Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395007

સિવિલ હોસ્પિટલમાં ડોકટરોની બેદરકારીથી દર્દીનું મૃત્યુ? પરિવારજનોનો આક્ષેપ!

PDPRASHANT DHIVRE
Jul 19, 2025 14:03:49
Surat, Gujarat
અપ્રુવલ: હમીમ સર એંકર:સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. પરિવારજનો દ્વારા ડોકટરોની બેદરકારીના કારણે દર્દીના મોત થયા હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર મામલો સામે આવ્યો છે. વીઓ:1 ઝી 24 કલાકની ટીમ વાયરલ વીડિયોને પગલે નવી સિવિલ હોસ્પિટલ પહોંચી હતી અને આ અંગે સીએમઓ ડો. ભરતભાઈ ચાવડા સાથે વાતચીત કરી હતી.ડો. ભરત ચાવડાએ જણાવ્યું કે દર્દી ક્રિષ્ના સિરસાઠ ગંભીર સ્થિતિ (ક્રિટિકલ કન્ડિશન) માં હોસ્પિટલમાં આવ્યા હતા. તેમને કિડનીની બીમારી હતી અને નવી સિવિલમાં તેમનું ડાયાલિસિસ કરવામાં આવતું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે દર્દીને બુધવારના બદલે ગુરુવારે ડાયાલિસિસ માટે લાવવામાં આવ્યા હતા. ડાયાલિસિસ બાદ તેમને વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની તબિયત લથડતા તેમને વેન્ટિલેટર પર પણ મૂકવામાં આવ્યા હતા. જોકે, બીપી ડાઉન થતાં તેમની તબિયત વધુ બગડી હતી. બાઈટ: ડૉ ભરત ચાવડા (સુરત સિવિલ હોસ્પિટલ CMO) વીઓ:2 બીજી તરફ, મૃતક ક્રિષ્ના સિરસાઠના પરિવારજનોનો આરોપ છે કે જ્યારે દર્દીને ખરાબ તબિયતને કારણે સિવિલ લાવવામાં આવ્યા હતા, ત્યારે તબીબો દ્વારા તેમના પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું ન હતું. પરિવારજનોનો દાવો છે કે તેમણે વારંવાર તબીબોને દર્દીની ખરાબ હાલત અંગે જાણ કરી હતી અને ધ્યાન આપવા વિનંતી કરી હતી, પરંતુ તેમને યોગ્ય સારવાર મળી ન હતી, જેના કારણે આખરે દર્દીનું અવસાન થયું. પરિવારજનોએ સિવિલ હોસ્પિટલની બેદરકારીને આ મોતનું કારણ ગણાવી છે. વાયરલ વીડિયો આરોપ વીઓ3 ક્રિષ્ના શિરસાઠના મોત બાદ પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમણે આ ઘટનાનો વીડિયો ઉતારીને વાયરલ કર્યો છે,જેમાં તબીબોની બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે. પરિવારજનોએ બેદરકારી દાખવનાર તબીબો સામે યોગ્ય પગલાં લેવા માટે વહીવટીતંત્ર સમક્ષ માંગણી કરી છે.આ મામલે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. પ્રશાંત ઢીવરે -સુરત PCAKAGE
8
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement
Back to top