Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Navsari396427
નવસારીમાં લિફ્ટમાં ફસાઈ 5 વર્ષીય બાળકનું મોત, ચકાસણીના અભાવ પર પ્રશ્નો!
DPDhaval Parekh
Aug 27, 2025 08:22:39
Navsari, Gujarat
એપ્રુવડ બાય : સ્ટોરી આઇડિયા સ્લગ : NVS LIFT update નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 8 ઓગસ્ટના ફોલ્ડરમાં આજના 26 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એન્કર : નવસારીમાં લિફ્ટમાં ફસાઈ જવાને કારણે 5 વર્ષીય બાળકે જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ શહેરની ખાનગી અને સરકારી ઇમારતોમાં કાર્યરત લિફ્ટનું રિયાલિટી ચેક કરતા શહેરની ઈમારતોમાં ચાલતી લિફ્ટના યોગ્ય ચકાસણી બાબતે કોઈ એજન્સી ન હોવાનું સામે આવ્યું છે. જેથી લિફ્ટનું મેન્ટેનન્સ પણ યોગ્ય રીતે થાય છે કે કેમ તેના સામે પણ પ્રશ્નાર્થ ઉઠ્યા છે. ત્યારે મહાનગર પાલિકા સહિતની 70 ટકા ઈમારતોની લિફ્ટ ચકાસવા અલાયદો વિભાગ કાર્યરત કરે એવી માંગ ઉઠી રહી છે. વી/ઓ : નવસારીના વિજલપોર વિસ્તારના નીરવ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં ગત રોજ 5 વર્ષીય સાર્થક બારૈયા લિફ્ટમાં ફસાઈ જતા તેનું કરૂણ મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનામાં લિફ્ટનું ઓપરેશનલ મેન્ટેનન્સ ખાનગી કોન્ટ્રાક્ટરે આપવામાં આવ્યો હતો અને 2026 સુધી તેની વેલિડિટી હોવાની માહિતી છે. જોકે સાર્થક લિફ્ટમાં ફસાતા એપાર્ટમેન્ટના લોકોએ ખાનગી કોન્ટ્રાક્ટરે જાણ કરી, તો એણે તાત્કાલિક પહોંચવાની તસ્દી લીધી ન હતી. અડધો કલાક સુધી કોઈ ત્યાં ટેકનિકલ પર્સન ન પહોંચ્યો, તો અંતે એપાર્ટમેન્ટના લોકોએ નવસારી ફાયર વિભાગને જાણ કરી અને ફાયરનાં જવાનોએ ઘટના સ્થળે પહોંચી, લિફ્ટનો દરવાજો કાપીને ફસાયેલા માસૂમ સાર્થકને બહાર કાઢ્યો હતો. લિફ્ટમાં ફસાઈ જતા બાળક મોતને ભેટ્યો હોવાની વાતે સમગ્ર શહેરમાં ચર્ચા જગાવી હતી. જોકે શહેરમાં આવેલી ખાનગી અને સરકારી મળીને 70 ટકા ઈમારતોમાં લિફ્ટ છે. જેમાં ઘણી ઈમારતો 10, 15, 20, 25 કે તેથી પણ જૂની છે અને એમાં કાર્યરત લિફ્ટ યોગ્ય છે કે કેમ એ અંગે ચકાસણી કરવા મહાનગર પાલિકા આજે જિલ્લા તંત્રમાં કોઈ એજન્સી નથી. ઈમારતોને ફાયર NOC પણ રિજનલ કમિશ્નરમાંથી લેવી પડે છે. નવસારીની સરકારી કચેરીઓમાં કાર્યરત લિફ્ટનો પણ રોજના સેંકડો લોકો ઉપયોગ કરે છે. ત્યારે આ ઘણીવાર ખામી સર્જાય છે. પ્રાંત કચેરીમાં કાર્યરત લિફ્ટના ફિટનેસ કે તેને લગતા લાયસન્સ મુદ્દે કોઈ માહિતી જોવા મળી ન હતી. ત્યારે નવસારી મહાનગર પાલિકામાં જ લિફ્ટ એન્ડ એક્સેલેટર ચકાસણી માટેનો અલાયદો વિભાગ હોય અને તેના દ્વારા લાયસન્સ કે ચકાસણી રિપોર્ટ આપવામાં આવે એવી વ્યવસ્થા ઉભી થાય, એવી માંગ શહેરીજનો કરી રહ્યા છે. બાઈટ : સાજન ભરવાડ, શહેરીજન, નવસારી બાઈટ : નીરવ નાયક, પૂર્વ પ્રમુખ, શહેર કોંગ્રેસ, નવસારી વોક થ્રુ : ધવલ પારેખ, નવસારી વી/ઓ : નવસારી વિજલપોર નગર પાલિકાને મહાનગર પાલિકા બન્યાને 8 મહિના પૂર્ણ થઈ રહ્યા છે. તેમ છતાં મહાનગર પાલિકામાં શહેરની ઈમારતોમાં ચાલતી લિફ્ટની ચકાસણી કરવાની કે તેને NOC અપાવાની સત્તા નથી. ગત રોજની ઘટના બાદ નવસારી ફાયર વિભાગે લિફ્ટના મેન્ટેનન્સ અંગે ચકાસણી કરી, જેમાં 2026 સુધીના મેટેનન્સ હોવાની માહિતી મળી, જોકે લિફ્ટ ઓપરેશન અને મેન્ટેનન્સ માટેના કોન્ટ્રાક્ટરની સમયે સેવા ન અપાવાની બેદરકારી સામે આવી હતી. જેથી આવનારા સમયમાં મહાનગર પાલિકા દ્વારા જેમ અન્ય કોર્પોરેશન્સમાં જે રીતે અલાયદો લિફ્ટ અને એક્સિલેટર વિભાગ છે. એ પ્રમાણે વ્યવસ્થા ગોઠવવાની તૈયારી કરી છે. મહાનગર પાલિકા SOP બનાવ્યા બાદ લિફ્ટની ચકાસણી, લાયસન્સ અને