Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Jamnagar361006
જામનગરમાં 'ઓપરેશન સાગર સુરક્ષા': આતંકવાદીઓની ધરપકડ!
MDMustak Dal
Aug 30, 2025 07:36:38
Jamnagar, Gujarat
તા.30-08-2025 રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર સ્ટોરી ટાઇટલ : સાગર સુરક્ષા અભિયાન Slug : 3008 ZK JMR SAGAR SURAKSHA ફોર્મેટ : AVBB લોકેશન : જામનગર એન્કર : જામનગરનો દરિયાકાંઠો વિશાળ છે. ત્યારે “ઓપરેશન સાગર સુરક્ષા” અંતર્ગત કવાયત શરૂ કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની કસોટી કરવા તથા સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે “ઓપરેશન સાગર સુરક્ષા” અંતર્ગત વિશાળ કવાયત હાથ ધરવામા આવી હતી. જામનગરના દરિયાકાંઠા બેડી બંદર પર બોટનુ ચેકીંગ કરવામા આવ્યું હતું. વિઓ : 01 હાલારના દરિયાકાંઠે સાગર સુરક્ષા કવચ અંતર્ગત એક મહત્વપૂર્ણ મોકડ્રિલ યોજવામાં આવી હતી. ઉપરી એજન્સી તરફથી દરિયાઈ વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિઓની માહિતી મળતાં જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. આ અભિયાન દરમ્યાન પોલીસ વિભાગ સાથે તમામ સુરક્ષા એજન્સીઓ મરીન પોલીસ, કોસ્ટગાર્ડ, ઇન્ટેલિજન્સ વિભાગ અને સ્થાનિક પોલીસ સ્ટેશનો સૌએ સંકલિત રીતે ભાગ લીધો હતો. વિઓ : 02 જામનગર એસઓજી અને મરીન પોલીસની ટીમે દરિયાઈ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન એક શંકાસ્પદ બોટ દેખાતાં પોલીસે તેનો પીછો કર્યો હતો અને બોટને ઝડપી લેવામાં આવી હતી. જેમાંથી બે એકે-47 રાઇફલ, આરડીએક્સ બૉમ્બ અને લેપટોપ સહિતનો સામાન મળી આવ્યો હતો. બોટમાંથી બે કથિત આતંકવાદીઓને પણ પકડી પાડવામાં આવ્યા હતા. વિઓ : 03 જામનગરના દરિયાકાંઠે હાથ ધરાયેલ આ સમગ્ર ઓપરેશનમાં એસઓજીના પીઆઈ બી.એન.ચૌધરી અને તેમની ટીમ તેમજ મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરી અને તેમના સ્ટાફે ભાગ લીધો હતો. બાદમાં તંત્ર દ્વારા આ સમગ્ર કાર્યવાહીને એક મોકડ્રિલનો ભાગ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. આ મોકડ્રિલ દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી માટે યોજવામાં આવી હતી. જે સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. બાઈટ : જયવીરસિંહ ઝાલા ( Dysp જામનગર )
12
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DRDarshal Raval
Aug 30, 2025 14:03:20
Ahmedabad, Gujarat:
રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગો માટે સરકારી નોકરીઓમાં 4 ટકા અનામત જગ્યા હોવા છતાં, નોકરી ઇચ્છુક દિવ્યાંગોને રોજગારી મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે દિવ્યાંગોએ ગુજરાત હાઇકોર્ટનો સહારો લીધો, જેના પરિણામે 2023માં ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)ની કન્ડક્ટર ભરતી પ્રક્રિયામાં દિવ્યાંગો માટે નોકરીની તકો ખુલી.દિવ્યાંગોએ રાજ્યના દિવ્યાંગ કમિશનર વિજય રાજપૂતને આ માટે અરજી કરી હતી, પરંતુ એસટી વિભાગે હાઇકોર્ટના આદેશનું પાલન ન કર્યું હોવાનો આક્ષેપ દિવ્યાંગોએ કર્યો. આથી તેઓ વકીલ રાજેન્દ્ર શુકલાની મદદથી હાઇકોર્ટ પહોંચ્યા. જજ નિખિલ કેરિયલના આદેશ બાદ 8 સપ્ટેમ્બર, 2023ની GSRTC કન્ડક્ટર ભરતી પ્રક્રિયા શરૂ થઈ. આ ભરતીમાં કુલ 2320 જગ્યાઓમાંથી 4 ટકા અનામત મુજબ 92 જગ્યાઓ દિવ્યાંગો માટે હતી.પ્રથમ ભરતી પ્રક્રિયામાં ઓછા ફોર્મ ભરાતાં હાઇકોર્ટના આદેશ બાદ એક મહિનામાં ફરી ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ. જોકે, A (લો વિઝન/સંપૂર્ણ અંધ), B (બધિર/બોલવામાં અસમર્થ), D (માનસિક અસ્થિરતા), અને E (બહુવિધ વિકલાંગતા) કેટેગરીના ઉમેદવારો ન મળતાં, C કેટેગરી (એક અથવા બંને હાથ/પગની ખામી, સેરેબ્રલ પાલસી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, સ્પાઇનલ ઇજા, એસિડ હુમલાના શિકાર, લેપ્રોસી-ક્યોર્ડ)ના ઉમેદવારોને પ્રાથમિકતા મળી. આ પ્રક્રિયામાં C કેટેગરીમાંથી 50 દિવ્યાંગોને ભરૂચ, સુરત, વલસાડ, અમરેલી, જામનગર અને ભુજમાં નોકરી મળી.ભરૂચમાં 6માંથી 5 દિવ્યાંગોને મેડિકલ તપાસ બાદ નોકરી મળી, જ્યારે એક ઉમેદવારની રિ-મેડિકલ તપાસ ચાલુ છે. સુરત અને વલસાડમાં મેડિકલ તપાસ પૂર્ણ થયાને એક મહિનો થયો છે, પરંતુ જામનગર, ભુજ અને અમરેલીમાં મેડિકલ તપાસની પ્રક્રિયા અંગે હજુ અસમંજસ છે. દિવ્યાંગોએ આ નોકરીઓ માટે હાઇકોર્ટ, દિવ્યાંગ કમિશનર અને વકીલ રાજેન્દ્ર શુકલાનો આભાર માન્યો, સાથે જ ઝડપી મેડિકલ પ્રક્રિયા અને હેરાનગતિ વિના નોકરી મળે તેવી આશા વ્યક્ત કરી.રાજેન્દ્ર શુકલા, વકીલ: "સરકારી સિસ્ટમમાં સુધારો થવો જોઈએ જેથી દિવ્યાંગોને તેમનો હક સરળતાથી મળે. હાઇકોર્ટના આદેશે દિવ્યાંગોને ન્યાય અપાવ્યો, પરંતુ ભરતી પ્રક્રિયામાં C કેટેગરીમાં માત્ર એસિડ હુમલાના શિકાર અને લેપ્રોસી-ક્યોર્ડ ઉમેદવારોને જ મંજૂરી હતી. બાકીની કેટેગરીના દિવ્યાંગોને પણ તક મળે તે માટે અમે લડત ચાલુ રાખીશું."જતાપરા પ્રવીણ, બોટાદ: "અમને નોકરી મળી તે માટે હાઇકોર્ટ અને વકીલ રાજેન્દ્ર શુકલાનો આભાર. પરંતુ મેડિકલ પ્રક્રિયા ઝડપથી થાય અને હેરાનગતિ ન થાય તેવી અમારી માંગ છે."નિતા પંચાલ, લડત આપનાર: "આ લડત અમારા હક માટે હતી. હાઇકોર્ટના આદેશે અમને ન્યાય અપાવ્યો, પરંતુ બધી કેટેગરીના દિવ્યાંગોને તક મળે તે માટે હજુ પણ સંઘર્ષ ચાલુ રહેશે."વાસુદેવ સોનગીરી, સુરત: "નોકરી મળવાથી અમારું જીવન બદલાશે. હાઇકોર્ટ અને વકીલની મદદથી આ શક્ય બન્યું. હવે મેડિકલ પ્રક્રિયા ઝડપથી પૂરી થાય એવી આશા છે."
