Back
अमित शाह ने गांधीनगर के कसरिया गरबा में धूम मचाई!
DMDURGESH MEHTA
Sept 24, 2025 06:20:57
Gandhinagar, Gujarat
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ બીજા નોરતે કેસરિયા ગરબાના આંગણે પધાર્યા*
નવરાત્રીના પાવન પર્વના બીજા દિવસે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ પ્રેરિત સહાય ફાઉન્ડેશન દ્વારા સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતી ગામઠી થીમ સાથે તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નિર્ણાયક નેતૃત્વ હેઠળ ભારતીય સૈન્યની શૌર્યગાથા ‘ઓપરેશન સિંદૂર‘ની સફળતા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા ‘વોકલ ફોર લોકલ‘ના વિચારને કેન્દ્રસ્થાને રાખી આયોજિત કેસરિયા ગરબાના આંગણે પધાર્યા હતાં. આ પ્રસંગે ધારાસભ્ય રીટાબેન પટેલ, શહેર ભાજપ અધ્યક્ષ આશિષકુમાર દવે, સહાય ફાઉન્ડેશનના પ્રમુખ જીગરભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય અશોકભાઈ પટેલ સહિત અગ્રણીશ્રીઓએ શ્રી અમિતભાઈ શાહનું કેસરિયા ગરબામાં સ્વાગત કર્યું હતું.કેસરિયા ગરબાના પ્રાંગણમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ અમિતભાઈ શાહને ઉત્સાહભેર આવકાર્યા હતાં. અમિતભાઈ શાહ અને તેઓના ધર્મપત્ની સોનલબેન શાહે કેસરિયા ગરબામાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ખેલૈયાઓના ગરબા નિહાળ્યા હતાં. આ પ્રસંગે નાના ભૂલકાઓ મંચ પર અદભૂત સ્ટેપ્સ સાથે ગરબા રમ્યા હતા જ્યાં શ્રી અમિતભાઈ શાહે તેઓની સાથે સંવાદ પણ કર્યો હતો.બીજા નોરતે કેસરિયા ગરબાનું પ્રાંગણ ખેલૈયાઓથી ઉભરાયું હતું. રંગબેરંગી પરંપરાગત પરિધાનોથી સજ્જ ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. રાજ્ય સરકારના મંત્રીઓ કુંવરજી બાવળિયા અને કુબેરભાઈ ડિંડોર માં અંબાની આરતીમાં ઉપસ્થિત રહ્યાં હતાં. ગાંધીનગરની સેકટર ૨૮ સ્થિત સમર્પણ મુકબધિર શાળાના બાળકોને કેસરિયા ગરબામાં ગરબે રમવા આમંત્રિત કરાયા હતાં. ધારાસભ્ય રીટાબેન પટેલ બાળકો સાથે મુલાકાત કરી ગરબે ઘૂમ્યા હતાં.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GPGaurav Patel
FollowSept 24, 2025 09:03:570
Report
GPGaurav Patel
FollowSept 24, 2025 09:03:490
Report
GPGaurav Patel
FollowSept 24, 2025 09:03:400
Report
CPCHETAN PATEL
FollowSept 24, 2025 08:48:433
Report
CPCHETAN PATEL
FollowSept 24, 2025 08:48:330
Report
URUday Ranjan
FollowSept 24, 2025 08:48:160
Report
CPCHETAN PATEL
FollowSept 24, 2025 08:20:370
Report
CPCHETAN PATEL
FollowSept 24, 2025 08:20:300
Report
CPCHETAN PATEL
FollowSept 24, 2025 08:20:240
Report
TDTEJAS DAVE
FollowSept 24, 2025 08:19:513
Report
AKAshok Kumar
FollowSept 24, 2025 08:11:500
Report
MDMahendra Dubey
FollowSept 24, 2025 06:49:333
Report
CSChandrashekhar Solanki
FollowSept 24, 2025 06:47:010
Report
CPCHETAN PATEL
FollowSept 24, 2025 06:45:270
Report
CPCHETAN PATEL
FollowSept 24, 2025 06:45:190
Report