Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395007

કીમ રેલ્વે ઓવરબ્રિજ પર મોટી દુર્ઘટના, પરંતુ જાનહાની ટળી!

SVSANDEEP VASAVA
Jul 20, 2025 10:32:53
Surat, Gujarat
નોંધ :- સ્ટોરી એન્ટ્રી સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- કીમ (ઓલપાડ) સ્લગ :-2007ZK_SRT_OVERBRIDGE_1 એન્કર... સુરત જિલ્લાના કીમ રેલ્વે ઓવરબ્રિજ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. ઓવર હાઇટ ટ્રેલર મશીન ભરી પસાર થતાં લોખંડની ગર્ડર સાથે ભટકાયું હતું. અકસ્માત ઘટનાને પગલે સ્ટેટ આર એન્ડ બી, રેલવે વિભાગ તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સદનસીબે અકસ્માત માં કોઈ મોટી જાનહાની થવા પામી ન હતી. વિઓ... સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામે આવેલ રેલ્વે ઓવરબ્રિજ ઉપર અવાર નવાર અકસ્માત સર્જાતો રહે છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના રાત્રિ દરમિયાન બ્રિજ પર બની હતી. એક ઓવર હાઇટ ટ્રેલર મશીનરી ભરીને પસાર થઈ રહ્યું હતું. ત્યારે ઓવર હાઇટ હોવાના કારણે ટ્રેલરની અંદર મુકેલ મિક્સર મશીન બ્રિજની લોખંડની ગદર સાથે ભટકાયું હતું. અને બ્રિજને ક્ષતિ પહોંચવા પામી હતી. ત્યારે એક છેડે થી બીજા છેડા જવા માટે ડ્રાઇવર પોતાનું ટ્રેલર પસાર કર્યું હતું. જોકે પ્રથમ છેડે જ ટ્રેલર ભટકાતા ટ્રેલર બ્રિજના મધ્યમાં ફસાઈ ચૂક્યું હતું. જેથી રાત્રી દરમિયાન થી જ બીજા દિવસે ભારી જેહમત બાદ ટ્રેલર તેમજ મિક્સર મશીન નો ભાગ છૂટો કરીને ક્રેન મારફતે ટ્રેલર બહાર કાઢવાની ઉઠાવી પડી હતી. ઘટનાને પગલે સ્ટેટ આરએન્ડબી રેલવેના કર્મચારીઓ તેમજ ટ્રેલર કંપની સંચાલકો પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. મહત્વનું છે કે આ ટ્રેલર કીમ નજીક આવેલા મૂળદ ગામે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટમાં સિમેન્ટનું મિક્સર મશીન લઈને અન્ય જગ્યાએ જઈ રહ્યું હતું. તે સમય દરમિયાન મોડી રાત્રે કીમ રેલવે રોડ ઉપર અકસ્માતે ફસાઈ ચૂક્યું હતું. તો બીજી તરફ સંબંધિત તંત્રએ ટ્રેલર ચાલક સામે જરૂરી તજવીજ હાથધરી હતી. વોક થ્રુ :- સંદીપ વસાવા (કીમ રેલ્વે ઓવરબ્રિજ )
1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement
Back to top