Back
गोल गधे़डे के मेले में युवाओं की बहादुरी परंपरा को जीवित रखती है
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
Mar 09, 2026 12:37:13
Dahod, Gujarat
એન્કર:
આદિવાસી સમાજની પરંપુઆઓ અને પ્રથાઓ હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહી છે. આવી જ એક અનોખી પરંપરા એટલે દાહોદ જિલ્લાનો સુપ્રસિદ્ધ ‘ગોળ ગધેડાનો મેળો’. હોળી બાદ યોજાતા આ મેળામાં આદિવાસી સમાજ પોતાની સંસ્કૃતિ અને રીતિ-રિવાજોને જીવંત રાખવા મોટી સંખ્યામાં ઉમટી પડે છે.
વીઓ 1:
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાનો જેસાવાડા ગામે હોળી પછીના પાંચમા, સાતમા કે બારમા દિવસે આ પરંપરાગત મેળો ભરાય છે. આસપાસના ગામોમાંથી હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનો ઢોલ, શરણાઈ અને થાળીના તાલે નાચતા-ગાતા મેળામાં પહોંચે છે. મેળાની શરૂઆતમાં ગામના ચોકમાં સીમળાના લાકડાનો ઊંચો થાંભલો ઊભો કરી તેની ટોચ પર ગોળની પોટલી બાંધવામાં આવે છે.
વીઓ 2:
પ્રાચીન સમયમાં આ પરંપરા એક સ્વયંવર જેવી હતી, જેમાં સોટીઓનો માર સહન કરીને ગોળ ઉતારનાર યુવાનને મનગમતી યુવતી સાથે લગ્ન કરવાની છૂટ મળતી. છતાં, આધુનિક સમયમાં બદલાવ આવતા posled ૧૦૦ વર્ષથી આ સ્વયંવર પ્રથા બંધ કરવામાં આવી છે. હવે માત્ર પરંપરા જાળવવા માટે આ મેળો યોજાય છે અને વિજેતા યુવાનને પંચ દ્વારા ઇનામ આપવામાં આવે છે.
બાઈટ ૧: ચંદ્રાભાણસિંહ કટારા (સારપંચ જેસાવડા/ મેળા આયોજક)
વીઓ 3:
મેદાનની વચ્ચે ૨૦ થી ૨૫ ફૂટ ઊંચો થાંભલો ઉભો કરવામાં આવે છે. જેની આસપાસ કુવારી યુવતીઓ હાથમાં વાંસની સોટીઓ લઈને રખેવાળી કરે છે. જ્યારે યુવકો આ થાંભલા પર ચડવાનો પ્રયાસ કરે ત્યારે યુવતીઓ સોટીઓથી માર મારે છે. આ મારમાંથી બચીને જે હિંમતવાન યુવાન ટોચ સુધી પહોંચીને ગોળની પોટલી ઉતારે છે. તેને વિજેતા જાહેર કરવામાં આવે છે.
બાઈટ ૨: વિશાલ કટારા (વિજેતા યુવક)
વીઓ 4:
કહેવાય છે કે આ ગોળ મેળવવા માટે યુવાઓ ગધેડા જેવો આકરો માર સહન કરવો પડે છે. તેથી જ લોકબોલીમાં આ મેળાને “ગોળ ગધેડાનો મેળો” કહેવાશે. આ წელს પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હજારોની મેદનીમાં જેસાવાડા ખાતે આ પરંપરાગત મેળો રંગેચંગે ઉજવાયો હતો.
બાઈટ ૩: વીજય કટારા (આગેવાન)
વીઓ 5:
દૂરમાં-સુદ્દૂરના ગામોમાંથી આવેલા લોકો પરંપરાગત પહેરવેશમાં સજ્જ થઈને મેળામાં મહાલયા હતા. આ અનોખી પરંપરાએ ફરી એકવાર સાબિત કર્યો છે કે આધુનિક યુગમાં પણ આદિવાસી સમાજ પોતાની અમૂલ્ય સંસ્કૃતિ અને વિરાસતને ગૌરવભેર સાચવી રહ્યો છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DPDhaval Parekh
FollowMar 09, 2026 13:48:490
Report
URUday Ranjan
FollowMar 09, 2026 13:46:560
Report
URUday Ranjan
FollowMar 09, 2026 13:46:410
Report
VPVasu Parmar
FollowMar 09, 2026 13:31:530
Report
VPVasu Parmar
FollowMar 09, 2026 13:31:370
Report
PDPRASHANT DHIVRE
FollowMar 09, 2026 13:15:180
Report
PDPRASHANT DHIVRE
FollowMar 09, 2026 13:05:580
Report
CPCHETAN PATEL
FollowMar 09, 2026 13:05:000
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowMar 09, 2026 13:02:090
Report
CPCHETAN PATEL
FollowMar 09, 2026 12:37:350
Report
CPCHETAN PATEL
FollowMar 09, 2026 12:37:230
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowMar 09, 2026 12:35:070
Report
SVSANDEEP VASAVA
FollowMar 09, 2026 12:33:050
Report
PDPRASHANT DHIVRE
FollowMar 09, 2026 12:07:020
Report