Back
जेतपुर में आंधी-बारिश ने किसानों के खेत उड़ाए, गेहूं-चना समेत कई फसलें नष्ट
NBNARESH BHALIYA
Mar 20, 2026 06:52:39
Jetpur, Gujarat
એન્કર:-સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગઈ કાલે ખાબકેલા કમોસમી વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને જેતપુર શહેર અને તાલુકાના વિરપુર, પીઠડીયા, મેવાસા સહિતના ગામોમાં અચાનક વાતાવરણમાં આવેલા પલટા બાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. આ અચાનક આવેલા વરસાદ અને પવનના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. મોટોંા પ્રમાણમાં તૈયાર થયેલા ઘઉં, ચણા, જીરું અને ધાણા જેવા પાકો જમીન પર ઢળી પડ્યા છે. જેના કારણે ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
........
વિઓ:-જેતપુર પંથકમાં ગઈ કાલે બપોર બાદ મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.ખેતરોમાં ઊભેલો ઘઉંનો પાક ઢળી પડ્યો છે. સાથે ચણાનો પાક કાપીને પાથરા ખેતરમાં મુકાયો હતો, ત્યારે અચાનક વરસાદ ખાબકતા ચણો પલળી ગયો અને ભારે પવનના કારણે પાથરા ઉડીને અન્ય ખેતરોમાં ફેલાઈ ગયા હતા.ઘઉં, ચણા, જીરું, ધાણા અને મકાઈ જેવા પાકોમાં ત્રણથી ચાર મહિનાની મહેનત બાદ જ્યારે લણણીનો સમય આવ્યો હતો, ત્યારે કુદરતના આ પ્રહારે ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. હાલ સ્થિતિ એવી છે કે ઢળી પડેલો અને પલળી ગયેલો પાક સડી જવાની પૂરેપૂરી શક્યતા ઉભી થઈ છે. જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે.
........
વિઓ:-કમોસમી માતથાના કારણે ચણાનો પાક સૌથી વધુ અસરગ્રસ્ત બન્યો છે,ખેડૂતોએ ચણાની કાપણી કરીને પાથરા ખેતરમાં મુક્યા હતા, પરંતુ વરસાદ પડતા ચણો બગડી ગયો,વાવાઝોડાના કારણે પાથરા ઉડીને અન્ય ખેતરોમાં જતાં રહ્યા અને ઘણા સ્થળોએ પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે.ખેડૂતે એક વિઘે અંદાજે 8 થી 10 હજારનો ખર્ચ કર્યો હતો, પરંતુ પાક બગડતા હવે મોઢે આવેલા કોળિયો છીનવાઈ ગયો है.
......
બાઈટ:- સંજયભાઈ વાઘસિયા (ખેડૂત),
.......
વિઓ:-ઘઉંના પાકમાં પણ ભારે નુકસાન નોંધાયું છે,ખેડુતોના કહેવા મુજબ ઘઉંનો પાક તૈયાર હતો અને હવે માત્ર લણણી બાકી હતી. પરંતુ વાવાઝોડા સાથે માવઠું પડતા પાક જમીન પર ઢળી ગયો છે.ખેડુતોએ એક વિઘે અંદાજે 10 થી 12 હજારનો ખર્ચ થયો હતો, પરંતુ હવે પાક પલળી જવાથી ઘઉં કાળા પડી જવાની ભીતિ છે. આવી સ્થિતિમાં મજૂરી ખર્ચ પણ નિકલે તો નથી અને ખેડૂતોએ પલળી ગયેલા પાકને ખાતર બનાવવાનું વારો આવ્યો છે.
....
બાઈટ:- મુકેશભાઈ (ખેડૂત),
......
વિઓ:-ખેડેતુરો સરકાર પાસે તાત્કાલિક નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં સર્વે હાથ ધરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે, જેથી આ આર્થિક સંકટમાંથી તેમને થોડી રાહત મળી શકે.
,.....
વૉક થ્રુ નરેશ ભાલીયા
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowMar 20, 2026 07:19:39933
Report
CPCHETAN PATEL
FollowMar 20, 2026 06:16:171089
Report
CPCHETAN PATEL
FollowMar 20, 2026 06:16:061037
Report
CPCHETAN PATEL
FollowMar 20, 2026 06:15:491024
Report
CPCHETAN PATEL
FollowMar 20, 2026 06:15:401052
Report
KBKETAN BAGDA
FollowMar 20, 2026 06:06:121082
Report
NDNavneet Dalwadi
FollowMar 20, 2026 02:15:241087
Report
DMDURGESH MEHTA
FollowMar 19, 2026 18:32:141084
Report
DMDURGESH MEHTA
FollowMar 19, 2026 18:32:001011
Report
SVSANDEEP VASAVA
FollowMar 19, 2026 18:31:52915
Report
LJLakhani Jaydeep
FollowMar 19, 2026 18:31:35999
Report
PDPRASHANT DHIVRE
FollowMar 19, 2026 17:00:151038
Report
PTPremal Trivedi
FollowMar 19, 2026 14:15:261049
Report
SBShilu Bhagvanji
FollowMar 19, 2026 14:15:171039
Report