Harin Chalihaદાહોદ શહેર ખાતે એસ ટી એસ સી સમાજ દ્વારા સુપ્રીમ કોર્ટ ના નિર્ણય નો વિરોધ
દાહોદ શહેરમાં આજે ભારત બંધની અસર જોવા મળી, અને બજારો બંધ રહ્યા. દાહોદ શહેરના આંબેડકર ચોક ખાતે એસ સી એસ ટી સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કર્યો. તેમને બિર્સા મુંડા ની પ્રતિમાને ફૂલ હાર પહેરાવ્યા અને રેલી કાઢી પ્રદર્શન કર્યું. દાહોદના વેપારીઓએ પણ ભારત બંધને સમર્થન આપ્યું છે. સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાને પગલે આજે દેશભરમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે.
દાહોદ નજીક નાની લછેલી ગામે કોલેરા નો વાવર 10 બાળકો હાલ સારવાર હેઠળ એક બાળકનું શંકાસ્પદ મોત
ધામરડામાં વિદ્યાર્થીઓ ભરેલી ગાડી પલટી, એક ઇજાગ્રસ્ત
દાહોદના ધામરડા ગામે વિદ્યાર્થીઓ ભરેલી ક્રૂઝર ગાડી પલટી ગઈ. એક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો, જે સારવાર માટે ખસેડાયો છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
દાહોદમાં મેડિકલ સ્ટુડન્ટ દ્વારા કોલકાતા કેસ વિરોધ
દાહોદના ઝાયડસ મેડીકલ કોલેજમાં મેડિકલ સ્ટુડન્ટોએ કોલકાતામાં થયેલી ઘટના વિરુદ્ધ વિરોધ કર્યો. તેઓએ દોષીઓના સામે કડક સજા કરવાની માંગણી કરી અને 'બ્લેક ડે ફોર હેલ્થ' નો સ્લોગન સાથે વિરોધ રજૂ કર્યો. સત્તાવાર સેવાઓ ઝાયડસ હોસ્પિટલમાં ચાલુ છે.
દાહોદ જિલ્લા કક્ષા ના સ્વતંત્ર પર્વ ની ઉજવણી દેવગઢ બારીયા ખાતે કરવામાં આવી
દાહોદ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું આયોજન દેવગઢ બારિયામાં પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ઢેબરની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. મંત્રી બચુભાઈ ઢેબર, જિલ્લા કલેક્ટર, ડીડીઓ, એસપી ઉપસ્થિત રહ્યા હતા.