NOC વગેરેની કામગીરી કરશે. જોકે હાલમાં જ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં આવેલી 25 વર્ષ જે તેથી જૂની ઈમારતોનો સ્ટેબીલીટી રિપોર્ટ, ફાયર NOC લિફ્ટની ચકાસણી રિપોર્ટ, ટેકનિકલ ચકાસણી રિપોર્ટ વગેરે કરાવી મહાનગર પાલિકાને સૂચિત કરવા જાહેર નોટીસ આપી હતી. બાઈટ : દેવ ચૌધરી, કમિશ્નર, નવસારી મહાનગર પાલિકા વી/ઓ : કોઈપણ મોટી દુર્ઘટના ઘટ્યા બાદ જ તંત્ર જાગતું હોય છે, ત્યારે 8 મહિના વીતવા છતાં નવસારી મહાનગર પાલિકામાં શહેરની ઈમારતોમાં ચાલતી લિફ્ટની ચકાસણી માટેની સત્તા જ નથી. જેને કારણે લિફ્ટનું મેન્ટેનન્સ કે લિફ્ટ ટેકનીકલી ફીટ છે કેમ એની ચકાસણી થતી નથી. જેને કારણે શહેરની ઈમારતોમાં ચાલતી લિફ્ટ સામે સવાલો ઉઠતા જ રહેશે.
12
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Aug 27, 2025 11:50:25
Surat, Gujarat:
એન્કર :આજે ગણેશ ચતુર્થીના પર્વ નિમિત્તે સુરતના દાળિયા શેરીના વિઘ્નહર્તા ની ભવ્ય શાહી શોભાયાત્રા નીકળી હતી.દોઢ લાખથી વધુના અમેરિકન ડાયમંડ અને અઢી કિલો સોનાના સ્વર્ણ આભૂષણોથી સજ્જ વિઘ્નહર્તા ગણેશ ભક્તોમાં આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા.જ્યાં ભાવિક ભક્તો દ્વારા ઢોલ નગારા સહિત ડી.જે.ના તાલે વિઘ્નહર્તા ની ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે નીકળી હતી.જ્યાં મહિલાઓ અને યુવતીઓએ ડ્રેસકોડ માં સજ્જ થઈ વિઘ્નહર્તા ની ભવ્ય શાહી શોભાયાત્રા ના વધામણા કર્યા હતા. વી ઓ : આજથી ગણેશ ઉત્સવની શરૂઆત થઈ છે. શહેરમાં એક લાખથી પણ વધુની શ્રીજીની પ્રતિમાઓનું સ્થાપન થઈ રહ્યું છે. ગણેશ ભક્તો દ્વારા શ્રીજીની ભવ્યથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે. જ્યાં વર્ષ 1972 થી અવિરતપણે કાઢવામાં આવતી દાળિયા શેરીના વિઘ્નહર્તા ની પણ આજે ભવ્ય અને શાહી શોભાયાત્રા રામપુરા પોલીસ લાઇન થી નીકળી હતી.વિઘ્નહર્તા ના હાથ પગ અને કાન સહિત કમરબંધ સ્વર્ણ સોનાના આભૂષણો થી શણગારવામાં આવ્યા હતા.જે વિઘ્નહર્તા ની શોભાયાત્રા ભાવિક ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.સાથે મહિલાઓએ સમાન ડ્રેસકોડ માં સજ્જ થઈ વિઘ્નહર્તા ના ગાડલા ને ખેંચી વર્ષો જૂની પરંપરાને આજે પણ અંકબંધ રાખી હતી. વિઘ્નહર્તા ને અઢી કિલો સોનાના સ્વર્ણ આભુષણ થી શણગાર કરવામાં આવ્યો હતો.જ્યારે દોઢ લાખથી પણ વધુના અમેરિકન ડાયમંડ થી સુજ્જ પ્રતિમાની ભવ્ય શાહી સવારીમાં લોકો હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર રીતે જોડાયા હતા.ડી.જે.અને ઢોલ નગારા સાથે નીકળેલી ભવ્ય અને શાહી શોભાયાત્રા વીંટેજ કાર પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી.જ્યાં સૌ ભાવિક ભક્તોએ વિઘ્નહર્તાની આ શોભાયાત્રાના વધામણા કર્યા હતા.જ્યાં સૌ કોઈ ઢોલ નગર અને દીજે ના તાલે ઝૂમી ઉઠ્યા હતા.મહત્વનું છે કે આ વખતે નાની મોટી મળી અંદાજિત એક લાખથી વધુની શ્રીજીની પ્રતિમાનું સ્થાપન થવાનું છે. વોક થ્રુ સુરત બ્રેક આજે ગણેશ ચતુર્થી નો મહાપર્વ સમગ્ર દેશની દુનિયામાં ધામધૂમથી ઉજવણી સુરત શહેરમાં નાની મોટી એક લાખથી વધુ મૂર્તિઓ સુરતના દાળિયા શેરી દ્વારા ગોલ્ડ અને ચાંદીમાં દાગીના ભગવાન ગણેશને ચડાવ્યા 25 કિલો જેટલા હાથના પંજા મુગટ બાજુબંધ ચઢાવવામાં આવ્યા પગરખા પેહર્યા વગર ભાવીભક્તો ભગવાનનો રથ ખેંચશે દસ દિવસ સુધી સો થી વધુ ભાવીભક્તો ચંપલ પહેર્યા વગર ભગવાનની પૂજા અર્ચના કરશે નાની મંગલમૂર્તિમાં સવા લાખ અમેરિકન અને ઓસ્ટ્રેલિયન ડાયમંડ વોક થ્રુ..ચેતન
0
comment0
Report
SKSundram Kumar
Aug 27, 2025 11:17:34
Patna, Bihar:
