Back
पोर्बंदर की ऐतिहासिक गायवाडी डिस्पेन्सरी 2 साल से बंद, मरम्मत के अभाव में जर्जर
SBShilu Bhagvanji
Jan 03, 2026 08:46:15
Porbandar, Gujarat
એન્કર-
પોરબંદરમાં રાજાશાહી વખતના બિલ્ડીંગમાં ભાવસિંહજી જનરલ હોસ્પિટલ હસ્તકની ગાયવાડી ડિસ્પેન્સરી સેન્ટર કાર્યરત હતું,પરંતુ આ બિલ્ડિંગ સમયાંતે મરામતના અભાવે જર્જરિત બનતા આ ડિસ્પેન્સરી સેન્ટરને છેલ્લા 2 વર્ષથી તાળા મારી દેવાતા હાલ ખંઢેર હાલતમાં ફેરવાઈ ચુક્યું છે.
વિઓ-1
પોરબંદર સહિત સમગ્ર રાજ્યમાં આરોગ્ય વિભાગ તેમજ સરકારી હોસ્પિટલોમાં લોકોને સારી સુવિધા સાથે علاج મળી રહે તેવા રાજ્ય સરકાર દ્રારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.તેવી જ રીતે પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્થાનિકોને નજીકમાં જ પ્રાથમિક સારવાર આપવામાં આવે તેવા હેતુથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં હેલ્થ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે.ત્યારે પોરબંદર શહેરમાં આવેલ ગાયવાડી વિસ્તેજમાં રાજાશાહી વખતથી ભાવસિંહજી જનરલ હોસ્પિટલ હસ્તક ડિસ્પેન્સરી સેન્ટર કાર્યરત હતું,જે વર્ષો સુધી કાર્યરત રહ્યાં બાદ છેલ્લા બે વર્ષથી બંધ કરી દેવામાં આવ્યું હતું.ગાયવાડી આસપાસના માણેકચોક,વાણીયાવાડ,સલાટવાડ સહિતના વિસ્તારમાં રહેતા હજારો લોક માટે આ ડિસ્પેન્સરી સેન્ટર આશીર્વાદ રૂપ હતી.સ્થાનિકોને નાની મોટી સમસ્યા હોય કે અન્ય કોઈ સમસ્યા મિનીટોના અંદર સારવાર કરાવીતા જતા રહેતા હતા.પરંતુ હવે છેલ્લા બે વર્ષથી ડિસ્પેન્સરી સેન્ટર બંધ થતા સ્થાનિકોને ભાવસિંહજી હોસ્પિટલ સુધી લાંબા થવાની ફરજ પડી રહી છે.સ્થાનિકોએ જણાવ્યું હતું કે ઐતિહાસિક ઈમારતને તોડી પાડવાની જગ્યાએ 5-10 લાખના ખર્ચે સમારકામ કરાવી આપવામાં આવે તો પણ આ રાજાશાહી સમયે ઈમારત મજબુત હોવાના કારણે થોડા ખર્ચે ફરી શરૂ થઇ શકે તો તેમ જણાવ્યું હતું.
