષે ચોમાસા દરમિયાન ૫૦ દિવસ કોઝવે બંધ રહ્યો હતો ઉપરવાસમાં વરસાદ નું જોર ઓછું થતા કોઝવે ઓવર ફૂલો થતા બંધ થયો હતો વોક થ્રુ..ચેતન
14
comment
Report
GPGaurav Patel
Aug 12, 2025 07:01:24
Ahmedabad, Gujarat:
માણસા રાજવીએ ભાજપના સહપ્રવક્તા જયરાજસિંહને રોકડું પરખાવ્યું જયરાજસિંહ સ્ટેજ પરથી ખોટો ઈતિહાસ બોલી ભ્રમિત કરી રહ્યા હોવાનો દાવો માણસા કોલેજમાં વિદ્યાર્થીઓનો ઇતિહાસ અંગેનો હતો સેમિનાર જયરાજસિંહ પરમાર ક્ષત્રિયોના ઇતિહાસ વિશે વાત કરતા અંગ્રેજોની ગુલામી સંદર્ભે કર્યો હતો ઉલ્લેખ અંગ્રેજોની ગુલામી સંદર્ભે ઉલ્લેખ થતા જ માણસા દરબાર યુવરાજસિંહે વાંધો ઉઠાવ્યો સ્ટેજ પર જ જયરાજસિંહને ખોટો ઇતિહાસ પીરસી રહ્યા હોવાનું પરખાવ્યું
14
comment
Report
NDNavneet Dalwadi
Aug 12, 2025 06:33:56
Bhavnagar, Gujarat:
રિપોર્ટર : નવનીત દલવાડી. લોકેશન : ભાવનગર તારીખ : ૧૦/૦૮/૨૦૨૫. સ્ટોરી : પેકેજ. એપ્રુવલ : ડેસ્ક. સ્લગ: ભાવનગરના પાંચ સહીત ગુજરાતનાં 27 પરિવારોએ સંસ્કૃત ભાષાને આત્મસાત કરી. એન્કર: દેવભાષા સંસ્કૃતને જીવંત રાખવા ભાવનગરના પાંચ સહિત ગુજરાતના 27 પરિવારો મેદાને પડ્યા છે. આ તમામ પરિવારોએ સંસ્કૃત ભાષાને આત્મસાત કરી પોતાના જીવનમાં આચરણમાં મૂકી છે. દિવસ ઊગે થી રાત્રે સુવે ત્યાં સુધી આ તમામ પરિવારો ઘરના તમામ કામકાજ દિનચર્યાઓ બધું જ અભ્યાસની સાથોસાથ પોતાના ઘરે પણ વ્યવહારૂ ભાષામાં પણ સંસ્કૃત નો ઉપયોગ કરી રહ્યા છે. હાલ સંસ્કૃત સપ્તાહ ચાલે રહ્યું છે ત્યારે સંસ્કૃત ભાષાને દ્વિતીય ભાષા તરીકે પ્રસ્થાપિત કરવામાં આવે તેવી આ તમામ પરિવારોને માંગ છે. વિઓ ૧: ભારતમાં સંસ્કૃત ભાષાને દેવ ભાષા તરીકે ઓળખવામાં આવે છે. વેદો, ઉપનિષદો, ભગવદ્ ગીતા, શિવ પુરાણ, વિષ્ણુ પુરાણ સહિતના તમામ પુરાણો પણ સંસ્કૃત ભાષામાં જ લખવામાં આવ્યા છે. હાલ સંસ્કૃત સપ્તાહ ચાલી રહ્યું છે. ત્યારે આ દેવ ભાષાના પ્રચાર પ્રસાર માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારતની સંસ્કૃતિને જીવંત રાખવી હોય તો સંસ્કૃત ભાષાને પણ જીવંત રાખવી જ પડશે, એ માટે સંસ્કૃતના શિક્ષકો અને પ્રાધ્યાપકો પણ કાર્યરત છે. સાથે જ ભાવનગરના પાંચ સહિત ગુજરાતના કુલ 27 પરિવારો સંસ્કૃત ભાષાને જીવંત રાખવા પ્રયાસ કરી રહ્યા છે. તો ચાલો ભાવનગરના સંસ્કૃત પરિવારોની મુલાકાતે જઈએ. વિઓ ૨: દેવભાષા સંસ્કૃત ને શીખવા માટે ભાવનગરમાં ચાર બાળ કેન્દ્ર છે. જેમાં ૧૦ થી ૧૨ જેટલા તાલીમ બંધ કાર્યકર્તાઓ અલગ અલગ સંસ્કૃતના સંભાષણ વર્ગોનું આયોજન કરે છે. જે પ્રયાસ થકી ભાવનગરના પાંચ જેટલા પરિવારોએ સંસ્કૃત