3
comment0
Report
RTRAJENDRA THACKER
Aug 30, 2025 14:01:26
Sadhara, Gujarat:
કચ્છના ભૂજમાં ગાયને 'રાજ્ય માતા' જાહેર કરવાની માંગણીએ જોર પકડ્યું છે. એકલધામ મંદિરના મહંત યોગી દેવનાથ બાપુ અને અન્ય સાધુ-સંતો આ માંગને લઈને ભૂજની કલેક્ટર ઓફિસની સામે અનશન પર બેઠા છે. આ આંદોલનને ટેકો આપવા ભારતીય કિસાન સંઘ, ગુજરાત પ્રદેશના પ્રમુખ જગમાલભાઈ આર્યએ યોગી દેવનાથ બાપુની મુલાકાત લીધી અને સરકાર સમક્ષ આ માંગ ઉઠાવવાની ખાતરી આપી.જગમાલભાઈ આર્યએ Zee મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું, "ગાય આપણી માતા છે, પણ આજે આપણે તેનું વૈદિક મહત્વ ભૂલી ગયા છીએ. સરકારને ગાયની ઉપયોગીતા અને માનવ જીવન સાથેના તેના જોડાણની ખબર નથી. ગાયને રાજ્ય માતાનો દરજ્જો મળે, તો બેરોજગારી દૂર થશે, કારણ કે ગાય દેશની અર્થવ્યવસ્થાનો આધાર બની શકે છે. તેનું મહત્વ ખેતીથી પણ વધારે છે."યોગી દેવનાથ બાપુએ પણ સરકારને સ્પષ્ટ ચેતવણી આપી. તેમણે કહ્યું, "જો સરકાર આ માંગને ગંભીરતાથી નહીં લે, તો ગુજરાતના ગામડે ગામડે અને ઘરે ઘરે લોકો રસ્તા પર ઊતરશે. આની જવાબદારી સરકારની જ રહેશે." તેમણે વધુમાં જણાવ્યું કે દરરોજ મોટી સંખ્યામાં લોકો અનશન સ્થળે આવી રહ્યા છે અને આ આંદોલનને ટેકો જાહેર કરી રહ્યા છે.આ આંદોલનથી ગુજરાતભરમાં ગાયના મહત્વ અંગે ચર્ચા શરૂ થઈ છે. હવે બધાની નજર સરકારના પ્રતિસાદ પર છે, જે આ માંગણીને કેવી રીતે સંબોધે છે તેના પર આગળનો માર્ગ નક્કી થશે.બાઈટ: જગમાલભાઈ આર્ય, પ્રમુખ, ભારતીય કિસાન સંઘ, ગુજરાત પ્રદેશ યોગી દેવનાથ બાપુ, મહંત, એકલધામ મંદિર, અગ્રણી સાધુ સમાજ
0
comment0
Report
CJChirag Joshi
Aug 30, 2025 14:01:20
Dabhoi, Gujarat:
( આ પાથમાં ફીડ છેૉ) બ્રેકિંગ વડોદરા રૂરલ વાઘોડિયા દેવ ડેમમાંથી 12800 ક્યુસેક પાણી છોડાયું ઉપરવાસમાં વરસાદને લઈને છોડવામાં આવ્યું પાણી ડભોઇ અને વાઘોડિયાના ગામોને કરાયા એલર્ટ ગોરજ થી છોટાઉદેપુરને જોડતો કોઝવે કરાયો બંધ કોઝવે બંધ હોવા છતાં લોકો પાણીમાંથી થઈ રહ્યા છે પસાર મામલતદાર ટીડીઓ કક્ષાના અધિકારી દ્વારા નથી કરાયું નિરીક્ષણ રોજિંદાપણે 3000 જેટલા લોકો કોઝવે પરથી પસાર થાય છે કોઝવે ઊંચો કરવા માટે અનેક વખત કરાય છે રજૂઆત પોલીસ દ્વારા GRD ના મૂકવામાં આવ્યા છે પોઇન્ટ એંકર: ઉપરવાસમાં વરસાદને લઈને દેવ ડેમની મહત્તમ સપાટી વટાવી ચૂક્યું છે જેના કારણે 12800 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે વાઘોડિયા અને ડભોઇ તાલુકાના સીધી અસર થવા પામી છે તેવામાં ગોરજ અને છોટાઉદેપુર ને જોડતા કોઝવે ઉપર દેવ ડેમના પાણી ફરી વળતા કોઝવે બંધ કરવામાં આવ્યો હતો એટલું જ નહીં પાણીના પ્રવાહમાં ગ્રામજનો જીવના જોખમે પસાર થવા મજબુર બન્યા હતા તો વળી બીજી બાજુ ગોરજ ગામના સરપંચ દ્વારા 40 વર્ષ જૂના કોઝવે સમારકામ કરવામાં આવે સાથે સાથે ઊંચો કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે પરંતુ આદિન સુધી નહીં ધારાસભ્ય કે સરકાર દ્વારા આ કામ કરવામાં આવ્યું જેના કારણે 6000 જેટલા લોકોને ચોમાસાની ઋતુ દરમિયાન અગવડ પડે છે જીઓ ડેમમાંથી પાણી છોડવાનું એલર્ટ છે છતાં પણ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી પોતાની ઓફિસ છોડવા માટે તૈયાર નથી અને ઘટના સ્થળ નું નિરીક્ષણ પણ કરવામાં નથી આવ્યું. જેના કારણે ગ્રામજનોમાં ક્યાંક ને ક્યાંક આક્રોશ પણ ભભૂકી ઉઠ્યો છે - વોક થ્રુ માં ઘટના સ્થળનો માહોલ બતાવ્યો છે અને સરપંચ સાથે વાત કરી છે
0
comment0
Report
CPCHETAN PATEL
Aug 30, 2025 13:35:10
Surat, Gujarat:
સુરત ભાજપનો વિરોધ પ્રધાનમંત્રી ની માતા વિશે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ હાય રે કોંગ્રેસના લાગ્યા નારા રાહુલ ગાંધી વિશે પણ ભારે સૂત્રોચાર "જેણે આપી ગાળો એ નીકળી કોંગ્રેસ ના પ્લેકાર્ડ સાથે વિરોધ કોંગ્રેસનું કરાયું પૂતળાદહન વિરોધમાં સુરત શહેર ભાજપના નેતાઓ અને ધારાસભ્યો જોડાયા વોક થ્રુ..ચેતન
1
comment0
Report
AKAshok Kumar
Aug 30, 2025 13:34:04
Junagadh, Gujarat:
જુનાગઢ... ભાજપ કોર્પોરેટરના પુત્ર પર હુમલો કરનાર ત્રણ ઝડપાયા ગઈકાલે નજીવી બાબતે થઈ હતી બબાલ ખામધ્રોળ રોડ સુભાષ કોલેજ નજીક થઈ હતી માથાકૂટ ભાજપ કોર્પોરેટર જયેશ બોધરા ના પુત્ર અભય અને મિત્ર પર થયો હતો હુમલો સામે જોવા જેવી બાબતે થઈ હતી મારા મારી પાંચ શખ્સો સામે નોંધાઈ હતી પોલીસ ફરિયાદ રેયોટિંગ અને હત્યાના પ્રયાસની નોંધાઈ ફરિયાદ પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા અમન સાંધ, આફતાબ પરમાર અને ભાવિક સોલંકી ની ધરપકડ અન્ય બે સગીરવય હોવાનું સામે આવ્યું આરોપીઓને ઝડપી વધુ પૂછપરછ હાથ ધરાઈ બાઈટ ડીવાયએસપી ગ્રામ્ય જુનાગઢ પરમાર રવિરાજસિંહ અશોક બારોટ જૂનાગઢ
3
comment0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Aug 30, 2025 13:30:23
Modasa, Gujarat:
અરવલ્લી યાત્રાધામ શામળાજીમાં ધોધમાર વરસાદ બસ સ્ટેન્ડથી મંદિર જવાના માર્ગમાં પાણી ભરાયા છેલ્લા અડધા કલાક થી પડી રહ્યો છે વરસાદ અડધા કલાકમાં બે ઇંચ વરસાદ રસ્તા ઉપર પાણી ભરાતાં વાહન ચાલકોને હાલાકી
0
comment0
Report
AKArpan Kaydawala
Aug 30, 2025 13:15:06
Ahmedabad, Gujarat:
3008ZK_AHD_KHADIA_AROPI - મુદ્દામાલના વિઝ્યુલ અને આરોપીના વિઝ્યુલ એફટીપીમાં આપ્યા છે નોંધઃ મુદ્દામાલના શોટ પોલીસ દ્વારા ક્રાઇમ રિપોર્ટર ગ્રુપમાં આપવામાં આવશે. એન્કર અમદાવાદ શહેરના ખાડિયા વિસ્તારમાં ડીલીવરી બોય દ્વારા ચોરી મામલે ખાડિયા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. ખાડિયા પોલીસ સ્ટેશનમાં એમેઝોન કંપનીના ડીસ્ટ્રીબ્યુટર સાથે ડીલીવરી બોયનું કામ કરતા યુવક સામે લાખોના મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. આરોપી એ 49 લાખની કિંમતના 164 મોબાઇલ ફોન અન્ય ચીજવસ્તુઓ મળી કુલ 171 જેટલા પાર્સલની ચોરી કરી હતી. સેટેલાઇમાં એમેઝોન ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી સંભાળતા વ્યક્તિએ ખાડિયા ગોળલીમડા પાસે આવેલા વાય એસ ઓટોકેરના સલીમ મન્સુરીને તેમના વિસ્તારમાં ડિલિવરી ની કામગીરી સોંપી હતી. 14 જુલાઇના રોજ એમેઝોનના નરોડા સ્થિત ગોડાઉનથી લોડીંગ રીક્ષામાં 171 જેટલા પાર્સલ ગોળલીમડા ખાતે લાવવામાં આવ્યાં હતાં. જોકે આ જે પાર્સલોની ડીલીવરી ગ્રાહકો ન થઈ. જેથી સલીમ મન્સુરીના વેર હાઉસમાં તપાસ કરતા હકીકત સામે આવી કે તેમના ત્યાં ડીલીવરી બોય તરીકે કામ કરતા મોંહમદ મન્સુરી પાર્સલ લઇને નીકળ્યો હતો. તેનો કોઈ સંપર્ક થઈ શક્યો નહીં. જેથી ડિલિવરી બોય તરીકે કામ કરતાં મોંહમદ મન્સુરીના આસ્ટોડીયામાં અબ્દુલવાડા સ્થિત તેના મકાન પર તપાસ કરતા ત્યાં પણ ન હતો. આરોપીએ ચોરી કરેલ 171 પાર્સલ પૈકી ₹49 લાખની કિંમતના કુલ 129 પાર્સલ મોબાઈલના હતાં. આ મોબાઇલ ફોન પૈકી 45 નંગ આઇફોન, જેની કિંમત 22.50 લાખ થાય છે. આ સિવાય પણ 25 જેટલા અન્ય કંપનીના કિંમતી ફોન હતાં. જેને ડિલિવરી કરવાની જગ્યાએ બારોબાર સગે કરવાના ઇરાદે મહારાષ્ટ્ર, ગોવા અને રાજસ્થાન તરફ સસ્તા ભાવે આ મોબાઈલ વેચાણ કરવા ગયો હતો જો કે પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનીકલ એનાલિસિસના આધારે આરોપીને પકડવામાં સફળતા મળી. બાઈટ : ચિરાગ ગોસાઈ - ઇન્ચાર્જ પીઆઇ, ખાડીયા પોલીસ સ્ટેશન
5
comment0
Report
CPCHETAN PATEL
Aug 30, 2025 12:47:25
Surat, Gujarat:
सूरत में भाजपा का विरोध प्रधानमंत्री की माता के बारे में कांग्रेस द्वारा की गई टिप्पणी भाजपा द्वारा तीव्र विरोधहाय रे कांग्रेस के लगे नारेराहुल गांधी के बारे में भी जोरदार नारेबाजी"जिसने दी गाली, वह निकला कांग्रेस के प्लेकार्ड के साथ" विरोधकांग्रेस का किया गया पुतला दहनविरोध में सूरत शहर के भाजपा नेता और विधायक शामिल हुए कांग्रेस अध्यक्षविपुल उधनावालामहापौर दक्षेश मावाणीराजेश देसाई पूर्व स्थायी समिति अध्यक्ष निधि ठाकुर डीसीपी
3
comment0
Report
CPCHETAN PATEL
Aug 30, 2025 11:47:02
Surat, Gujarat:
સુરતના ઉધના વિસ્તારમાં બે કથિત તોડબાજ પત્રકાર ઝડપાવાનો મામલો તોડબાજ પત્રકાર વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ તોડ કરવા જતા આ બંને સકશો ના સીસીટીવી આવ્યા સામે ફરિયાદીએ સીસીટીવી જાહેર કર્યા ધમકી આપી ખંડણી માંગતા દેખાય છે બંને આરોપી સુરતના ઉધના વિસ્તારમાં એક ફેક્ટરીમાં મહિલા શ્રમિક પોતાના બાળકોને ફેક્ટરીએ સાથે લઈ ગઈ હતી અચાનક જ ફેક્ટરી પર પત્રકારની ઓળખ આપી બે ઇસમો ધસી આવ્યા હતા ફેક્ટરી પર બાળમજૂરી કરો છો તેવી ધમકી આપી મોબાઈલ ફોનમાં વિડીયો બનાવ્યા હતા આ વિડીયો ન્યુઝ ચેનલમાં નહીં ચલાવવાના 5100 રૂપિયા માંગ્યા હતા ફેક્ટરીના માલિકે 5100 રૂપિયા બેંક એકાઉન્ટ માં ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા આ બને ઈસમો વિરુદ્ધ ફેક્ટરી માલિકે ઉધના પોલીસ મથકમાં ખંડણીની ફરિયાદ નોંધાવી હતી પોલીસે સુરજ સિંઘ વિરેન્દ્રસિંહ રાજપુત અને મનોજસિંહ પવન રવિશંકર શર્મા ને ઝડપી પાડ્યા બને પાસેથી ન્યૂઝ ચેનલના બે પરિચય પત્ર તેમજ માઇક આઇડી કબજે કરી બંનેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી બાઈટ :- ચિરાગ પટેલ - ડીસીપી સુરત
8
comment0
Report
DRDarshal Raval
Aug 30, 2025 11:34:03
Ahmedabad, Gujarat:
સલગ. હુક્કાબાર fir અમદાવાદ. સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલ હુંક્કા બાર રેડ કેસમાં આખરે નોંધાયો ગુનો Fsl રિપોર્ટમાં હુકામાં નિકોટીન મળી આવતા 2 માલિક અને મેનેજર વિરુદ્ધ નોંધાયો ગુનો બ્રુ રોસ્ટ કાફેમાં ચાલતા ગેરકાયદેસર હુકાબાર પર સરખેજ પોલીસે મે મહિનામાં પાડયા હતા દરોડા હુક્કા બારમાંથી ફ્લેવર તમાકુ અને હુક્કા સહિત 35,809 નો મુદ્દા માલ કબજે કરાયો હતો મકરબા મહંમદપુરા રોડ પર ચાલતું હતું ગેરકાયદેસર હુક્કાબાર હુક્કાબારમાં જુદા જુદા ફ્લેવરના નિકોટીન યુક્ત હુક્કા ગ્રાહકોને પીવડાવવામાં આવતા હતા કાફેમાં હબીબ અહેમદ અને જસ્ટિન પરેરાની પૂછપરછ કરાઈ કાફે માલિક દિવ્યરાજસિંહ ચાવડા, અબ્દુલ હમીદ અને મેનેજર આમીર પઠાણ વિરુદ્ધ ગુનો નોંધાયો સરખેજ પોલીસે કેસની આગળની કાર્યવાહી હાથ ધરી છે Fsl માં હુકકામાં નિકોટીન સામે આવતા તમાકુ અધિનિયમ પ્રમાણે ગુનો દાખલ કરી કાર્યવાહી કરાઈ બાઈટ. એ બી વાળંદ. Acp. M ડિવિઝન
7
comment0
Report
GDGaurav Dave
Aug 30, 2025 11:32:58
Rajkot, Gujarat:
SLUG - 3008ZK_LIVE_RJT_BJP_VIRODH REP - GAURAV DAVE CAM - UDAY PAWAR FEED - TVU 75 એન્કર - રાજકોટ શહેર ભાજપ દ્વારા ગણપતિ મહોત્સવના આયોજનમાં બ્રહ્મ સમાજના આગેવાનોને આરતીનો સમય છઠ્ઠા દિવસે આપતા વિવાદ થયો છે. આ વિવાદ છે. હવે ભાજપની મુશ્કેલી વધારી શકે છે. ગુજરાતભરમાં બ્રહ્મ સમાજ હવે ભારતીય જનતા પાર્ટી સામે મોરચો માંડે તો નવાઈ નહિ. બ્રહ્મ સમાજના અગેવવાનોએ રાજકોટમાં પત્રકાર પરિષદ કરી હતી જેમાં તેને કહ્યું હતું કે, મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે બ્રહ્મ સમાજ નારાજ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં બ્રહ્મસમાજના ધારાસભ્યને મંત્રી બનાવવા માંગ ઉઠી છે. માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે અને ભાવનગરના ધારાસભ્ય સેજલબેન પંડ્યાને મંત્રી