Back
સુરતમાં બ્રહ્મોસ રાખડી: રક્ષા બંધન માટેનું રાષ્ટ્રપ્રેમનું અનોખું પ્રતિક!
CPCHETAN PATEL
Jul 29, 2025 04:17:43
Surat, Gujarat
એકર
રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે સુરતમાં એક અનોખી અને રાષ્ટ્રપ્રેમથી છલકાતી રાખડીઓ બજારમાં ધૂમ મચાવી રહી છે. "ઓપરેશન સિંદૂર" માં પાકિસ્તાનના છોતરા કાઢી નાખનાર ભારતની શક્તિશાળી બ્રહ્મોસ મિસાઈલના પરાક્રમને યાદ કરતી આ ખાસ રાખડીઓ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે. ભારતીય સેના અને બ્રહ્મોસ મિસાઈલના શૌર્યની ગાથા વિશ્વભરમાં ગુંજી રહી છે, ત્યારે હવે સુરતના જ્વેલર્સ આ ઐતિહાસિક ક્ષણને રાખડીઓમાં કંડારીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે.
વિઓ.1
સુરતના બજારમાં હાલ સોના અને ચાંદીમાંથી બનેલી બ્રહ્મોસ મિસાઈલની ડિઝાઈનવાળી નાની રાખડીઓની માંગ આસમાને પહોંચી છે. "બ્રહ્મોસ રાખડી" તરીકે જાણીતી થયેલી આ રાખડીઓ ખૂબ જ લોકપ્રિય બની રહી છે. ચાંદીની બ્રહ્મોસ મિસાઈલવાળી રાખડી લગભગ 10 ગ્રામ વજનની છે અને તેની કિંમત અંદાજે 2500 રૂપિયા છે. જ્યારે, સોનાની બ્રહ્મોસ મિસાઈલવાળી રાખડી ખાસ 9 કેરેટ ગોલ્ડમાં તૈયાર કરવામાં આવી છે, જેથી તે લોકોના બજેટમાં સરળતાથી આવી શકે. 5 થી 6 ગ્રામ વજનમાં તૈયાર થતી આ સોનાની રાખડીઓની કિંમત 60000 થી 80000 રૂપિયા છે.આ ખાસ રાખડીઓની વધુ એક વિશેષતા એ છે કે તે તિરંગાના રંગોવાળી દોરી સાથે સજ્જ છે. આ તિરંગાની દોરી ભારતીય હોવાનો ગર્વ અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપે છે.
ડી. ખુશાલદાસ જ્વેલર્સના દીપક ચોકસીએ આ પહેલ વિશે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર શૌર્યનું પ્રતીક હતું. ભારતમાં બનેલી બ્રહ્મોસ મિસાઈલના સ્વરૂપને અમે ચાંદી અને સોનામાં બનાવીને રાખડી બનાવી છે. લોકો તેને ખૂબ સારી રીતે વખાણી રહ્યા છે અને રાખડી લેવા માટે પણ આવી રહ્યા છે." તેમણે ઉમેર્યું કે, "અમે હાલ સોના અને ચાંદીના વધતા ભાવને ધ્યાનમાં રાખીને તેને બજેટમાં આવે તેવી રીતે બનાવી છે. જ્યારે બ્રહ્મોસ મિસાઈલની રાખડી બનાવવામાં આવે ત્યારે તે તિરંગામાં જ હોવી જોઈએ, આ હેતુથી અમે રાખડીની દોરી તિરંગા ડિઝાઈનમાં રાખી છે.આ રાખડી સિલ્વર અને હાલ સોનાના ભાવ વધતાં 9 કેરેટ ગોલ્ડમાં બનાવી છે, જેને લોકો સૌથી વધુ પસંદ કરી રહ્યા છે. આ લાઇટવેટ અને ખૂબ જ એક્સપેન્સિવ લાગે તેવી રાખડી છે.તેમણે ઉમેર્યું કે તેમના શોરૂમમાં 500 રૂપિયાથી લઈને ''''નો લિમિટ'''' સુધીની રાખડીઓ ઉપલબ્ધ છે, જેને રાખડી તરીકે પહેર્યા પછી પેન્ડન્ટ તરીકે પણ પહેરી શકાય છે. બહેનનો જે રક્ષાનો પ્રતીક છે તે વર્ષોવર્ષ રહે તે માટે અમે પેન્ડન્ટની ડિઝાઈનમાં પણ રાખડીઓ બનાવી છે
બાઈટ..દિપક ચોકસી..જવેલર્સ માલીક
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKAshok Kumar
FollowJul 29, 2025 13:50:06Junagadh, Gujarat:
એન્કર.....જૂનાગઢના ભેંસાણ ના વિશળ હડમતીયા ગામે રસ્તા મુદ્દે પોલીસ કાફલો દોડ્યો,ટીડીઓ સહિતના અધિકારીઓ દોડ્યા, કોર્ટ મેટર હોઈ ચુકાદો આવે ત્યાં સુધી થોભો અને રાહ જોવોનો નિર્ણય
વિઓ...... જૂનાગઢ જિલ્લાના વિશળ હડમતીયા ગામે બે દિવસ પહેલા એક પરિવારના મકાનના ચાલવાના રસ્તા આડે બેલાના પથ્થર મૂકી બંધ કરાયો હતો જેને વિસાવદર આપ પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટલીયા અને કાર્યકરોએ હટાવી રસ્તો ખુલ્લો કરતા વિવાદનો વંટોળ જાગ્યો હતો જ્યારે આ ઘટનાને પગલે ટીડીઓ, તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ત્યારે ગ્રામજનોએ ફરી બેલા મુકી દરવાજો બંધ કરી કરી દીધો હતા જેથી આજે આપ પાર્ટીના જિલ્લા પ્રમુખ તેમજ કાર્યકરો વિશળ હડમતીયા પહોંચ્યા હતા
બાઈટ, 1,હરેશ સાવલિયા