रिपोर्ट सुन्दरम लोकेशन पटना *मंत्री श्रवण कुमार के ऊपर ग्रामीणों ने किया हमला,* जिसको लेकर मंत्री श्रवण कुमार ने कहा की मंत्रियों पर लगातार हमले हो रहा है जिसको लेकर के मंत्री श्रवण कुमार ने कहा कि होते रहता है यह सब हम लोग झेलते रहते हैं यह बिहार है तरह-तरह के लोग हैं तरह-तरह की भावना है तरह-तरह की बातें हैं जिसको हमारी बात पसंद आता है जय जयकार करता है जिसको पसंद नहीं आता है झंडा के खिलाफ मे उड़ाता है बाइट : श्रवण कुमार, मंत्री बिहार सरकार राष्ट्रीय जनता दल के प्रवक्ता प्रमोद सिन्हा ने कहा कि आज पूरे बिहार में एक अराजक स्थिति बनी हुई है और इस अराजकता का प्रमुख कारण है कि जब भी छात्र हो युवा हो किसान हो या अन्य संगठन हो जब भी अपनी मांगों को लेकर के सड़कों पर उतरने का काम करते हैं तो उन्हें लाठी डंडों से मारा जाता है पिटा जाता है. जब भी अपनी मांग को लेकर के सड़को पर उतरने का काम करते हैं तो उन्हें लाठी डंडों से मारा जाता है पिटा जाता है उनके साथ न्याय नहीं होता है. जनता में भारी आक्रोश है आप चाहे कानून व्यवस्था को देख लीजिए या फिर सरकार की जो जन्म विरोधी नीतियां है उसको देख लीजिए लोगों में भारी उबाल है. और जिस प्रकार से यह जो हादसा नालंदा के हिलसा थाना क्षेत्र में घटित हुई है सरकार के एक मंत्री के साथ ग्रामीणों के आक्रोश का उनका सामना करना पड़ रहा है चाहे पटना के अटल पथ पर भी आपने देखा कि किस प्रकार से एक मंत्री को खदेड़ा जा रहा था. हालांकि लोकतंत्र में हिंसा का स्थान नहीं है लेकिन बावजूद लोगों में एक उबाल है आक्रोश है सरकार के प्रति और वह इसी प्रकार से दिखाई पड़ता है बाइट : प्रमोद सिन्हा, प्रवक्ता आरजेडी वही बिहार बीजेपी के प्रवक्ता प्रभाकर मिश्रा ने कहा कि राजद और उसके सहयोगी बिहार में गुंडागर्दी पर उतर आये है. भारे के अपराधियों से पहले स्वास्थ्य मंत्री मंगल पांडे जी के कार पर पटना के अटल पथ पर पथराव करवाया और बुधवार के ग्रामीण विकास मंत्री पर भारे के लोगों के द्वारा हमला करवाया. ग्रामीण विकास मंत्री मृतकों के परिजनों से मिलने गए थे असल में राजद और उसके सहयोगी दल भारे के अपराधियों से प्रदेश में दहसत का माहौल कायम करना चाहते हैं. बिहार में 2005 के पहले जैसा जंगल राज लेना चाहते हैं लेकिन बीजेपी कभी ऐसा नहीं होने देगी. अटल पथ पर घटित घटना ने भारे के गुंडो का पर्दाफाश किया बाइट : प्रभाकर मिश्रा,प्रवक्ता, बिहार बीजेपी
3
comment0
Report
GPGaurav Patel
Aug 27, 2025 11:03:48
Ahmedabad, Gujarat:
સુપ્રીમકોર્ટના સમાન કામ, સમાન વેતનના ચુકાદા અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન 10-15 વર્ષથી કરાર આધારિત રહેલા પ્રાધ્યાપકોને આર્થિક શોષણમાંથી મુક્તિ મળશે ગુજરાત સરકાર લાંબા સમયથી 7 લાખ કરાર આધારિત કર્મચારીઓનું આર્થિક શોષણ કરે છે:દોશી MB શાહ કમિશન-કાયદા પંચે પણ કરાર આધારિત નિમણુંકો બંધ કરવા સ્પષ્ટ કહ્યું છે: દોશી રાજ્યની 16 સરકારી ઇજનેરી અને સરકારી પોલીટેકનિકના પ્રાધ્યાપકોને સુપ્રીમકોર્ટના ચુકાદાનો લાભ:દોશી 250 જેટલા પ્રાધ્યાપકોને સરકાર યેનકેન પ્રકારે ટર્મિનેટ કરી ચૂકી છે:દોશી સમાન કામ, સમાન વેતનના સૂત્રને મહોર લાગી છે સરકાર સુપ્રીમકોર્ટના ચુકાદાનો તાત્કાલિક અભ્યાસ કરી લાગુ કરે: દોશી ફિક્સ પે ના મુદ્દે પણ ગુજરાત સરકાર સુપ્રીમકોર્ટમાં ગઇ છે જેમાં તારીખ પર તારીખ પડી રહી છે:દોશી બાઇટ મનિષ દોશી પ્રવક્તા ગુજરાત કોંગ્રેસ
4
comment0
Report
CPCHETAN PATEL
Aug 27, 2025 10:31:54
Surat, Gujarat:
બ્રેકીંગ સુરતની સરથાણા પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો સરથાણા ઉમંગ હાઈટ્સના ફ્લેટમાં દારૂનો જથ્થો સંતાડ્યો હતો પતિ પત્ની ઘરમાં દારૂ રાખી વેચાણ કરતા હતા એક વર્ષથી પતિ પત્ની ઘરમાં દારૂ સંતાડી હોમ ડિલિવરી કરતા હતા સરથામાં પોલીસે રેડ કરી પતિ પત્નીને ઝડપી પાડ્યા સરથાણા પોલીસે પતિ પત્નીની કરી ધરપકડ આરોપી પાસેથી 18 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો
2
comment0
Report
CPCHETAN PATEL
Aug 27, 2025 10:16:38
Surat, Gujarat:
સુરત પુણા પોલીસને મળી સફળતા અફીણ સાથે એક સક્ષની ધરપકડ ૫૦ વર્ષીય ભેરારામ બુદરરામ બિશ્નોઇ ની ધરપકડ પહેલા હીરા વ્યવસાય માં હતો ભેરારામ હીરામાં નોકરી છૂટી જતા અફીણ વેચાણ ના ધંધો શરૂ કર્યો ભેરારામ વરાછામાં અફીણ વેચવા ફરી રહ્યો હતો ત્યારે બાતમી ના આધારે ભેરારામ ને પકડી પાડવામાં આવ્યો વરાછા ગીતાનગર સોસાયટીના નાકે અફીણ વેચવા ઉભો હતો ત્યારે ઝડપી લેવામાં આવ્યો ભેરારામ પાસેથી ૫૩ હજાર ૪૦૦ રૂપિયાનું ૧૭૮ ગ્રામ અફીણ જપ્ત કરાયું મોબાઇલ રોકડા રૂપિયા મળી કુલ ૬૫ હજાર નો મુદ્દામાલ જપ્ત કરાયો એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કરાયો
8
comment0
Report
TKTushar Kanchhal
Aug 27, 2025 10:00:13
Indore, Madhya Pradesh:
इंदौर इंदौर के एमआईजी थाना क्षेत्र में रहने वाली श्रद्धा तिवारी शनिवार से लापता है परिजनों ने लापता होने की सूचना एमआईजी पुलिस को दी पुलिस श्रद्धा तिवारी की तलाश कर रही है परिजनों के अनुसार शनिवार को श्रद्धा अचानक घर से कहीं चली गई श्रद्धा को ढूंढने के कई प्रयास किए गए परंतु उसका कोई पता नहीं चला मामले में सूचना पुलिस को दी गई अब पुलिस श्रद्धा की तलाश कर रही है वहीं परिजनों ने श्रद्धा के सकुशल घर वापस आ जाने को लेकर घर के दरवाजे पर श्रद्धा की एक उल्टी तस्वीर लटकाई हे दरअसल इंदौर के बहुचर्चित हनीमून मर्डर मिस्ट्री में लापता सोनम रघुवंशी की तलाश के दौरान भी परिजनों ने इसी तरह से सोनम की तस्वीर घर के बाहर उल्टी लटकाई थी एमआईजी क्षेत्र में रहने वाली 21 साल की लड़की श्रद्धा तिवारी अचानक लापता हो गई श्रद्धा को गायब हुए करीब 4 दिन बीतने के बाद अब तक श्रद्धा का कोई पता नहीं चला है श्रद्धा इंदौर के गुजराती कॉलेज में पढ़ती है परिजनों के अनुसार हैरान करने वाली बात यह है कि श्रद्धा अपना फोन भी घर पर छोड़ कर गई है श्रद्धा का एक सीसीटीवी सामने आया हे जिसमें लाल टीशर्ट में जो लड़की जाती दिख रही है वही श्रद्धा है पुलिस के अनुसार लड़की घर से अकेले जाते हुए दिखाई दे रही है पुलिस लगातार तलाश कर रही है लड़की के मिलने के बाद ही स्पष्ट होगा कि किन हालातो में वह गई है वहीं सभी पहलुओं पर जांच की जा रही है बाइट श्रद्धा के पिता बाइट अमित सिंह एडिशनल सीपी इंदौर
7
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Aug 27, 2025 09:51:14
Kotalya Khedi, Madhya Pradesh:
NARMADA_AVB_SCRIPT LOCATION-NARMADA FORMAT-AVB AAPROAL BY-DESK TOTAL FILE-2 NARMADA નોંધ આ સ્ટોરી FTP મા નર્મદા જિલ્લા નવનિયુક્ત પોલીસ વડા સુશ્રી વિશાખા ડબરાલ એ ચાર્જ સંભાળ્યો નર્મદા જિલ્લા પોલીસવડા પ્રશાંત સુંબે ની બનાસકાંઠા માં બદલી થતા આજ રોજ નવનિયુકત પોલીસવડા સુશ્રી વિશાખા ડબરાલ એ ચાર્જ સંભાળ્યો હતો. વિશાખા ડબરાલ ને ગાર્ડ ઓફ ઓનર આપીને શુભેચ્છાઓ પાઠવી સ્વાગત કરવામાં આવ્યું હતું.નવનિયુકત પોલીસવડા સુશ્રી વિશાખા ડબરાલ એ મીડિયા સાથે ની વાત ચિત માં જણાવ્યું હતું કે આ જે ગણેશ ચતુર્થી ના શુભ દિવસે આ ચાર્જ સંભાળતા ઘણા આનંદ ની લાગણી છે ,જિલ્લાના તમામ ગણેશ પંડાલ અને જિલ્લામાં કાયદોઓ અને વ્યવસ્થા ના સુચારુ સંચાલન માટે હંમેશા તત્પર રહીશ અને આગામી દિવસોમાં ગણેશ વિસર્જન ના દિવસે પણ જિલ્લામાં ખાસ બંદોબસ્ત માટે નર્મદા પોલીસ સજ્જ છે. જિલ્લાની કોઈ પણ વ્યકતી ને જયારે પણ કામ હોય ત્યારે એસપી કચેરી 24 કલાક ખુલી રહેશે.અને મને મળવા માટે પણ કોઈ પણ વ્યક્તિ આવી શકે છે.આ જિલ્લામાં આવી ને મને ખુબજ આંનદ થયો છે. બાઈટ - વિશાખા ડબરાલ (એસપી નર્મદા )
