Back
राजकोट से खोडलधाम तक तीन दिनी स्वदेशी सरदार पटेल पदयात्रा शुरू
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Dec 26, 2025 04:21:26
Rajkot, Gujarat
એંકર : અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે રાજકોટથી ખોડલધામ સુધી ત્રણ દિવસીય ‘સરદાર 150 સ્વদেশી પદયાત્રા – 2025’નો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે. તા.26થી 28 ડિસેમ્બર દરમિયાન યોજાનારી આ પદયાત્રા ધારાસભ્ય રમેશ ટીલાળાાના માર્ગદર્શન હેઠળ આયોજિત થઈ રહી છે. પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ સરદાર પટેલના વિચારો, આદર્શો અને રાષ્ટ્રનિર્માણના સ્વપ્નને માત્ર સ્મરણ પૂરતા ન રાખી જનજીવનનો અભિન્ન ભાગ બનાવવાનો છે. મીડિયા સાથેની વાતચીતમાં રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે, સ્વદેશી અપનાવવું માત્ર આર્થિક નિર્ણય નથી, પરંતુ રાષ્ટ્રનિર્માણ પ્રત્યેની જવાબદારી છે. સરદાર પટેલના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે જનજાગૃતિ ફેલાવવાનો આ પદયાત્રાનો મુખ્ય સંકલ્પ છે. ખાસ કરીને સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપીને લોકોમાં રાષ્ટ્રભાવના મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. પદયાત્રા તા.26 ડિસેમ્બરના રોજ સવારે 7 વાગ્યે સ્વામિનારાયણ ગુરુકુળ–ગોંડલ રોડ, રાજકોટથી પ્રસ્થાન કર્યું હતું. પ્રથમ દિવસે પદયાત્રા ગોંડલ પાસે રાત્રિરોકાણ করবে. જ્યાં સાંજે સરદારગાથા તથા લોકડાયરોનું આયોજન કરાયું છે. બીજા દિવસે 27 ડિસેમ્બરે સવારે 7 વાગ્યે યાત્રા આગળ વધીને કાગવડ ખાતે રાત્રિરોકાણ રહેશે. અંતિમ દિવસે 28 ડિસેમ્બરે પદયાત્રા ખોડલધામ પહોંચશે, જ્યાં ધ્વજારોહણ બાદ સવારે 10:30 વાગ્યે સરદાર ગાથા, મહેમાનોનું સ્વાગત અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. વિશેષ આકર્ષણ રૂપે પદયાત્રામાં સરદાર પટેલની 8 ફૂટ ઊંચી પ્રતિમાવાળો ભવ્ય ટેબ્લો રહેશે, જેમાં સ્વદેશી વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવશે. યાત્રા દરમિયાન સરદારના ગીતો, વિચારો અને જીવનગાથાનું પ્રસારણ કરવામાં આવશે. વિવિધ સ્થળોએ અલગ-અલગ સમાજના લોકો પરંપરાગત વેશભૂષામાં યાત્રાનું સ્વાગત કરશે. રાજકોટથી અંદાજે 1000થી વધુ લોકો પદયાત્રામાં જોડાયા છે. જયારે માર્ગમાં વિવિધ વિસ્તારોમાંથી પણ લોકો જોડાતા જશે. ત્રણ દિવસ સતત ચાલનાર પદયાત્રામાં ભાગ લેનારા દરેક યાત્રિકને પ્રમાણપત્ર આપવામાં આવશે. પદયાત્રીઓને કોઈ તકલીફ ન પડે તે માટે મેડિકલ સહાય, એમ્બ્યુલન્સ, તેમજ થાકી જાય તો નાના-મોટા વાહનોની વ્યવસ્થા માટે કુલ 10 કમિટીઓ રચવામાં આવી છે. સમગ્ર આયોજન સરદાર પટેલના વિચારોને જીવંત રાખી સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના સંદેશને જનજન સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરે છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NDNavneet Dalwadi
FollowDec 26, 2025 04:34:070
Report
ARAlkesh Rao
FollowDec 26, 2025 04:30:120
Report
AAAkshay Anand
FollowDec 26, 2025 02:33:080
Report
AAAkshay Anand
FollowDec 26, 2025 02:33:01Noida, Uttar Pradesh:IDF और Shin Bet ने लेबनान में कुद्स फोर्स के एक वरिष्ठ आतंकवादी operative के वध की पुष्टि की है। वह Syria–Lebanon क्षेत्र में इज़राइल के खिलाफ आतंकवादी संचालन सक्रिय रूप से चला रहा था।
0
Report
AAAkshay Anand
FollowDec 26, 2025 02:32:54Noida, Uttar Pradesh:थाईलैंड-कंबोडिया युद्ध में बड़ा हादसा: कंबोडिया–थाईलैंड संघर्ष के दौरान इस्तेमाल किया गया एक चीनी MLRS सिस्टम विस्फोट के साथ फेल हो गया, जिसमें 8 कंबोडियाई सैनिकों की मौत की खबर है।
0
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowDec 25, 2025 18:15:530
Report
AKAshok Kumar
FollowDec 25, 2025 16:00:160
Report
URUday Ranjan
FollowDec 25, 2025 14:07:220
Report
GPGaurav Patel
FollowDec 25, 2025 12:42:110
Report
HBHimanshu Bhatt
FollowDec 25, 2025 12:32:390
Report
URUday Ranjan
FollowDec 25, 2025 12:23:050
Report
URUday Ranjan
FollowDec 25, 2025 12:06:430
Report
सौराष्ट्र विश्वविद्यालय में दीक्षांत समारोह: परंपरा बदली, भाषण नहीं, गवर्नर और शिक्षा मंत्री उपस्थित
GDGaurav Dave
FollowDec 25, 2025 11:45:300
Report
GDGaurav Dave
FollowDec 25, 2025 11:33:190
Report