બાઈટ-1
સંદિપ દावડા
સ્થાનિક,પોરબંદર
બાઈટ-2
જીતેશ સિકોતરા
સ્થાનિક,પોરબંદર
વિઓ-2
ગાયવાડી ડિસ્પેન્સરી સેન્ટર 2 વર્ષ પૂર્વે બંધ કરી દેવામાં આવ્યું છે આ ડિસ્પેન્સરી સેન્ટરનું બિલ્ડીંગ રાજાશાહી સમયમાં હોવાથી સમયાંતરે યોગ્ય મરામત ના અભાવે આ બિલ્ડીંગ જર્જરિત હાલતમાં ફેરવાયું છે.ત્યારે આ બિલ્ડિંગમાં રીનોવેશન કરવાને બદલે આ સેન્ટરને જ ભાવસિંહજી સરકારી હોસ્પિટલે બંધ કરી દેવામાં આવ્યું છે.આ સેન્ટર બંધ થવાથી સ્થાનિકોને તાત્કાલિક અને પ્રાથમિક સારવાર માટે ભાવસિંહજી સરકારી હોસ્પિટલ સુધી ધક્કા ખાવા પડી રહ્યાં છે.એક طرفો સરકાર ઐતિહાસિક ઈમારતોની જાળવણી માટે લાખો અને કરોડો રૂપિયાનો ખર્ચ કરીને ઐતિહાસિક વારસાનું જતન કરી રહી છે.પોરબંદરમાં તો ઉલ્ટી ગંગા જોવા મળી રહી છે,પોરબંદરની ધરોહર સમાન આ ઈમારતનું યોગ્ય সময়ে સમારકામ ન કરવામાં આવે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.ત્યારે સરકારી તંત્ર પોરબંદરની આ ગાયવાડી ડીસ્પેન્સરી પાછળ થોડો ખર્ચ કરીને યોગ્ય કામગીરી કરાવે આવે તો આ ઈમારત પણ ટકી શકે તેમ હોવાનું સામાજીક આગેવાને જણાવ્યું હતું.તો આ અંગે ભાવસિંહજી જનરલ હોસ્પિટલના સીડીએમઓએ જણાવ્યું હતું કે પીઆઈયુને અવલોકن કરવા સુચના આપવામાં આવી હતી,જેના અનુસંધાને તેઓએ જણાવેલ કે આ ઈમારતનું સમારકામ થઈ શકે નથી ત્યાં આગળના ભાગે નવા બાંધકામની મંજૂરી માટે ગાંધીનગર વડી કચેરી ખાતે મોકલવામાં આવેલ છે.
બાઈટ-3
જીવન જુંગી
સામાજીક કાર્યકર,પોરબંદર
બાઈટ-4
ડો.દિવ્યા ડાગા
સીડીએમઓ,ભાવસિંહજી જનરલ હોસ્પિટલ
વિઓ-3
પોરબંદર શહેરના ગાયવાડી વિસ્તગરમાં આવેલ ડિસ્પેન્સરી સેન્ટરનું ઐતિહાસિક બિલ્ડીંગ જર્જરીત હાલતમાં ફેરવાતા હાલ તો આ અહીંયા તાળા લગાવી બંધ કરી દેવામાં આવ્યું છે.ત્યારે ગતીશીલ ગુજરાતમાં નવી ઈમારતના બાધકામ માટે છેલ્લે એક વર્ષથી ગાંધીનગર વડી કચેરી ફાઈલ મોકલાઈ છે પરંતુ આજદીન સુધી આ અંગે કોઇ કાર્યવાહી થઈ નથી,ત્યારે તંત્ર વહેલી સ્થિતિમાં કોઈ કાર્યવાહી કરી અને લોકોની સુવિધા પુરી પાડે તો જરૂરી છે.
પીટુસી
અજય શીલુ,ઝી મીડિયા,પોરબંદર
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKAshok Kumar
FollowJan 03, 2026 16:30:380
Report
HBHimanshu Bhatt
FollowJan 03, 2026 14:34:220
Report
DRDarshal Raval
FollowJan 03, 2026 14:34:110
Report
NDNavneet Dalwadi
FollowJan 03, 2026 12:40:100
Report
PAParakh Agarawal
FollowJan 03, 2026 11:58:120
Report
CPCHETAN PATEL
FollowJan 03, 2026 11:22:350
Report
CPCHETAN PATEL
FollowJan 03, 2026 10:44:170
Report
RMRaghuvir Makwana
FollowJan 03, 2026 09:57:390
Report
CPCHETAN PATEL
FollowJan 03, 2026 09:34:210
Report
AKArpan Kaydawala
FollowJan 03, 2026 08:49:280
Report
DPDhaval Parekh
FollowJan 03, 2026 08:46:260
Report
NDNavneet Dalwadi
FollowJan 03, 2026 08:46:020
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowJan 03, 2026 06:45:180
Report
AKArpan Kaydawala
FollowJan 03, 2026 06:34:420
Report