Back
राजकोट नगर निगम में 2025 में 4.67 लाख शिकायतें, ड्रेनेज प्रमुख कारण
GDGaurav Dave
Jan 02, 2026 09:33:32
Rajkot, Gujarat
રાજકોટ મહાનગરપાલિકામાં વર્ષ 2025માં ફરિયાદોનો ધોધ વહ્યો છે. એક વર્ષમાં 4.67 લાખ એટલે કે દૈનિક 1280 જેટલી ફરિયાદો મળી હતી. સૌથી વધુ ડ્રેનેજની ફરિયાદ થી લોકો ત્રાહિમામ છે. ફરિયાદનો ઝડપથી ઉકેલ લાવવા રાજકોટ મહાનગરપાલિકા કાર્યશીલ હોવા છતાં દરોજ હજારોની સંખ્યામાં ફરિયાદો ઉઠી રહી છે.
VIO - 1
RMCમાં ફરિયાદનો
વહ્યો ધોધ...
2025માં 4.67 લાખ
ફરિયાદો નોંધાઇ...
સૌથી વધુ 2.65 લાખ
ડ્રેનેજની ફરિયાદ...
રાજકોટ મહાનગરપાલિકામાં વર્ષ 2025 દરમિયાન કુલ 467,582 ફરિયાદો નોંધાઈ હતી. જેમાંથી 462,465 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે અને 5,117 જણાએ હાલ ઓપન સ્ટેટસમાં છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સૌથી વધુ ફરિયાદો ડ્રેનેજ ચોકઅપ અથવા ઓવરફ્લો વિભાગની કુલ 265,114 નોંધાઈ છે. જે કુલ ફરિયાદોના 56.70 ટકા જેટલી થવા જાય છે. ઉપરાંત રોશની વિભાગમાં 49,234 ફરિયાદો, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં 39,450 અને વોટર વર્ક્સ વિભાગમાં 34,484 ફરિયાદો નોંધાઈ છે. બાંધકામ વિભાગમાં વર્ષ દરમિયાન 18,442 ફરિયાદો પ્રાપ્ત થઈ હતી. જેમાંથી 16,723 ફરિયાદો ઉકેલવામાં આવી છે. અન્ય મુખ્ય વિભાગોની વાત કરીએ તો, ડ્રેનેજ મેન્ટેનન્સમાં 21,910, કન્ઝર્વન્સી (મૃત પ્રાણી) માટે 10,044 અને દબાણ હટાવ શાખામાં 7,170 ફરિયાદો નોંધાઈ હતી. શહેરી પરિવહન સેવા જેવી કે સિટી બસ માટે 4,915 અને બગીચા વિભાગ માટે 4,923 ફરિયાદો મળી હતી. આરોગ્ય અને મલેરિયા વિભાગમાં અનુક્રમે 75 અને 2,958 ફરિયાદોનો સમાવેશ થાય છે. ફાયર વિભાગમાં 139 ફરિયાદો નોંધાઈ હતી જે सभी હાલ ઓપન સ્ટેટસમાં દર્શાવવામાં આવી છે. વિરોધ પક્ષના નેતા વસરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા એક વર્ષમાં ચાર લાખ કરતા વધુ ફરિયાદો નોંધાય છે જે સ્પષ્ટ બતાવે છે કે રાજકોટ મહાનગરપાલિકા નું તંત્ર લોકોને સુવિધા આપવામાં નિષ્ફળ ગયું છે. દરરોજ 1000 ફરિયાદ નોંધાય છે. જેમાં ડ્રેનેજ બગીચા ફાયર બસ સહિતની ફરિયાદો નંબર નોંધાય છે. જેનો નિકાલ તાત્કાલિક અસરથી થવો જોઈએ તે થતો નથી.
મુખ્ય ફરિયાદોની વિગતો
ક્રમ વિભાગ ફરિયાદ સોલ્વ પેન્ડિંગ
1 ડ્રેનેજ ચોકઅપ 2,65,114 2,64,609 505
2 રોશની વિભાગ 49,234 49,105 129
3 સોલીડ વેસ્ટ 39,450 39,276 174
4 વોટરવર્ક્સ 34,484 33,306 1,178
5 ડ્રેનેજ મેન્ટેનન્સ 21,910 21,607 303
6 મૃત પ્રાણી ફરિયાદ 10,044 10,010 34
7 બાંધકામ વિભાગ 18,442 16,723 1,719
8 સિટિબસ 4,915 4,906 09
9 દબાણ હટાવ 7,170 7,082 88
10 ટાઉન પ્લાનિંગ 2,156 1,871 285
11 ફાયર વિભાગ 139 00 139
રાજકોટ શહેરમાં સૌથી વધુ ફરિયાદ ડ્રેનેજ ચોકઅપ થવાની 2.65 લાખ છે. જ્યારે બીજા ક્રમે રોશની વિભાગની 49 હજાર જેટલી અને ત્રીજા ક્રમે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની કચરાના નિકાલને લગતી કુલ 39 હજાર અને વોટર વર્ક્સ વિભાગની પાણી વિતરણને લગતી 34 હજાર જેટલી ફરિયાદો નોંધાઈ છે.રાજકોટના મેયર નயનાબેન પેઢડિયાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાના ૧૮ વોર્ડમાં ૧૯ નગરસેવકો જો ભાજપના છે. એક વોર્ડમાં જ કોંગ્રેસના નગરસેવક ચૂંટણી છે. વિકાસ ની કામગીરી ચાલે છે એટલે જ નાગરિકોને અપેક્ષાઓ હોઈ છે ताकि જે પ્રશ્નો આવે છે ચાહે ડ્રેનેજ હોઈ કે સફાઈ બધા નું યોગ્ય નિરાકરણ આવે છે.
બાઈટ - નયનાબેન પેઢડીયા, મેયર, રાજકોટ
VIO - 3
મનપાનાં અધિકારીઓ દ્વારા ડ્રેનેજ ચોકઅપ થાય નહીં તેના માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવે તો 50% કરતા વધુ ફરિયાદો ઓછી થાય તેમ છે. ત્યારે મનપા તંત્ર દ્વારા આ દિશામાં ક્યારે અને કેવા પગલાં લેવાશે તે જોવું રહ્યું...
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
URUday Ranjan
FollowJan 02, 2026 09:38:240
Report
AKArpan Kaydawala
FollowJan 02, 2026 09:38:100
Report
KBKETAN BAGDA
FollowJan 02, 2026 09:37:220
Report
URUday Ranjan
FollowJan 02, 2026 08:08:090
Report
DPDhaval Parekh
FollowJan 02, 2026 08:07:580
Report
MDMustak Dal
FollowJan 02, 2026 06:32:280
Report
CPCHETAN PATEL
FollowJan 02, 2026 06:22:050
Report
CPCHETAN PATEL
FollowJan 02, 2026 06:21:560
Report
CPCHETAN PATEL
FollowJan 02, 2026 06:21:470
Report
CPCHETAN PATEL
FollowJan 02, 2026 04:30:390
Report
ABAmit Bhardwaj1
FollowJan 02, 2026 02:16:050
Report
AKArpan Kaydawala
FollowJan 01, 2026 14:09:510
Report
URUday Ranjan
FollowJan 01, 2026 13:51:310
Report
CPCHETAN PATEL
FollowJan 01, 2026 13:05:580
Report