આમઆદમી પાર્ટી
વિઓ.....જ્યારે ભેંસાણ તાલુકા ભાજપ ઉપપ્રમુખ અને ઉપસરપંચ ભૂપત માવલિયાએ જણાવ્યું કે અલગથી આ જગ્યાને બિનખેતી કરી રસ્તો બનાવી નાખ્યો છે અને હાલ આ મેટર કોર્ટમાં ચાલી રહી છે જતા સુધી કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી રાહ જોવી પડશે, આ આઠ વર્ષથી વિવાદ ચાલ્યો આવે છે, ત્યારે આપ પાર્ટીના ગોપાલ ઇટાલિયા અહીં આવી ગામની શાંતિ ડહોડવા ની કોશિશ કરી અને ભાજપ પાર્ટીને ગુંડા કહી વિવાદને મોટું સ્વરૂપ આપ્યું છે
બાયટ, 2, ભુપત મોવલિયા
તાલુકા ભાજપ ઉપપ્રમુખ
વિઓ...3 જયારે ટીડીઓએ જણાવ્યું કે આ મુદ્દે બંને પક્ષકારો કોર્ટમાં ગયા છે જે 2022 થી કોર્ટમાં કેસ ચાલે છે અને જ્યાં સુધી કોર્ટની ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી
તંત્ર હસ્તક્ષેપ નથી કરી શકતું
હાલ 6 ઓગષ્ટ ના રોજ કોર્ટની તારીખ હોય હાલ મામલો શાંત પડ્યો..
બાઈટ, 3, એ આઈ શેખ
ટીડીઓ
અશોક બારોટ
જૂનાગઢ
0
Report
CPCHETAN PATEL
FollowJul 29, 2025 12:17:52Surat, Gujarat:
સુરત બિંગ બ્રેકીંગ.
સુરત ડાયમંડ બુર્સ ધમધમતું કરવા માટે કવાયત.
સુરત ડાયમંડ બુર્સ ને આગળ વધારવા માટે અનેક પ્રયાસો.
ગૃહ મંત્રી હર્ષ સંધવી ની અધ્યક્ષમાં મિટિંગ.
સુરત ડાયમંડ વેપારી અને અગ્રણીઓ સાથે બેઠકનું આયોજન.
રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઇ ધોળકિયા પણ હાજર.
ડાયમંડ બુર્સ ને શરુ કરવા અનેક પ્રયાસો કરવામાં આવે છે સફળતા મળતી નથી.
સુરત ડાયમંડ બુર્સ ને બન્યાને વર્ષો વીતી ગયા છતાં વેપારીઓ જતા અચકાઈ રહ્યા છે.
વર્ષ 2023 માં વેપારીઓ માટે ખુલ્લું મુકાયું છતાં ઓફિસ નથી ખુલી રહી.
બાઈટ..હર્ષ સંઘવી
14
Report
CPCHETAN PATEL
FollowJul 29, 2025 12:04:19Surat, Gujarat:
સુરત બ્રેક
પુણા ભાગ્યોદય ઇન્ડટ્રીઝમાં લૂંટ વિથ ફાયરીગ મામલો
એલ.સી.બી ની ટીમે મુખ્ય આરોપીની કરી ધરપકડ
દિલીપસિંહે કારીગરોને આ ખાતામાં કામ કરવા આવવાની ના પાડી હતી
તેમ છતા ફરિયાદી કામ પર આવતા ફાયરીગ કરી કારીગરોના મોબાઇલ ફોન નંગ-ર તથા ત્રણસો રૂપિયાની લુંટ કરી ફરાર થઇ ગયો હતો
ફરીવાર ખાતામાં કામ કરવા આવ્યા તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
આરોપીને બિહારથી ઝડપી પાડવામાં આવ્યો
બાઈટ..આલોક કુમાર.ડીસીપી
14
Report
SBShilu Bhagvanji
FollowJul 29, 2025 11:51:46Porbandar, Gujarat:
2907 ZK PBR AAROPI
FORMAT-PKG
DATE-29-07-2025
LOCATION-PORBANDAR
APPROVAL-DESK
એન્કર-
પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મના મામલે તમામ ચારેય આરોપીઓને ઝડપી લેવાયા છે.પોરબંદર એલસીબીએ ત્રણ આરોપીઓને તો બનાવના બીજા દિવસે જ ઝડપી પાડયા હતા પરંતુ મુખ્ય આરોપી જે ફરાર હતો તેને પણ ઝડપી લેવાયો છે.આરોપી જયરાજ દિલીપ સુંડાવદરા જે આ ગુનાનો મુખ્ય આરોપી હોય તે અમદાવાદ હોવાની બાતમીને આધારે પોલીસે અમદાવાદ એસજી હાઇવે ખાતેથી તેને દબોચી લેવાયો છે.આ મામલે જરૂરી ઓળખ પરેડ તથા રીકન્ટ્રકશન સહિતની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.આ મામલાનો રાજુ લખમણ મુળીયાસીયાના બે દિવસના રિમાન્ડ મંજૂર થતાં તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.આ ગુનાના અન્ય બે આરોપીઓ મલ્હારસિંહ ચૌહાણ તથા મેરુ સિંધલ જેલમા બંધ છે.આ મામલે પોલીસે હાલ તો મુખ્ય આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બાઇટ-1
સુરજીત મહેડુ
ગ્રામ્ય ડિવાયેસપી,પોરબંદર
13
Report
DPDhaval Parekh
FollowJul 29, 2025 11:16:55Navsari, Gujarat:
એપ્રુવ્ડ બાય : વિશાલભાઈ
સ્લગ : NVS KARMCHARI VIRODH
નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 7 જુલાઈના ફોલ્ડરમાં આજના 29 જુલાઈના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...
