Back
खोडलधाम मंदिर में कांग्रेस ने ध्वजारोहण कर जनता के लिए शुभकामनाएं मांगी
NBNARESH BHALIYA
Oct 28, 2025 12:07:39
Jetpur, Gujarat
રાજકોટ નજીક કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મંદિરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત પ્રભારી મુકુલ વાસનીકની આગેવાની હેઠળ કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ માં ખોડલના દર્શન કરી આશીર્વાદ લીધા હતા, આ મુલાકાત દરમિયાન ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા, સાથે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કાગવડ ખોડલધામ ખાતે એકત્ર થયા હતા, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પ્રભારી મુકુલ વાસનીકે વિધિવત રીતે ધ્વજારોહણ કર્યું હતું, આ પ્રસંગે વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી, સાંસદ ગેનીબેન ઠાકોર, જેનીબેન ઠુંમ્મર, લલિત વસોયા અને પાલ આંબલીયા સહિતના કોંગ્રેસના આગેવાનોએ માં ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી, નવા વર્ષમાં ગુજરાતની જનતા માટે સુખ-સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી, દર્શન બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા, તેમણે જણાવ્યું કે, કમોસમી વરસાદને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે અને રાજ્યમાં કાયદો-વ્યવस्थાની પરિસ્થિતિ કથળી છે, છતાં સરકાર કોઈ પગલાં લઈ રહી નથી, તેમણે કહ્યું કે, વિપક્ષ તરીકે જનતાની લડાઈ લડવાની શક્તિ મળે તે માટે માં ખોડલને પ્રાર્થના કરી છે,તેમજ ચાવડાએ ચૂંટણી પ્રક્રિયા પર પણ સવાલો ઉઠાવતા કહ્યું કે, મતદાર યાદીમાં ડુપ્લિકેટ અને ખોટા મતો છે, જેની ચકાસણી થવી જોઈએ અને ચૂંટણી પંચે ભાજપના એજન્ડા મુજબ કામ ન કરવું જોઈએ, Congressoના નેતાઓએ આ મુલાકાતને બિન-રાજકીય ગણાવી હતી, ગુજરાત પ્રભારી મુકુલ વાસનીકે જણાવ્યું કે, આ મુલાકાત પાછળ કોઈ રાજકીય કે ચૂંટણીલક્ષી એજન્ડા નથી, તેમણે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સાથે ટ્રસ્ટની ઓફિસમાં શુભેચ્છા મુલાકાત કરી હતી, જેમાં ખોડલધામના વર્તમાન અને ભવિષ્યના આયોજનો અંગે ચર્ચા કરવામાં આવી હતી, સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર સંતો અને શૂરવીરોની ભૂમિ છે અને તેઓ સર્વે સમાજમાં ભાઈચારાની ભાવના માટે પ્રાર્થના કરવા આવ્યા છે,તેમણે પણ વિપક્ષની ભૂમિકા મજબૂતાઈથી ભજવવા માટે માં ખોડલના આશીર્વાદ માંગ્યા હતા, તાજેતરમાં અલ્પેશ ઠાકોર સાથે એક મંચ પર દેખાવા મુદ્દે તેમણે સ્પષ્ટતા કરી કે, તે ઉત્તર ગુજરાતના ટોટાણા ધાર્મિક સ્થાને સામાજિક સુધારાનો કાર્યક્રમ હતો અને ત્યાં કોઈ રાજકીય ચર્ચા થઈ નહોતી
1
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
KBKETAN BAGDA
FollowOct 28, 2025 14:54:511
Report
KBKETAN BAGDA
FollowOct 28, 2025 14:54:421
Report
DPDhaval Parekh
FollowOct 28, 2025 14:16:084
Report
DPDhaval Parekh
FollowOct 28, 2025 14:10:400
Report
AKAshok Kumar
FollowOct 28, 2025 14:09:422
Report
RTRAJENDRA THACKER
FollowOct 28, 2025 13:34:030
Report
PGPiyush Gaur
FollowOct 28, 2025 11:16:032
Report
URUday Ranjan
FollowOct 28, 2025 11:08:182
Report
JDJAYESHBHAI DOSHI
FollowOct 28, 2025 10:11:350
Report
NBNarendra Bhuvechitra
FollowOct 28, 2025 10:10:550
Report
CPCHETAN PATEL
FollowOct 28, 2025 10:10:340
Report
STSharad Tak
FollowOct 28, 2025 09:55:233
Report
JDJAYESHBHAI DOSHI
FollowOct 28, 2025 09:01:200
Report
GDGaurav Dave
FollowOct 28, 2025 09:00:500
Report
