Back
अंबाजी मंदिर के मुख्य शिखर पर 5 मीटर से अधिक धजा रोके जाने का निर्णय
PAParakh Agarawal
Dec 31, 2025 10:47:40
Ambaji, Gujarat
અંબાજી મંદિરમાં 5 મીટરની ધજા આરોહણનો નિર્ણય....ધાર્મિક પરંપરાઓનું સંરક્ષણ તમામ યાત્રિકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને રાખી અતીઆગામીકાલેથી અંબાજી મંદિરના મુખ્ય શિખર ઉપર વધુમાં વધુ 5 મીટર થી લાંબી ધજાઓ નહિ ચઢે. અંબાજી યાત્રાધામમાં યાત્રિકોની સલામતી, સુરક્ષા તેમજ ધાર્મિક માન્યતાઓને અનુલક્ષીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ટેકનીકલ સર્વેક્ષણ તથા શાસ્ત્રોક્ત વિધિ-વિધાનના આધારે અંબાજી મંદિરના સુવર્ણ શિખર ઉપર હવે વધુમાં વધુ 5 મીટર લંબાઈની જ ધજાઓ આરોહણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્દેશાની અમલવારી આવતીકાલ એટલે પહેલી જાન્યુઆરી થી કરવામાં આવશે. અંબાજી મંદિરમાં દૈનિક ધોરણે મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે. યાત્રિકો દ્વારા વિવિધ સાઈઝ અને પ્રકારની ધજાઓ મંદિરના મુખ્ય શિખર પર આરોહણ કરવામાં આવે છે. મંદિરના મુખ્ય શિખર ધ્વજદંડને અંદાજે 15 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. ટેકનીકલ ચકાસણી તેમજ અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ-વિધાન મુજબ આપવામાં આવેલ અભિપ્રાય મુજબ અલગ-અલગ સાઈઝની ધજાઓ તથા દૈનિક, રજાના અને તહેવારોના દિવસે મોટી સંખ્યામાં ધજાઓ આરોહણ થવાના કારણે ધ્વજદંડને નુકસાન પહોંચવાની અને દુર્ઘટના સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. લાંબી ધજાઓના કારણે સુવર્ણમય શિખરના કવચને ઘસારો થતો હોવાની પણ નોંધ લેવામાં આવી છે. તેમજ કેટલીક વખત 52 ગજ અથવા તેનાથી વધુ લંબાઈની ધજાઓ અર્પણ કરવામાં આવે તો ધજા જમીનને અડવાથી યાત્રિકોના પગમાં આવતી હોવાથી અન્ય યાત્રિકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચતી હોય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અધ્યક્ષશ્રી, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, બનાસકાંઠા જિલ્લા કલેક્ટર, વહીવટદાર, ધાર્મિક વિદ્વાનો, અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ તથા ધ્વજદંડના ટેકનીકલ કન્સલટન્ટ દ્વારા વિસ્તૃત ચર્ચા અને વિચારણા કરવામાં આવી હતી. પરિણામે, ધાર્મિક પરંપરાઓનું સંરક્ષણ તેમજ યાત્રિકોની સલામતી અને સુરક્ષાને પ્રાથમિકતા આપી. આવતીકાલ થી અંબાજી મંદિરના મુખ્ય શિખર ઉપર વધુમાં વધુ 5 મીટર લંબાઈની જ ધજાઓ આરોહણ કરવાનો નિર્ણય લેવાયો છે. યાત્રિકો દ્વારા જો 5 મીટરથી વધુ લંબાઈની ધજા લાવવામાં આવશે તો હાલ પૂરતી વ્યવસ્થા તરીકે તે ધજા માતાજીના ચરણોમાં અર્પણ કરવામાં આવશે. પરંતુ મંદિરના મુખ્ય શિખર ઉપર તેનું આરોહણ કરવામાં આવશે નહીં. যদিও અંબાજી મંદિર ટ્રસ્ટના આ નિર્ણય ને શ્રદ્ધાળુઓ પણ આવકારી રહ્યા છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowDec 31, 2025 10:40:140
Report
NJNILESH JOSHI
FollowDec 31, 2025 10:39:360
Report
NJNILESH JOSHI
FollowDec 31, 2025 10:09:230
Report
CPCHETAN PATEL
FollowDec 31, 2025 10:08:070
Report
NJNILESH JOSHI
FollowDec 31, 2025 09:03:050
Report
SSSapna Sharma
FollowDec 31, 2025 08:40:330
Report
SBShilu Bhagvanji
FollowDec 31, 2025 08:20:040
Report
DRDarshal Raval
FollowDec 31, 2025 08:00:280
Report
सालंगपुर कष्टभंज्न हनुमान मंदिर में नए साल से पहले भक्तों की भारी भीड़: श्रद्धा की भावना से भरा मौका
RMRaghuvir Makwana
FollowDec 31, 2025 07:47:380
Report
PAParakh Agarawal
FollowDec 31, 2025 07:29:330
Report
CPCHETAN PATEL
FollowDec 31, 2025 07:25:330
Report
CPCHETAN PATEL
FollowDec 31, 2025 07:23:340
Report
NDNavneet Dalwadi
FollowDec 31, 2025 06:03:510
Report
DRDarshal Raval
FollowDec 31, 2025 05:49:560
Report