ભાષા બોલતા થયા છે. સરકાર દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ સંસ્કૃત વિષયને ચોક્કસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જ્યારે પ્રાદેશિક ભાષાઓમાં આર-૧માં પ્રાદેશિક, આર-૨માં અંગ્રેજી, આર-૩માં હિન્દી અને આર-૪માં સંસ્કૃત ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે ધોરણ ૩ થીજ વિધાર્થી દ્વિતિય ભાષા તરીકે શીખી, બોલી અને વાંચી શકે એ માટે અંગ્રેજીના સ્થાને આર-૨માં સંસ્કૃત ભાષાને પ્રાધાન્ય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વિઓ ૩: ભાવનગર શહેરમાં માત્ર એકલ દોકલ વ્યક્તિએ જ નહીં પૂરા પાંચ પરિવારોએ સંસ્કૃત ભાષાને આત્મસાત કરી છે. જેમાં નાના મોટા સહુ સંસ્કૃતના અભ્યાસની 707 પોતાના ઘરે અને વ્યવહારુ ભાષામાં પણ સંસ્કૃત ભાષાનો જ ઉપયોગ કરી રહ્યા છે. હાલ સંસ્કૃત ભાષા આ પાંચે પરિવારની પારિવારિક ભાષા બની ગઈ છે. સંસ્કૃત એ વ્યાકરણની દ્રષ્ટિએ થોડું અઘરું લાગે છે. પરંતુ વ્યવહારુ ઉપયોગમાં અને બોલવામાં અંગ્રેજી ભાષા કરતા પણ સરળ છે. આ પાંચેય પરિવારો પોતાનો પરિવાર સંસ્કૃત પરિવાર હોવાનું ગૌરવ અનુભવે છે. વિઓ ૪: ઝી મીડિયાની ટીમે ભાવનગરના પાંચ સંસ્કૃત પરિવારો પૈકી પ્રણવભાઈ રાજ્યગુરુ અને ઊર્મિબેન જાની પરિવારની મુલાકાત લીધી હતી, જેના પરિવારને સંસ્કૃત પરિવારનું બિરુદ મળ્યું છે. એવા પ્રણવભાઈ રાજ્યગુરુ પ્રાથમિક શાળાના શિક્ષક છે. તેમના પત્ની ભાર્ગવિબેન રાજ્યગુરુ, ધોરણ ૯માં અભ્યાસ કરતો પુત્ર અને ધોરણ પ માં અભ્યાસ કરતી પુત્રી, પ્રણવભાઈના પિતા સહિત આખો પરિવાર સંસ્કૃત ભાષામાં જ વાતચીત કરે છે. ભાર્ગવિબેનનો પરિવાર ગુજરાતી ભાષા બોલે છે. તેમણે જણાવ્યું હતું કે લગ્ન બાદ પોતે પણ પતિ પ્રણવભાઈની મદદથી સંસ્કૃત ભાષાને આત્મસાત કરી લીધી છે. અને તેઓ પણ પતિ અને બાળકો સાથે સંસ્કૃત ભાષામાંજ વાતચીત કરે છે. જ્યારે ઊર્મિબેન જાની ૧૯૯૭ થી સંસ્કૃત સાથે જોડાઈ ગયા છે. સંસ્કૃત શીખવા પાછળ ઊર્મિબેન જાની એ એક વર્ષ ગૃહ ત્યાગ કર્યો હતો, હાલ તેના માતા-પિતા સાસુ સસરા ભાઈ ભાભી તમામેં સંસ્કૃત ભાષાને આત્મસાત કરી પારિવારિક ભાષા બનાવી લીધી છે. જ્યારે એ સિવાયના માધવીબેન ઉપાધ્યાય, યોગેશભાઈ પંડ્યા અને ધનેશ્રીબેનના પરિવારોએ પણ સંસ્કૃત ભાષાને પારિવારિક ભાષા બનાવી સંસ્કૃત પરિવાર તરીકેનું બિરુદ મેળવ્યું છે. બાઈટ: પ્રણવભાઈ રાજ્યગુરુ, પતિ (હિન્દી અને ગુજરાતી) બાઈટ: ભાર્ગવિબેન રાજ્યગુરુ, પત્ની. બાઈટ: ઊર્મિબેન જાની (સંસ્કૃત અને ગુજરાતી) બાઈટ: વિરાટભાઈ જાની(હિન્દી)
14
comment
Report
Advertisement
Back to top