Back
मेलुसण में आयुष्मान केंद्र बार-बार बंद, ग्रामीण इलाज के लिए निजी अस्पतालों पर निर्भर
PTPremal Trivedi
Feb 13, 2026 11:22:05
Patan, Gujarat
સારસ્વતી તાલુકાના મેલુસણ ગામ સહિત આસપાસના અન્ય છ ગામોના લોકોને આરોગ્યની સુવિધા મળી રહે તે માટે બનાવાયેલ આયુષ્યમાં આરોગ્ય મંદિરેનાં છેલ્લા એક અઠવાડિયા થી બંધ રહેતા ગ્રામીણ વિસ્તારના લોકોને આરોગ્યની સેવાઓ માટે ધરમના ધક્કા ખાઈને ના છૂટકે ખાનગી દવાખાનાઓમાં પૈસા ખર્ચીને આરોગ્યની સેવા લેવાની ફરજ પડી રહી છે ત્યારે પાટણ જિલ્લાની આરોગ્યતંત્ર દ્વારા મેલુસણ ગામનું આરોગ્ય મંદિરે નિયમિત રીતે ચાલુ કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે
પાટણ જિલ્લામાં આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. સરસ્વતી તાલુકાના મેલુસણ ગામે આસપાસના છ ગામોને આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે સરકાર દ્વારા આયુષ્માન આરોગ્ય મંદિર કાર્યરત કર્યો છે. જેમાં મેલુસણ,કાલોદી,સદાસણપુરા, ધારૂસણ,ધનાસરા,ઘચેલી ગામોનો સમાવેશ થાય છે. આ છ ગામના લોકો મેલુસણ ગામ ખાતેના આરોગ્ય મંદિરે આરોગ્યને લગતી તમામ સારવાર મેળવી રહ્યા હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી આ આરોગ્ય કેન્દ્ર સતત બંધ રહેવાનું હોવાથી ગ્રામીણ વિસ્તારના લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે. દર્દીઓ દવા માટે આરોગ્ય મંદિરે આવે છે પણ અહીં તાળાના મારીને واپس જવું પડે છે. આરોગ્યની સારવાર માટે ગ્રામીણ વિસ્તારના લોકોને નાયબખોટે ખાનગી દવાખાનામાં પૈસા ખર્ચીને આરોગ્યની સેવા લેવી પડે છે તેથી જિલ્લા આરોગ્ય વિભાગની આ ઘોર બેદરકારી સામે ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મેલુસણ ગામનું આ આરોગ્ય મંદિર સત્વરે નિયમિત રીતે સતત ચાલુ રહે તેવી માંગ ગામ લોકો કરી રહ્યા છે.
આ બાબતે પાટણ જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુભાઈ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે મેલુસણ ગામ ખાતે આવેલ આરોગ્ય કેન્દ્ર સતત બંધ રહે છે તે વાત તદ્દન ખોટી છે. આ પેટા આરોગ્ય કેન્દ્ર છે. PSC કેન્દ્ર નથી. પેટા આરોગ્ય કેન્દ્રમાં CHO, FHW, અને MPHW ફરજ બજાવે છે. આ કર્મચારીઓના અંદરના ત્રણથી ચાર ગામ આવેલા છે ત્યારે સબ સેન્ટરનું કામ પૂર્ણ કરીને આ કર્મચારીઓને ફિલ્ડમાં પણ ફરવાનું હોય તેવો સબ સેન્ટર બંધ કરીને જાય છે. PSC સેન્ટર જેમ સતત ચાલુ રહેતું હોય તેમ પૅટા કેન્દ્ર ચાલુ ન હોય.
સરકાર દ્વારા લાખો રૂપિયાંના ખર્ચે બનેલા પ્રાથમિક અને સમૂહિક આરોગ્ય કેન્દ્ર પર અધિકારી કર્મચારીઓની લાલચિયા વાધીને કારણે જરૂરિયાતમંદોને પૂરતા પ્રમાણમાં સારવાર મળી નથી તો સાથે જ આરોગ્ય કર્મીઓ આરોગ્ય મંદિરમાં ક્યારે હાજર હોય છે તેના સમય અંગેનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી જેને લઈને દર્દીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowFeb 13, 2026 13:20:180
Report
DRDarshal Raval
FollowFeb 13, 2026 13:00:510
Report
AKArpan Kaydawala
FollowFeb 13, 2026 12:19:370
Report
CPCHETAN PATEL
FollowFeb 13, 2026 12:02:030
Report
AKArpan Kaydawala
FollowFeb 13, 2026 11:33:160
Report
GDGaurav Dave
FollowFeb 13, 2026 11:31:170
Report
SVSANDEEP VASAVA
FollowFeb 13, 2026 11:31:060
Report
AKArpan Kaydawala
FollowFeb 13, 2026 11:30:210
Report
SVSANDEEP VASAVA
FollowFeb 13, 2026 11:30:090
Report
CPCHETAN PATEL
FollowFeb 13, 2026 11:22:210
Report
URUday Ranjan
FollowFeb 13, 2026 11:21:330
Report
AKArpan Kaydawala
FollowFeb 13, 2026 11:21:080
Report
LJLakhani Jaydeep
FollowFeb 13, 2026 11:18:440
Report
LJLakhani Jaydeep
FollowFeb 13, 2026 11:18:040
Report