એન્કર : વર્ષોથી નવસારી નગર પાલિકામાં વર્ષોથી કાયમી થવાની આશા સાથે કાર્યરત કર્મચારીઓને મહાનગર પાલિકા બનતા જ રોજમદાર બનાવી દેવાના પરિપત્રથી ખળભળાટ મચી ગયો છે. કર્મચારીઓએ કામથી અળગા રહી, અન્યાય થવાના આક્ષેપો સાથે આજે મહાનગર પાલિકા કચેરીએ વિરોધ પ્રદર્શન કરવા સાથે ડેપ્યુટી કમિશ્નરને રજૂઆત કરી હતી. પરંતુ પરીક્ષા બાદ જ કાયમી થવાની વાતે કર્મચારીઓમા નિરાશા ફેલાઈ છે.
વી/ઓ : નવસારી નગર પાલિકાના વિવિધ વિભાગોમાં 15/20 વર્ષોથી ટાઇમ સ્કેલ, મસ્તર, રોજમદાર ઉપર કર્મચારીઓ કાર્યરત હતા. નવસારી મહાનગર પાલિકા બનતા જ વર્ષોથી કાર્યરત કર્મચારીઓને કાયમી થવાની આશા બની હતી. પરંતુ હાલમાં જ નવસારી મહાનગર પાલિકાએ પરિપત્ર કરીને તમામ કર્મચારીઓને કરાર આધારિત રોજમદાર કરવા સાથે 5 દિવસની રજા ઉપર ઉતારવાની તૈયારી કરતા મહાનગર પાલિકાના વિવિધ વિભાગોમાં કામ કરતા અંદાજે 900 થી વધુ કર્મચારીઓની આશા પર પાણી ફરી વળ્યું છે. હાલમાં મહાપાલિકામાં કરાર આધારિત કર્મચારીઓનો પગાર પણ વધારે છે. જ્યારે વર્ષોથી કામ કાર્યરત કર્મચારીઓનો પગાર તેનાથી ઓછો છે. હાલમાં આવેલા અને વર્ષોથી કાર્યરત કર્મચારીઓને એક લાકડીએ હાંકવાનો પરિપત્ર થતા આક્રોશિત કર્મચારીઓ તેમની કામગીરીથી અળગા થઈ મહાપાલિકા કચેરીએ ભેગા થયા હતા. જ્યાં 5 દિવસની રજા સાથે પગાર કપાત અને રોજમદાર કરવાના પરિપત્રનો વિરોધ દર્શાવ્યો હતો. સાથે જ મહા પાલિકાના ડેપ્યુટી કમિશ્નર ગૌરાંગ વાસાણીને મળીને રજૂઆત કરી હતી. જેમાં નવા જૂનામાં ભેદ હોવો જોઈએ, કાયમી થવાની આશા મુદ્દે પોતાની લાગણી વ્યક્ત કરી પરિપત્ર ઉપર ફેર વિચારણા કરવાની માંગ કરી હતી. જો મહાપાલિકા દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં ન આવે, તો યુનિયનના નિર્યણ આધારે આગળ વધશે.
બાઈટ : વમીશ ઢીમ્મર, સુપરવાઈઝર, માયનોર વિભાગ, નવસારી મહાનગર પાલિકા
બાઈટ : મનીષ પટેલ, લાઈટ વિભાગ, નવસારી મહાનગર પાલિકા
વી/ઓ : નવસારી મહાનગર પાલિકાના વિવિધ વિભાગોમાં કાર્યરત કર્મચારીઓને રોજમદાર બનાવવાનો પરિપત્ર ગુજરાત મ્યુનિસિપલ એક્ટ હેઠળ કરવામાં આવ્યો હોવાનો રાગ મહાપાલિકાના ડેપ્યુટી કમિશ્નરે આલાપ્યો હતો. પાલિકામાં વર્ષોથી કામ કરતા કર્મચારીઓ મહાનગર પાલિકામાં સમાવી લેવામાં આવ્યા, પણ 15 કે 20 વર્ષોથી કામ કરતા કર્મચારીઓને પણ 5 દિવસ રજા ઉપર ઉતારી, પગાર કાપ્યા બાદ તેમને પણ કરાર આધારિત રોજમદાર બનાવવામાં આવશે. મહા પાલિકામાં કાયમી થવા માટે કર્મચારીઓએ નિયમાનુસાર પરીક્ષા આપવા પડશે. એના સિવાય કોઈ રીતે કાયમી થવાની સંભાવના નથી.
