Back
સાબરકાંઠા: પશુપાલક યુવકના મોતથી રાજકારણમાં ગરમાવો!
SCSHAILESH CHAUHAN
FollowJul 20, 2025 10:33:09
Idar, Gujarat
એપૃવલ આઈડિયા
સ્લગ કોંગ્રેસ
ફીડ અને સ્ક્રિપ્ટ 2c
શૈલેષ ચૌહાણ,સાબરકાંઠા
એન્કર
સાબરડેરીના વિવાદ દરમિયાન એક પશુપાલક યુવકનું મોત નિપજ્યું હતું. મોતને લઈ હવે રાજકારણ તેજ બન્યુ છે. કોંગ્રેસના આગેવાનો ઝિંઝવા ગામે મૃતકના પરિવારજનોને મળવા અને શ્રદ્ધાંજલી આપવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ગુજરાતમાં અંગ્રેજોને શરમાવે તેવું શાસન હોવાનો આરોપ મૃતકને મળવા જવા દરમિયાન લગાવ્યો હતો. સાથે જ રાજ ઠાકરેના સરદાર વલ્લભભાઈ પટેલને લઈ કરાયેલા નિવેદન સામે પણ પ્રતિક્રિયા આપી હતી.
વિઓ-01
સાબરડેરીનો વિવાદ જાણે કે હજુ શમવાનું નામ લેતુ નથી. આ દરમિયાન આંદોલનના દિવસે ઘરે પરત ફરી રહેલા પશુપાલક યુવકની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ઈડરની ખાનગી હોસ્પિટલમાં પશુપાલક યુવક અશોક ચૌધરીનું મોત નિપજ્યું હતુ. જેને લઈ હવે રાજકીય રંગ પણ વિવાદમાં ભળવા લાગ્યો છે. રાજકીય આગેવાનો હવે મૃતક યુવાનોના પરિવારજનોને મળવામાટે પહોંચી રહ્યાં છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા પણ ઈડરના ઝિંઝવા ગામે પહોંચ્યા હતા. તેમની સાથે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને પૂર્વ સાંસદ મધુસૂદન મિસ્ત્રી પણ જોડાયા હતા. પરિવારજનોની મુલાકાત દરમિયાન સરકાર પર અમિત ચાવડાએ આરોપ લગાવ્યા હતા. તેઓએ કહ્યુ હતુ કે, ગુજરાતમાં હાલનુ શાસન અંગ્રેજોને શરમાવે એવું છે. પશુપાલકો જે પોતાના હકને માંગવા માટે સાબરડેરી પહોંચ્યો હતો. જ્યાં તેમની સાથે સંવાદ કરવાને બદલે લાઠીઓ વરસાવી અને ટીયરગેસ છોડી દમન ગુજારાયો હતો. આ ટીયરગેસના સેલ એક્સપાયરી ડેટના હોવાનો પણ અમિત ચાવડાએ આરોપ લગાવ્યો હતો. અમિત ચાવડાએ કહ્યુ હતુ કે, પશુપાલક યુવાનના પરિવારની સ્થિતિ આર્થિક નબળી છે અને તેમને મદદ મળવી જરુરી છે. આ માટે 25 લાખ રુપિયાની સહાય આપવાની માંગ કરી છે.
બાઈટ- અમિત ચાવડા, પ્રમુખ, પ્રદેશ કોંગ્રેસ, ગુજરાત (હિન્દી અને ગુજરાતી)
વિઓ02
તો વળી રાજ ઠાકરેએ હવે મરાઠી ભાષાના હાલના તેમના નિવેદનો વચ્ચે હવે સરદાર પટેલને લઈ નિવેદનો કર્યા છે. આ અંગે પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યુ હતુ કે, કેટલાક નેતાઓની ડગળી ચસકી ગઈ છે. કેટલાક નેતાઓ પોતાના રાજકીય ફાયદાઓ અને એજન્ડાઓ માટે આવુ બયાનબાજી કરી રહ્યા છે. સરદાર સાહેબ સામે આવી બયાનબાજી કરવી એટલે સૂર્ય સામે ધૂળ ઉડાડવા બરાબર છે. સરદાર સાહેબ કોઈ એક સમાજના કે ગુજરાતના નેતા નહોતા. દુનિયાના એવા સપૂત છે કે, જેમણે દેશ અને દુનિયાને નવી રાહ ચિંધી છે. જ્યાં પણ અન્યાય કે અત્યાચાર થતો હોય એમની સામે અવાજ ઉઠાવતા. એક લોખંડી પુરુષ હતા અને દેશને અખંડિત બનાવ્યો હતો. સરદાર સાહેબ સામે જે બોલવાની જૂર્રત કરે છેએવા નેતાઓને પણ કહેવુ છે કે, મહારાષ્ટ્રમાં પોતાની રાજનીતિ ચમકાવવા માટે આવી બયાનબાજી કરતા હોય તો અટકી જજો, ગુજરાતની જનતા અને ગુજરાતની ધરતી પર ક્યારેય આી ગુસ્તાખી થશે તો તેનો જડબેસલાક જવાબ મળશે. આમ રાજ ઠાકરે પણ અમિત ચાવડાએ રાજકિય અસ્તિત્વના સવાલો કરીને જવાબ આપ્યો હતો.
બાઈટ- અમિત ચાવડા, પ્રમુખ, પ્રદેશ કોંગ્રેસ,ગુજરાત- (હિન્દી અને ગુજરાતી)
2
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement