Back
गोमतीपुर में गुंडाराज: दो आरोपी गिरफ्तार, CCTV से खुला सच
URUday Ranjan
Sept 17, 2025 03:22:30
Ahmedabad, Gujarat
Slug : 1609ZK_LIVE_AHD_BABAL_AROPI
Reporter : UDAY RANJAN
Injgst Feed :1609ZK_LIVE_AHD_BABAL_AROPI
Date : 16 - 09 - 2025
Format : PKG & WEB
નોંધ ; સ્ટોરી ને લગતા સીસી ઉપયોગ માં લેવા...1509ZK_AHD_GOMTIPUR_CCTV
એન્કર :
અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થઈ જાય છે. અને ગુનેગાર તથા અસમાજિક તત્વોનુ ગુંડારાજ શરુ થાય છે. ગોમતીપુર માં વધુ એક અસમાજિક તત્વો નો મામલો પોલીસ ચોપડે નોંધાતા પોલીસે 2 આરોપી ની ધરપકડ કરી ને વધુ તપાસ હાથ ધરી છે ......
વીઓ : 01
તાજેતરમાં જ ગોમતીપુર વિસ્તારમાં ચાલતા દારુ અને જુગારના અડ્ડાઓ અંગે અરજી કરનાર મહેશ દેસાઈનુ પોલીસ સ્ટેશનની નજીક જ 6 લોકોએ તીક્ષણ હથિયારના ઘા ઝીંકીને મોત નીપજાવ્યું હતુ. જેની ગંભીર નોંધ પોલીસ કમિશર કચેરી સુધી લેવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીની ધરપકડ કરી હતી. ત્યારે ફરી એક વખત અસમાજિક તત્વોએ ગોમતીપુર પોલીસને ખુલ્લો પડકાર નાખ્યો છે. જેમાં ગત 14 સપ્ટેમ્બરની મોડી રાતે ગત 14 સપ્ટેમ્બરની મોડી રાતે મરિયમબીબી મસ્જીદ પાસે રહેતા પરિવાર સાથે જુના ઝઘડાની અદાવત રાખીને બે શખ્સોએ પરિવાર સાથે રહેતી મહિલાના ઘરમાં ઘુસી જઈને તેને પેટના ભાગે લાતો મારીને ઘરમાં તોડફોડ કરી નજીકમાં આવેલી મોબાઈલની દુકાનના સીસીટીવી કેમેરા તથા મહિલાના ઘરના સીસીટીવી કેમેરા પણ તોડી નાંખ્યા હતા. ઉલ્લેખનીય છે કે ટપોરીઓએ મચાવેલા આંતકની તમામ ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ જતા પોલીસની શાખ પર અનેક સવાલો ઉભા થતા આખરે ગોમતીપુર પોલીસે ગુનામાં સંડોવાયેલા બે આરોપીનીસગા ભાઈઓ ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
બાઈટ :
આર ડી ઓઝા , એસીપી , એચ ડિવિઝન
વીઓ: 02
ગોમતીપુર મરિયમબીબી મસ્જીદ નજીક પત્ની અને બાળકો સાથે રહેતો 38 વર્ષીય તસ્લીમ આરીફ શેખ રીક્ષા ચલાવીને પરિવારનું ભરણપોષણ કરે છે જેમણે ગત 14 સપ્ટેમ્બરના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં માં ફરિયાદ નોંધાવી છે જેની વિગતો ની વાત કરી એ તો ફરિયાદી રાતે તસ્લીમ રીક્ષાના ફેરા પતાવીને ઘરે આવ્યો હતો.