બનાવવામાં આવે તેવી માંગ કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાન ભરત ઓઝાએ નિવેદન આપ્યું હતું કે, ભાજપમાં બ્રાહ્મણોની અવગણના કરવામાં આવી રહી છે. સ્વ. ચીમનભાઈ શુક્લના સમયમાં જન સંઘની શરૂઆત થઈ અને ભાજપના પાયા નાખવામાં બ્રાહ્મણોએ લોહી રેડયું હતું અને પાર્ટી ઉભી કરી છે. હાલમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે બ્રાહ્મણ હોવા છતાં કશ્યપ શુક્લ, રામભાઈ મોકરીયાની અવગણના થઈ રહી છે...આગામી સમયમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર કચ્છના ગામડે ગામડે જઇ બ્રહ્મણોને જાગૃત કરીશ. બ્રહ્મ સમાજને અન્યાય કરનારા સામે લડીશું... *બાઈટ - ભરત ઓઝા, પ્રમુખ, સમસ્ત બ્રહ્મ સમાજ - મોરબી અને સૌરાષ્ટ્ર કચ્છ*
11
comment0
Report
GDGaurav Dave
Aug 30, 2025 11:32:54
Rajkot, Gujarat:
SLUG - 3008ZK_LIVE_RJT_TERIF_BYTE REP - GAURAV DAVE CAM - UDAY PAWAR FEED - TVU 75 એન્કર - અમેરિકા દ્વારા ભારત પર 50 ટકા ટેરીફ લાગુ કરવામાં આવ્યો છે. જોકે ભારતીય ઉદ્યોગકારો તેની કોઈ લાંબી અસર નહિ થાય તેવું માની રહ્યા છે. રાજકોટના ઉધોગ મીટમાં અમેરિકા ટેરિફને લઈ ઉદ્યોગપતિનું નિવેદન સામે આવ્યું છે. અમેરિકા પ્રેસિડેન્ટ ટ્રમ્પ ના ટેરિફ થી ઉદ્યોગ પતિઓ ઝૂકશે નહીં. ઉદ્યોગપતિઓ કોરોના કાળમાં પણ પસાર થયા છે આતો ટેરિફ છે. બે થી ત્રણ માસમાં ટેરિફ નો નિવાળો સરકાર દ્વારા લાવવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી હતી. રાજકોટના વેપારીઓ ટેરીફ જેવી ધમકીઓ થી જુકશું નહિ તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. બાઈટ - કશ્યપ ચોરાઈ, ઉદ્યોગપતિ બાઈટ - મનીષભાઈ ડઢાણિયા, ઉદ્યોગપતિ
7
comment0
Report
HShakimuddin shabbirbhai
Aug 30, 2025 11:01:02
Vadodara, Gujarat:
એન્કર : છોટાઉદેપુરની જીવાદોરી સમાન સુખી ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થતા રૂલલેવલ મેન્ટેન કરવા માટે 6 ડેમના દરવાજા ખોલી 12380 ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડતા 18 ગામોના લોકોને એલર્ટ કરવામાં આવ્યા વી.ઓ. છોટાઉદેપુરમાં સત્ત વરસાદ વરસી રહ્યો છે ઉપરવાસમાં પન વરસાદી માહોલ છે જેને લઈને અનેક નદીનાળા છલકાયા છે ત્યારે છોટાઉદેપુરની જીવાદોરી સમના સુખીડેમમાં પાણીની નોંધપાત્ર આવક થતા સુખીડેમના 6 દરવાજા બે ફૂટ ખોલી 12380 ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડવામાં આવી રહ્યું છે નદીમાં પાણી છોડતા 18 ગામોને એલર્ટ કરવાં આવ્યા છે સુખી ડેમ ની હાલ ની પરિસ્થિતિની વાત કરીએ તો સુખીડેમમાં પાણીનું હાલનું લેવલ 147.58 મીટર છે અને સુખીડેમની ફુલ લેવલ સપાટી 147.82 મીટર અને ભયજનક સપાટી 148.30 મીટર છે સુખી ડેમ ફુલ થવાથી માત્ર 24 સેન્ટીમીટર બાકી જ ભરવાનો બાકી ચ જેથી આજનું રૂલ લેવલ 147.27 મીટર જાળવવા માટે 6 ગેટ ખોલીને પાણી છોડાયું હતું બાઈટ : કિશન સોરઠિયા,કાર્યપાલક ઇજનેર,સુખી સિંચાઈ WKT. હકીમ ઘડિયાલી, સુખી ડેમ
