Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383430

તુષાર ચૌધરીની વિપક્ષ નેતા તરીકેની પહેલી મુલાકાત: શું છે આંદોલન?

SCSHAILESH CHAUHAN
Jul 19, 2025 11:35:48
Idar, Gujarat
એપૃવલ આઈડિયા સ્લગ કોંગ્રેસ 19.07.25 શૈલેષ ચૌહાણ સાબરકાંઠા એન્કર ખેડબ્રહ્મા ધારાસભ્ય તુષાર ચૌધરીની કોંગ્રેસ પક્ષ દ્વારા વિધાનસભા નેતા વિપક્ષ તરીકે જાહેર કર્યા બાદ આજે પ્રથમવાર તુષાર ચૌધરી જિલ્લા કાર્યાલય ખાતે પહોંચ્યા હતા.સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની પુષ્પાંજલી અર્પણ કરી કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. વિઓ01 સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા બેઠકના ધારાસભ્ય તુષાર ચૌધરીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે ત્યારે તુષાર ચૌધરી પ્રથમવાર જિલ્લા કાર્યાલય હિંમતનગર ખાતે આજે આવ્યા હતા પ્રથમ તેઓ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી ત્યાંથી પદયાત્રા કરી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા.જ્યાં કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો અને કાર્યકર્તાઓ દ્વારા તેઓને ફુલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.જો કે તુષાર ચૌધરીએ ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા હતા અનેક યોજનાઓમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા સાથે જ મંત્રી પુત્રો અને ખુદ મંત્રીઓ પણ કૌભાંડમાં સંડોવણી હોવાની વાત કરી હતી.આ પ્રશ્નો અને વાતો વિધાનસભામાં અને વિધાનસભા બહાર પ્રજા વચ્ચે મુકીશ.તો સાબરડેરી ખાતે ચાલી રહેલ પશુપાલકોના આંદોલન વિશે પણ તેઓએ કહ્યું હતું કે પ્રથમવાર પશુપાલકો કોંગ્રેસ પાર્ટીએ ઉઠાવ્યો હતો અને રજૂઆતો પણ કરી હતી ત્યારબાદ ગઈકાલે પશુપાલકોને ગત વર્ષ કરતાં પાંચ રૂપિયાનો વધારે ભાવ આપવામાં આવ્યો હતો એટલું જ નહીં પરંતુ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનું ફરિયાદમાં વર્ણન કરવામાં આવ્યું હતું અને આરોપી તરીકે તેઓને દર્શાવવામાં ન આવ્યો હોવાની પણ તુષાર ચૌધરી એ વાત કરી હતી સાથે જ ધવલસિંહ ઝાલા આમ તો અપક્ષ ધારાસભ્ય છે પરંતુ તેઓ ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરતા હોય તેવી વાત પણ તુષાર ચૌધરી દ્વારા કરવામાં આવી હતી. બાઈટ-તુષાર ચૌધરી,નેતા વિપક્ષ,ગુજરાત વિધાનસભા. શૈલેષ ચૌહાણ ઝી 24 કલાક,સાબરકાંઠા
4
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement
Back to top