બાઈટ : ગૌરાંગ વાસાણી, ડેપ્યુટી કમિશ્નર, નવસારી મહાનગર પાલિકા
વી/ઓ : નવસારી મહાનગર પાલિકામાં વર્ષોથી કાયમી થવાના સપના જોતા કર્મચારીઓને મહા પાલિકાએ એક ઝાટકે રોજમદાર બનાવી દેવાના નિર્ણયથી સેંકડો લોકોના સપના ધૂળ થયા છે.
14
Report
UPUMESH PATEL
FollowJul 29, 2025 10:46:00Valsad, Gujarat:
Approved By Vishal
એન્કર : વલસાડ જિલ્લામાં હજુ પણ નેશનલ હાઇવે પર ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે ત્યારે કપરાડા તાલુકા ખાતે થી પ્રસાર થતા નેશનલ હાઇવે નંબર 848 પર ભાજપના જ જિલ્લા પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયત ના પ્રમુખ અને કાર્યકર્તાઓએ બેસી ને વિરોધ નોંધાવ્યો
વિઓ : વલસાડ જિલ્લામાં પડેલા વરસાદ ના કારણે ઠેર ઠેર જગ્યાએ ખાડાઓ પડી જવા પામ્યા છે નેશનલ હાઇવે અને મુખ્ય માર્ગો પર ખાડાના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે વલસાડ ડાંગના સાંસદ અને વલસાડ જિલ્લા ના તમામ ધારાસભ્યો દ્રારા રજુઆત બાદ પણ નેશનલ હાઇવે ઓથોરિટી દ્રારા નેશનલ હાઇવે પર પડેલા ખાડા ન પુરવા આવતા ભાજપના જ વલસાડ જિલ્લાના પ્રમુખ મનહર ભાઈ પટેલ અને કપરાડા તાલુકાના પ્રમુખ હવે રસ્તા ઉપર ઉતર્યા છે જિલ્લા પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયત ના પ્રમુખ દ્રારા નેશનલ હાઇવે 848 પર બેસી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને હાઇવે ઓથોરિટી સામે રોષ વ્યકત કરવામાં આવ્યો છે નેશનલ હાઇવે 848 પર મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે જેને લઈ નાશીક જતા તમામ વાહનોને ભારે મુશ્કેલી સજાઈ રહી છે સાથે સાથે અનેક અકસ્માતો પણ થઈ રહ્યા છે તો ત્યારે આજરોજ જિલ્લા પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા હાઇવે તેને નેશનલ હાઇવે પર પડેલા ખાડા પૂરવા માટે રજૂઆત કરવામાં આવી હતી તે દરમિયાન નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા જ જિલ્લા પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયત પ્રમુખને જવાબ આપ્યો હતો સાથે પ્રજાના પ્રતિનિધિની વાત જ ક્યાંક ને ક્યાંક અથડતી સાંભળતી નથી જેને લઈને આજરોજ જિલ્લા પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયત પ્રમુખ બંને કાર્યકર્તાઓ સાથે રસ્તા પર બેસી વિરોધ પ્રદર્શન કરી હાઇવે રોક્યો હતો
બાઈટ : મનહર ભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ
બાઈટ : હીરા બેન મહાલા તાલુકા પંચાયત પ્રમુખ
14
Report
CPCHETAN PATEL
FollowJul 29, 2025 10:16:45Surat, Gujarat:
EFCO
NPK KHATA
સુરત :: ફરી એક વખત ઇફકો કંપની દ્વારા ખાતરના ભાવમાં વધારો કર્યો.
ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોને સીધી અસર.
ઇફકો કંપની દ્વારા NPK ખાતર ની થેલીએ 130 રૂપિયા નો વધારો.
પહેલા એક થેલી પર - ૧૭૨૦ રૂપિયા હતા.હવે ભાવ વધ્યા બાદ - ૧૮૫૦ રૂપિયા થયો
દક્ષિણ ગુજરાત ખેડૂત અગ્રણી જયેશભાઈ પટેલની સબસિડી આપવા માટે રજૂઆત.
યુરિયા ખાતર ની જેમ પણ સબસીડી આપવામાં આવે તેવી માંગ
બાઈટ..જયેશ ડેલાદ..ખેડૂત આગેવાન
14
Report
CPCHETAN PATEL
FollowJul 29, 2025 10:16:26Surat, Gujarat:
ચિયા ગેંગ વિરુદ્ધ વધુ ત્રણ ખંડણીના ગુના નોંધાયા
48 કલાકમાં લિંબાયત પોલીસ મથકે ત્રણ નવી ફરિયાદ નોંધાઈ
ચાઈનીઝ દેખાવના કારણે વડા વાજિદને ઓળખાય છે “ચિયા” તરીકે
ચિયા ગેંગના નામે લિંબાયત વિસ્તારમાં દહેશત ફેલાઈ
વેપારીઓ પાસેથી બકરી બાંધવા જેવી વાત માટે પણ પૈસા વસૂલાતા
ઘરેથી બહાર નીકળવું પણ લોકો માટે જોખમભર્યું બન્યું
વેપારીઓ અને નાગરિકોનો શોષણ કરતી ચિયા ગેંગની દાદાગીરી
ગુનાહિત ઇતિહાસ ધરાવતું ગેંગ, કુલ 13 ગુનાઓ નોંધાયા
મુખ્ય આરોપી વાજિદ ઉર્ફે ચિયા, અન્ય બે ઘેટી અને મરાઠી
ગેંગ વિરુદ્ધ લૂંટ, ધાડ, રાયોટિંગ, હત્યાનો પ્રયાસના કેસ પણ નોંધાયેલા
SOGના DCP રાજદીપસિંહ નકુમે ગુનાની ગંભીર નોંધ લીધી
DCPની પીડિતોને ફરિયાદ કરવા ખુલ્લી અપીલ
પોલીસની ખંતી કાર્યવાહીથી વધુ ત્રણ પીડિતો આવ્યા આગળ
અધિકારીઓ દ્વારા ચિયા ગેંગને નાબૂદ કરવા ઝુંબેશ
લિંબાયત વિસ્તારમાંથી ગુનાગારીના અંધકારને દૂર કરવા પ્રયાસો શરૂ
બાઈટ..રાજદીપ સિંહ નકુમ..ડીસીપી
13
Report
GKGovindbhai Karmur
FollowJul 29, 2025 10:16:20Bhanvad, Gujarat:
* *Devbhumi Dwarka*
*Karmur Govind Ahir Jam-Khambhaliya*
*Mo.9714610000*
બ્રિજ તૂટવાની વધુ એક ઘટના આવી સામે
દેવભૂમિ દ્વારકા જિલના ભાણવડ તાલુકાનો ફોટડી ગામ નજીકનો કોઝવે બ્રિજ તૂટ્યો
મોરઝર થી ફોટડી જતા રોડપર આવેલ રાજાશાહી વખતના બ્રિજનો એક ભાગ તૂટ્યો
ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ સમગ્ર ગુજરાતના તમામ જર્જરિત બ્રિજો ની તપાસણી કરવામાં આવી હતી ત્યારે તંત્રને આ બ્રિજ નજરમાં નહિ આવ્યો હોય???