12
comment0
Report
GPGaurav Patel
Aug 27, 2025 09:51:09
Ahmedabad, Gujarat:
અમેરિકામાં 50 ટકા ટેરિફની ગુજરાતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીને થશે અસર ગુજરાતનો ટેક્સટાઇલ ઉદ્યોગ ટેરિફથી ચિંતામાં ગુજરાતથી હોમ ટેક્સટાઇલ, ગારમેન્ટ, રેડીમેઈડ સૌથી વધુ અમેરિકામાં એક્સપોર્ટ થાય છે અમેરિકામાં જનાર ટેક્સટાઇલ ડિલિવરી આજથી રોકાઈ ગઈ ટેક્સટાઈલના પ્રોફિટ માર્જિન 10 ટકા સુધીનો જ હોવાથી 50 ટકા ટેરિફમાં ટકવું મુશ્કેલ અમેરિકામાં ટેક્સટાઇલ એક્સપોર્ટ કરતા અન્ય દેશો પર ટેરિફ હાજીપણ 20 થી 30 ટકા બાંગ્લાદેશ, વિયેતનામ, ચીન, શ્રીલંકાની ટેક્સટાઇલ માલ સામે ભારતના ઉદ્યોગો માટે મોટી ચેલેન્જ ટેરિફ બોમ્બ સામે સરકાર કોટન ઈમ્પોર્ટમાં સમય મર્યાદા વધારે એ જરૂરી ઈન્ડસ્ટ્રીને સપોર્ટ મળે તે માટે બેન્કો અને સરકાર મદદ કરે એ જરૂરી કાપડ ઉદ્યોગ માટેની સબસીડી અને લાભ આપે તો ટેક્સટાઇલ ઉદ્યોગને મદદ મળે ટ્રંપ ફરી જવાના નિષ્ણાત છે તો ટેરિફમાં પણ ફરી જાય એવી અપેક્ષા બાઇટ-ગૌરાંગ ભગત, પ્રમુખ, મસ્કતી મહાજન, ખજાનચી જીસીસીઆઇ બાઇટ- મિતેશ પટેલ, પ્રમુખ, પાંચકુવા મહાજન
6
comment0
Report
URUday Ranjan
Aug 27, 2025 09:50:59
Ahmedabad, Gujarat:
Slug : 2708ZK_LIVE_AHD_AJMER_AROPI Reporter : UDAY RANJAN Injgst Feed : 2708ZK_LIVE_AHD_AJMER_AROPI Date : 27 - 08 - 2025 Format : PKG & WEB નોંધ: મૃતક નો ફોટો સેન્ડ કરેલ છે 2708ZK_AHD_AJMER_CASE એન્કર: અજમેરના ત્રણ ચકચારી હત્યા કેસ માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ત્રણ હત્યારા ની અમદાવાદ માંથી ધરપકડ કરી છે અજમેર ના રામગંજ માં માંસના ભાવતાલ બાબતે ત્રણ દુકાનદાર ની જાહેર માં ક્રૂરતા થી હત્યા કરવા માં આવી હતી ..... વીઓ : 01 ગઈ તારીખ ૧૫/૦૭/૨૦૨૫ના રાજસ્થાનના અજમેરના રામગંજ વિસ્તારમાં થયેલા ત્રણ હત્યાના કેસમાં વોન્ટેડ આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવા માં આવ્યા છે રાજસ્થાનના અજમેર, રામગંજ પોલીસ સ્ટેશનનામાં ત્રણ હત્યા સહિત રાયોટિંગ બે ગુનો દાખલ થયો હતો જેમાં કુરેશી જમાતના વોટ્સએપ ગ્રુપમાં ચિકનનો ભાવ ઓછો રાખવા બાબતે બંને પક્ષો વચ્ચે ૧૫/૦૭/૨૦૨૫ના રોજ ઝઘડો થયો હતો, જેમાં ત્રણ વ્યક્તિઓની હત્યા થઈ હતી. આ ગુનામાં સંડોવાયેલા અને નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓ પોતાની ધરપકડથી બચવા માટે અમદાવાદ આવ્યા હોવાની ચોક્કસ માહિતીના આધારે સલમાન અબ્દુલઅલી કુરેશી , અલ્લારખા અબ્દુલઅલી કુરેશી , ઓવેસ ઉર્ફે અવેશ અબ્દુલઅલી કુરેશીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી ને રાજસ્થાનના અજમેર, રામગંજ પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે બાઈટ : એમ પી ચૌહાણ , પીઆઈ, ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ વીઓ: 02 અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ને બાતમી મળી હતી કે અજમેર ત્રણ હત્યા કેસ ના આરોપીઓ અમદાવાદ ના બાપુનગર માં સબંધી ના ઘરે છુપાવવા માટે આવ્યા છે જેને લઈ ને બાપુનગર માં તપાસ કરતા આ ત્રણ સગા ભાઈઓને ઝડપી પાડવા માં આવ્યા હતા ત્યારે ત્રણેય આરોપી ની ધરપકડ કરી પૂછ પરછ કરતા સામે આવ્યું છે કે બાપુનગર માં આરોપીઓ ની સાસરી હોવા થી છુપાવા માટે થી આવ્યા હતા સાથે જ હત્યા બાબતે પૂછતા સામે આવતું હતું કે અજમેર ના સામાજિક ગ્રુપ માં માત્ર સમાજ ને લગતા જ મેસેજ કરવા સૂચના હતી તેમ છત્તા મૃતક શાહનવાઝ કુરેશી એ મટન ના ઓછા ભાવના મેસેજ મૂક્યા હતા જેને લઈ ને વિવાદ થયો વિવાદ થતા આરોપી ના જૂથ દ્વારા મૃતક ઇમરાન કુરેશી અને શાહનવાઝ કુરેશી ની મટન શોપ પર જઈ ને 20 થી 25 લોકો એ મટન કાપવા ના છારા થી હુમલો કર્યો હતો જેમાં ઘટના સ્થળ પર કાકા અને ભત્રીજા ઇમરાન કુરેશી અને શાહનવાઝ કુરેશીની હત્યા થઈ ગઈ હતી ત્યારે જ આ વાત નો બદલો લેવા માટે થી મૃતક ના સબંધીઓ એ આરોપી ના કાકા ગુલામ નસીરુદ્દીન કુરેશી ઉર્ફે લાખૂ પર કાર ચડાવી ન3 હત્યા નિપજાવી હતી આમ આ આખી ઘટના માં કુલ ત્રણ હત્યાઓ થવા પામી હતી બાઈટ : એમ પી ચૌહાણ , પીઆઈ, ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ વીઓ : 03 અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ની તપાસ માં સામે આવ્યું છે કે આ હત્યા કેસ ના મુખ્ય આરોપી માં 5 સગા ભાઇઓ હતા જેમાં બે સગા ભાઇઓ ની ઘટના સ્થળ પર થી ધરપકડ કરવા માં આવી હતી અને વધુ ત્રણ આરોપી ભાઈઓ ની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે ત્યારે હત્યા કરવા પાછળ નું મુખ્ય કારણ એ પણ સામે આવ્યું છે કે મૃતક શાહનવાઝ કુરેશી એ મટન ભાવ નાખ્યો હતો જેમાં સમાજ દ્વારા 200 રૂપિયા ભાવ નક્કી કર્યા હતા પણ મૃતક એ 130 ભાવ નાખ્યો હતો જેના કારણે આખો વિવાદ સામે આવ્યો હતો અને જેમાં ત્રણ હત્યા થવા પામી હતી ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય સગા ભાઈ આરોપીઓ ની ધરપકડ કરી રાજસ્થાન પોલીસ ને સોંપવા ની કાર્યવાહી હાથ ધરી છે ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
5
comment0
Report
DRDarshal Raval
Aug 27, 2025 08:32:40
Ahmedabad, Gujarat:
અમદાવાદ હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી આજે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી તો આગામી 7 દિવસ વરસાદની કરાઈ આગાહી 27 ઓગસ્ટ થી 2 સપ્ટેમ્બર સુધી મધ્યમ વરસાદની આગાહી આજે ગુજરાત રિઝયનમાં ભારે વરસાદ આગાહી છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ વલસાડ નવસારી તાપી દમણ દાદરા નગર હવેલીમાં છુટાછવાયા ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર કચ્છમાં કોઈ વોર્નિંગ નહિ 27 થી 31 ઓગસ્ટ સુધી ઠંડર સ્ટ્રોમ વોર્નિંગ કાલે દાહોદ. પંચમહાલ. મહીસાગર. છોટા ઉદેપુર. ભરૂચ. નર્મદા સુરત ડાંગ વલસાડ નવસારી તાપી દમણ દાદરા નગર હવેલીમાં છુટાછવાયા ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં 28 અને 29 ઓગસ્ટ સુધી ફિશરમેન વોરનિંગ આપવામાં આવી લો પ્રેસર સિસ્ટમ કન્વર્ટ થતા વરસાદની આગાહી રાજ્યમાં સિઝનનો 641.8 mm વરસાદ રહ્યો રાજ્યમાં હાલ સુધીના વરસાદમાં 14 ટકા વધુ વરસાદ નોંધાયો બાઈટ. એ કે દાસ. ડાયરેકટર. હવામાન વિભાગ સલગ. હવામાન આગાહી ફીડ. લાઈવ કીટ
13
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Aug 27, 2025 08:22:04
Sundar Nagar, Himachal Pradesh:
સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે આયોજિત સુપ્રસિદ્ધ તરણેતરના મેળાની આઇ.જી. અશોકકુમાર યાદવ એ લઇ પુજા વિધી કરી મેળામાં આઇ.જી. અશોકકુમાર યાદવે મોતના કુવાની મજા માણી આઇ. જી‌. અશોકકુમાર અને એ.પી. પ્રેમસુખ ડેલુ એ મોતના કુવાની મુલાકાત કરી મોતના કુવાની મજા માણી હતી આઇ.જી. એ મેળાનું નિરક્ષણ કરી કાયદો અને વ્યવસ્થા અંગે જરૂરી સુચનાઓ આપી
7
comment0
Report
PAParakh Agarawal
Aug 27, 2025 08:20:31
Ambaji, Gujarat:
