Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395007

સુરતમાં નોનવેજ હોટલ પર પોલીસની ચેકિંગ, ખોરાકની ગુણવત્તા પર સવાલ!

PDPRASHANT DHIVRE
Jul 20, 2025 16:33:36
Surat, Gujarat
અપ્રૂવલ:હમીમ સર STORY એંકર:સુરતના સચિન વિસ્તારમાં આવેલા લાજપુર ગામની હદમાં આવેલી નોનવેજ હોટલો અને રેસ્ટોરાં પર આજે પોલીસ, ફૂડ અને આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી ખાસ કરીને ગેરકાયદેસર દબાણો પર ચાલતી ખાણીપીણીની દુકાનો અને નોનવેજ હોટલોને નિશાન બનાવીને કરવામાં આવી હતી. વીઓ:1 નવસારી રોડ પર આવેલા લાજપુર ગામની હદમાં ખાણીપીણીની હોટલો અને નોનવેજ રેસ્ટોરાંની સંખ્યા નોંધપાત્ર હોવાથી, ખોરાકની ગુણવત્તા તપાસવી અનિવાર્ય બની હતી. ચેકિંગ દરમિયાન, સાત હોટલોમાંથી ખોરાકના નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેની ગુણવત્તા તપાસ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવશે. આ ઉપરાંત, અસ્વચ્છતા ફેલાવતી હોટલો અને લારીઓ પર કાયદેસર કાર્યવાહી કરીને દંડ ફટકારવામાં આવ્યો હતો. બાઈટ :- પ્રદ્યુમ્નસિંહ વાઘેલા - પીઆઈ સચિન પોલીસ સુરત વીઓ:2 ચેકિંગ દરમિયાન એ પણ સામે આવ્યું હતું કે લાજપુર હાઇવે પર આવેલી અનેક હોટલો તેમજ ચાઈનીઝ કેન્ટીનો રોડની જગ્યા પર ગેરકાયદેસર રીતે દબાણ કરી રહી છે. આવા દબાણોને તાત્કાલિક દૂર કરવા માટે સંબંધિત હોટલ માલિકોને ૧૫ દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ સમયગાળામાં તેઓએ પોતાની રીતે દબાણ દૂર કરવાનું રહેશે. જો આ સમયગાળામાં દબાણ દૂર નહીં થાય, તો પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કડક કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેમાં દબાણને જબરજસ્તી દૂર કરવાનો પણ સમાવેશ થશે. બાઈટ :- પ્રદ્યુમ્નસિંહ વાઘેલા - પીઆઈ સચિન પોલીસ સુરત વીઓ:3 આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર માર્ગો પરના ગેરકાયદેસર દબાણોને દૂર કરીને ટ્રાફિકની સમસ્યા હળવી કરવાનો અને જાહેર સ્વચ્છતા જાળવવાનો છે. બાઈટ :- પ્રદ્યુમ્નસિંહ વાઘેલા - પીઆઈ સચિન પોલીસ સુરત વીઓ:4 આ સંયુક્ત કાર્યવાહીથી સચિન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભવિષ્યમાં પણ આવી સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ રાખવામાં આવશે તેવી સંભાવના છે. પ્રશાંત ઢીવરે -સુરત STORY
6
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement
Back to top