બ્રિજ તૂટ્યો પણ કોઈ જાનહાનિના સમાચાર નથી પણ તંત્ર સુ જાનહાનિ ની રાહ જોઈ રહ્યું છે
હાલ તો સ્થાનિક દ્વારા વિડિઓ વાઈરલ કરી ભારે વાહનોને આ રોડપર ન ચાલવા અપીલ કરાઈ
બાઈટ 01 ચૌહાણ દિલીપભાઈ
બાઈટ 02 નાથાભાઈ સામતભાઈ
બાઈટ 03 ભરતભાઈ ચૌહાણ
14
Report
NJNILESH JOSHI
FollowJul 29, 2025 10:15:45Vapi, Gujarat:
એન્કર -
વલસાડ જિલ્લામાં આજે વરસાદી માહોલ છવાયો છે. સતત વરસાદથી શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે .જોકે અંતરિયાળ પહાડી વિસ્તારોમાં અત્યારે વાતાવરણ ખુશનુંમાં છે .અને પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી છે. જિલ્લાનું જાણીતું હિલ સ્ટેશન એવું વિલ્સન હિલમાં આજે અદભુત નજારો જોવા મળી રહ્યો છે. અને આસપાસના વિસ્તાર અને પહાડીઓ વાદળ થી ઘેરાયેલી છે .વાદળોએ અહીં અડીંગો જમાવ્યો છે .આથી આ માહોલને માણવા મોટી સંખ્યામાં પર્યટકો વિલ્સન હિલ પર ઉમટ્યા હતા.ચોમાસા માં વલસાડના કપરાડા અને ધરમપુરના જંગલોમાં મોટી સંખ્યામાં પર્યટકો અને પ્રકૃતિપ્રેમીઓ ઉમટે છે. અને પ્રકૃતિના ખોળે સમય વિતાવિ અને નીરવ શાંતિ અને પ્રકૃતિના સૌંદર્યને માણે છે.સમગ્ર દક્ષિણ ગુજરાત અને રાજ્યમાંથી પર્યટકો અહી ઉમટે છે. અને આ કુદરતી નજારા ને માણે છે.
:વોક thru..1..2..1. નિલેશ જોશી
14
Report
GDGaurav Dave
FollowJul 29, 2025 09:33:28Rajkot, Gujarat:
SLUG - 2907ZK_LIVE_RJT_INDRANEEL_PC
REP - GAURAV DAVE
CAM - UDAY PAWAR
FEED - TVU 75
એન્કર - રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરૂ દ્વારા કૃશક આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા આંદોલનને લઈને વિગત આપતા કહ્યું હતું કે, ગામડામાં દીકરાઓના લગ્ન કરવા મુશ્કેલ બન્યા છે, હાલની સ્થિતિમાં ગામડે દીકરીઓ દેવા માટે પરિવાર તૈયાર થતા નથી. ખેતી કરતા લોકોને અનેક મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે આવતીકાલે કોંગ્રેસ દ્વારા વિંછીયા થી આંદોલનનો પ્રારંભ કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં વીજળી, ખાતર અને પાણી તેમજ રોજગારીની સમસ્યાઓ છે. રાજ્યના ૬૫ ટકા લોકો ખેતી આધારિત જીવન જીવે છે, નાના લોકો અને ખેત મજૂર વર્ગ ઉપર અસહ્ય બોજાઓ આવેલા છે. ખેતી સાથે જોડાયેલા વીજળી, ખાતર, દવા, બિયારણ સહિતના મુદે ગ્રામ્ય લોકોને જાગૃત કરવા અને ન્યાય અપાવવા આંદોલન કરવામાં આવશે. રાજ્યના મહાનગરોનો વિકાસ છે તો નાના ગામડાનો વિકાસ સરકાર ક્યારે કરશે તેવો પ્રશ્ન કર્યો હતો. સરકાર ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો અને ખેતી કામ સાથે જોડાયેલા લોકોના વિકાસમાં શું કર્યું તેવો સવાલ ઉઠાવ્યો હતો. આવતીકાલ થી કોંગ્રેસ ખેડૂતોને જોડવાના પ્રયાસ કરશે.
બાઈટ - ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, પૂર્વ ધારાસભ્ય, કોંગ્રેસ
14
Report
GDGaurav Dave
FollowJul 29, 2025 09:33:23Rajkot, Gujarat:
SLUG - 2908ZK_LIVE_RJT_CIVIL_BEDARKARI
REP - GAURAV DAVE
CAM - UDAY PAWAR
FEED - TVU 75
એન્કર - રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્ટાફનો તુમાખીભર્યો વ્યવહાર સામે આવ્યો. જાણીતા લોકગાયિકા મીરા આહિરના ભાઈને ઈમરજન્સીમાં 50 મિનિટ સુધી દાખલ ન કર્યો. એટલું જ નહિ ફાઈલનો છુટ્ટા હાથે ઘા કર્યો. ત્યારે ગાયિકાએ વીડિયો બનાવી તંત્ર પાસેથી તેનો જવાબ માંગ્યો.
ગુજરાતમાં વધુ એક સિંગર અને લોકસાહિત્યકારને સિવિલ હોસ્પિટલનોનો કડવો અનુભવ થયો. રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરીવાર વિવાદમાં આવી છે. અગાઉ પણ લોકસાહિત્યકાર હકભા ગઢવીને રાજકોટ સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો હતો. ત્યારે હવે લોકસાહિત્યકાર અને સિંગર મીરાબેન આહિરને સિવિલનો કડવો અનુભવ થયો છે. મીરાબેન આહિર એ સિવિલના તંત્રની કામગીરીને લઈને વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો.
વીડિયોમાં મીરાબેને કહ્યું કે, તેઓ તેમના ભાઈને સિવિલમાં સારવાર માટે લઈ ગયા હતા ત્યાર ૪૫ મિનિટ સિવિલ રહ્યા બાદ પણ કોઈએ કેસ ન લખ્યો. ઈમરજન્સી વિભાગમાં કામ કરતા ડોક્ટર અને સ્ટાફએ ગેરવર્તન અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો મીરાબેને આક્ષેપ કર્યો.
મીરાબેન વીડિયોમાં એ પણ આક્ષેપ કર્યો કે, સિવિલ સ્ટાફ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ‘કેસ નથી દાખલ કરવો તારાથી જે થાય એ કરી લે.’ મીરાબેને વીડિયો બનાવી સિવિલ હોસ્પિટલ પાસે તેમણે કરેલા આક્ષેપોનો જવાબ માંગ્યો.
ટિકટેક - મીરા આહીર, લોક ગાયક
તો બીજી તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ મોનાલી માકડીયાનો ખુલાસો કર્યો હતો. તેને જણાવ્યું હતું કે, 1:53 વાગ્યે દર્દી ઇમરજન્સી વિભાગમાં સારવાર માટે આવ્યું હતું. ઇમરજન્સી વિભાગમાં પ્રાથમિક તપાસ કરી દેવામાં આવી છે. દર્દીએ દાખલ થવાની ના પાડી હતી છતાં ડોકટરોએ દાખલ કર્યા હતા. દર્દીના સગાએ નર્સિંગ સ્ટાફ સાથે ખરાબ વર્તન કર્યું હતું. દવાઓ તૈયાર હોવા છતાં દર્દીને સારવાર આપ્યા પહેલા જ બીજે લઈ ગયા હતા. દર્દીના સગા ખોટા છે અમે વધુ વિડીયો જાહેર કરવામાં આવશે.
બાઈટ-મોનાલી માકડીયા, સિવિલ સુપ્રિટેન્ડન્ટ, રાજકોટ પી.ડી.યુ હોસ્પિટલ
આ સમગ્ર મામલે સર્જિક વિભાગના હેડનું નિવેદન સામે આવ્યું હતું. તેને જણાવ્યું હતું કે, દર્દી આવેલા એટલે તેઓને સારવાર માટે અમારા વિભાગે પ્રોસીજર હાથ ધરી છે.કયા દર્દીને ઇમરજન્સી છે તે ડોક્ટર નક્કી કરે છે. આ કેસમાં ચાલીને આવેલા છે દર્દી દર્દી વાતચીત કરતા હતા તેને ન તો લોહી નીકળિયું હતી. દર્દી ને અન્ય જગ્યાએ સારવાર માટે જવાની ઈચ્છા હતી. હેડ ઇન્જરી અંગે પ્રાથમિક તપાસ કરવી જરૂરી હતી. દર્દી ભાન અવસ્થામાં હતા, નર્સિંગ સ્ટાફ સાથે વાતચીત હતી. આ શબ્દો ન બોલવા જોઈએ. આ માટે જે કોઈ કાર્યવાહી કરવામાં આવે તે તપાસ કમિટી પહેલા લેશે. આ દર્દી ને જરૂરી સારવાર શરૂ થઈ ગઈ હતી અમારા તરફથી અમે સ્પષ્ટ છીયે
બાઈટ - ડો ભાવેશ વૈષ્નાણી, હેડ, સર્જરી વિભાગ
લોક ગાયક મીરા આહીર દ્વારા સિવિલ હોસ્પિટલ નો વિડીયો વાયરલ કરવાના મામલે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરૂએ મીરા આહીરને અભિનંદન પાઠવ્યા હતા. સિવિલ હોસ્પિટલ ની વ્યવસ્થા ને ઉજાગર કરતો વીડિયો બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં મહત્વ ના શાખામાં ડોક્ટર ન હોવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ છે. ડોક્ટર ખાનગી હોસ્પિટલમાં તો ફરજ બજાવે છે પણ સિવિલ હોસ્પિટલમાં સેવા આપતા નથી. લોકો સ્વયંમ વ્યવસ્થા ના અભાવ નો વિરોધ કરવો જોઈએ. સરકાર ખુદ નથી ઇચ્છતી સિવિલ હોસ્પિટલમાં વ્યસ્થા વધુ સારી થાય.