6
comment0
Report
SCSHAILESH CHAUHAN
Aug 30, 2025 10:19:21
Idar, Gujarat:
સાબરકાંઠા શૈલેષ ચૌહાણ ૩૦/૦૮/૨૫ એપ્રુવલ -હમીમભાઈ.વિશાલભાઈ સ્લગ-બચાવ ફીડ એફટીપી સ્ક્રીપ્ટ-2c એન્કર સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે રાત્રે ત્રણ કલાક ની આસપાસ ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને લઈને હિંમતનગરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ઘરકાવ થઈ ચૂક્યા હતા. હિંમતનગરના કાંકરોલ નજીક સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલ મહંતવીલા સોસાયટીમાં પણ પાણી ભરાયું હતું જેને લઇને એક મકાનમાં ફસાયેલા ચાર વ્યક્તિઓને ફાળવી પાક દ્વારા રેસ્ક્યુ કરી બહાર નીકળવામાં આવ્યા હતા હિંમતનગર ફાયર વિભાગની જાણ થતા હિંમતનગર ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી બે બાળકો સહિત એક મહિલા અને પુરુષને પાણીમાંથી બહાર નીકળવા માં આવ્યા હતા સોસાયટીમાં આમ મકાનની આજુબાજુ સર્વત્ર પાણી ફરી ઉઠ્યો હતો જેને લઇને ફાયર વિભાગની મદદ માગવામાં આવી હતી જો કે ફાયર વિભાગ ના જવાનો દ્વારા તમામને સલામત રીતે બહાર નીકાળી દેવામાં આવ્યા હતા બાઈટ:સુરજ પટેલ,ફાયર કર્મી વોક થ્રુ-શૈલેષ ચૌહાણ,હિંમતનગર સાબરકાંઠા
13
comment0
Report
SCSHAILESH CHAUHAN
Aug 30, 2025 10:19:17
Idar, Gujarat:
સાબરકાંઠા શૈલેષ ચૌહાણ ૩૦/૦૮/૨૫ એપ્રુવલ -હમીમભાઈ.વિશાલભાઈ સ્લગ-સોસાયટી ફીડ એફટીપી સ્ક્રીપ્ટ-2c એન્કર હિંમતનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસેલા વરસાદને લઈ અનેક સોસાયટીઓમાં પાણી ભરવાના બનાવો સામે આવ્યા હતા જોકે હિંમતનગર શહેરના સહકારી જીન વિસ્તારમાં આવેલ શગુન સોસાયટીમાં પાણીના નિકાલના અભાવે વરસાદી પાણી ફરી વળ્યું હતું સ્થાનિકોના ઘરમાં પાણી ઘૂસી ચૂક્યું હતું જેને લઇને સ્થાનિકો પરેશાની નો સામનો કરી રહ્યા છે સગુન સોસાયટીના સ્થાનિકો અને પ્રમુખ દ્વારા અનેકવાર પાલિકા પ્રશાસનને જાણ કરવામાં આવ્યું હોવા છતાં પાલિકા પ્રશાસન દ્વારા પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા યોગ્ય રીતે કરવામાં આવી નથી એટલું જ નહીં પરંતુ આજે પણ સ્થાનિક લોકો દ્વારા પાલિકાને જાણ કરવા છતાં હજુ કોઈ પણ પાલિકાના અધિકારી કે પદાધિકારી જોવા શુદ્ધ અહીં આવ્યા નથી જેને લઈને સ્થાનિકોએ પ્રશાસનના પાપનો સામનો કરી રહ્યા છે જોકે હાલ તો અહીંના સ્થાનિકો પાલિકા પ્રશાસન પર ભારે રોષ ઠાલવી રહ્યા છે. વોક થ્રુ-શૈલેષ ચૌહાણ સાથે સ્થાનિકોની પાણીમાં ચોપાલ
7
comment0
Report
Independence Day
Advertisement
Back to top