અને જમી પરવારીને પત્ની અને બાળકો સાથે બેઠો હતો. ત્યારે રાત્રીના પોણા બાર વાગ્યે આજ વિસ્તારમાં રહેતા સરવર હસરતઉલ્લા અંસારી તથા તેનો નાનો ભાઈ કેફ ઉર્ફે કેફુ અંસારીને તસ્લીમ અને તેના પરિવાર સાથે અગાઉ ઝઘડો થયો હતો. તેની અદાવત રાખીને બંને ભાઈઓ હાથમાં લાકડાના ડંડા અને છરી લઈને તસ્લીમના ઘરે આવી પહોંચ્યા અને તસ્લીમના ઘરની બહાર લગાવેલા સીસીટીવી કેમરા તોડીને ગાળો બોલવા લાગ્યા હતા. તોડફોડનો અવાજ અને બુમો સંભાળતા તસ્લીમ અને તેની પત્ની ઘરની બહાર નીકળ્યા તો બંને ભાઈઓ ઘરમાં ઘુસી ગયા અને ઘરમાં રહેલો સામનની તોડફોડ કરીને તસ્લીમના ગળે છરી મુકીને ધમકાવવા લાગ્યા હતા. આ દરમિયાન તસ્લીમની પત્નીએ યાસ્મીનબાનુએ કેમરા કેમ તોડયા અને મારમારી કેમ કરો છો તેવું પૂછતા આરોપી કેફ અંસારીએ યાસ્મીનબાનુને પેટના ભાગે લાત મારતા તે નીચે જમીન પર પટકાઈ પડયા હતા. બાદમાં આસપાસના અન્ય પાડોશીઓ એકઠા થઇ જતા બંને આરોપી નાસી છુટ્યા હતા. બાદમાં જાણવા મળ્યું હતું કે સીસીટીવી કેમેરામા બંને ભાઈઓનો કરતુત આવી જાય નહી તે સારું રસ્તામાં આવતી મોબાઈલ દુકાનના સીસીટીવી કેમેરા પણ તોડી નાંખ્યા હતા. પરંતુ તસ્લીમભાઈના ઘરની બહાર લગાવેલા કેટલાક કેમેરામા બંને ભાઈઓનો આંતક આવી ગયો હતો
બાઈટ : આર ડી ઓઝા, એસીપી એચ ડિવિઝન
વીઓ: 03
આ મામલે ફરિયાદી તસ્લીમભાઈએ બંને ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ગોમતીપુર પોલીસે કેફ ઉર્ફે કેફુ હસરતઉલ્લા અંસારી સરવર હસરતઉલ્લા અંસારી ભાઈઓની ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી કરી ને વધુ તપાસ હાથ ધરી છે ત્યારે આ ઘટના થી દેખાય રહ્યું છે કે ગોમતીપુર પોલીસ માં અવારનવાર આવા બનાવ બનવા થી ગોમતીપુર પોલીસ નો ડર પોતાના જ વિસ્તાર માં નથી રહ્યો
ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowDec 07, 2025 14:46:09112
Report
PDPRASHANT DHIVRE
FollowDec 07, 2025 12:50:15134
Report
MJManoj Jain
FollowDec 07, 2025 12:49:47167
Report
PDPRASHANT DHIVRE
FollowDec 07, 2025 12:49:1680
Report
PDPRASHANT DHIVRE
FollowDec 07, 2025 11:05:18125
Report
URUday Ranjan
FollowDec 07, 2025 10:01:06138
Report
JDJAYESHBHAI DOSHI
FollowDec 07, 2025 10:00:57190
Report
BPBurhan pathan
FollowDec 07, 2025 09:32:09183
Report
DRDarshal Raval
FollowDec 07, 2025 08:51:43169
Report
DRDarshal Raval
FollowDec 07, 2025 08:51:25169
Report
URUday Ranjan
FollowDec 07, 2025 08:51:06119
Report
DRDarshal Raval
FollowDec 07, 2025 08:50:49157
Report
NBNARESH BHALIYA
FollowDec 07, 2025 08:50:16172
Report
NJNILESH JOSHI
FollowDec 07, 2025 07:46:04146
Report
GKGovindbhai Karmur
FollowDec 07, 2025 07:32:10148
Report