બાઈટ - ઇન્દ્રનીલ રાજગુરૂ, પૂર્વ ધારાસભ્ય, કોંગ્રેસ (વોટ્સએપ બાઈટ)
14
Report
AKArpan Kaydawala
FollowJul 29, 2025 09:33:17Ahmedabad, Gujarat:
અમદાવાદ
વરસાદ વરસ્યાના 3 દિવસ બાદ પણ બાવળામાં અતિ ગંભીર સ્થિતિ
બાવળાના સેંકડો વિસ્તાર ઘૂંટણથી કમર સુધીના પાણીમાં
નગરણમાં પ્રવેશતા જ આવેલી વૈશાલી સોસાયટીમાં ઘૂંટણ સુધીના પાણી
લોકોના ઘરમાં હજીપણ એકથી દોઢ ફૂટ પાણી
પાણી દૂધ અને જીવજરૂરિયાતની વસ્તુઓ વગર લોકો હેરાન
લોકોના વાહનો પણ પાણીમાં ડૂબ્યા
Wkt , tt , ઘરની અંદરથી wkt
--------------------
તો બાવળા ધોલેરા રોડ પર આવેલા વિસ્તારની અતિ ગંભીર સ્થિતિ
પોલીસ સ્ટેશન જવાના માર્ગે આવેલો અંડરપાસ સંપૂર્ણ બંધ
અન્ડરપાસમાં 20 ફૂટથી વધુ પાણી
ગરીબ અને મધ્યમવર્ગીય પરિવાર ધરાવતો બળિયાદેવ વિસ્તાર કમર થી છાતી સુધીના પાણીમાં
લોકોને છત પર આશરો લેવાની ફરજ પડી
ઝી 24 કલાકની ટિમ પહોંચી ગ્રાઉન્ડ ઝીરો પર
ઘરમાં પાણી હોવાથી લોકોનું કરિયાણું થયું તબાહ
લાઈટ અને જીવજરૂરિયાતની વસ્તુઓ વગર ભારે મુસિબત
લોકોનો વહીવટી તંત્ર અને સાશકો સામે ઉગ્ર રોષ
બાળકો અને વૃધ્ધોની ઘરમાં કફોડી સ્થિતિ
ઇજગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે ટ્રેકટરમાં લઇ જવાની ફરજ પડી
ચૌપાલ
--------------
સમગ્ર વિસ્તારના તમામ ઘરમાં 2 ફૂટથી વધુ પાણી
મહિલાઓએ નાછૂટકે જરૂરી વસ્તુઓ લેવા કમર સુધીના પાણીમાં જવું પડે છે
ટ્રેકટરમાં tt , પાણીમાં રહેલા સ્થાનિકો સાથે tt
14
Report
HShakimuddin shabbirbhai
FollowJul 29, 2025 09:18:28Vadodara, Gujarat:
એન્કર :
છોટાઉદેપુર જિલ્લાના અંતર્યાડ અને સરહદી વાસ્તરોમાં શાળા ઓની દયનીય હાલત છોટાઉદેપુરના બાલાવાંટ પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરીત અને ઓરડામાં પાણી પડતા વિદ્યાર્થીઓને હાલાકી વહેલી તકે નવા ઓરડા બનાવવા ગ્રામજનોની માંગ
WKT. હકીમ ઘડિયાલી, બાલાવાંટ શાળા
વી.ઓ
છોટાઉદેપુર જીલ્લોએ આદિવાસી બાહુલય ધરાવે છે અહીંયા લોકોને પ્રાથમિક સુવિધા જે મળવી જોઈએ એ મળતી નથી જેને લઈને લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે ત્યારે છોટાઉદેપુરના બાલાવાંટ પ્રાથમિક શાળાની પણ દયનિય સ્થિતિ જોવા મળી છે બાલાવાંટ ગામ મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલું ગામ છે વર્ષો જૂની પ્રાથમિક શાળા છે 1 થી 5 ધોરણની શાળા આવેલી છે જેમાં 98 બાળકો હાલ અભિયાસ કરે છે શાળાના બે ઓરડા છે અને 4 શિક્ષકનું મહેકમ છે પરંતુ હાલ બે શિક્ષક હોય જેને લઈને શિક્ષણ કાર્યમાં બાળકોને તકલીફ પડે છે બાલાવાંટ શાળાના બંને ઓરડા હાલ જર્જરિત હાલતમાં હોય જેને લઈને બાળકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે બે ઓરડા માં હાલ ચોમાસામાં વરસાદી પાણી પડે છે અને અડધા ઓરડામાં સામાન ભરેલ હોય જેથી 98 છોકરા બેસી શકે તેવી હાલત નથી જેથી બાળકો મધ્યાન ભોજનના શેડ નીચે બેસીને બાળકો અભિયાસ કરવા મજબુર બન્યા છે.
બાઈટ : શૈલેષ રાઠવા, શિક્ષક
બાઈટ :ફનદલી બેન રાઠવા,વાલી
વી.ઓ.
શાળામાં 4 શિક્ષકના મહેકમ સામે માત્ર બે શિક્ષક છે જેને લઈને વિદ્યાર્થીઓના અભિયાસ પર પણ અસર પડે છે 98 છોકરા અને 1 થી 5 ધોરણની શાળા છે અને માત્ર બે શિક્ષક છે જેમાં પણ આચાર્યને અડધા દિવસ કામગીરીમાં હોય છે જેને લઈને બાળકોના પાયાનું શિક્ષણ પૂરું મળતું નથી જે થી આદિવાસીના બાળકો શિક્ષણમાં પાછળ રહી જાય છે તેવા વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે વહેલી તકે શાળા બને અને પૂરતા શિક્ષક આપે તેવી વાલીઓ દ્વારા માગ કરે છે.
બાઈટ : હરસિંગ રાઠવા.વાલી
બાઈટ : ગુલસિંગ રાઠવા, વાલી
14
Report
KBKETAN BAGDA
FollowJul 29, 2025 09:18:08Amreli, Gujarat:
સ્લગ - હોબાળો
લોકેશન - અમરેલી
રિપોટર - કેતન બગડા
ફોર્મેટ - પેકેજ
એપૃલ - ડેસ્ક
તારીખ - 29/7/25
એન્કર.......
અમરેલી જિલ્લામા આવેલ પીપાવાવ પોર્ટ દ્વારા મહિપરી લાઈનમાં મીટર નાખવાના મુદ્દે પોર્ટ સામે વિરોધ પ્રદશન કરવામાં આવ્યું ધારાસભ્ય સહિત સ્થાનિક આગેવાનો દોડ્યા પીપાવાવ મરીન પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો આગામી બેઠક કરવાની ખાત્રી મળતા હાલ પૂરતો મામલો શાંત પડ્યો હતો.
વિઓ - 1
અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકામાં આવેલ પીપાવાવ પોર્ટની પ્રાઇવેટ લાઇન માંથી રામપરા,ભેરાઈ,દેવપરા સહિત ગામડાના લોકોને પીવાનું પાણી મળતુ હતુ હવે આજે પીપાવાવ પોર્ટ દ્વારા પાઇપ લાઇન પર મીટર નાખવાની કામગીરી આજે પોલીસ બંદોબસ્ત સાથે કરવાના હતા સ્થાનિક લોકોને માહિતી મળતા મોટી સંખ્યામાં મહિલાઓ સહિત લોકો મોટી સંખ્યામાં લોકો દોડી આવતા હતા સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકીને મળતા MLA હીરા સોલંકી દોડી ગયા સાથે માર્કેટીંગ યાર્ડ ચેરમેન જીજ્ઞેશ પટેલ,જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ સહિત લોકો દોડ્યા મામલો વધુ ઉગ્ર બન્યો પીપાવાવ પોર્ટ સામે સુત્રોચાર સાથે રોષ વ્યક્ત કરવામાં આવ્યા અને ધારાસભ્ય હીરા સોલંકીએ તંત્રના અધિકારીઓને કામ નહીં કરવા સૂચના આપી પહેલા સ્થાનિકોની માંગ સંપ બનાવવાની ત્યારબાદ મીટર લગાવવા માટેની કામગીરી કરવી
બાઈટ - 1 - હીરાભાઈ સોલંકી
ધારાસભ્ય
બાઈટ-2 -કાસીબેન મહિલા સ્થાનિક
વીઓ - 2
સ્થાનિક મહિલાઓમાં વધુ રોશ જોવા મળ્યો હતો પીપાવાવ મરીન પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો હતો વર્ષોથી પીપાવાવ પોર્ટ દ્વારા પાણી આપતા હતા અત્યારે મીટર નાખી પાણી બંધ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અહીં ભેરાઈ,રામપરા, કોવાયા સ્થાનિક સરપંચો સહિત લોકો મોટી સંખ્યામાં દોડ્યા હતા પીપાવાવ પોર્ટ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી અને ગામ લોકોએ અગાવ રજૂઆતો પણ કરવામાં આવી હતી આજે વિવાદો થતા પીપાવાવ પોર્ટ સહિતના લોકો દોડી આવ્યા હતા.
બાઈટ - 3 -છનાભાઈ વાઘ સરપંચ રામપરા
બાઈટ - 4 - શિવેન્દ્ર ચૌહાણ પી.આર.ઓ.પીપાવાવ પોર્ટ
બાઇટ - 5 - જીજ્ઞેશભાઈ પટેલ - એપીએમસી - રાજુલા
ફાઇનલ વિઓ......
આ ઘટનામાં પાણી પુરવઠા વીભાગના અધિકારીઓ સહિત દોડી આવ્યા અને પીપાવાવ પોર્ટના પીઆરઓ સહિત દોડી આવ્યા અને કોઈ વિવાદ ન હોવાનો દાવો કર્યો અને આગામી દિવસોમાં ધારાસભ્ય સ્થાનિક આગેવાનો સાથે બેઠક કરી આ પ્રશ્નનનો સુખદ નિર્ણય લાવવાનો પ્રયાસ કરવા માટેની ખાત્રી આપ્યા બાદ મામલો હાલ પૂરતી શાંત પડ્યો છે.
14
Report