Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395007

સુરતમાં 20 વર્ષીય યુવકની ગેસગનથી ધમકી, સગીરા પર પ્રેમનો દબાણ!

PDPRASHANT DHIVRE
Jul 20, 2025 16:30:17
Surat, Gujarat
અપ્રુવલ: તપન ભાઈ PCAKAGE વિઝ્યુઅલ:આરોપી,પોલીસ,મુદ્દામાલ બાઈટ:પોલીસ FEED_LIVE_U FOLDER_SRT_ATHWA_POSKO_AROPI એંકર:સુરતના અઠવા વિસ્તારમાં એક સગીર વયની દીકરીને ગેસગન બતાવી પ્રેમ સંબંધ રાખવા દબાણ કરનાર ૨૦ વર્ષીય આરોપી મોઇન ઉર્ફે આમદ મોહમદ ઇમરાન મોહમદ યાકુબ ચક્કીવાલાની પોલીસે ધરપકડ કરી છે. આરોપી સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હતો. વીઓ:1 પ્રાથમિક માહિતી મુજબ, અઠવા નાનપુરા સાગર હોટેલ પાસેથી ફરિયાદીના પુત્ર અને પુત્રી પસાર થઈ રહ્યા હતા. તે સમયે આરોપી મોઇન ત્યાં આવ્યો અને સગીરાને ગેસગન બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બાઈટ: વિજયસિંહ ગુર્જર (સુરત શહેર પોલીસ ડીસીપી) વીઓ:2 પોલીસે તુરંત કાર્યવાહી કરીને આરોપી મોઇનની ધરપકડ કરી હતી. આરોપી શહેરના વરિયાળી ચોક બજાર ખાતે આવેલ મક્કા પેલેસ, હોડી બંગલા પાસે રહેતો હતો. પોલીસે આરોપીના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં એક ગેસગન, બે એરગન તેમજ અલગ અલગ છરી અને ચપ્પુ મળી આવ્યા હતા. બાઈટ: વિજયસિંહ ગુર્જર (સુરત શહેર પોલીસ ડીસીપી) વીઓ:3 પોલીસે આરોપી વિરુદ્ધ ધાકધમકી આપવા સહિત પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી મોઇન હાલ કોઈ કામધંધો કરતો ન હતો અને બેકાર હતો. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિરુદ્ધ અગાઉ લાલગેટ પોલીસ મથકમાં એક અને અઠવા પોલીસ મથકમાં બે એમ કુલ ત્રણ અલગ-અલગ ગુનાઓ નોંધાયેલા છે. બાઈટ: વિજયસિંહ ગુર્જર (સુરત શહેર પોલીસ ડીસીપી) વીઓ:4 હાલ અઠવા પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ કબજે કરી, તેને જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે. પ્રશાંત ઢીવરે - સુરત PCAKAGE
1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement
Back to top