યાત્રાધામ અંબાજી ખાતે ભરાનાર ભાદરવી પૂનમના મેળા ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુ માં અંબે નો મોહનથાળાનો પ્રસાદ વધુ પ્રિય હોય છે ને દર્શન ને આવેલા યાત્રિકો અચૂક માં અંબે ના મોહનથાળ નો પ્રસાદ સાથે લઈ જતા હોય છે અંબાજી આવતા આ લાખો પદયાત્રીઓની પ્રસાદની માંગ સંતોષવા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આજથી મોહનથાળાનો પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ કર્યો છે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ મેળામાં યાત્રિકો ના પ્રસાદની માંગ સંતોષવા માટે ત્રણ લાખ કિલો ઉપરાંત પ્રસાદ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે જોકે આ મોહનથાળના પ્રસાદમાં ચનો લોટ કકરુ બેષણ ,ખાંડ, શુદ્ધ દેશી ઘી ,સાથે ઈલાયચી નો મિશ્રણ તૈયાર કરી આ મોહનથાળ નો પ્રસાદ બનાવવામાં આવે છે જ્યારે મને ટ્રસ્ટ દ્વારા આ 2 લાખ 50 હજાર કિલો મોહનથાળ નો પ્રસાદ બનાવી રહ્યું છે ત્યારે તેમાં 90 હજાર કિલો કકરું બેસણ, 1 લાખ 35 હજાર કિલો ખાંડ ,67હજાર કિલો શુધ્ધ ઘી, અને 180 કિલો ઈલાયચીનો વપરાશનો અંદાજ કરવામાં આવ્યો છે ,જેમાંથી યાત્રિકોને આપાતા નાના મોટા 30 લાખ જેટલા પ્રસાદ ના પેકેટ તૈયાર કરવામાં આવશે બાઈટ ....મિહિર પટેલ (જિલ્લા કલેક્ટર બનાસકાંઠા) જોકે અંબાજી મંદિરના મોહનથાળ ન પ્રસાદ ને રાઇટ ફૂડ પ્રસાદ નું પ્રમાણ પત્ર પણ મંદિર ટ્રસ્ટ ને મળેલું છે wkt.... પરખ અગ્રવાલ
9
comment0
Report
PAParakh Agarawal
Aug 27, 2025 08:20:06
Ambaji, Gujarat:
આજે ગણેશ ચતુર્થીની ધૂમ સમગ્ર રાજ્યભરમાં જોવા મળી રહી છે ને શ્રદ્ધાળુઓ ભગવાન શ્રી ગણેશજી ની આજે સ્થપના કરી 5,9,11 જેટલા દિવાસ રાખીને વિશર્જન કરતા હોય છે ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે અંબાજી મંદિર પરિષરમાં સિદ્ધિ વિનાયક મંદિરમાં ગણપતિજી ને 21 કિલો લાડુનો ભોગ ધરાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી જયારે ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા પૌરાણિક શિવ મંદિર ખાતે ભગવાન ગણેશજીની માટી ની પ્રતિમા ની સાસ્ત્રોક વિધિ પ્રમાણે પૂજા અર્ચના કરી સ્થાપના કરી આરતી ઉતારવામાં આવી હતી જોકે આ સ્થાપના અંબાજીમાં ભરાતા મેળાને લઇ માત્ર 3 દિવસ બાદજ વિસર્જન કરી દેવાશે સમિતિના પ્રમુખ ના જણવ્યા અનુસાર પહેલા 11 દિવસની સ્થાપના કરવામાં આવતી હતી ત્યારે અંબાજી મેળાને લઇ યાત્રિકોનો ઘસારો વધતા દિવસો ઘટાડાતા હવે માત્ર ત્રણ દિવસનિજ સ્થાપના કરવામાં આવી છે ને આ સ્થાપના દરમિયાન અંબાજીનો મેળો નિર્વિઘ્ન પરિપૂર્ણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી બાઈટ-1 સુનિલ અગ્રવાલ (પ્રમુખ,ધાર્મિક ઉત્સવસેવા સમિતિ)અંબાજી જોકે સૌ પ્રથમ વખતે અંબાજી ગ્રામપંચાયત કચેરી ખાતે પણ પંડાલ બાંધી ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી જેનો પણ ભક્તો એ દર્શનનો લાભ લીધો હતો
5
comment0
Report
GDGaurav Dave
Aug 27, 2025 08:17:57
Rajkot, Gujarat:
SLUG - 2708ZK_LIVE_RJT_BJP_GANESH REP - GAURAV DAVE CAM - UDAY PAWAR FEED - TVU 75 એન્કર - દેશભરમાં આજે વિઘ્નહર્તા દુંદાળા દેવની સ્થાપના કરવામાં આવી છે. ગણેશ ચતુર્થી નિમિતે રાજકોટ શહેર ભાજપ દ્વારા રેસકોર્ષ ગ્રાઉન્ડમાં ''''ગણપતિ મંગળ મહોત્સવ''''નું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપના ગણપતિ મહોત્સવના આયોજનમાં કાર્યકરોની ઓછી હાજરી જોવા મળી હતી. ભાજપનો આંતરિક જૂથવાદ ગણેશ મહોત્સવમાં પણ જોવા મળતા રાજકીય ચર્ચાઓ શરૂ થઈ હતી. પૂર્વ મંત્રી અચાનક જ ભાજપના કાર્યક્રમમાં આવતા કાર્યકરો ચોંકી ઉઠ્યા હતા. જ્યારે વર્ષો થી ગણેશ મહોત્સવનું સંચાલન કરતા ભંડેરી-ભારદ્વાજની ગેર હાજરી જોવા મળી હતી. વિઓ - 1 રાજકોટ શહેર ભાજપના ગણેશ મહોત્સવમાં પણ જૂથવાદ... ભંડેરી-ભારદ્વાજ, મોકરીયા ગેર હાજર રહ્યા !... 68 કોર્પોરેટરોમાંથી માત્ર ગણ્યા ગાંઠ્યા જ ઉપસ્થિત... રાજકોટ શહેર ભાજપના આંતરિક જૂથવાદ હવે ગણેશ મહોત્સવમાં પણ જોવા મળી રહ્યો છે. આજે ગણેશ ચતુર્થી નિમિતે મેયર બાંગ્લા ખાતે થી રેસકોર્ષ મેદાન સુધી વાજતે ગાજતે દુંદાળા દેવ ગણપતિને પંડાલ સ્થાપના કરવામાં આવી. પરંતુ મેયર બંગલે પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ આવ્યા હતા. જોકે વર્ષો થી ગણેશ મહોત્સવનું સંચાલન કરનારા નીતિન ભારદ્વાજ અને ધનસુખ ભંડેરીની ગેર હાજરી જોવા મળી હતી. જોકે અચાનક જ આજે ભાજપના ગણેશ મહોત્સવના કાર્યક્રમમાં પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી પહોંચતા કાર્યકરો પણ ચોંકી ઉઠ્યા હતા. રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરિયાને રાજકોટ શહેર ભાજપના કાર્યક્રમોમાં આમંત્રણ આપવામાં આવતું નથી તેવો મુદ્દો ઉઠ્યો હતો જોકે આજે ગણેશ મહોત્સવના કાર્યક્રમમાં રામભાઈ મોકરિયાની પણ ગેર હાજરી જોવા મળી હતી. એટલું જ નહીં રાજકોટ શહેરમાં 18 વોર્ડમાં ભાજપના 68 નગર સેવકો છે પરંતુ 75 ટકા નગર સેવકો ''''ઘેર'''' હાજર રહ્યા હતા અને આવ્યા નહોતા. આ અંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેએ કહ્યું હતું કે, ગણેશ મહોત્સવના કાર્યક્રમ અંગે તમામ લોકોને આમંત્રણ આપવામાં આવ્યા જ છે. કોઈ ગેર હજાર છે તે પોતાના અંગત કારણોસર કામ થી બહાર હોવાથી આવી શક્યા નહિ હોય. જોકે નગર સેવકો કેમ ઉપસ્થિત રહ્યા નથી તેની સાથે ટેલીફોનિક વાત કરી માહિતી મેળવી લઈશ. ધારાસભ્ય ઉદય કાનગડ ગઈકાલે કમિટીની બેઠકમાં હજાર હતા અને આવશે. પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી અમારા મોટા નેતા છે અને આમંત્રણ આપવામાં આવ્યું હતું. બાઈટ - ડો. માધવ દવે, પ્રમુખ, રાજકોટ શહેર ભાજપ વિઓ - 2 રાજકોટ શહેરની પૂર્વ બેઠકના ધારાસભ્ય ઉદય કાનગડ ગણેશ પંડાલ ખાતે મોડા પહોંચ્યા હતા અને જૂથવાદ મુદ્દે કહ્યું હતું કે, રાજકોટ શહેર ભાજપમાં જૂથવાદ છે નહીં અને આજે રાજકીય કોઈ નિવેદન આપવું નથી. પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી અમારા કાર્યકર છે જ અને તેને આમંત્રણ આપવાનું ન હોઈ આવી જ જવાનું હોય. જે લોકો ગેર હજાર છે તેમા તેના વિસ્તારમાં પણ ગણેશ પંડાલો હોવાથી ત્યાં પણ હાજરી આપી હોઈ શકે છે. જોકે મંત્રી મંડળમાં ફેરફાર થવા મુદ્દે ઉદય કાનગડે બોલવાનું ટાળ્યું હતું અને શીર્ષ નેતૃત્વ નિર્ણય કરે તેવો જવાબ આપ્યો હતો. જ્યારે રાજકોટ શહેર પશ્ચિમ બેઠકના ધારાસભ્ય ડો. દર્શીતા શાહે કહ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષ સાથે ગઈકાલે થયેલી બેઠકમાં સી. આર. પાટીલે માહિતી આપી છે જેની જાહેરાત તેમના દ્વારા જ કરવામાં આવશે. બાઈટ - ઉદય કાનગડ, ધારાસભ્ય, પૂર્વ બેઠક - રાજકોટ બાઈટ - ડો. દર્શીતા શાહ, ધારાસભ્ય, પશ્ચિમ બેઠક - રાજકોટ વિઓ - 3 રાજકોટ શહેર ભાજપ દ્વારા કાર્યક્રમોમાં વરિષ્ઠ નેતાઓની બાદબાકી થતી હોવાથી રાવ પ્રદેશ અધ્યક્ષ સુધી થતા રાજકારણ ગરમાયુ છે. પ્રદેશ અધ્યક્ષ દ્વારા રાજકોટ શહેર ભાજપ પ્રમુખને ટેલીફોનિક વાત કરી ઠપકો આપ્યો અને ભાજપનો આંતરિક જૂથવાદ સંપૂર્ણ પૂર્ણ કરી તમામ લોકોને સાથે જોડાવા સૂચના આપવામાં આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પૂર્વ મંત્રી ગોવિંદ પટેલ અને અરવિંદ રૈયાણીને ભાજપના કાર્યક્રમોમાં બોલાવવા માટે સૂચના મળતા રાજકીય ગરમાવો શરૂ થયો છે. ગૌરવ દવે, ZEE 24 કલાક, રાજકોટ
6
comment0
Report
Independence Day
Advertisement
Back to top